________________
૧૯૬
યુગાદિદેશના. સંસારને જેમણે સંસર્ગ છોડી દીધે એવા તે મહા મુનિની વિનયથી મસ્તક નમાવીને ભરતેશ આદર સહિત આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા:–“સર્વ શત્રવર્ગને જીતના એવા હે જગદ્વાર બંધુ! તમે જ્યવંતા વર્તો. પાપરજને દૂર કરવામાં પવન સમાન એવા હે તરવા કેટર! (તત્વજ્ઞમાં મુગટ સમાન) તમે જય પામે છે પિતાને માર્ગે ચાલનારા ભ્રાતા ! તમે વિજય પામે ! હે સંસારપારગ! તમે જ્યવંત થાઓ ! અને રાગદ્વેષ રહિત હૃદયવાળા એવા હે શાંતરસના આધાર ! તમારે વિજય થાઓ ! ” આ રીતે સ્તવ્યા પછી ભ્રાતૃપુત્ર સમયશાને સ્નેહથી બોલાવી ભરતેશ્વરે મેટો ઉત્સવ પૂર્વક તેને તક્ષશિલાના રાજ્યપર બેસાર્યો, અને પોતે તે અનુજ બંઉના લેકેર ચરિત્રથી હદયમાં વિસ્મય પામતા પિતાની રાજધા. નીમાં ગયા.
હવે પ્રભુના પુણ્યોપદેશથી પ્રતિબધ પામી ભરતેશની ભગિન ની બ્રાહ્મીએ તે પ્રથમજ પ્રવજ્યા અંગીકાર કરી લીધી છે. તે વખતે સુભાશયવાળી એવી સુંદરી પણ ચારિત્ર લેવાને તૈયાર થઈ હતી, પણું આ મારૂં સ્ત્રીરત્ન થશે” એવા હેતુથી ભરતચકીએ તેને દીક્ષા લેતાં અટકાવી હતી. તેથી દીક્ષા લેવામાં અતિ ઉત્કંઠાવાળી સુંદરી. એ સાઠ હજાર વર્ષ સુધી નિરંતર આંબિલનું તપ કર્યું. ભરતચકી સઠ હજાર વર્ષે દિગ્વિજય કરીને ઘેર આવ્યા અને સર્વ રાજાઓએ મહા ઉત્સવ પૂર્વક બાર વરસ સુધી તેમને રાજ્યાભિષેક કર્યો પછી નિશ્ચિત થઇને પોતાના સમગ્ર કુટુંબની સંભાળ લેતાં હિમ ઠાર થી દધ થયેલી કમલિનીની માફક સુંદરીને અતિ કૃશ જોઈને તેમણે રયાઓને પૂછયું કે- આ સુંદરી આવી દુબલ કેમ થઈ ગઈ છે?
શું અમારે ઘેર ભાજનની કોઇ પણ ન્યૂનતા છે? કે આના શરીરને કઈ વિષમ વ્યાધિ અધિક પીડે છે? અથવા તો ઘરમાં કેઈએ પણ આ માનનીય સુંદરીનું અપમાન કર્યું છે?” આ પ્રમાણેને પ્રશ્ન