________________ 202 યુગાદિદેશના. - અહીં પ્રસંગોપાત્ત ભરતેશ્વરચકી બાહુબલિ રાજા અને બ્રાહ્મી તથા સુંદરીના પ્રતિબંધવિગેરેની હકીક્ત કહેવામાં આવેલ છે. મુખ્યતાએ અહાણુ પુત્રને પ્રતિબંધ કરવાવાળી અને આ ભવ તથા પરભવાં પ્રાપ્ત થતાં અનેક પ્રકારનાં દુષ્કર્મના ફળને દર્શાવનારી તથા પાપને નાશ કરનારી એવી શ્રી આદિનાથ પરમાત્માની આ ધમશના સાંભળીને હે ભવ્ય છે ! શ્રી જિનપ્રણીત ધાને માટે નિરતર (સાત) પ્રયત્ન કરે. પાવલી. બૃહદગચ્છમાં ગુણ, તીવ્રપનિષ્ઠ અને શ્રી તપ એવા બિરૂદથી પ્રખ્યાત શ્રી જગચંદ્રસૂરિ થશે. અનુક્રમે તેમની પછી ભાગ્ય અને સૌભાગમાં અદ્વિતીય તથા તપાગચ્છના સ્વામી એવા શ્રી સેમસુંદરસૂરિ થયા. તેમને માટે સહસાવધાની અને વિસ્તૃત મહિમાવાળા યુગપ્રધાન શ્રી મુનિસુંદરસૂરિ થયા. તેમના ચરણકમળમાં ભમર સમાન શ્રી રોમમેડનગણિએ સ્વારના ઉપકારને માટે આ શ્રી યુગાદિજિનદેશના રચી છે. તેમાં અજ્ઞાન કે અનાગથી જે કાઇ શાસ્ત્ર વિરૂદ્ધ કહેવાયું હોય તેનું અરિહંત અને સિદ્ધાદિની સાક્ષીએ મિથ્યાદુષ્કૃત થાઓ. પરોપકારમાં લીન એવા બુદ્ધિ મને આ સાક્ષેપ (આક્ષેપ પૂર્વક) સુધારવા લાયક છે અને જય તથા અભ્યદયને આપવાવાળી એવી આ દેશના તેમને વાંચવા લાયક છે. શ્રી મુનિસુંદરસૂરીશને પાટે અત્યારે વિજયવંત એવા શ્રીરત્નશે. ખરસૂરિ વસે છે તે તમે મેક્ષલક્ષમીની પ્રાપ્તિ નિમિત્તે થાઓ.’ .. // इति श्रीतपागच्छाधिराजश्रीसोमसुन्दरसूरिपट्टालङ्कारतपा गच्छनायकपरमगुरुश्री मुनिसुन्दरसूरिविनयवाचनाचार्यसोममण्डनगणिकृतायां श्रीयुगादिजिनदेशनायां पश्चम उल्लासः //