________________
યુગાદિદેશના
૧૫ આ પ્રકારનાં અવજ્ઞાકારક વચનેથી ડુંગર ધ આણીને ખૂબ ભળવા લાગ્યો અને પિતાની સામે ઉચા નીચા બોલ બોલવા લાગ્યો. ક્રોધ અને માનના ચોગથી સામસામે બેલવા જતાં તેમને વિવેક નષ્ટ થઈ ગયો અને બંને પિતા પુત્ર અત્યંત કલહ કરવા લાગ્યા. તે વખતે નાગણ અને નફલી તથા ભુજગ (સર્પ) અને નળીયો ધથી કલહ કરતા કરતા બિલમાંથી નીકળી બહાર આંગણામાં આવ્યા. શિલા પણ કાંઈ કામસર નિધાન પાસે ગઈ એટલે ત્યાં રહેલ કુતરીએ તેને કરડી એટલે તે પણ રૂદન કરતી આંગણું આગળ પડી ગઈ શિલાએ કરેલ ઘાથી તે કતરીના પણ પ્રાણ કંઠે આવી રહ્યા, એટલે તે પણ કહ્યું કટક શબ્દ કરતી આંગણુ પાસે પડી. અહો! આશ્ચર્ય ! આશ્વર્ય! એમ વિસ્મય પામતા ઘણું લોક ત્યાં જેવાને માટે એકઠા થયા. કેટલાક લેકે આશ્ચર્ય પામ્યા, કેટલાકને હસવું આવ્યું, કેટલાક મધ્યસ્થ રહ્યા અને કેટલાક વૈરાગ્ય પામ્યા.
તે વખતે કઈ જ્ઞાની મુનિ ગોચરીને માટે ભમતાભમતા શ્રેણીના પુનેગે ત્યાં ભિક્ષા લેવા આવ્યા. પિતાના જ્ઞાનથી શ્રેણી કહેબને વૃત્તાંત યથાથી જાણતા એવા તે મુનિ અહા! આ કવાયનું પરિણામ છે” એમ કહી ત્યાંથી તરતજ બહાર નીકળ્યા. શેઠ તે વચન સાંભળી તેમની આગળ જઈને પોતે કલહમાં વ્યગ્ર હેવા છતાં તેમના કહેવાને ભાવાર્થ પૂછવા લાગ્યો. મુનિ કહેવા લાગ્યા સેમ્ય! સાંભળ, આ તમારા ઘરમાં અતિ વિષમ એવા કવાયરૂપ વૃક્ષનું પુષ્પ ખીલેલું છે. જે સમજુ માણસેને વૈરાગ્યનું કારણ અને અાજનેને હાસ્યનું કારણ થઈ પડયું છે. આ સર્પ અને નેળીયે છે તે કુડગ અને સાગર તારા પુત્રો છે, આ સપિણ્ તારી પત્ની છે અને આ નકુલી તે નિકૃતિ છે, તથા આ કુતરી તે સચયા છે. ખરેખરી રીતે કષાયોએ તારા કહેબને નટના પેડાની માફક જુદા જુદા રૂપ લેવરાવ્યા છે. તેની આગળ મુનિએ જ્યારે પૂર્વભવને વૃત્તાંત કહ્યું ત્યારે તે સાંભળીને સર્પાદિ પાંચ છ જાતિસ્મરણ પામીને