________________
યુગાદિદેશના.
૧૩૩ પછી દરીઆ કિનારે આવતાં રાજાને જણાવીને (તેની રજા મેળવીને) પાતાલ સુંદરી સાથે સાર્થવાહ તરતજ વહાણપર બેઠે. અને તમે હવે ખુશીથી ઘેર પધારો” એમ રાજા વિગેરેને તેણે કહ્યું. પછી તરતજ તે માગથી બીજે રસ્તે વહાણેને વેગથી ચલાવરાવ્યા. રાજાએ પણ તરતજ પાછા આવીને યરૂ જેયું, પણ તે પાતાલસુંદરીના જવાથી શૂન્ય તેના જેવામાં આવ્યું. “હા! તે ધૂણે મને ક!” એ રીતે હાથ ઘસતાં તેણે પ્રારંભથી માંડીને પોતાની પત્નીનું વૃત્તાંત મંત્રી વિગેરેને કહ્યું. “આ ભેંયરામાંથી તે વાણી એને શી રીતે હરણ કરી ગયો” એમ વિસ્મય પામી તેઓ રાજાની સાથે તે ભેંયરામાં ગયા. ત્યાં બારીક નજરથી તપાસ કરતાં બંધ મુખવાળી એક સુરંગ તેમણે જેઈ અને તે રસ્તેથી તેઓ સાર્થવાહના ઘરમાં ગયા. ત્યાં તે ઘર શૂન્ય જોઈને રાજાએ કેપથી રાતી આંખ કરી પોતાના યોદ્ધાઓને આ પ્રમાણે આજ્ઞા કરી કે “તે દુરાત્માને બાંધીને અહીં લઈ આવે. પછી “ અહે! આ પરદેશી વાણીયાની ખરેખર અદ્દભુત કળા હતી. અમે પણ જેને જાણતા નહેતા એવી રાજાની પ્રમદાનું તે હરણ કરી ગયો.” આ પ્રમાણે અંતરમાં વિરમય પામતા મંત્રી, સામંત અને સુભટ સહિત રાજા પોતે પણ અત્યંત ક્રોધમાં આવી સાથેની પાછળ દોડ્યો. તરતજ દરીઆ કિનારે આવતાં તે સ્થાન શુન્ય જોઈને પત્ની પ્રેમથી નિબદ્ધ થયેલા રાજાએ નાવિકને આ પ્રમાણે આદેશ કર્યો કે “અરે વહાણે તૈયાર કરીને તરત સમુદ્રમાં ચાલે. તેઓ કહેવા લાગ્યા કે:-“અત્યારે સમુદ્રમાં સફર કરી શકે એવા વહાણે અમારી પાસે તૈયાર નથી. કારણ કે જતાં જતાં, સાર્થવાહે તે મોટાં વહાણે બધાં લઈ લીધાં છે. આ પછી વિલક્ષણ મુખ કરી અને અંતરમાં ઉત્તાપ લાવી રાજા ચિંતવવા લાગ્યો કે “અહો ! રૂપમાં તિ કરતાં પણ વધે એવી મારી જીવિતેશ્વરીનું હરણ કરતાં તે પાપી પૂર્વે મારું કંઇ પણું ન મૂકહ્યું. બીજા પુરૂષને જેણે નથી જોયે એવી અને ભત્તરના વિનોચિ