Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 200
________________ યુગાદિદેશના. તુલ્ય મોટાભાઇને મારવાને માટે હું તૈયાર થયે છું. જ્યાં બધુઓને પણ લુબ્ધ રાજાએથી આવી રીતે વાત થાય છે. તેવું મલિન રાજ્ય નરકાંત (નરકે લઈ જાય એવું ) હેય છે. એવું શાસ્ત્રકારે કહ્યું છે તે ઠકજ કહ્યું છે. આ પ્રમાણે મેટાભાઈને વિઘાત કરીને જે મેટું રાજ્ય પણ મળતું હોય તે દુષ્કર્મ મૂળ એવા તે રાજ્યથી મારે કશુ પ્રજન નથી! માટે લેભાભિભૂત અને મારાથી ઉપેક્ષા કરાયેલે આ બિચારો ચિરકાળ છે અને નિ:સંપન્ન (કંટક રહિત) રાજ્યને ભેગ. હું તે હવે સર્વ સાવદ્ય અને આરભક્ત યોગનો ત્યાગ કરી પરમાત્મા એવા તાતની પુણ્ય પદ્ધતિ (પવિત્ર માગ)ને જ સ્વીકાર કરું.” આ પ્રમાણે અભંગુર વૈરાગ્યના રંગથી રગિત થઈને આતરે રીઓને જીતવાની ઈચ્છાવાળા બાહુબળી દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા. અને ભરતેશ્વરને હણવાને માટે દૂરથી જે મુષ્ટિ ઉપાડી હતી, તે મુષ્ટિ કેશ લોચ કરવાને માટે તેણે પોતાના મસ્તસ્પરજ ચલાવી. અને ચિરકાળથી ઉત્પન્ન થયેલ જાણે સાંસારિક કલેશના કંદ હોય એવા પિતાના મસ્તક અને દાઢી મૂછના કેશને પંચમુષ્ટિથી લેચ કરીને જેને દેવતાઓએ સહાયતા કરેલી છે એવા બલિષ્ઠ સાર્વભમને (ચક્રીને) સર્વ યુદ્ધમાં જીત્યા છતાં પણ રાજ્યલક્ષ્મી અને રાજ્યસુખમાં નિ:સ્પૃહ એવા આવા પ્રકારના રણારંભની અંદર પણ સત્વરે શાંત સ્વભાવવાળા થઈ ગયેલા અને અહે! આ મોટું આશ્ચર્ય છે એ પ્રમાણેના વિસ્મય વડે આકાશમાં રહેલા દેવતાઓથી જેવાતા, સર્વના ભંડારરૂપ બાહુબલિએ સર્વ સાવદ્ય વિરતિ એટલે સર્વ ચરિત્ર અંગીકાર કરી લીધું. પછી જે અત્યારે પિતા પાસે જઈશ તો પૂર્વ દીક્ષિત અને કેવળજ્ઞાની એવા લઘુ બંધુઓને મારે વંદન કરવું પડશે, માટે જ્યાંસુધી મને ઉજનલ એવું કેવલજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાંસુધી ચાર ૧ રાજેસરી તે નરકેસરી.

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208