________________
યુગાદિદેશના.
કરી છતાં જાણે મર્મ સ્થાનમાં વિંધાયા હેય તેમ અધિક ધાયમાન થયેલા ભરતરાજાએ પુન: યુદ્ધ કરવાને માટે દંડરત્ન હાથમાં લીધું. તે જોઈને “અહો ! મનમાં અભિમાન લાવી આ ભરત હજી પણ ચુધના વ્યવસાયને મૂકતા નથી, માટે ખરેખર ! મને એ બ્રાહત્યા આપશે. આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરતા એવા બાહુબલિને, ભરતચક્રીઓ ક્રોધાયમાન થઈ કંઇ પણ વિચાર કર્યા વિના માથામાં દંડને પ્રહાર કર્યો. તે દંડના આઘાતથી વ્યથિત થતા અને ક્ષણવાર આંખમાં ઘેરાતા (અંધારી ખાતા) એવા બાહુબલિ આજાનુ (ઢીંચણ સુધી) પૃથ્વીમાં પેસી ગયા. પાછા ક્ષણવારમાં સ્વસ્થ થઇને અને પૃથ્વીમાંથી બહાર નીકળીને ફ્રેંધાયમાન થતા એવા તેણે ભરતેશના માથામાં સરીતે દંડને પ્રહાર કર્યો, એટલે વજની માફક દુસહ એવા તેના ઘાતથી અત્યંત પીડિત થતા ભરતભ્રપતિ અચેત થઇને આકંઠ (કંઠ સુધી) પૃથ્વીમાં પેસી ગયા. તે વખતે ગાઢ પીડાના આવેશથી ધૂણુમાન (વેરાતા) અને માત્ર જેનું મસ્તક જ બહાર રહેલું છે એવા ભરત સૂર્યને ક્ષણભર ભયપૂર્વક રાહુની જેવા લાગ્યા. પછી શીતલ પવનથી સાવધાન થઈ ઘણુવારે પૃથ્વીમાંથી બહાર નીકળ્યા અને વિજ્યની આશા છોડી દઈ ખેદપૂર્વક વિચારવા લાગ્યા:–અહો! સુર અસુર અને મનુષ્ય સમક્ષ એ મહા બલિષ્ઠ મને પાંચે યુદ્ધમાં જીતી લીધી અને જીવિતના સંશયને પણ પમાડ્યો માટે ખરેખર! હવે જેમ ચમરેંદ્રથી વૈમાનિકને ઇંદ્ર જીતી ન શકાય તેમ એ મહાબાહુ પણ મારાથી છતા અશકય છે. આવું કાંઇ પણ જોયું નથી અને લોકમાં કે શાસ્ત્રમાં સાંભળ્યું નથી કે બીજા રાજાઓથી રાજાધિરાજ ચક્રવર્તી છતાય ! માટે આ મહાબાહુજ ખરેખર ! આ વસુધાપર ચઠી છે અને હું એની આજ્ઞામાં રહેનારા સેનાપતિ તુલ્ય છું.” આ પ્રમાણે મેદસહિત વિ. યાર કરતા ચકીના હાથમાં તે વખતે ચકાધિષ્ઠિત દેએ ચક મૂકયું. પિતાના હાથમાં ચક્ર આવવાથી તેને પોતાના ચકીપણાને નિશ્ચય