________________
યુગાદિદેશના. ધનશ્રી કહેવા લાગી કે “હે ભાઈ! જે કણ કણ કરીને તમારા ઘરમાં સંગ્રહ કરે છે, તેનામાં આવા અસંભાવ્યની સંભાવના કેમ કરો છો? ચંદ્રમાં ઉષ્ણતા, સૂર્યમાં અંધકાર અને પાણીમાં અગ્નિની સંભાવનાની જેમ આમાં લેશ પણ તૈન્ય દેષ હોય એમ હું માની શક્તી નથી. તે પુન: આ પ્રમાણે કહેવા લાગ્યો:-- જે એનામાં તૈન્યસ્વભાવ ન હોય તો “ હાથ ચેખો રાખવો” એ પ્રમાણે એને તમે શા હેતુથી શિખામણ દીધી? > ધનશ્રી જરા હસીને બોલી:--“હે બધેપિતાના કામકાજમાં વ્યગ્ર થયેલ પુરૂષ તે ઘરમાં કઈ વખતજ આવ જા કરે છે, પરંતુ ઘરની રક્ષામાં નિમાયેલી ચી તો આખો દિવસ ઘરમાં જ રહે છે, કદી પણ તેને મૂકતી નથી. તે પણ જ્યારે ઘરને લૂંટશે (ચાર) તે પછી ત્યાં રક્ષા કરનાર કેણુ રહેશે ? જ્યારે વાનનું કામ ઉટ કરશે ત્યારે શીકું ક્યાં બંધાશે? હે ભ્રાત: પુરૂષોને પણ તૈન્ય નિષિદ્ધ (વિરૂદ્ધ) છે, અને સ્ત્રીઓને તો વિશેષ નિષિદ્ધ છે. આ પ્રમાણે સામાન્ય વાત કરતાં તે દિવસે મેં એમ કહ્યું હતું; બીજું કોઈ કારણ નહોતું.” બહેનના આ વાકેથી દોષની શંકારહિત થઇ ધનાવહે પ્રથમની જેમ મધુર આલાપથી પત્નીને પ્રમુદિત કરી.
હવે ધનશ્રીએ નિર્ણય કર્યો કે --મારૂં કરેલું શુભ કે અશુભ, સ્નેહના વશથી મારા ભાઈઓ બધું શુભજ માની લે છે.” એમ વિચારી ધનશ્રી, ભાભીઓનાં ઉંચા નીચા વચનને અનાદર કરીને પૂર્વ પ્રમાણે જ દાનાદિ પુણ્યકર્મ કરવા લાગી. પરંતુ અન્યને દુ:ખના હેતુભૂત તે માયાગભિત ઉપદેશથી ધનશ્રીએ દુ:ખવેદ્ય, દૃઢ અને ઉત્કૃષ્ટ કમ બાંધી લીધું. પ્રાંતે ધનપત્યાદિક પાંચે સંવિને મનવાળા થઈને નિષ્પાપ પ્રવજ્યા અંગીકાર કરી સ્વી ગયા. ત્યાં પણ પૂર્વભવના સંસ્કારથી પરસ્પર સ્નેહા મનવાળા થયા સતા ઘણા કાળ સુધી તેઓએ વિપુળ કામગ ભેગવ્યા.
હવે ભરતક્ષેત્રમાં અલકાપુરીની સાથે સરસાઈ કરનાર અને