________________
યુગાદિદશના.
૯૭ પક્ષીઓ સેવે છે તેમ લક્ષ્મીવાળાને જ સેવે છે. અને જ્યારે તે નિધન થાય છે ત્યારે આ નિધન અમારી પાસે રખે કાંઈ માગે નહિ આવી રીતે ભય પામતા તેઓ જેમ દગ્ધ અરણ્યને મૃગે છોડી દે છે તેમ તેને દૂરથી જ ત્યાગ કરે છે. જ્યાં પ્રાપ્ત થયેલા ધનથી તેણે યુથેચ્છ ભેગે ભેગવ્યા હતા, ત્યાંજ દરિદ્ર થઇને પરાભવરૂપ અશિથી તે બળે છે.
આસ્તે આસ્તે વ્યવસાયમાત્ર નિષ્ફળ થવાથી શુચિ તે નગરમાં પોતાને નિર્વાહ પણ ચલાવી ન શક; એટલે ત્યાંથી નીકળી અનેક ગામ, આકર અને નગરાદિકમાં તે ભમ્યો પણ કઈ જગ્યાએ તે કંઇ પણ લક્ષ્મી પ્રાપ્ત કરી શક્યો નહિ. કારણકે પૂવકૃત કર્મ નિરંતર સહચારી જ હોય છે. છેવટે નિરાશ થઈને શુચિવિદ્ધ પિતાના નગર તરફ પાછો વળ્યો અને કેઈ પણ સ્થાનકે વિસામેં ન લેતાં ચાલતા ચાલતે તે એક દિવસ સાંજે નગરના ઉપવન આગળ આવી પહોંચે. લાંબા માર્ગનું અતિક્રમણ કરવાથી તે થાકી ગયો હતો અને સુધા, તૃષા તથા ચિંતાના ભારથી તે વ્યાકુળ થઈ ગયો હતો. એટલે ત્યાં આડંબર નામના યક્ષના મંદિરમાં તે - ત્રીવા રહે. એટલામાં ત્યાં એક માતંગ (ચાંડાળ) આવીને આદથી યક્ષને પ્રણામ કરી તેની પૂજા કરીને દ્વારમંડપમાં બેઠે. ત્યાં અર્ચાને માટે ચિલ યક્ષની તેણે પૂજા કરી અને તેની સખ મંત્ર જયો કે જેથી તે તરત પ્રગટ થઈ. એટલે માતંગે કહ્યું:--બહે સ્વામિની! જેમાં સર્વ ઈષ્ટ વસ્તુ તૈયાર હોય એવું એક વિલાસભુવન અત્યારે જ બનાવી આપે. યક્ષિણુએ તરતજ વિલાસવન તૈયાર કરી દીધું. એટલે ઈચ્છા મુજબ સર્વ ઇષ્ટ જેને પ્રાપ્ત થયું છે એવો તે માતંગ પોતાના મિત્રો અને સ્વજને સહિત તે ભુવનમાં રહી ઘણા વખત સુધી પચંદ્રિય સંબંધી સુખ ભેગવવા લાગે, છેવટે કૃતકૃય થઇને ઇંદ્રજાળની માફક તેણે તે બધું પાછું વિસર્જન કરી દીધું.