________________
યુગાદિદેશના
૧૩૫ તે બધા ગુણજ જુએ છે અને જ્યાં જે વિરકત હોય છે ત્યાં તે બધા દેષજ જુએ છે. મધ્યસ્થ પુરૂષો તે ગુણ અને દેષ બને જોઈ શકે છે.” કેટલાક પુરૂષ તે સીને એટલે સુધી માને છે કે – “લા મિત્ર નવ શૈવ, સી તર્જ જીવિત્ત લા;
સા સ્વામિની શૈવ, સૈવ વોહિય સા,” " दिवारात्रौ च सर्वत्र, सा सैवं स्त्रीवशात्मनाम् ।
महतामपि हा चित्तं, विचाराद्मश्यति ध्रुवम्." બતે ચીજ મિત્ર, તેજ સચિવ, તેજ તત્વ, તેજ જીવિત તેજ સર્વસ્વની સ્વામિની, તેજ રવ અને તેજ ગુરૂ, દિવસ અને રાત્રે સર્વત્ર તેને તેજ–આવી રીતે સ્ત્રીને વશ થયેલા એવા મેટા માણસેનું ચિત્ત પણ ખરેખર વિચારથી ભ્રષ્ટ થાય છે. વળી રાગાંધ મનવાળા જડ પુરૂષ ધનધાન્યયુક્ત પોતાનું આખું ઘર સ્ત્રીને સોંપીને પછી બહુ ખેદની વાત છે કે તે તેની પાસે દાસના જેવું આચરણ કરે છે. સ્ત્રીને વશ થયેલા રાગાંધ પુરૂષે કદાચ બુદ્ધિમંત હેય, છતાં શુભાશુભને વિવેક કરવાને તેઓ અસમર્થ હોય છે. તે સંબંધમાં બહુધાન્યનું દૃષ્ટાંત છેતે આ પ્રમાણે છે:
“રેવાનદીના દક્ષિણ કિનારાપર સીમાંત નગમાં બહુ દ્રવ્યવાળા બહુધાન્ય નામને ગામને મુખી (ગામેતી) રહેતો હતો. તેને સરલ, પતિવ્રતા અને ભકિતવાળી એવી પ્રથમની સુંદરી નામે પ્રિયા હતી અને બીજી કુટિલ સ્વભાવવાળી અને કુલટા કુરંગી નામની કાંતા હતી. આઠ બળદ, બે ગાય, બે દાસ, બે દાસી, બે ખેડુત અને સરસામાન સહિત ઘર આપીને તેણે સુંદરીને જુદી કરી હતી. અને પોતે કરગીપર વિમેહિત થઈને તેની સાથે મનવાંછિત ભેગ ભેગવતો હતો. મદિરાથી મદીરાપાનીની જેમ જતા વખતની પણ તેને ખબર પડતી નહોતી. વિલાસ અને હાસ્યમાં કુશળ એવી