________________
૨૦૧
યુગાદિદેશના. અહો ! પુસ્તાદિ કર્મથી જેમ ભીંતની શોભા દેખાય છે, તેમ ભૂષણ દિથીજ જે શરીરની અસાધારણ શોભા દેખાય છે. તેને ધિક્કાર છે. અંદર વિષ્ટાદિક મળથી વ્યાસ અને બહાર નવ દ્વારથી નીકળતા મળથી મલિન એવા આ શરીરને વિચાર કરતાં કંઈપણ તેમાં સારું (શભાસ્પદ) નથી. જો કે બહાથી કદાચ કઈ રીતે તે રમણીય લાગે, તથાપિ અંદર તે તે કૃમિગણથી વ્યાપ્ત એવા વટવૃક્ષના ફળ (ટેટા) ની માફક દુધાળજ હેય છે, આ શરીર કપૂર, કસ્તૂરી વિગેરે ચીજોને પણ ક્ષારભૂમિ જેમ વરસાદના જળને દૂષિત કરે, તેમ દૂષિતજ કરે છે. માંસ, વિષ્ટા, મૂત્ર, મેલ, સ્વેદ અને રેગમય એવા આ શરીરનું સેવન, તે ગૃહની ખાળના સેવન જેવું છે. વિષયથી વિરત થઇને જેઓએ મેક્ષના ફળરૂપ તપ તપ્યું, તે તત્વજ્ઞ પુરૂષોએજ આ શરીરનું ફળ મેળવ્યું સમજવું. ક્ષણવારમાં દષ્ટ નષ્ટ એવી વીજળીથી માગ જોઈ લેવાની જેમ વિનર એવા આ શરીરથી મેક્ષ સધાય તે તેજ ઉત્તમ છે. અહે! અઘટના ઘડાની જેમ સંસારમાં ગમનાગમન કરતા જંતુઓ અદ્યાપિ નિવેદ પામતા નથી.”
આ પ્રમાણે વૃદ્ધિ પામતા એવા શુભ ધ્યાનરૂપ નિર્મળ જળથી અંત:કરણનું સમગ્ર મળ જેણે ધોઈ નાખ્યું છે એવા તે રાજહંસ (ભરતેશ્વર) પવિત્ર થઈ ગયા. ઊંચા પ્રકારની લક્ષ્મી અને સંપત્તિના સંગમાં પણ મહા મનવાળા અને પપત્રની માફક નિલે૫ પ્રકૃ તિવાળા, જેમની ઉપર છત્ર ધારણ કરવામાં આવેલ છે એવા તથા વારાંગનાઓ જેમને સુંદર ચામર વીંછ રહી છે એવા શ્રી ભરતેશ્વર તરતજ ભાવયતિ થઈને કેવલજ્ઞાન પામ્યા. પછી દેવતાઓએ જેમને સાધુવેશ આપીને જ્ઞાનનો મહત્સવ કરે છે એવા ભરત મહારાજા ઘણા કાળ સુધી પૃથ્વીપર વિચરી અનેક ભવ્ય જીને પ્રતિબંધ આપી પ્રાંતે પરમપદને પામ્યા. પછી પ્રધાનએ પ્રભુના પિત્ર અને ભરતરાજાના પુત્ર પરાક્રમી એવા આદિત્યયશા કુમારને ભરત મહારાજાને માટે અભિષિક્ત કર્યા (રાજ્યપર બેસાય.