________________
૧૫૭.
યુગાદિદેશના. નહિ પણ જેઓ આહાર પણ માત્ર સંયમના નિર્વાહ માટેજ ગ્રહણ કરે છે, તો એ સંસારના અંકુરરૂપ એવા વિષયેથી શી રીતે મેહિત થાય? પ્રભુના આ પ્રમાણેના વચનામૃતથી રાગદ્વેષથી રહિત, સંસાર સુખમાં નિ:સ્પૃહ અને તાતના ઉપદેશથી સંયમી થયેલા સવ બંધુઓને જાણીને ભરતભૂપતિએ તે સર્વને નમસ્કારપૂર્વક વદના કરી.
પછી વ્રતના પકવાન અને ચેખા, દાળ પ્રમુખ ભેજન નાના ભાઇઓને આપવાને માટે ભરતે રયાઓ પાસે મગાવ્યું. તે ભરત રાજાએ પોતાને હાથે આપતાં છતાં આ અષણીય (અકલ્પનીય) છે એમ કહી તેઓએ તેની તરફ દૃષ્ટિ પણ ન કરી. એટલે આ મહાત્માએ મારૂં આપેલું ભોજન પણ શા માટે નહિ લેતા હોય?” આ પ્રમાણે ચિંતામગ્ન ભૂપને પુન: જગદ્ગુરૂ કહેવા લાગ્યા:-“હે - જન્ ! આ તો રાજપિંડ છે, તેથી તે તો કપેજ નહીં, પણ અન્યપિંડ હેય છતાં તે અભ્યાદત (સામે લાવેલે) પિંડ હેય તે તે પણ સાધુએને કપે નહિ.” આ પ્રમાણે ભગવંતના વચન સાંભળીને ભરત ખેદ સહિત વિચાર કરવા લાગ્યો કે “અહો અત્યારે પિતા અને ભાઈઓએ, હું અયોગ્ય હોવાથી ખરેખર સર્વથા મારે ત્યાગ કર્યો જણાય છે, તેથી આ મારૂં અભુત રાજય પણ વધ્ય વૃક્ષની જેમ નિફળ છે. કારણ કે જે રાજ્ય આહારના દાનથી પણ ભાઈઓને ઉપયોગી નથી. ખરેખર ! સાધુરૂપ સત્પાત્રના દાનરૂપ આલંબન વિના આટલા બધા પરિગ્રહ અને આરભના ભારથી હું પતિત થઈ ગયો છું! કહ્યું છે કે
" नरकं येन भोक्तव्यं, चिरं तत्पापपूर्तये;
नियुक्ते तं विधी राज्ये, बहारम्भपरिग्रहे."
જેને ચિરકાળ નરક ભોગવવું છે, તેને તેટલા પાપની પૂર્તિને માટે બહુ આરંભ અને પરિગ્રહવાળા રાજ્યમાં વિધાતા જેડી દે છે.”