Page #1
--------------------------------------------------------------------------
________________
-
85
.
>
યુગાદિ દેશના ભાષાંતર.
——— —— — પાંચ ઉલ્લાસમાં આવેલી અનેક કથાઓ તેમજ અમૂલ્ય
ઉપદેશ સંગ્રેડ.
S0000-000000000000000ચ્છ-કચ્છ
શ્રી અમદાવાદ નિવાસી શા કેશવલાલ નથુભાઈ
અને પ્રાંગધરા નિવાસી શા માણેકચંદ વેલશીની
આર્થિક સહાયથી
છપાવી પ્રકટ કરનાર, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર,
વિક્રમ સંવત ૧૯૭૨.
વીર સંવત ૨૪૪૨.
ભાવનગર ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શા. ગુલાબચંદ લલુભાઈએ
છાયું.
| કિંમત–આઠ આના. ભE9eI9e7%9** ®eeeee
eeeeeee
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન ધર્મ પ્રકાશના ગ્રાહકેને અપાયેલી
ભેટોનું લીસ્ટ.
૧ કેશરીઆ તીર્થનું વૃત્તાંત. ૧૫ સંક્ષિપ્ત જેને રામાયણ. ૨ ચંપકષ્ટી ચરિત્ર. ૧૬ પંચજ્ઞાન–પંચકલ્યાણક પૂજા. ૩ રતિસારકુમાર ચરિત્ર. ૧૭ સ્નાત્ર સત્તરભેદીવીશ સ્થાપક પૂજા. ૪ વત્સરાજકુમાર ચરિત્ર. ૧૮ શ્રી વર્ધમાન દ્વાત્રિશિકા. ૫ નળ દમયંતિ ચરિત્ર. ૧૯ રત્ન શેખર રત્નાવતી કથા. ૬ શુકરાજ ચરિત્ર.
૨૦ પ્રતિક્રમણના હેતુ. ૭ સ્થૂલભદ્ર ચરિત્ર.
૨૧ વિજયચંદકેવળી ચરિત્ર. ૮ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાનો ૨૨ પ્રબોધચિંતામણિ ભાષાંતર.
૧૨ વર્ષને રિપોર્ટ ૨૩ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને ૯ સુરસુંદરી ચરિત્ર
જ્યુબીલી અંક. ૧૦ પિસહ વિધિ.
૨૪ તત્ત્વવાર્તાને લક્ષ્મી સરસ્વતી સંવાદ. ૧૧ પાર્શ્વનાથને વિવાહલે. ૨૫ ધનપાળ પંચાશિકા. ૧૨ મુનિ વૃદ્ધિચંદજી ચરિત્ર. ૨૬ કુવલયમાળા ભાષાંતર. ૧૩ મહિપાળ ચરિત્ર.
૨૭ દેવદ્રવ્યને નિબંધ. ૧૪ ચૈત્યવંદન વિશી. ૨૮ યુગાદિદેશના ભાષાંતર.
આ ઉપરાંત દરેક વર્ષે જેને પંચાંગ ભેટ આપવામાં આવેલ છે. એક વર્ષ પાંચ પ્રતિક્રમણુસૂત્ર અરધી કિંમતે આપેલ છે,
Page #3
--------------------------------------------------------------------------
________________
મસ્તાવના.
આ યુગાદેિશના ગ્રંથ મૂળ સંસ્કૃત પદ્યબંધ શ્રી મુનિસુદર સૂરિ મહારાજના સંતાનીય શ્રી સામમ’ડન ગણના કરેલા ૨૪૦૦ શ્લાક પ્રમાણ છે. તે વાંચવામાં આવતાં તેની અંદર આવેલ હકીકત અત્યંત અસરકારક અને ઉપદેશક જણાવાથી તેનું ગુજરાતી ભાષાંતર કરાવી અક્ષરશઃ સુધારી પ્રકટ કરવામાં આવેલ છે. આ બુક છપાવવામાં એ ગૃહસ્થ તરફથી રૂા. ૩૦૦)ની મદદ મળતાં તેનો લાભ શ્રી જૈનધર્મ પ્રકાશના દરેક ગ્રાહકને આપવાનો નિર્ણય કરવામાં આવ્યા છે.
૧૫૦) શ્રી અમદાલાદ નિવાસી શા. કેશવલાલ નથુભાઇના લઘુ પુત્ર સારાભાઈ બાળ વયમાં સ્વર્ગવાસ થવાથી તેના શ્રેયાર્થે માસ્તર રતનચંદ્ર મુળચંદની સલાહથી આવ્યા છે.
૧૫૦) શ્રી ધ્રાંગધરા નિવાસી શા. માણેકચંદ વેલશી વાળાએ પોતાના પાત્ર ચુનીલાલ દેવકરણ યુવાવયના પ્રારંભમાં જ પંચત્વ પામતાં તેના શ્રેયાર્થે પન્યાસજી શ્રીચતુરવિજ્યજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી ચિત્તવિજયજીના સદુપદેશથી ભાઇ હરીલાલ જીઠાભાઇ મારફત મોકલાવ્યા છે.
આ બંને બંધુઓના ફોટાની હજાર હજાર નકલા આવતાં તેટલી મુકેામાં તે તે દાખલ કરવામાં આવેલ છે. સ્વ. પુત્ર પાત્રાદિના શ્રેયાર્થે અન્ય કાર્ય માં દ્રવ્યના વ્યસ કરવા કરતાં આવા અત્યુત્તમ અને સ્વપર ઉપકારી કાર્યોંમાં વ્યય કરવામાં આવે તા તે અત્યંત લાભકારી છે.
આ ગ્રંથનું રહસ્ય વિચારતાં તેની અંદર સંસારી જીવાને ઉપદેશમાં આવશ્યક પાંચે ભાખતા, કષાય, મેહ, લક્ષ્મી, સ્ત્રી અને રાજઋદ્ધિનું પરિણામ કેવું આવે છે તે પાંચ ઉલ્લાસમાં ક્રમસર કર્તાએ બતાવ્યું છે અને તેને દ્રષ્ટાંતાવડે સુદ્રઢ કરવામાં આવેલ છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ઉલ્લાસમાં ભરતે પિતાની આજ્ઞા માનવાનું કહેવરાવવાથી ઉદિન થઈને પ્રભુ પાસે આવેલા પુત્રોને ક્રોધ, માન, માયા ને લેભ આ ચારે કષાયનું ત્યાજ્યપણું બતાવી ભગવંત ઋષભદેવે તેની ઉપર એક સકવાયી કુટુંબનું સવિસ્તર ઉદાહરણ આપ્યું છે. અને તેની પ્રતે આવા કષાયી છતાં સ્વલ્પ કાળમાં કેમ વિસ્તાર પામ્યા ? એ પ્રશ્નના ઉત્તર પરત્વે એક ભવમાં અનેક ભવ કરનારે કામલક્ષીનું દષ્ટાંત આપવામાં આવ્યું છે.
બીજા ઉલ્લાસમાં મહતું ત્યાજ્યપણું બતાવી અભવ્ય, દૂરભવ્ય, ભવ્ય, આસન્નસિદ્ધ ને તદ્દભવસિદ્ધિક એ પાંચ કુળપુત્રોનું દષ્ટાંત ઘણું અસરકારક વર્ણવ્યું છે. તેમાં તે પાંચ પ્રકારના છની પ્રવૃત્તિ બહુ સ્પષ્ટ કરી બતાવી છે. ત્યાર પછી અતિમહથી દુઃખી અને નિર્મોહીપણાથી સુખી થવા ઉપર સરસ્વતી, દેવદિન ને પ્રિયંગુ શેઠનું દષ્ટાંત આપ્યું છે, અને તેના પ્રાંતભાગમાં છાગતિ ધર્મોપદેશ કરવાથી પણ પ્રાણી દુઃખ પામે છે તે ઉપર ધનશ્રીનું દષ્ટાંત ઘણું વિસ્તારે આપવામાં આવેલું છે. - ત્રીજા ઉલ્લાસમાં લક્ષ્મીનું ત્યાજ્યપણું બતાવી તેને અત્યંત પ્રિય ગણનાર રત્નાકરશેઠનું દષ્ટાંત આપી ત્યારપછી લક્ષ્મીને તીરસ્કાર કરનાર, તેને પૂજનાર, તેને તેજુરીમાં ગોંધી રાખનાર અને ઉદારતાથી વ્યય કરનાર અને નુક્રમે શુચીયા, શ્રીદેવ, સંચયશાળ અને ભંગદેવની કથાઓ બહુ અસરકારક રીતે આપવામાં આવી છે. * ચોથા ઉલ્લાસમાં ઈકિયેના વિષયોનું ત્યાજ્યપણું બતાવી તેમાંની મુખ્ય સ્પર્શેકીના વિષયના લુપી શ્રેષ્ટિ પુત્ર સુંદર ને સુંદરીનું અસરકારક ઉ. દાહરણ આપ્યું છે. ત્યારપછી સ્ત્રીના અતિ ચંચળપણા ઉપર પાતાળ સુંદરીનું મને હારી દષ્ટાંત આપ્યું છે. તેની અંતર્ગત અતિમોહી બહુધાન્ય ને કુરે. મીનું દષ્ટાંત આપ્યું છે. આ ઉલ્લાસના પ્રાંતભાગમાં ભગવંતે ૯૮ પુત્રને બહુ સંગીન ઉપદેશ આપ્યો છે, જેની અસરથી તેઓ તરતજ સંસારને તજી દઈ ચારિત્ર ગ્રહણ કરે છે. અને તેમને સ્વલ્પ કાળમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.'
Page #5
--------------------------------------------------------------------------
________________
પાંચમા ઉલ્લાસમાં ભરતને થયેલા પશ્ચાત્તાપ, તેનુ પ્રભુ પાસે જવું, તેની મુનિદાનની પ્રબળ ઈચ્છા, ભગવતે બતાવેલ અવગ્રહનું સ્વરૂપ, ભરતે કરેલી સ્વામીવાત્સલ્યની શરૂઆત તે તેનું પરિણામ ઇત્યાદિ વર્ણવ્યા પછી ભરતે બાહુબળિ પાસે મોકલેલ દૂત, તેનું કથન, બાહુબલિના ઉત્તર, દૂતે ભરતચક્રીને કહેલી હકીકત, સુષેણ સેનાપતિની સલાહ, યુદ્ધ કરવા કરેલ પ્રયાણુ, ખાહુમળિનું સામે નીકળવું, યુદ્ધની શરૂઆત, દેવાએ કરેલ પ્રતિખાધ, તેણે સ્થાપેલ પોંચ પ્રકારનુ ( દષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, બાહુયુદ્ધ, મુયુિદ્ધ, અને દડયુદ્ધ) 'યુદ્ધ, તે પાંચેમાં થયેલ ભરતની હાર, ભરતે મૂકેલ ચક્ર, તેનું પાછું કરવુ’, બાહુબળિએ ઉપાડેલ મુષ્ટિ અને તેને થયેલા સવિચારથી તેણે કરેલ તેજ મુષ્ટિથી કેશ લુંચન, ગ્રહણ કરેલ ચારિત્ર, ઉત્પન્ન થયેલ માન, તેમનું કાયાત્સગે સ્થિત થવુ, બ્રાહ્મી સુંદરીના કહેવાથી તેને થયેલ મેધ ને ત્યાંથી પગ ઉપાડતાં થયેલ દેવળજ્ઞાન, ભગવંત સહિત ૧૦૮ મહાપુરૂષાનું સમકાળે નિર્વાણુ, ભરતચક્રીને અરીસાજીવનમાં થયેલ કેવળજ્ઞાન, તેની તથા બ્રાહ્મી સુંદરીની મુક્તિ ઈત્યાદિ હકીકત પ્રદર્શિત કરી પાંચમા ઉલ્લાસ પૂર્ણ કરવામાં આવ્યા છે.
આ ગ્રંથની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઘેાડી છે. આ બુક સાઘન વાંચવાથી તેની ખુબી તરત સમજી શકાય તેમ છે, એટલુ જ નહીં પણ.’ વાંચવા માંડ્યા પછી અધુરી મૂકી શકાય તેમ નથી. પ્રારંભમાં વાંચકાને વધારે ન રાકતાં તેને સાદ્યંત વાંચી અમારા પ્રયાસ ક્લીભૂત કરવાની ભલામણુ કરી આ પ્રસ્તાવના ટુકામાં સમાપ્ત કરવામાં આવે છે.
}
ફાગણ શુદિ. ૮
સવત ૧૯૧૨
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
"
Page #6
--------------------------------------------------------------------------
________________
अनुक्रमणिका.
૧ ભારતે પોતાની પાસે બેલાવ્યાથી ઉદ્વિગ્ન થયેલા ૯૮ ભાઈઓનું યુગાદિજિન
પાસે જવું અને તેમણે આપેલ ઉપદેશ . - ૧ થી ૫ ૨ ભગવતે બતાવેલ કષાયનું ત્યાજ્યપણું અને તેની ઉપર સકષાયી
કુટુંબનું આપેલ દષ્ટાંત . . . . ૬થી ૧૮ ૩ કામલક્ષ્મી કથા . .
. . . ૨૦ થી ૩૪ ૪ મેહના ત્યાજ્યપણું ઉપર અભવ્યાદિ પાંચ કુળપુત્રોનું દષ્ટાંત. ૩૫થી ૪૫ ૫ સરસ્વતી, દેવદિન ને પ્રિયંગુ શેઠનું દ્રષ્ટાંત... .. ... ૪૬ થી ૬૫ ૬ ક્યુટગતિ ધર્મોપદેશ પણ ન દેવા ઉપર ધનશ્રીની કથા છે. ૬૬થી ૮૬ ૭ લક્ષ્મીના ત્યાજ્યપણા ઉપર રત્નાકર શ્રેષ્ટીકથા ... .. ૮૭થી ૯૪ ૮ તેજ વિષય ઉપર શુચિદ્ર ને શ્રીદેવની કથા ... • ૯૫થી ૧૦૦ ૯ તેજ પ્રસંગ ઉપર ભગદેવ ને સંચયશીળની કથા.. .૧૦૧ થી ૧૦૦ ૧૦ વિષયના કટુપણા ઉપર શ્રેષ્ઠિપુત્ર સુંદર ને સુંદરીની કથા ૧૧૦થી ૧૨૦ ૧૧ સ્ત્રીના ચંચળપણા ઉપર પાતાળસુંદરીની કથા ૧૨૧ થી ૧૪૫ ૧૨ તદંતર્ગત અતિમહી બહુધાન્યની કથા. ... ..૧૩૫ થી ૧૪૦ ૧૩ ભગવંતને ઉપદેશ ને ૯૮ પુત્રોએ લીધેલ ચારીત્ર. ૧૪૬ થી ૧૫૦ ૧૪ ભગવંત પાસે ભરતનું જવું અને તેણે કરેલી સ્વામી
વાત્સલ્યની શરૂઆત ... ... ... ..૧૫૧ થી ૧૫ ૧૫ બાહુબળિ સાથેના વિરોધની શરૂઆતથી યાવત તેણે લીધેલા ચારિત્ર ને તેને થયેલ કેવળજ્ઞાન
..૧૫૭થી ૧૯૯ ૧૬ ભકતચક્રીની ઋદ્ધિનું વર્ણન, તેને થયેલ આરીસાભુવનમાં
કેવળજ્ઞાન ને ગ્રંથ સમાપ્તિ. . . . ૨૦૦થી ૨૦૨
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री सोममण्डनगणि विरचित.
युगादिदेशना.
(ભાષાંતર)
પ્રથાણસ.
. ત્રિીજા આરાને અંતે યુગલીયાઓની ધાર્મિક અને વ્યાવહારિક મર્યાદાને વ્યવસ્થિત કરનાર શ્રીમાન આદિનાથ પ્રભુ, ભાવિક ભવ્યજનને કલ્યાણ આપો,
હું -પરના પુન્ય-ધર્મ સંચય માટે અને પાપોને પ્રલય કરવા માટે જે દેશનાથી પોતાના પુત્રને પ્રતિબેધ્યા હતા તે શી રૂષભદેવ સ્વામીની ધર્મદેશના કંઈક કહું છું કે, જેના શ્રવણ માત્રથી પ્રા. શુઓનાં કડા જન્મામાં કરેલાં પાપ નાશ પામે છે.
ભગવાનના ગુણેથી સુશોભિત અને મારી કલપના–કળાથી ઉત્પન્ન થયેલ આ આનંદદાયક સરસ્વતી-વાણું ભવ્ય જીવોને સવનીય છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેવાના.
પ્રારંભ, શ્રી નાભિકમાર, સરલ અને અન્ન એવા યુગલીયાઓને વ્યવવહારમાં પ્રવર્તાવતાં ત્રીજા આરાને અંતે ઘણા કાળ સુધી રાજ્યનું પરિપાલન કરી એકદા સત્ય અને ભવ્ય જીને હિતકારી એવા મેક્ષમાર્ગને પ્રકાશ કરવાને પોતાના સે પુત્રને બેલાવી તેમની એગ્યતાનુસાર તેમને જુદા જુદા રાજ્ય વિભાગ વહેચી આપી અણુગાર–સાધુ થયા અને એક હજાર વરસ સુધી પોતે તરવારની ધાર જેવું વ્રત આચરી અને દુષ્કર તપ તપી કેવલજ્ઞાન પામ્યા.
અન્યદા છ ખંડ પૃથ્વીના સ્વામી ભરત રાજાએ પોતાના(બાહુબલિ શિવાય) બધા નાના ભાઈઓને પોતાની સેવા માટેપતાને તાબે થવા બોલાવ્યા. તે અઠ્ઠાણુ:ભાઈએ, પોતાના મોટાભાઈના બેલાવવા ઉપરથી એકઠા થઈ ખેદ પામી પરસ્પર આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા:
“ આપણા પિતાએ આપણને અને ભરતને રાજ્ય વહેંચી આપ્યું છે, તે ભારતની સેવા કરતાં તે આપણું અધિક શું કરી શકશે? આયુષ્યને અંત થતાં આવતા મૃત્યુને શું તે અટકાવી શકશે? કે દેહનું શેષણ કરનારી જરા-રાક્ષસીને તે નિગ્રહ કરશે? વારંવાર સતાવનાર વ્યાધિરૂપ વ્યાધે-પારાધિઓને શું તે દમી શકશે? અથવા તો શું ઉત્તરેત્તર વધતી જતી તૃષ્ણાનું તે દલન કરી શકશે ? આવા પ્રકારનું કંઈ પણ સેવા આપવા જે તે અસમર્થ છે, તો મનુષ્યપણું બધાને સામાન્ય છે, માટે શું કરવા કે કેઇની સેવા કરે? જેણે જેમને રાજ્ય આપેલ હોય, તે તેમને સેવવા પિગ્ય છે, એ પ્રસિદ્ધ વ્યવહાર છે; પણ આપણને તે પિતાએ રાજ્ય આપેલ છે, તો આપણે ભારતની સેવા શામાટે કરીએ છે ખંડ ભરતક્ષેત્રના બધા રાજાઓના વિજયથી તેનું મન મદમસ્ત થઈ ગયું લાગે છે, કે જેથી આપણને પણ તે સેવક બનાવવા ચાહે છે, તે માટે ભાઇ એટલું પણ નથી જાણતો કે, આપણે પણ તે પિતાના
Page #9
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
પુત્રો છીએ! વળી તેને ખબર નથી કે, દરેક બિલમાં ધાહાતી નથી, પરંતુ ક્યાંક માટી ાવાળા સર્પ પણ હેાય છે. આટલું છતાં હું એમના સ્વામી અને આ મારા સેવા' એવા વિચારથી કાઇરીતે તે જો પાછા હુઠે નહિ, તે આપણે બધા રણસ ગામમાં ભેગા થઇ લીલા માત્રથી તેના વિજય કરી છે ખ’ડના જયથી મેળવેલ તેના રા. જ્યને ગ્રહણ કરીશું. પરંતુ જો ( પિતાને પૂછ્યા વિના) યુદ્ધ કરશુ તા અરે! તમે વિનીત થઈને માટા ભાઇ સાથે લડ્યા ’ એમ પિતાજી આપણા પર ગુસ્સે થશે. માટે પ્રથમ આપણે બધા પિતાજીની પાસે જઇને તેમને પૂછીએ, પછી જેવા તેમના હુકમ થરો તે પ્રમાણે કરશું”, ’”
3
આ પ્રમાણે વિચાર કરી તે, અઠ્ઠાણુ રાજકુમારો પેાતાના તાત ઋષભ જિનેશ્વરને પૂછવાને માટે અષ્ટાપદ્મ પર્વત પર ગયા. ત્યાં પ્ર ભુને પ્રદક્ષિણા પુરી, વંદન અને સ્તુતિ કરી દૈવતા અને મનુષ્યાની સભામાં-પદ્યામાં ઉચિત સ્થાને બેઠા. તે વખતે પેાતાના પુત્રોના માહુને દૂર કરવા માટે અને ભવ્ય વાના અવમેધને માટે આદીધર ભગવાને આ પ્રમાણે પવિત્ર ધર્મ દેશના દેવાના પ્રારંભ કર્યાઃ—
૬ હે ભવ્યાત્માઓ ! દુખે પામવા લાયક સર્વાંગસુંદર આ મનુષ્ય જન્મ પામીને પાતાના આત્મસુખના અર્શી જનાએ સ રીતે ધર્મને વિષે પ્રયત્ન કરવા યાગ્ય છે. તેમાં પાપમધનના હેતુભૂત, મુખ લક્ષ્મીના અટકાવ ફરનારા, માર પ્રકારના તપને નિષ્ફળ કરનારા એવા ક્રોધ, માન, માયા અને લાભ-એ ચાર કષાયાના ડાહ્યા માણસાએ પ્રથમ ત્યાગ કરવા જોઇએ. જેમ વિષમિશ્રિત સારૂં' - જન પણ આદર પામતુ નથી, તેમ કષાયથી કલુષિત માણસ ગુણવાન્ હાય તા પણ તે સારા માણસામાં સત્કારપાત્ર થતા નથી. જેમ અર્ણ્યને વિષે લાગેલ દાવાનળ વૃક્ષને તરત બાળી નાખે છે, તેમ કષાયને વા થયેલા મનુષ્ય પેાતાના ઘણા જન્મામાં ઉપાર્જન કરેલ તપને તત્કાલ ક્ષીણ કરી નાખે છે, જેમ કાળા વસમાં કર્યુ બી રંગ લાગતા
Page #10
--------------------------------------------------------------------------
________________
૪
યુગાદિદેવાના. નથી, તેમ કષાયથી કૃષ્ણ બનેલા પ્રાણીઓના ચિત્તમાં ધર્મને સ્થાન મળી શકતું નથી. જેમ ચાંડાલનો સ્પર્શ કરનાર સુવર્ણ જળથી પણ શુદ્ધ થઈ શકતો નથી, તેમ કષાયમિશ્રિત પ્રાણી તપથી પણ પવિત્ર થઈ શકતો નથી. એક દિવસ જવર (તાવ) તો શરીરનું છ મહિનાનું તેજ હરી લે છે, પણ ક્રેધ તે એક ક્ષણવારમાં ક્રુડ પુર્વ પર્યંત સંયય કરેલ તપને નષ્ટ-નિષ્ફળ કરી નાખે છે. સન્નિપાતિક જ્વરની માફક ધથી વ્યાકુળ થયેલ માણસ કૃત્યકૃત્યને વિવેક ભૂલી જાય છે અને પોતે વિદ્વાન છતાં જડ જે થઈ જાય છે. બહુજ ઉત્કૃષ્ટ તયથી દેવતાઓ પણ જેમની સેવા કરતા હતા છતાં ધના આવેશથી કરટ અને ઉકરટનામના મુનિ નરકાધિકારી થયા. વિવેકરૂપ લેચનને નાશ થવાથી આત્માને અંધાપારૂપ માન પણ નરકમાંજ ધસી જાય છે. લોકોને એક્ષ સુધી લઈ જવાને સમર્થ હોવા છતાં મહાવીર પરમાત્માને પણ થોડા શેત્રના અભિમાનથી નીચ ગોત્રમાં અવતાર લે પળે. કહ્યું છે કે
कुर्वन् मदं पुनस्तानि, हीनानि बनते जनः"
જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય (મેટાઇ),બલ, રૂ૫, તપ અને સુત એટલે વિદ્યા–એ આઠ પ્રકારના મદમાં પ્રાણી જે જે વસ્તુને મદ કરે, તે તે વસ્તુની હીનતાને પામે છે.”
દોષરૂ૫ અંધકારને વિસ્તારવામાં રાત્રિ સમાન, અસત્યની ખારૂપ, પાપને ઉત્પન્ન કરનારી અને દુર્ગતિના નિવાસને આપવાવાળી માયા તે સર્વ સજનેને ત્યાગ કરવા યોગ્ય જ છે. પૂર્વ જન્મમાં બહુ આકરું તપ કર્યું હતું છતાં તેમાં માયાનું મિશ્રણ હોવાથી તેજ ભવમાં ભવસાગરના પાર પામવાવાળા છતાં મલ્લિનાથ તીર્થકરને સ્ત્રીને અવતાર લેવો પડ્યે સર્વ સદ્દગુણરૂપ વૃક્ષને ભસ્મીભૂત કરવામાં અશિ સમાન,
દેની ખાણુરૂપ અને લહતું તે જાણે કીડાસ્થાન
Page #11
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના. હોય એ લેભ તે પાણીને જરૂર દુખસાગરમાં નાખે છે. બીજા ભરતક્ષેત્રના ઐશ્વર્યના લેભથી સુસૂમ ચક્રવર્તી લવણ સમુદ્ર તરતાં સામ્રાજ્ય અને જીવિતથી ભ્રષ્ટ થયો અર્થાત મરણ પામ્યા.
આ પ્રમાણે એક એક કષાયનું સેવન કરતાં પણ પ્રાણુઓ જ્યારે મહાઅનર્થને પામે છે, તે તે ચારે સાથે સેવવામાં આવે તો તે પછી શી દશા થાય! આ ચારે કષાયોનો ત્યાગ કરનાર મનુષ્ય ખ. રેખર સર્વ મનુષ્યમાં માનપાત્ર થાય છે એટલું જ નહિ પણ તે દેવતાઓના પણ દૈવતરૂપ (ઇંદ્રરૂપ) થાય છે.”
ભગવાનના મુખથી આ પ્રમાણે કષાયેનું વર્ણન સાંભળી કુણાલ નામના પુત્રે પ્રભુને પ્રશ્ન કર્યો -
“હે તાત! અમારા અંત:કરણ એ ચારે કષાયથી કલુષિત છે, તે હે ભગવન! અને ધર્મની પ્રાપ્તિ શી રીતે થશે? “અએને ભરત સેવકની માફક શામાટે આદેશ (આજ્ઞા) કરે છે?’ એવા હેતુથી કપાકુલ થયેલા અમે બહુ ખેદની વાત છે કે તે મોટા ભાઇને મારવાને ઇચ્છીએ છીએ. એશ્વર્યા અને બાહુના અતુલ બળના અભિમાનથી અમે મદમસ્ત થયેલા છીએ, તેથી હે નાથ ! અમારી ગ્રીવા મોટા ભાઇને પણ નમન કરવાને ઈચ્છતી નથી. છ ખંડ પૃ. થ્વીને વિજય કરવાથી ઉન્મત્ત થયેલા એવા ભરતને માયાની રચનાથી અમે જીતવાને ઇચ્છીએ છીએ અને નિરંતર વિવિધ ક્ષટની રચનાને વિચાર પણ કરીએ છીએ. હે તાત ! તીવ્ર લોભના ઉદયથી છ ખંડ વસુધાના સ્વામી એવા મોટા ભાઈનો પણ સરવર વિજય કરી, તેમની લક્ષ્મીને સ્વાધીન કરવાની અમે ઉમેદ ધરાવીએ છીએ. હે તાત! આ ચારે ઉગ્ર કષાયોથી અમાણે અંત:કરણે કલુષિત થચેલાં છે, તે હે પ્રભે! અમારું શું થશે? અહા! અમારી શી ગતિ થશે ?
પિતાના પુત્રનાં મુમુક્ષિતભાવથી ભરેલા આ પ્રમાણેનાં ગગદિત વચન સાંભળી ભગવાન ફરી પણ આ પ્રમાણે ધર્મોપદેશ દેવા લાગ્યા:
Page #12
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૮ હે વત્સા ! આ ચારે કાયા મહા કડવાં ફળને આપનારાં છે, માટે પાતાના આત્માનું હિત ચાહનારા પુરૂષાએ તેના ત્યાગ કરવા જોઇએ, હે પુત્રા ! આ વિષયપર સસારથી વૈરાગ્ય થવાના કારણભૂત સાય કુદ્ધ ખનું દૃષ્ટાંત હું કહું છું તે સાવધાન થઇને સાંભળેા:
જબુદ્વીપના ભરતક્ષેત્રમાં પેાતાની અપરિમિત સમૃદ્ધિથી અમ રાવતીની સાથે સરસાઇ કરનાર વિજયવન નામનું નગર હતું. ત્યાં સારી ગાભાવાળા, સારા ગુણાનું ભાજન અને લક્ષ્મીના - શ્રયરૂપ રૂદેવ નામના શેઠ રહેતા હતા. જેમ નિભ ત્રણ ઢાષને હરવાવાળા છે, છતાં પાતાની કડવાશના રાષથી તે દૂષિત છે, તેમ તે ગુણવાન હેાવા છતાં રોષ-ક્રોધના દોષથી દુષિત થયેલા હતા. પતિ પર પ્રેમ રાખનારી અને ગુણવતી છતાં રોષના દાષથી અગ્નિની શિખા જેવી અગ્નિશિખા નામની રૂપવતી તેને સ્ત્રી હતી. પ્રસ ́ગ કે અપ્રસ`ગ છતાં કાપને પ્રગટ કરી તે બંને પતી સ્નેહાલાપ કે હાસ્યાદિ પણ પરસ્પર કદી કરતા ન હતા. પેાતાના ત્રણ પુત્રોને યાવન પ્રાપ્ત થતાં તેણે શિલા, નિકૃતિ અને સંચયા નામની ત્રણ :વણિક પુત્રી. આ પરણાવી હતી. પ્રખલ ઉદયવાળા ક્રોધાદિ ચાર કષાય પણ જાણે વિભકત થઇને રહ્યા હાય, તેમ ચાર "પતીના અંતઃકરણમાં પ્રત્યેકે સ્થાન લઇ લીધું હતું:
દ્વેદેવ અને અગ્નિશિખા ક્રોધથી પાતાનુ મુખ વાંકું કરી પુત્રાદ્ધિને વિષે પણ કદી શીતલતા પામ્યા નહાતા. પોતાની ભાર્યા સહિત ડુંગર પણ જાણે નરમાશને ત્યજી દીધી હેાય અર્થાત્ જાણે કઠિનતાને ધારણ કરી હેાય તેમ માનનીય પુરૂષાને પણ અહંકારના રાષથી કદી નમતા નહિ. કુંડંગ અને નિકૃતિ પણ માયાથી પાતાના સબધીઓને ઠગવાની બુદ્ધિવાળા કયાંય પણ વિશ્વાસપાત્ર થયા નહાતા. સમુદ્રની માફક દુ:ખે પૂરવા લાયક સ ́ચયાયુક્ત સાગર પણ સમગ્ર જગતનું ધન લાભથી પેાતાને સ્વાધીન કરવાને ઇચ્છતા હતા. એ પ્રમાણે તીવ્ર કષાયાના ઉદ્દયથી, જેમ ભયકર વ્યાધિઓથી શરીર વિડંબનાં પામ તેમ તે કુટુમ વિના પામવા લાગ્યું.
Page #13
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. એક વખતે રૂદ્રદેવે અમિશિખાને કહ્યું કે– હે કાંતે!ાવનાવસ્થા યોગીઓને પણ વિકાર હેતુ થઈ પડે છે. કહ્યું છે કે
ચૌરને વિરત્યેવ, મનઃ સંમિનાર
રાજમાન રોક્તિ, મારા વિચાર”
વનવયમાં સંયમી પુરૂષનું મન પણ વિકારને પામે છે, કારણ કે વર્ષારાતુમાં રાજમાર્ગ પર પણ ઘાસ ઉગી નીકળે છે.”
તેથી વિકારને વશતાબે થઈ જવાથી અને પિતાની લલનાએના લાલિત્યને વશ થવાથી હમણુ પણ આ વિનય વગરના આ પણ પુત્રો તારૂં માનતા નથી–સ્વતંત્ર થઇને વર્તે છે અને તારી પુત્રવધૂઓ પણ વનથી ઉન્મત્ત બની પિતાને અધિક માને છે, પણ ભકિતથી તારૂં બહુમાન કરતી નથી. છઘસ્થ જી જીવિતનું પ્રમાણ સમ્ય પ્રકારે જાણી શકતા નથી, કારણ કે કઈ પ્રાણુ જન્મતાંજ મરી જાય છે અને કેઇ ઘણા વર્ષો સુધી જીવે છે. હે પ્રિયે! વૃદ્ધાવસ્થા બહુ દુઃખે ભેગવી શકાય તેવી છે. તે વખતે ધનવાનેને પણ સર્વ રીતે પરાધીન થવું પડે છે, ત્યારે નિર્ધન માણસેને માટે તે કહેવું જ શું? માટે ઉત્તરાવસ્થામાં તારી આશાને વિશ્રામ આ પવા માટે હું આજે તને એક હજાર સોનામહોર આપું છું, તે તારે એકાંતમાં ક્યાં પણ છુપાવી રાખવી અને તે બહાલી !તારે આ વાત તારી પુત્રવધૂઓને પણ કહેવી નહિ આ બધી વાત નિકૃતિ એ ભીંતને આંતરે રહીને સાંભળી લીધી. - એકદા કરીને શ્રેષ્ઠીએ પોતાની પત્નીને કહ્યું- હે વલ્લભા!
આ બે હજાર સેનામહોર હું ભૂમિમાં દાટી રાખું છું તે જે. કદાચ કઈ વખતે વિચિકા, અગ્નિ, શૂળ, પાણી, સર્ષ યા તો વિષાદિકારણથી ઓચિતું મારું મરણ થાય, તો હે પ્રિયે! પરફેકવાસી થયેલા એવા મારી પાછળ મારા નામથી એને સુવ્યય કરી તારે મને પષ્યરૂ૫ લાતું આપવું. ઉકાતા! મેં મારા પુત્રની અવગણના કરી
Page #14
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
મેં આ નહિ કહેવા લાયક છતાં વિશ્વાસથી તને કહ્યું છે. કારણ કે, પતિના સુખ દુ:ખમાં સ્ત્રી સમભાગી હેાય છે. ઋ
આ પ્રમાણે કરવે પાતાની પત્નીને એકાંતમાં કહ્યું છતાં માયાવી કુડગે ભીંતને અંતરે રહીને તે બધું સાંભળી લીધું.
એક વખતે લુબ્ધ એવી નિકૃતિ અને સ’ચયાએ વિચાર કર્યાં કેન્દ્ર સાસુને કોઇ રીતે રીઝવીને સસરાએ તેને છાની રીતે જે ધન આપેલ છે, તે આપણું લઇ લઇએ તા ઠીક થાય. ” આ પ્રમાણે અન્યોન્ય સલાહ કરીને કપટથી આંખમાં આંસુ લાવી તેને સાસુને કહેવા લાગી કે હું માત ! અભિમાનથી તમારી માટી વહુ શિલાની ગરદન તેા ઉંચી ને ઉચીજ રહે છે, તે સ્નાન, મન વિગેરે વડે તમારો સત્કાર કદી પણ કરતી નથી. હું આ ! ચૈાવનના મદથી અત્યાર સુધી અમારૂં” ચિત્ત પણ ઉન્મત્ત થઈ ગયુ હતુ. તેથી આજ સુધી તમારા સ્નાનાદિ સત્કાર અમારાથી પણ અની શકયા નથી. હવે તા અમારા તે પશ્ચાત્તાપરૂપ અગ્નિને તમારા સત્કારરૂપ જળ વડે બુઝાવવા ઇચ્છીએ છીએ. ” આ પ્રમાણે પ્રપચી વાણીથી સ્નાન મન વિગેરે સકાર પત્રક નિકૃતિએ તેને ભાજન કરાવ્યુ. બીજે દિવસે તેવાજ આદર પૂર્વક બહું ઘીવાળું પકવાન જમાડી સયા એ શુ તેને વિશેષ પ્રસન્ન કરી. આ રીતે દરરોજ વારા ફરતી નિકૃતિ અને સચયા વધારે ને વધારે સાસુની ભક્તિ કરવા લાગી.
આ પ્રમાણેના કૃત્રિમ વિનયને સત્ય માનતી અગ્નિશિખા અત્યંત પ્રસન્ન થઇને સરલ હૃદયથી વિચારવા લાગી કે- કાઇ વધુ તા શાગ્રંથની માફ્ક સાસુના છિદ્રજ જોયા કરે છે અને સાસુ તથા નણુંદ વિગેરેની સાથે વાર વાર કલહ કર્યા કરે છે. કાઇક વહુ તે સાસરે આવતાંજ એક વધતુ ખેલનારી થઇ પડે છે અને પાતે સ્વતંત્ર થઇ પાતાના પતિને રીઝવી માત પિતાથી તેને અલગ કરાવે છે. સાચુ, ભત્તુર અને નણંદ વિગેરે ઉપર પ્રેમાળ અને વિનયવતી તથા સાક્ષાત્ લક્ષ્મી સમાન એવી પુત્રવધૂ તા કાઇકજ હોય છે. પરંતુ માશ
Page #15
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. પૂર્વકૃત સુકૃતથીજ, સેવાતત્પર, કુલીન અને શીલસંપન્ન એવી આ પુત્રવધૂઓ મને મળી છે. વળી એમ પણ કહેવાય છે કે સ્ત્રીઓનાં સારા ભાગ્યેજ પુત્રપછી થયેલ પુત્રી દદય અને નેત્રને આનંદ આપવાવાળી હોય છે અને તે તેમના વિશ્વાસનું મૂળસ્થાન હોય છે. તેવી પુત્રી તો મને પ્રાપ્ત ન થઈ પણ દૈવની અનુકૂળતાથી વધૂપે આ નિકૃતિ અને સંચયા મને પુત્રી સમાનજ પ્રાપ્ત થઈ છે. જે આ બન્ને પુત્રવધુ જીવનપર્યત મારી સેવા કરશે, તે આશાવિશ્રામના કારણરૂપ ધનની પછી મારે શી પરવા છે? આ બંને વધૂ મારી બહુ ભક્તિ કરે છે, માટે એમનાથી મારે કંઈપણ છાનું રાખવું ન જોઈએ, તો મારું જે ગુપ્ત નિધાનનું સ્થાન છે, તે એમને બતાવું ! કદાચ અકસ્માત મારૂં મરણ થાય તો પણ એમની ભકિતના બદલામાં એમને ધન અર્પણ કરવાથી હું તેની શીંગણ થઇશ. સર્વ કામમાં ભદ્રા (વીછી) ની માફક શિલા વહુ તે બહુ ગર્વિષ્ટ છે, તેથી મેં પ્રથમથીજ તેને ત્યાગ કરે છે, તે તેને ધન શુ આપવું ?” આ પ્રમાણ વિચાર કરી અગ્નિશિખાએ તે સ્થાન બે નાની વહુઓને બેતાવ્યું અને કહ્યું કે;-“હું જ્યારે મરણ પામું ત્યારે તમારે આ હે. ચીને લઈ લેવું.” વહુઓએ કહ્યું કે “હે માત! તમે ચિરકાળ જીવે અમારે ધનનું શું પ્રયોજન છે? તમે છો તે અમારે ધનજ છે. એ રીતે તેમણે પિતાની નિસ્પૃહતાને દંભ દેખા કહ્યું છે કે
" व्रतदम्भः श्रुतदम्भः, स्नातकदम्भः समाधिदम्भश्च; निःस्पृहदम्भस्य तुलां, व्रजन्ति नैते शतांशेन."
વ્રતારંભ, મૃતદંભ, સ્નાતકદભ, અને સમાધિદંભ એ ચારે દંભ નિઃસ્પૃહ દંભના સેમા ભાગની તુલનાને પણ પામી શકે નહીં.”
એકદા મધ્ય રાત્રે સાસુને ઠગીને લોભથી ધન લઇ બીજે કઈ ઠેકાણે તેમણે ભૂમિમાં દાટી દીધું. પોતાને સ્વાર્થ સાધી લીધા પછી તેમણે દિવસના પૂર્વ ભાગની છાયાની માફક સાસુઉપને ભકિતભાવ
Page #16
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેવના. આસ્તે આસ્તે ઓછો કર્યો પ્રથમને તેમનો આદર અને પછીથી થત અનાદર જોઈને અગ્નિશિખા મનમાં આશ્ચર્ય પામી અને તે પોતાનું નિધાન. જેવા લાગી. જ્યારે તે નિધાન તેના જેવામાં ન આવ્યું ત્યારે તેણે વિચાર્યું કે, “નિશ્ચય એમણેજકપટ પ્રપંચ રચી મારું નિધાન હરી લીધું છે. કારણ કે તે સ્થાન એમના શિવાય બીજા કેઇના જાણવામાં નથી... એકદા તે મનમાં ઇર્ષ્યા લાવી તેમને પૂછવા લાગી:–“હે પુત્રવધુ! તમે તે નિધાન લીધું છે? અગર જાણે છે?” તે બોલવા લાગી-“હે માત ! જે અમે તે નિધાનની વાત જાણતા હોઈએ તો દેવ અને સદ્દગુરૂના ચરણેને સ્પર્શ કરીએ અથવા તો સર્વ તીર્થ કરતાં વિશેષ એવા તમાશ (સાસુના) ચરણાને અડકીએ ! હે માતા! મહાન કલંકમાં પણ કુળવાનની શુદ્ધિ સોગન વડે જ થાય છે. કારણ કે ગમે તેવું મેટું સંકટ માથે આવી પડે અને છેવટે પ્રાણને પણ કદાચ અંત આવે તો પણ કુ. લીન સ્ત્રીઓ સેગનને મિથ્યા કરતી નથી. (ખોટા સેગંદ ખાતી નથી) આટલા સેગંદ ખાતાં છતાં પણ જે અમારા પર તમને વિશ્વાસ આવતું ન હોય તે તમારા કહેવા પ્રમાણે શુદ્ધિને માટે અમે દિવ્ય કરવાને તૈયાર છીએ. હે અંબ! બાલ્યાવસ્થાથી અમારા માતપિતાએ તમારા ખેાળામાં અમને મૂકી છે, તે અમારા માતા-પિતા, ગુરૂ, બંધુ અને સાસુ પણ તમેજ છે. આમ છતાં નિર્દોષ એવી અમારી ઉપર જો તમે દાને આરેપ કરશે તો ખેદની વાત છે કે જેનું અમે શરણ લીધું તેનાથી જ અમને ભય પ્રાપ્ત થયું એમ થશે. વહુઓની આ પ્રમાણેની વચન રચનાથી “મારૂ ધન નક્કી એમણેજ લીલું છે ” એ પ્રમાણે નિશ્ચય કરી તેમના પર મનમાં ગુસ્સો લાવી અગ્નિશિખાએ તરતમાં મૈન ધારણ કર્યું.
આ તરફ રૂદેવે પિતાના અવસાન સમયે શુભ ઠેકાણે વાપરવા માટે એકાંતમાં પોતાની સ્ત્રી સમક્ષ પૃથ્વીમાં જે ધન રાખ્યું હતું, તે હકીકત કુડગે સાગરને જણાવી. પહેરાવાળા અને ચારેની જેમ લોલી અને કપટી જને હમેશાં મળતા રહે છે અથવા મળી
Page #17
--------------------------------------------------------------------------
________________
યુગાદિરશના જાય છે. પિતાને કઇ રીતે પ્રસન્ન કરી તેણે છુપાવેલું ધન આપણે લઈ લઈએ! એવા લોભથી તે બંનેએ એક વિચાર કર્યો. ત્યારપછી તે
સ્પટથી વિનય બતાવી પિતાને કહેવા લાગ્યા કે-“હે તાત! અમે ત્રણે તમારા પુત્રો છીએ, તમે અમને બાલપણથી ઉછેરી મોટા કર્યા છે, પરંતુ દિલગીર છીએ કે અમારામાંથી કેઈએ પણ તમે વૃદ્ધ થતાં સુધી તમારી શુશ્રષા કરી નથી. “ઘણું ઘરને પ્રાહણે ભુખે મરે એવી લોકમાં વપરાતી કહેવત સત્ય છે. હે તાત! હવે તમારી સેવા વિનાને જે દિવસે જાય છે, તે અમને સંતાપકારી થાય છે, માટે આજથી જગમ તીર્થરૂપ તમારી સેવા કરવા અમે ઇચ્છીએ છીએ.” એમ કહીને પ્રથમ દિવસે કડગે સ્નાન, ભેજનાદિકથી સત્કાર કર્યો. બીજે દિવસે સાગરે પણ સ્નેહાલાપૂર્વક સારા ખાનપાનથી તેમને પ્રસન્ન કર્યા. આ પ્રમાણે વારાફરતી સત્કાર કરતાં કેટલેક દિવસે તેના પિતા તેના પર બહુ જ પ્રસન્ન થઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા:-“ અંત સમયના શુભ વ્યયને માટે મેં દ્રવ્ય ભૂમિમાં સ્થાપિત કર્યું છે તે વિત્તનું સારે ઠેકાણે સ્થાપન કરવું એજ પુણ્યવ્યય કહેવામાં આવે છે. તે સુસ્થાન તે અહીં માતપિતાની સેવા કરનાર પુત્રજ કહી શકાય તેમ છે. ફર્ડગ અને સાગર માતપિતાની બહુ ભક્તિ કરવાવાળા છે, માટે જે ધન મેં ભૂમિમાં સ્થાપન કર્યું છે, તે એમને બતાવું જેથી તે વિત્તને ભવિષ્યમાં સારે માગે વ્યય પણ થશે અને હું પણ એમને અનુણ-(ત્રણ રહિત) થઈશ.” આ પ્રમાણે વિચારી તેણે પોતાના બંને પુત્રને દાટેલ દ્રવ્ય બતાવીને કહ્યું-“હે વત્સ! મારૂં મરણ થતાં બે હજાર સેનામહેર જેટલું આ ધન તમારે લઇ લેવું. ડુંગર તો જન્મથી અવિનીત હોવાથી તે મને પ્રિય નથી, માટે આ દ્રવ્ય તમને સોંપું છું. આ ધનમાંથી એને તમારે ભાગ ન આપ.” પુત્રોએ કહ્યું-“હે તાત! તમે બહુ કાળ આનંદ પામે, અમારે તે ધનનું શું પ્રયોજન છે? કારણ કે તમે અમારી ઉપર છત્રની જેમ રહી આપત્તિના તાપને દૂર કરવાવાળા કાયમ રહો એમજ ઇચ્છીએ છીએ. » કહ્યું છે કે –
Page #18
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના " यत्र तत्रापि सुलभं, धन लाभोदये नृणाम् ।
हितान्वेषी पुनस्तातः, पत्तनेऽपि न लभ्यते." “જ્યારે લાભને ઉદય થાય ત્યારે ધન તે માણસેને જ્યાં ત્યાં પણ મળવું સુલભ છે, પરંતુ પુત્રના હિતની જ વેષણ કરનાર પિતા મેટા શહેરમાં પણ મળી શકતા નથી.
આ પ્રમાણે કપટ વાચાથી સરલ મનવાળા પિતાને વિશ્વાસ પમાડી લેભથી તેમણે ત્યાંથી નિધાન લઈ બીજે ઠેકાણે એકાંતમાં રાખી દીધું. ત્યારપછી તેમણે પિતાને વિનોપચાર ઓછો કરી નાખે, કારણ કે બનાવટી પ્રેમ પતંગના રંગની માફક વધારે વખત ટકી શકતું નથી. જ્યારે તેમને વિનય ઓછો થઈ ગયે, ત્યારે શાણું રૂદ્રદેવને મનમાં શંકા ઉત્પન્ન થઈ તેથી પુત્રોને કહેલ નિધાનસ્થાન તે એકાંતમાં જેવા લાગે. સંતતિ વિનાની સુપત્નીની જેમ તે સ્થાન દ્રવ્યથી શુન્ય જોઈને શીકાથી ભ્રષ્ટ થયેલા બિલાડાની માફક તે વિલ થઇ ગયે. “આ પુત્ર શિવાય બીજુ કે નિધિનું સ્થાન જાણતું નથી, માટે ચોક્કસ આ કપટી પુત્રએજ મારૂં નિધાન હરણ કર્યું છે. આ પ્રમાણે વિચારી શ્રેણીએ પુત્રને પૂછ્યું: “હે પુત્ર! તે નિધાન કયાં ગયું?” તેમણે કહ્યું: “હ તાત! જે અમે તે નિધાન સંબંધી વાત પણ જાણતા હોઈએ, તો તમારા અથવા જન્મ આપનારી માતાના ચરણેને સ્પર્શ કરીએ અથવા તમે કહેતા હો તો તપેલી કપર્દિકા (કેડી) ઉઠાવીએ! જ્યારે પિતાના મનમાં જ અમારા ઉપર આવી અપ્રતીતિ ઉત્પન્ન થઈ તે ખરેખર અમારે પૂર્વકૃત દુષ્કર્મનેજ ઉદય થયેલ જણાય છે. હે તાત! જ્યારે તમારી અમારા ઉપર પ્રતીતિ નથી, ત્યારે બીજાઓની તો કેમજ હેઈ શકે? લાકમાં પણ એવી કહેવત છે કે, જે પોતાના ઘરમાં હલકે પડે, તે બહાર પવન કરતાં પણ હલકે પડે છે. પિતાના નિધાનની સ્થિતિ જાણવાની તેને પ્રબલ ઇચ્છા હતી છતાં કટિલતા યુક્ત ચતુરાઈથી અને મુકિત પ્રયુકિતથી તે પુત્રોએ તેને બેલવા જતાંજ અટકાવી દીધો.
Page #19
--------------------------------------------------------------------------
________________
યુગાદિના. ત્યારથી તે ઈણિકાપાકની માફક કેપથી અંત:કરણમાં અતિશય બળતા તે કેઈની સાથે પણ સ્નેહથી વાત કરતો નહિ. એ પ્રમાણે કલુષિત મનવાળા એવા તેમને કેટલેક કાળ વ્યતીત થયે.
એક દિવસે શેઠાણીએ પિતાનું નિધાન ગુમાવ્યાની વાત શેઠને કહી. તે સાંભળીને શેઠને બહુ ખેદ થયો અને મનમાં કેપ લાવી સીને કહેવા લાગ્યો -“હે પાપિણ! વહુઓને આ વાત કરી શા માટે?” તેનું ધિથી કઠેર થયેલું ભાષણ સાંભળી અગ્નિશિખા પણ કેપના આવેશથી બોલી:- મૂખપાપી તો તું પોતેજ છે કે પિતાના પુત્રોને ગુપ્ત ધનની વાત કહીને બધું ગુમાવ્યું. ” જેમ અશિમાં ઘી હોમવાથી તે પ્રજવલિત થાય તેમ તેણીના જવલંત વાકયોથી રૂદ્રદેવ નખથી શિખા સુધી બળી રહ્યો. તે પોતાને ઉભરે ખાલી કરવા બે કે-હે પાપિણી ! તું પતિની સામે કેપ કરીને યહાતદ્દા બોલે છે, માટે તું કુલાંગનાજ નથી. ” પતિના આવા વચનથી લાકડીથી દબાયેલ નાગણની માફક તે કેધથી બહુજ લાલ નેત્ર કરીને કહેવા લાગી કે - “જ્યાથ્થી હુ તમારે પહેલે પડી છું, ત્યારથી જ મારું કળ નાશ પામ્યું છે. આ પ્રમાણે એક બીજાની સામે કેપથી બેલતાં કલહબહુજ વધી પ એટલે શ્રેષ્ઠીએ કેધથી અગ્નિશિખા ને લાકડીવતી સપ્ત ફટકે માર્યો. ભવિતવ્યતાના યોગથી તે ફટકે મને મ સ્થાને વાગવા રૂદ્રદેવથી જાણે ભય પામ્યા છે, તેમ તત્કાલ અગ્નિશિખાના પ્રાણ ચાલ્યા ગયા.
શૈદ્ધ ધ્યાનથી મરણ પામીને તે પોતાના જ ઘરમાં લાલ નેત્રવાળી, તીવ્ર વિષયુકત અને કાળા વણવાળી નાગણ થઇ. ઘરમાં આમ તેમ ભ્રમણ કરતાં તે નિધાન જોઈને હર્ષ પામી અને લેભથી તેની ઉપર બેસીને ત્યાંજ નિરંતર સુખે રહેવા લાગી. અન્યદા સંચયાને ઠગીને નિકિતિ તે નિધાન લેવા ગઈ એટલે પૂર્વ વૈરથી તે સપિણીએ તેને એ માર્યો જેથી તરત તે મરી ગઈ અને આ ધ્યાનના યોગે તે પણ ત્યાં જ નકલણી થઈ. લોભના વેગથી તે નિધા
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૪
યુગાદિદાના. નેને માટે પરસ્પર તે બનેને કલહ થવા લાગે. “હવે તે બધું નિધાન મને જ મળશે.” આવા વિચારથી સંચયા પણ ખુશ થતી થતી કઈ કારણસર નિધાન પાસે ગઈ, એટલામાં દુષ્ટ નાગણ તેને પણ ડશી, તેથી તે તત્કાલ પંચત્વ પામી. લેભના ઉદયથી તે પણ પિતાનાજ ઘરમાં કુતરીરૂપે અવતરી. તેને બહુ મારતાં પણ મોહના પ્રભાવથી તે ઘરનું આંગણું કદી મૂક્તી નહિ. નિધિમાં લુબ્ધ થઈ સાગરે કઈગને વિષથી મારી નાખે તે પણ ઘરની અંદર જ કાળના જે ભયંકર અપ થયો. પિતાનું નિધાન જોઇ લોભથી તે ત્યાં જ નિરતર રહેવા લાગ્યો. એકદા સાગર જ્યારે તે નિધાન લેવા આવ્યા ત્યારે પિતાના પૂર્વ વિરથી તેને તે ડચે. તે પણ તરતજ મરણ પામી તે નિધાનની પાસે નોળીયો થયો. નિધાનના લોભથી નિરંતર તે બને પણ પરસ્પર લડવા લાગ્યા. - એકદા શેઠ દુકાનેથી ઘેર આવ્યા ત્યારે ડુંગરને પિતાના પગ ઉપર પગ ચડાવીને બેઠેલા જે. શેઠે કઈક કામ બતાવ્યું પણ તેણે કશે ઉત્તર પણ ન આપે, કારણ કે અભિમાનથી તેની ડોક ઉચી ને ઉચીજ રહી હતી અને પિતાને તે સર્વોત્કૃષ્ટ માનતો હતો. પિતાની અવજ્ઞાથી અને પુત્રના અવિનયથી રૂદ્રદેવ કેપ લાવીને બળતે ઝળતિ ડુંગરને કહેવા લાગ્યા:-હે મૂઢ! તારા બીજા ગુણે તે દૂર રહે પરંતુ કમાઈને ખાતાં પણ નથી આવડતું. પિતાના માનમાં ખેટા અભિમાનને ધારણ કરતાં તને શરમ નથી થતી?)
" स्वचित्तकल्पितो गर्वः, उपहासाय जायते; उत्क्षिप्य टिटिभः पादौ, शेते भङ्गभयाझ्वः."
પિતાના મનમાં પેટે ગર્વ રાખવાથી માણસ હાંસીપાત્ર થાય છે. (આકાશના પડવાથી) પૃથ્વી ફૂટી જવાના ભયને લીધે ટીટોડી પિતાના બંને પગ ઉચા કરીને સુએ છે. '
Page #21
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના
૧૫ આ પ્રકારનાં અવજ્ઞાકારક વચનેથી ડુંગર ધ આણીને ખૂબ ભળવા લાગ્યો અને પિતાની સામે ઉચા નીચા બોલ બોલવા લાગ્યો. ક્રોધ અને માનના ચોગથી સામસામે બેલવા જતાં તેમને વિવેક નષ્ટ થઈ ગયો અને બંને પિતા પુત્ર અત્યંત કલહ કરવા લાગ્યા. તે વખતે નાગણ અને નફલી તથા ભુજગ (સર્પ) અને નળીયો ધથી કલહ કરતા કરતા બિલમાંથી નીકળી બહાર આંગણામાં આવ્યા. શિલા પણ કાંઈ કામસર નિધાન પાસે ગઈ એટલે ત્યાં રહેલ કુતરીએ તેને કરડી એટલે તે પણ રૂદન કરતી આંગણું આગળ પડી ગઈ શિલાએ કરેલ ઘાથી તે કતરીના પણ પ્રાણ કંઠે આવી રહ્યા, એટલે તે પણ કહ્યું કટક શબ્દ કરતી આંગણુ પાસે પડી. અહો! આશ્ચર્ય ! આશ્વર્ય! એમ વિસ્મય પામતા ઘણું લોક ત્યાં જેવાને માટે એકઠા થયા. કેટલાક લેકે આશ્ચર્ય પામ્યા, કેટલાકને હસવું આવ્યું, કેટલાક મધ્યસ્થ રહ્યા અને કેટલાક વૈરાગ્ય પામ્યા.
તે વખતે કઈ જ્ઞાની મુનિ ગોચરીને માટે ભમતાભમતા શ્રેણીના પુનેગે ત્યાં ભિક્ષા લેવા આવ્યા. પિતાના જ્ઞાનથી શ્રેણી કહેબને વૃત્તાંત યથાથી જાણતા એવા તે મુનિ અહા! આ કવાયનું પરિણામ છે” એમ કહી ત્યાંથી તરતજ બહાર નીકળ્યા. શેઠ તે વચન સાંભળી તેમની આગળ જઈને પોતે કલહમાં વ્યગ્ર હેવા છતાં તેમના કહેવાને ભાવાર્થ પૂછવા લાગ્યો. મુનિ કહેવા લાગ્યા સેમ્ય! સાંભળ, આ તમારા ઘરમાં અતિ વિષમ એવા કવાયરૂપ વૃક્ષનું પુષ્પ ખીલેલું છે. જે સમજુ માણસેને વૈરાગ્યનું કારણ અને અાજનેને હાસ્યનું કારણ થઈ પડયું છે. આ સર્પ અને નેળીયે છે તે કુડગ અને સાગર તારા પુત્રો છે, આ સપિણ્ તારી પત્ની છે અને આ નકુલી તે નિકૃતિ છે, તથા આ કુતરી તે સચયા છે. ખરેખરી રીતે કષાયોએ તારા કહેબને નટના પેડાની માફક જુદા જુદા રૂપ લેવરાવ્યા છે. તેની આગળ મુનિએ જ્યારે પૂર્વભવને વૃત્તાંત કહ્યું ત્યારે તે સાંભળીને સર્પાદિ પાંચ છ જાતિસ્મરણ પામીને
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૬
યુગાદિદેશના. પ્રતિબોધ પામ્યા. તેથી તરતજ તે મુનિ પાસે અનશન ગ્રહણ કરી, પરસ્પરના વેરભાવને શાંત કરી, પશ્ચાત્તાપથી દુષ્કર્મનું ફૂલન કરીને સ્વર્ગ ગયા. રૂકાવ અને ડુંગર પણ વૈરાગ્ય પામ્યા અને શ્રુતસાગર સરિની પાસે તેમણે દીક્ષા અંગીકાર કરી.
રૂકવિ મુનિ કઇ કઇવાર સાધુસમાચારીમાં આલસ્ય કરતા અને જ્યારે પ્રવર્તક મુનિ તેને પ્રેરણા કરતા, ત્યારે પૂર્વના અભ્યાસથી તે ધાવેશમાં આવી જતા હતા. ડુંગરષિ પણ દુષ્કર તપ કરતા હતા છતાં પૂર્વ સ્વભાવથી પિતાથી વિશેષ પર્યાયાદિવાળા રત્નાધિક મુનિઓને નમતા નહિ. પ્રવર્તકેએ શાસગભિત વાણીથી તેમને બહુ સમજાવ્યા, પણ દેધ અને માનની અધિકતાથી તેઓ તેમની સાથે પણ કલહ કરવા લાગ્યા. નિરતરના તેમના કલહથી સાધુઓ બધા કંટાળી ગયા એટલે તેમણે પિતાના ગુરૂને પ્રેરણા કરી, તેથી ગુરૂએ તે બંનેને ગચ્છ બહાર કર્યા ત્યાંથી તેઓ બીજા ગચ્છમાં ગયા, ત્યાં પણ પિતાના સ્વાભાવિક રાષને લીધે કીટકવ્યાકુળ કુતરાની જેમ તેઓ ગચ્છ બહાર થયા. સર્વ (ગુણ) સમુદાયથી પણ જ્યારે તેઓ ભ્રષ્ટ થયા ત્યારે તેમને સ્થિરતા મળવાનું કોઈ પણ સ્થાન ન મળ્યું, એટલે ગ૭ને ત્યાગ કરીને તેઓ શિથિલાચારી થઇ ગયા. સર્વ સૂત્ર અને અર્થરૂપ પારૂલીને પણ તેઓ યથાર્થ સાચવતા નહેાતા અને ત્રણ ગુપ્તિ તથા પાંચ સમિતિનું પણ તેઓ બરાબર આરાધન કરતા નહેતા. એ રીતે સાધુઓની સર્વ પ્રકારની ધમકરણમાં તેઓ પ્રમાદી થઈ ગયા.
એકદા અગ્નિશિખાને જવ જે દેવ થયો છે તેણે પિતાના પૂર્વ ભવના ભત્તર અને પુત્રને જોયા, એટલે તેમને પ્રતિબોધ આપવાને તેણે અગ્નિશિખાનું રૂપ કર્યું અને રાત્રે ત્યાં આવીને તેમની આગળ આમતેમ ભમવા લાગી, અગ્નિશિખાને જોઇને રૂદ્રદેવ બહુ આશ્ચય પામી કહેવા લાગ્યો કે હે ભદ્ર! તુ તે મરી ગઈ હતી અને અત્યારે છવતી કેમ થઇ?દેવતાઓની ઉપાસનાથી, માત્રથી કે સેવન કરેલા
Page #23
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. ગમે તેવા ઔષધથી પણ મરી ગયેલા માણસે કદી જીવતા થતા નથી, એવી સર્વજ્ઞ ભગવાનની વાણી છે. ત્યારે અગ્નિશિખારૂપધારક સેવ કહેવા લાગે –“તે સપિણીના ભાવમાં મેં અણસણકર્યું હતું તેથી હું દેવ થઈ છું અને અત્યારે આ રૂપ ધારણ કરી અહીં આવી છું. રૂદ્રદેવ કહેવા લાગ્યા:–“હે મુશ્કે! હમણા તે તું અવિતિ છે, તો સર્વવિરત એવા અમને તુ કેમ વંદન કરતો નથી ?” દેવતા કહેવા લાગ્ય:–“તમને અત્યારે સર્વવિરતિ કયાં છે? કષાચોનું પરિણામ ઘણું માઠું હોય છે, એમ પ્રથમથી તમે જાણે છે છતાં પણ તમે કષાયથી કલુષિત આશયવાળા થયા છે અને દુષ્કર્મના દેષથી, ધમકમમાં હમેશાં સહાય કરનારા એવા સાધુઓથી સેવિત, ઐહિક અને આમુમ્બિક સુખશ્રેણીનું કારણ, મૂલ અને ઉત્તર ગુણને સમૂહ જેમાં રહેલો છે અને જે પુણ્યનું ભંડાર છે એવા ગચ્છને ત્યાગ કરીને દુ:ખ અને દુર્ગતિના કારણભૂત અને સાધુઓએ નિદિત એવા શિથિલાચારીપણાને તમે પ્રાપ્ત થયો છે. આ પ્રમાણે પરિણામે હિતકારક એવા ધર્મને તેમને ઉપદેશ આપીને વીજળીના પ્રકાશની માફક તરતજ તે દેવતા અદશ્ય થઈ ગયો. તે દેવના ઉપદેશથી રૂદ્રદેવ અને ડુંગરને સંવેગ ઉત્પન્ન થયે. એટલે તરતજ તે બને મુનિ પાછા મૃતસાગર આચાર્યની પાસે વ્રત લેવાને આવ્યા. “ક્રોધ અને માનની અધિકતાથી તમને વ્રત દુરારાધ્ય છે.” એમ ગુરૂએ જ્યારે કહ્યું, ત્યારે રૂદ્રદેવમુનિ સવેગને પામ્યા સતા બોલ્યા કે –“હે ભગવન્ ! નિમિત્ત પ્રાપ્ત થતાં પણ યાજજીવ હું જરા પણ કેપ નહિ કર !આ પ્રમાણે વ્રતમાં વધારે ઉત્કંઠિત થઇને આચાર્ય મહારાજની સાક્ષીએ તેણે અભિગ્રહ લીધે. તેમજ “મેટા, લાન, બાલ, વૃદ્ધ અને તપસ્વી એ સર્વને હું યાવજીવ વિનય કરીશ.” એ પ્રમાણે સર્વની સમક્ષ ડુંગરમુનિએ પણ અભિગ્રહ લીધો. એટલે રૂદ્રદેવ અને ડુંગમુનિને અભગ વૈરાગ્યના રંગથી રંગાયેલા જાણીને ગુરૂએ તેમને આયણ આપીને પૂર્વની પેઠે ગચ્છમાં લીધા.
Page #24
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. તે પછી તે બને સુનિ આઠ કલાદિના અતિચારને નિરંતર ત્યાગ કરીને અપ્રમત્તપણાથી સમ્યરીતે સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા. સમ્યકત્વ મેહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય એ ત્રણ પ્રકા૨ના કમપેજને ક્ષય થવાથી તેઓ આઠ પ્રકારને દશનાચાર સમ્યપ્રકારે આચરવા લાગ્યા. દુષ્ટ એવા ચારિત્રાવરણીય કર્મના ક્ષયપશમથી તેઓ શુભ આશયવાળા થઈ નિરતિચાર ચારિત્ર પાળવા લાગ્યા. આ લેક સંબંધી અને પરલેક સંબંધી આશંસાની અપેક્ષા રાખ્યા વિના છઠ્ઠ અમ વિગેરે દુષ્કર તપ તેઓ કરવા લાગ્યા. મુકિત સાધવાના હેતુભૂત પ્રીજિનેશ્વર ભગવતે પ્રરૂપિત યોગેને વિષે પિતાના મન, વચન અને કાયના બળને તેઓ યથાવિધિ જોડવા લાગ્યા. એ પ્રમાણે પોતપોતાના અભિગ્રહને સાવધાન રીતે પાળતાં શુભ ધ્યાનરૂપે અગ્નિવડે તેમનાં ઘણું કમરૂપ ઇંધન બળી ગયાં, તેથી જીવન વીય વિસેષના અતિશય સામર્થ્યવર્ડ અને કમરના પરિણામની વિચિત્રતાવડે મુકિતમાર્ગને સાધવામાં તૈયાર થયેલા એવા તેમને કેટલેક દિવસે ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.”
હવે કુણાલે પ્રભુને પ્રશ્ન કર્યો કે –“હે તાત! પ્રથમ તે તે બંને મુનિ તેવા પ્રકારના કષાયવાળા હતા અને પછીથી તરતમાં જે તેમને શી રીતે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું?” ભગવાન કહેવા લાગ્યા - “હે વત્સ! જીવનું સામર્થ્ય અદ્દભુત છે અને કર્મનું પરિણામ પણ વિચિત્ર હોય છે. તેજ તેને હેતુ છે, કહ્યું છે કે –
"जीवाण गई कम्माण परिणई पुग्गलाण परिय;
मुत्तण जिणे जिणवरमयं च को जाणिउं तरइ." । બની ગતિ, કર્મોની પરિણતિ, પુદ્ગલેનું પરિવર્તનએ જિનકે જિનેશ્વરનાં મત શિવાય કેઇ પણ જાણવાને સમર્થ નથી. ?
૧ પ્રભુના ૯ર પુત્ર પૈકી એકે. ૨ જિનેશ્વરના મતને જાણનારા સમજવા.
Page #25
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૧૯
ભારે ક'ના ચાગથી સાધુઓ પણ કદાચ પાતાના માર્ગથી ૫તિત થાય છે, તથાપિ ઉચા પ્રકારના સત્કાર્યાવર્ડ તે પાછા પાતાના માર્ગ પર આવી શકે છે. શૂરવીર જીવાને સુસાધ્ય અને મલહીન પુરૂપાને દુ:સાધ્ય એવા તપને માઢા કૃત્યાની સિદ્ધિમાં જિનેન્થર ભગવ - તે પ્રથમ કહેલ છે. નિમલ એવા તપથી મનુષ્યાને જે દુર્લભ હાય તે સુલભ થાય છે, વાંકું હોય તે સ્થિર થાય છે અને દુ:સાધ્ય હૈાય તે મુસાધ્ય થાય છે. અનત ભવાથી વિસ્તાર પામેલા મહા પાપા ધૃણ, અગ્નિથી કાણની જેમ તપથી ભસ્મ થઈ જાય છે.” કહ્યું છે કે: " दीप्यमाने तपोवहौ, बाह्ये चाभ्यन्तरेऽपि यमी जरति कर्माणि, दुर्जराण्यपि तत्क्षणांत्. *t 'पुमान् कर्मेरितः कृत्वाऽप्येनास्यतिमहान्त्यपि ; सम्यगालोचनापूर्व, शुध्यत्येव तपः सृजन् . “તપઃ સ્વમાવતઃ સર્વે—ાવિષ્કૃત્તિ મૃત્યુન; सम्यगालोचनापूर्व, सिंहः प्रक्षरितश्च सः "
ક
99
“ માહ્ય અને આભ્યંતર તપરૂપ અગ્નિ દૈદીપ્યમાન થયે અંતે સયમી પુરૂષ, દુ:ખે દૂર કરી શકાય એવાં કર્મોને પણ ક્ષણવારમાં નિરી (વિખેરી) નાંખે છે. કને વશ થઇ પ્રાણી અતિ મેટાં પાપ કરે, તા પણ સમ્યક્ પ્રકારની આલાયણાપૂર્વક જો તે તપ કરે, તા શુદ્ધ થઇ શકે છે. તપ સ્વભાવથીજ સર્વ પાપોનો નાશ કરે છે. તેમાં પણ જો તે સમ્યક્ આલાચનાપૂર્વક કર્યું હાય તા તે સિંહ ને વળી પાખરેલા તેના જેવુ છે. અહીં મહાદુમ કરવાવાળી છતાં સમ્યક્ આલેાચનાપૂવ ક તપ કરીને શુદ્ધ થયેલી બ્રાહ્મણીનુ દૃષ્ટાંત છે.” તે સાંભળા—
હસ્તક્ષેત્રના વિશાલપુર નામના નગરમાં, જેણે રાત્રુઓને પા તાના દાસ બનાવ્યા છે એવા અને સૂર્ય સમાન તેજસ્વી સૂરતેજાના
Page #26
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
મના રાજા હતા. સરલ સ્વભાવી, સૌમ્ય, કૃતજ્ઞ, પરદુ:ખને જાણનાર, દાક્ષિણ્યતાયુક્ત, ક્ષમાશીલ, ગભીર, રૂપમાં કામદેવ જેવા અને સર્વ વિદ્યામાં પાર્’ગત એવા વેદવિચક્ષણ નામના કોઇ પરદેશી બ્રાહ્મણુ તે રાજાના પુરાહિત હતા. એક વખતે રાજસભામાંથી બહાર નીકળતાં ચહુટામાં, ઉપરતું અને નીચેનું ફામરચિત્રુ તથા જાડું ક અળરૂપ વા જેણે પહેરેલુ છે અને માથા ઉપર જેણે એ ત્રણ છાશ વિગેરેનાં પાત્રા ધારણ કરેલાં છે, એવી રૂપવતી કોઇ ભરવાડની સી જોઇને તે ખેદપૂર્વક વિચાર કરવા લાગ્યા.— અહા! ક અને વસ્ત્રા અને જેના અયોગ્ય છે, એવા આ શ્રી રત્નને વિધાતાએ કેમ વિડ‘બ ના પમાડી હશે ? ખરેખર! વિધિ રત્નાષી છે!” આ પ્રમાણે તે વિ ચાર કરે છે એટલામાં આલાનસ્ત ભને ઉખેડીને સ્વેચ્છાએ આમતેમ ભ્રમણ કરતા રાજાના મદેાન્મત્ત હાથી ત્યાં આવી ચડ્યા. યમ જેવા ભય કર તે હાથી ત્યાં આવ્યે છતે ભયથી વ્યાકુલ થઇધા માણસો ચારે માજી ભાગી ગયા. તે વખતે ભરવાડણ પણ નાસવા લાગી, એટલામાં કાઈ પનીહારીની સાથે અથડાવાથી તે મને પડી ગઇ. પડી જતાં અનેનાં પાત્રા ભાંગી ગર્યાં. પણ ભરવાડણના મુખઉપર શાકની છાયા માત્ર જોવામાં ન આવી અને પનીહારી અતિશય રડવા લાગી. તેને રૂદન કરતી જોઇને તેના દુ:ખથી દુ:ખિત થઈ પુરાહિત તેને પૂછવા લાગ્યું:— ભદ્રે ! તુ' આમ કેમ રડે છે? ” તે પણ બહુ દુ:ખે કેરીને કહેવા લાગી: “હું બધા! સાંભળે, મારા રૂદનનુ કારણ એટલુંજ છે કે, મારી સાસુનો સ્વભાવ અહુજ ખરાબ છે, તેથી તે મારી ઉપર ગુસ્સે થરો અને અને ઘડા ફૂટી જવાથી તે વિશેષ ગુસ્સે થઇને મને ઘરમાં પગ મૂકવા નહિ દે અને ખાવાનું પણ આપશે નહિ. તે રાષ લાવીને એમજ કહેશે કે, આજે તારા ભજનના મૂયથીજ એ ઘડા વેચાતા લઇશ. તેથી મને બહુ દુ:ખ થાય છે અને રડવુ' આવે છે. ” પુરોહિતને દયા આવી તેથી તેણે એ ધડાની કિંમત જેટલા પૈસા તે પનીહારીને આપીને વિદાય કરી.
२०
*
Page #27
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. *
પછી પુરોહિત વિસ્મય પામીને શેક વિનાની પેલી ભરવાડણને પૂછવા લાગ્યા – હે બહેન! દહિં છાશ વિગેરેનાં બે ત્રણ વાસણ તોરા ભાંગી ગયાં તેથી તને આજે મેટી નુકશાની થઇ છે, છતાં તું રડતી કેમ નથી? » જરીક હાસ્ય કરીને તે પણ કહેવા લાગી:–“હે ભાઈ! માશ ન રડવાનું કારણ સાંભળજેમ બહુ ત્રણ છે તે કણ નથી, તેમ અતિ દુઃખ છે તે દુખ નથી. તેથી મારું હૃદય વજના જેવું કઠેર થઇ ગયું છે. માટે હું રડતી નથી. » તે સાંભળી આ બિચારીને તે શું મહાદુ:ખ પડ્યું હશે? એમ વિચારતાં તે વિપ્રવય પુરોહિતનું મન પીગળી ગયું એટલે તે પાછો તેને કહેવા લાગ્યા:–“હે બહેન ! હું તારૂં વૃત્તાંત સાંભળવા ઈ
છું માટે મને યથાર્થ તારૂં વૃત્તાંત કહે છે - તે કહેવા લાગી:--“હે ભદ્ર! પિતાનું દુશ્ચરિત્ર કોઈને કહેવું એ પોતાને અને પરને બંનેને લજજાકારી થાય છે. માટે તે પિતાની જધાની માફક ઢાંકયું જ સારું છે છતાં પરદુ:ખજ્ઞ! નિરંતર સવનું હિત કરવામાં તારૂં મન તત્પર છે માટે મારું ચરિત્ર માત્ર તારા અને મારા સાંભળવામાં જ આવે એવી રીતે કહીશ, તે આ પાસેની વાડીમાં તું એકલે આવ.” તેનું વૃત્તાંત સાંભળવાની ઈચ્છાથી તેણીના કહ્યા પ્રમાણે તે બગીચામાં ગયે. પુરોહિતના સમાગમથી તે સ્નેહવતી અને રોમાંચિત થઇને હદયમાં વિધાસ લાવી પોતાનું અખિલ ચરિત્ર કહેવા લાગી:
લક્ષમીતિલક નામના નગરમાં નિરંતર નિધનાવસ્થામાં રહેનાર, સર્વ વિદ્યામાં વિચક્ષણ વેદસાગર નામને બ્રાહ્મણ રહેતો હતો. રૂપ અને સિભાગ્યથી સુશોભિત અને પતિવ્રતારૂપ સગુણવાળી કામલક્ષ્મી નામની તેને પત્ની હતી. તેણીના વિનાચિત્યાદિ કૃત્ય અને સગુણેથી પ્રસન્ન રહીને આ જન્મનું દુસહ દારિયદુખ તે જાણતા ન હતા. તેમને પ્રથમ વયમાં જ સારા લક્ષણવાળે અને સૈભાગ્યનું સ્થાન વેદવિચક્ષણ નામે પુત્ર થયો હતો. તે લગભગ એક
Page #28
--------------------------------------------------------------------------
________________
જ
યુગાદિદેશના. વરસને થયે, ત્યારે એક દિવસે કામલક્ષ્મી નગરની બહાર જેટલામાં પાણી ભરવા ગઈ તેટલામાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના સ્વામી મકરદેવજ રાજાએ અકસ્માત આવીને સૈન્યથી તે નગર ઘેરી લીધું. તે વખતે દ્વારપાળેએ નગરના બધા દરવાજા એકદમ બંધ કર્યા, ત્યારે કેટલાક ચાલાક નગરવાસીઓ ભાગી ગયા અને બહાર ગયા હતા તે બહાર જ રહ્યા. ચારે બાજુથી સૈન્ય આવેલું જોઇને ભયથી ગભરાઈને કામલક્ષ્મી નાસવા લાગી, એટલામાં કેઈ સીપાઈએ તેણીને પકડી લીધી. તે બહુ સુરૂપવતી હોવાથી તેણે મકરધ્વજ રાજાને અર્પણ કરી. તે તેને જોઈને કામાંધ થયો અને તરત પોતાના અંતઃપુરમાં મોકલી દીધી. હવે અન્ન, ઘાસ, કાષ્ટાદિ ન મળવાથી આખું નગર દુ:ખી થવા લાગ્યું. તે જોઈને હિતબુદ્ધિથી તે નગરના રાજાએ મકરક્વજ રાજાને માગ્યા પ્રમાણે દંડ આપે, એટલે તે સંતુષ્ટ થઈને તરત પિતાના નગર ભણી ચાલ્યો ગયો. હવે કામલક્ષ્મીના રૂપાદિ ગુણોથી માહિત થઈને તે રાજાએ તેણીને પટરાણી કરી અને સવની સ્વામિની બનાવી દીધીબીજી કેળવતી અને શીલવતી રાણીઓ હતી. તેમની અવગણના કરીને કામાંધ થઈ તે તેણુનેજ પિતાની જીવિતેશ્વરી માનવા લાગ્યો. આ પ્રમાણે સર્વ પ્રકારના સુખના સંયેગથી તે રાજા અતિ રાગી બનીને નિરંતર તેને સંતુષ્ટ રાખવા પ્રયત્ન કરતો હતો તે છતાં પણ તે લેશમાત્ર સતેષ પામતી ન હતી. બાલ્યાવસ્થાથી તે વેદસાર વિપ્રપર પ્રીતિવાળી હેવાથી રાજાના સન્માનના સુખને તે વિષ સમાન માનતી હતી. આ પ્રમાણે નિરંતર વિરકત એવી કામલક્ષ્મી સાથે અત્યંત રકત થઇને વિલાસ કરતાં વીશ વરસ ચાલ્યા ગયા. તે હમેશાં એમજ વિચાર કરતી કે આ રાજાના ઘરમાંથી કયારે મુકત થાઉ અને તે પતિને તથા તે પુત્રને આ નેત્રવડે કયારે જોઉં. આ પ્રમાણે નિરંતર આર્તધ્યાનને વશ થઇને ત્યાં કારાગૃહની માફક રહેતાં દુખે દિવસે ગાળતી હતી. એક દિવસ કામલક્ષ્મી પૂર્વના નેહથી વિચાર કરવા લાગી:–“ અહા ! આટલા વર્ષો ગયા છતાં મારો ભત્તર અને પુત્ર મને મળ્યા નહિ માટે
તેણીને હવે અમલમge થઇ
Page #29
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૨૩ હવે પરદેશી બ્રાહ્મણોને જે યાચિત સ્વર્ણ-દાન આપું, તે અવશ્ય તેઓ લેભથી કયારે પણ અહીં આવે.” આ પ્રમાણે નિશ્ચય કરીને બાહાણેને ઈચ્છિત સુવ આપવા લાગી. સુવર્ણ દાનથી તેની કીર્તિ ચારે બાજુ પ્રસરવા લાગી. હવે એક દિવસે દારિદ્યથી દુ:ખી થત વેદસાર બ્રાહ્મણ પણ પિતાના છોકરાને સાથે લઈને ત્યાં આખ્યો, અને આશીર્વાદ આપીને તેણે તેની પાસે દ્રવ્યની યાચના કરી, એટલે કંઇક તેને પિછાનીને “તમે કેમ છો? ક્યાંથી આવ્યા છે? તમારી સ્ત્રી ક્યાં છે? તમારું કુટુંબ કેટલું છે ? આ તારી સાથે છે તે શું સંબંધી છે? આ પ્રમાણે તેને એકાંતમાં બેસારીને કામલક્ષ્મીએ પૂછયું, તે સાંભળીને અસંભાવનાથી અને ઘણું વરસો વીતી જવાથી તેને ન ઓળખતે વેદસાર પિતાનું ચરિત્ર મૂળથી કહેવા લાલમીતિલક નગરને રહેવાસી વેદસારનામનો હું બ્રાહ્મણ
છું. મારી ગુણવતી એવી કામલક્ષ્મી નામે ભાર્યા હતી. એક દિવસ વેદવિચક્ષણ નામના પોતાના એક વરસના પુત્રને મૂકીને તે પાણી લાવવાને ગામની બહાર ગઈ એટલામાં ત્યાં શત્રુનું લશ્કર અકસ્માત આવી ચડ્યું. જ્યારે તે સૈન્ય પાછું ચાલ્યું ગયું, ત્યારે તેની બધે ઠેકાણે મેં તપાસ કરી, પરંતુ તેના સમાચાર માત્ર પણ મને મળ્યા નહિ, પછી મારા સંબંધીઓએ બીજી સ્ત્રી કરવાને માટે મને બહુ આગ્રહ કર્યો પણ હું તેના સ્નેહને વશ હોવાથી બીજી સ્ત્રી પર નહિ. તે પછી મેંજ આ નાના બાળકને ઉછેરીને માટે કર્યો અને કંઈક મેટો થતાં તેને સારરૂપ બધી વિદ્યાઓ ભણાવી. સુવર્ણદાનથી પ્રસરતી તમારી પ્રસિદ્ધિ સાંભળીને દરિદ્રતાથી દૂભાયેલો હું આ મારા પુત્રને સાથે લઇને અહીં આવ્યો છું. * ( આ પ્રમાણે વેદસારે જ્યારે પિતાને વૃત્તાંત કહ્યું, ત્યારે મનમાં બહુ ખેદ લાવીને રાજાના નિગ્રહથી માંડીને કામલક્ષ્મી એ પણ પિતાને બધો અહેવાલ તેને કહ્યું, પૂર્વ સ્નેહના વિશે હજી પણ છે તેની સાથે જવાની ઈચ્છાવાળી હોવાથી કેટલાંક કિંમતી રત્ન આપીને તે એકાંતમાં આ પ્રમાણે તેને કહેવા લાગી:- હે પ્રિય!
Page #30
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. તમારા ઇષ્ટ સકતસ્થાને બીજા રાજ્યમાં અત્યારે રત્નસહિત આ પુત્રને મોકલી દે, પછી આપણે પણ ત્યાં જઈશું, અને આજથી સાતમે દિવસે રાત્રે સ્મશાનમાં આવેલા ચંડીગૃહમાં હું કેઈરીતે પણ આવીશ માટે તમારે પણ ત્યાં અવશ્ય આવવું. પછી તેના કહેવા પ્રમાણે તેણે પુત્રને ઇષ્ટ સ્થાને મેકલી દીધો અને સંકેતની રાતે ચંડીગૃહમાં આવીને તે સુઈ ગયો. હવે કામલક્ષ્મી ધૂતાથી સાતમે દિવસે રાજાને વિનવવા લાગી હે સ્વામિન! એક દિવસે તમને માથામાં ભયંકર પીડા થઈ હતી, તે તમને યાદ છે? તે વખતે ઘણાં મંત્ર, તંત્ર અને ઔષધે કયો છતાં તે શાંત ન થવાથી હું અન્ન, પા
ને ત્યાગ કરીને બહુજ વ્યાકુળ થઈ ગઈ હતી. પછી તેની શાંતિને માટે પ્રસિદ્ધ મહિમાવાળી અને સ્મશાનમાં રહેવાવાળી ચંડીદેવીની મેં આ પ્રમાણે માનતા માની હતી કે “હે માત! જે રાજાની શિરવ્યથા શાંત થઈ જશે, તો મારી સાથે રાજા ત્યાં આવીને અમુક દિવસે રાત્રે તમારી પૂજા કરશે. તો આપણે બંને આજ રાત્રે ચડીનું અર્ચન કરવાને ત્યાં જઈએ. તેની આજ્ઞાને વશવર્તી હેવાથી રાજાએ તરતજ તેનું કહ્યું માની લીધું. પછી સાયંકાળે રાજા ચંડીની પૂજા કરવાને કામલક્ષ્મીની સાથે અધપર બેસીને અને પૂજા સામગ્રી લઇને સ્મશાન ભણી ચાલે. સેયથી ન ભેદી શકાય એ અંધકાર ચારે તરફ પ્રસ છતે નગરની બહાર નીકળીને માગે ચાલતાં ક્યાંક શિયાળીયા શબ્દ કરી રહ્યા હતા, ક્યાંક રાક્ષસેને કેલાહલ મચી રહ્યો હતો, કયાંક ભયંકર ઉઘાત થતો હતો, ક્યાંક ધૂવડપક્ષીઓ બેડેલા હતા, કયાંક શબ સંસ્કાર કરવા આવેલા લેકે પ્રેતથી ત્રાસ પામતા હતા, કયાંક ડાકિની અને શાકિનીઓ મોટેથી રાસડા લેતી હતી, ક્યાંક ચપલ પિશાચ અટ્ટહાસ્ય કરી રહ્યા હતા, કયાંક કાપાલિક લાકે સારા માણસોનાં પવિત્ર મસ્તકે ગ્રહણ કરતા હતા, ચારે બાજુથી પ્રસરતા દુધના પૂરથી નાક પૂરાઈ જતું હતું અને ઉપરઉપરી પડેલી ખોપરીઓથી જ્યાં ગમન પણ અટકી પડતું હતું એવું ભયંકર સ્મશાન નિર્ભય એવા રાજાના જોવામાં આવ્યું. કામલક્ષ્મી
Page #31
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. ને તે મુગ્ધ સમજીને કહેવા લાગે –“હે દેવી! આ ભયંકર સ્થાન જોઈને તું મનમાં જરા પણ ડરીશ નહિ. કારણ કે અહીં જે માણસ કરે છે, તેને ભૂત-પ્રેતાદિ છળે છે.” આ સૂઢ રાજા એટલું નથી જાણ કે તે દુષ્ટ તો બીજાને પણ ડરાવે તેવી છે. હવે ચડીનું મંદિર આવતાં અશ્વ ઉપરથી નીચે ઉતરીને અને કામલક્ષ્મીને તરવાર આપીને રાજા જેવામાં ચંડિકાની પૂજા કરવાને તત્પર થયો, તેવામાં છળ જેનારી એવી તેણુએ તેનું મસ્તક છેદી નાખ્યું. તરતજ જાણે રાજા સર્વાગથી દેવીને પ્રણામ કરતો હોય, તેમ ચંડીની આગળ લાંબો થઈને પડ્યો.
હવે બહુ હર્ષ પામતી એવી કામલક્ષ્મી તેના આભરણે લઇને મુખ્યદ્વાર (મરવારણ) પાસે સૂતેલા પેલા બ્રાહ્મણને તેણે તરતજ જગાડો. પરંતુ જાગીને પૃથ્વી પર પગ દેતાંજ તેને દુષ્ટ સર્પ કરડ, એટલે દેવગથી તે ત્યાંજ તત્કાળ મરણ પામે. હવે બંનેથી ભ્રષ્ટ થવાને લીધે કામલક્ષ્મી બહુજ ખેદ પામી અને ભયથી ગભરાઈને અશ્વ ઉપર આરૂઢ થઈ તરતજ ત્યાંથી ચાલી નીકળી. તે નિર્જન માગે એકાકી ગમન કરતાં તે ક્યાંય પણ ભય ન પામી. કારણ કે સીઓને જન્મ સાહસની સાથેજ થયેલો હોય છે. અનુક્રમે પરદેશમાં કેઈ નગરમાં જઈને એક માળીને ઘેર તેણે પોતાને અશ્વ બાંયો, પછી ઘણું વરસેથી રાજમહેલરૂપ કેદખાનામાં પડેલી તે આજે છુટી થઇ હતી તેથી સ્વેચ્છાએ ફરવાને ઈચ્છતી એવી તે રાતે કઇ હેવમંદિરમાં તબલાને અવાજ સાંભળી ત્યાં જેવા ગઈ. ત્યાં સર્વાગ અલંકૃત અને દિવ્યરૂપના સભાગ્યથી સુશોભિત અને નવીન પ્રકારની તેણને જોઈને કેઈ પણુગનાએ તેણીને પૂછયું કે “હે સુભગે! તું કેણુ છે? અને ક્યાંથી આવી છે? અને કેને વેર અતિથિ થઈ છે? આ પ્રમાણે આદરપૂર્વક પૂછતાં તેણે આ પ્રમાણે કપિત ઉત્તર આપ્યો કે એક દિવસે હું પિતાના ઘેરથી પતિની સાથે સાસરે જતી હતી, તેવામાં માર્ગમાં ધાડ આવી, ત્યાં સાથ બધો લુંટાઈ ગયો અને મારે સ્વામી મરી ગયે. ત્યાંથી આમતેમ ભાગતી એવી હું અધ ઉપર
Page #32
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
એસીને અહીં આવી છું. આ નગરમાં મારૂં કોઇ સગુ· નથી, તેથી માળીને ઘેર અન્ધ બાંધીને હું અહીં આવી છું. ” આવા ઉત્તર સાંભળી “ આ સ્વામી વિનાની છે, માટે મારા કુળને ઉચિત છે. ” એમ વિચારીને પણાંગના માયા વચનોથી તેને પ્રસન્ન કરીને પાતાને ઘેર લઇ ગઇ. ત્યાં બધા કરતાં ચડીગ્માતી એવી ગીતાદિની કળા શિખવીને અનુક્રમે પણાંગનાએ તેને પાતાના કુલાચારમાં પ્રવર્તાવી,
હવે એક દિવસે પરદેશથી આવેલ કાઇ શ્રીમાન તરૂણ પુરૂષ કામલક્ષ્મીને ઘેર આવીને રહ્યો. સ પ્રકારના સુખામાં નિર'તર પાતાની ઇચ્છા પ્રમાણે વિલાસ કરતા એવા તેમના આસ્તે આસ્તે સજ્જડ પ્રેમ બધાઇ ગયા. કેટલાક વખત પછી એક દિવસે કાંઈ કારણસર તેને બીજે ઠેકાણે જવાની ઇચ્છા થઇ એટલે એકાંતમાં ફામલક્ષ્મીની તે રજા માગવા લાગ્યા. ગમન કરતા અને મરણ પામતા માણસ કાઇથી રાખ્યા રહી શકતા નથી. કહેવત છે કે પરાણાઓએ કરી ધર્ વસતા નથી. ” દૃઢ સ્નેહુ છતાં વાને તૈયાર થયેલા એવા તેને અટકાવવાને અસમર્થ થવાથી શાકાકુલ મુખ કરીને કામલક્ષ્મી તેને કહેવા લાગી કે–“ હું સ્વામિન ! અત્યારે તમે ભલે જાએ, પણ તમારા કુળ અને ગાત્રાદિ મને કહી જાઓ. કારણ કે, તમાગ વિયેાગમાં એ મને જીવનના આધારભૂત થશે. ” એટ્લે ઢ આલિંગન અને ભાવિ વિયેાગથી દુખાત્ત થયેલા એવા તે પોતાના અશ્રુરૂપ સ્નેહદૃષ્ટિથી તેને સિચન કરતા સખેદ કહેવા લાગ્યા. હું લક્ષ્મીતિલક નગરમાં રહેનાર વેદ્રસાર નામના બ્રાહ્મણની કામલ
ક્ષ્મી નામની પ્રિયાને વેઢવિચક્ષણ નામના પુત્ર હતા. જ્યારે તે એક વસના થયા, ત્યારે કામલક્ષ્મી (તેની માતા ) પાણી નિમિત્તે નગરની બહાર ગઇ, તે વખતે અકરમાત્ કાઇ પરચક્રનુ આગમન થતા તે પાછી ઘેર આવી શકી નહિ. છી ખથ્થર કાઢતાં તે જીવતી છે કે મરણ પામી છે તેની પણ ખબર મળી નહીં. ત્યાંષાદ પિતાએ તે પુત્રને ઉછેરીને માટે કર્યા અને સવ વિદ્યા ભણાવી
Page #33
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૨૭
એક વખતે દરિદ્રતાથી દુ:ખી થઇને મકરધ્વજ રાજાની પ્રિયા પાસે તે પિતા તથા પુત્ર યાચના કરવા ગયા. ત્યાં તેણીની સાથે એકાંતમાં કાંઇ છાની વાત કરીને, તેણીએ આપેલ અમૂલ્ય રત્ન, સુવર્ણ અને સાક્તિક સહિત વેદસારે પુત્રને સકેતસ્થાન બતાવીને બીજા રાજ્યમાં માકલી દીધા, અને તેને કહ્યું કે, ' હુ· સાત આઠ દિવસ પછી આવીશ.' સંકેતસ્થાને જઇને વેદવિચક્ષણ પિતાની રાહ જોવા લાગ્યા, પરંતુ તે ત્યાં કોઈ કારણવશાત્ આવ્યા જ નહુિ. તેમના વિરહે મનમાં ખેઢ સહિત વેઢવિચક્ષણ વિચાર કરવા લાગ્યો કે:જરૂર રસ્તામાં મારા પિતાને ચારેએ મારી નાખ્યા હશે અથવા તા વ્યાત્રાદિનું તે ભક્ષ્ય થઇ પડ્યા હશે. ” દુ:ખાત્ત થઇને તેણે વિચાર કર્યાં કે: પ્રેમાળ પિતાના વિયાગ કરાવતાં અહા ! વિધાતાએ આજે મારૂં સર્વસ્વ લૂંટી લીધું છે. મારી માતાને મેં ન જોઇ ત્યારથી તેનેજ હું... મા અને ખાસ તરિકે લેખવા; પણ દુરાત્મા દૈવ અત્યારે એટલું પણ સહન કરી શકયા નહીં. અથવા તા સ્રીજનને ઉચિત એવા દૈવને ઉપાલંભ દેવાથી શું ? કારણકે માણસને શુભ અને અશુભના હેતુભૂત પૂર્વીકૃત કર્મ જ છે. સ’સારમાં સાગા બધા વિયોગના અતાળાજ હોય છે, એવી ભાવના ભાવતાં તેણે પોતેજ આસ્તે આસ્તે પિતાના શાક છેાડી દીયેા. ત્યારપછી વિદ્યાના પ્રભાવથી સવ ત્ર આદરસત્કાર પામતા એવા તે ભમતા ભમતા અહીં આવ્યો. હું કાંતે ! તે હું પાતેજ વેવિચક્ષણ છું. આ પ્રકારના તેના વૃત્તાંત શ્રવણથી તેને પેાતાનાજ પુત્ર જાણીને કામલક્ષ્મી પાતાના હૃદયમાં બહુજ પશ્ચાત્તાપ કરવા લાગી. તેણીએ વિચાર્યું કેઃ— “ અહા ! દૈવને ધિક્કાર હો ! અતિ દુષ્ટ એવી જે . તેના અત્યારે સર્વ કલાકમાં નિદિત પાતાના શકવાની સાથે સયોગ થયા. ” એ રીતે પાપના પશ્ચાત્તાપરૂપ અગ્નિ તેના હૃદયમાં પ્ર~ લત થય છતાં તે વખતે પોતાના પુત્રને તેણીએ પાતાની ઓળખાણ ન આપી. કારણ કે, વખતપર સ્નેહને લીધે મને પોતાની માતા સમજીને પશ્ચા ત્તાપરૂપ અગ્નિથી પરિતાપ પામી તે પોતાના પ્રાણાના ત્યાગ કરે.
י
Page #34
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના પછી તે ઇંદ્રિયસુખથી ઉગ પામી છતાં પિતાના આત્માને છૂપાવવાને માટે મિથ્યા ઉપચારનાં વચનાથી તેને પ્રસન્ન કરીને વિસર્જન કર્યો.
તેના ગયા પછી પિતાના જીવિતથી ઉદ્વેગ પામીને તેણીએ અના તથા જળને ત્યાગ કર્યો અને પિતાના તે દુષ્કૃતનું સ્મરણ કરતી એવી તેણે અકા પાસે બળી મરવા માટે કાષ્ટની માગણી કરી. તે સાંભબળીને અક્કા દુ:ખી થઈને કહેવા લાગી--“હે મારા ઘરની કપલતા! સ્વ અને પરિને દુ:ખકારી એવું અકસ્માત આ તેં શું આરહ્યું ? શું આધિ, વ્યાધિ કે બીજી કેઇ પીડાથી તું દૂભાયેલી છે કે જેથી હે સુબ્રુ! પિતાના દેહને અત્યારે અગ્નિમાં હેમવાને તું તૈયાર થઇ છે. આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને શા માટે વૃથા ગુમાવે છે ? અહીં આવતા યુવકેની સાથે સ્વેચ્છાથી ભેગ ભેગવ ! નિષ્કલંક અને રાજાઓને માન્ય એવું સર્વ પ્રકારનું સુખ તને પ્રાપ્ત થયું છે. હે મનસ્વિની! ફરીને આ વેશ્યા જન્મ તને કયાં મળવાનું છે? અંતરમાં વિષાદને ધારણ કરતી કામલ૯મી અક્કાને કહેવા લાગી:“હે આ બા! આધિ, વ્યાધિની વ્યથાથી હું દૂભાએલીનથી; પરંતુ મારા દેહને અગ્નિમાં હેમીને ઘણું વખતથી વિસ્તાર પામેલા આ વેશ્યાપણાના પાપકર્મની શુદ્ધિ કરવાને હું ઈચ્છું છું. સીપણું એ પ્રાણીના અનંત પાપનું ફળ છે, એમ સજ્જન પુરૂષ કહે છે. તેમાં પણ જે વેશ્યાને જન્મ છે તે કેહી ગયેલ કાંઇ તુલ્ય છે. સર્વ પાપનું મૂળ છતાં જે આ વેશ્યાજન્મ શ્રેષ્ઠ છે એમ તે કહે છે, તે છે અંબા! બીજું ખરાબ આ જગતમાં શું છે? તે કહે સર્વત્રનિદવા લાયક એવું પુત્રના સાગનું દુષ્કૃતજ ખરી રીતે તો તેના મરણનું કારણ હતું, છતાં તેણીએ તે વાત લજજાથી પ્રગટ ન કરી નાગરિક, કુટિની અને રાજાએ અટકાવી છતાં કાષ્ટભક્ષણના વિચારથી તે પાછી ન હઠી.
મરણમાંજ એકાગ્રચિત્ત રાખીને તેણીએ સાત લઘન (લાંધણ)
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૯
યુગાદેિશના.
કરી, તેથી રાજા વિગેરેએ તેને રજા આપી, એટલે અર્ધ ઉપર આરૂઢ થઇને દીન દુ:ખી લેાકાને ધન આપતી, પેાતાના દુષ્કર્મોના દુ:ખથી દૂભાયેલી એવી તેણીએ નદીના કાંઠે નગરવાસીઓએ રચેલ . ચિતામાં નિભય થઇને પ્રવેશ કર્યા. પાસે રહેલા નાગરિકાએ જેટલામાં તેણીની ચિતામાં અગ્નિ સળગાબ્યા, તેટલામાં ભવિતવ્યતાના યોગથી અકસ્માત્ પુષ્કળ :વરસાદ થયા. જે વખતે વરસાદ થયા તે વખતે વરસાદના પાણીથી પરાભવ પામીને વૃષભેોની જેમ નીચું સુખ કરી સ્વજનતાના અભાવથી સર્વ લોકો પાત પાતાને ઠેકાણે ચાલ્યા ગયા. તે વખતે તરતજ ચિંતા મુઝાઈ ગયે છતે જીવન્મુત એવી તે જરામાત્ર દાઝી અને નદીના પૂરમાં તણાવા લાગી. તણાતી તણાતી દૈવયોગે નદીકાંઠે ક્યાંક અટકી રહી. તે વખતે લગભગ મૃતતુલ્ય એવી તે કાઇક ગાવાળીયાના જોવામાં આવી એટલે તે ગાવાળીયા કામલક્ષ્મીને પાતાને ઘેર લઇ ગયા અને મનમાં ધૈયા લાવીને નિતર તેને ઔષધેાપચાર કરવા લાગ્યા. કેટલેક દિવસે તેનુ શરીર નિરોગી થયુ અને દૈવયોગે પ્રથમ કરતાં પણ અતિશય સ્વરૂપવતી તે થઇ.
અ
હવે રૂપ, સાભાગ્ય, લાવણ્ય અને મનહર શાભાવાળી તેણીને જોઇને ગાવાળીયા કામથી વિલ બની તેને કહેવા લાગ્યા:— હું સર્વાંગ સુભગે ! હવે જો તુ મારે ઘેર રહીશ, તા મારી તમામ મિલકતની તું સ્વામિની છે અને હું તારો દાસ છુ. પરંતુ જો તુ હીથી જઇશ, તા મારા પ્રાણ પણ તરતજ ચાલ્યા જશે, એમ જા ણીને હું ભાગ્યવતી ! હવે તને જેમ સારૂ લાગે તેમ કર ” આ પ્રમાણેનુ' તેનુ' ખેલવુ* સાંભળીને કામલક્ષ્મી વિચાર કરવા લાગી. “ પૂવે' પણ મે* સાત નરક જેટલુ મહાપાપ પાળેલુ છે, માટે નિિિમત્ત ઉપકારી એવા આ ગાવાળીયાનુ પણ ઇષ્ટ થાઓ. “ જેમ સે। તેમ પચાસ ” એવી લાકમાં પણ કહેવત છે. મને લાગે છે કે, આટલા મહાપાપ કર્યા છતાં હજી કાંઇ ન્યૂન હુરો કે જેથી
Page #36
--------------------------------------------------------------------------
________________
છતાં
ખી
વિના હg;
૩૦
યુગાદિદેશના. સર્વભક્ષી અગ્નિમાં મેં પ્રવેશ કર્યો છતાં તે ન્યૂનતા પૂરી કરવાને વિધાતાએ મને જીવતી રાખી છે. કામલામીનું મન વિષયોથી ઉ. પ્રેગ પામેલું હતું, છતાં આવા અનેક પ્રકારના વિચાર કરીને કંઇક
દ્વિર્યોની ચપલતાથી તે ગોવાળીયાની ગહિની થઇ, પછી ગાર્થનું દેહવું, છાશ વાવવી વિગેરે ગપગ્રહને ઉચિત એવી સર્ષ ક્રિયાઓ સંસર્ગના વિશથી તે આસ્તે આસ્તે શીખી અને દહીં, છાશ વિગેરે વેચવા માટે ગાલમાંથી તે આ નગરમાં દરરોજ આવવા લાગી. હું સુરા પુરહિત! ખરેખર! દુઃખથી દગ્ધ થયેલી પાપિણી કામલીમી તે હું જ છું.! પતિ અને પુત્રના વિયોગથી દુ:ખ પામી, રાજાની પની થઈને પૂર્વના પતિનેહના વશથી દુર્ણ બુદ્ધિ વડે રાજાનો પણ મેં વધ કર્યો. સપના દંશથી પૂર્વ પતિ મરણ પામેલો જોઈને ત્યાંથી હું ભાગી ગઈ અને દેશાંતરમાં વેશ્યા થઇ, ત્યાં પોતાના પુત્રને પાર કરીને રાખ્યો. ત્યારપછી હું ચિતામાં પેઠી અને નદીના જળથી તણાણી. અહા ! નીચ કર્મ આચરતી એવી હું અત્યારે ગોપાંગના થઈ છે. આ પ્રમાણે ઉપરાઉપરી મારી ઉપર દુ:ખે પડ્યાં, તે છે ભ્રાત! અત્યારે ભાજન ભાગી જવાથી હું કયા દુ:ખને રડું વિવિધ પ્રકારના દુ:ખ સમૂહથી વિધુર થઈ ગયેલી હું એટલા માટે જ કહું છે કે--જેમ બહુ ત્રણ તે ગાણું નહીં, તેમ અતિ દુઃખ તે દુઃખ
નહીં. »
આ પ્રમાણે તેણીનું ચરિત્ર સાંભળી કામલક્ષમી મારી માતા છે, એમ સમજીને વેદવિચક્ષણ પુરોહિત તરતજ પિતાની માતાના ભાગરૂપ દુશ્ચરિત્રથી પરિતાપ પામીને સાથુલોચને તેણીના પગમાં પડ્યો. તે જોઈ પોતાની ચરણને સાચતી તે કહેવા લાગી છે વર્ષોત્તમ! આ અયોગ્ય આચરણ શું કરે છે ? પુહિત શ્યામ મુખવાળે થઇને સગદ્દગદ કહેવા લાગ્યો: “હે માત !તેજ હું તમારે વેદવિચક્ષણ નામનો પુત્ર છે. » પરસ્પરને પિતાના સંબંધ જાણીને માતા પુત્ર બનેના મુખપર શ્યામતા છવાઈ ગઈ અને જાણે
Page #37
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૧
ભૂમિમાં પેસવાને ઇચ્છતા હાય, તેમ મને નીચુ' મુખ કરીને પૃથ્વીપર દૃષ્ટિ કરી રહ્યા. પોતપાતાના દુર્ઘત્તાંતના પરિતાપરૂપ અગ્નિથી પરસ્પર બંનેનુ મન મળી જવા લાગ્યું અને લખાવેશમાં વશથી તેઓ એક બીજાની સન્મુખ જોવાને પણ સમથ ન થયા.
પછી નીર, અગ્નિ કે ભૃગુપાત વિગેરેથી પાતાના પાપની શુદ્ધિ કરવાને માટે આત્મઘાતની ઈચ્છા કરતી કામલક્ષ્મીને તે દ્વિજ કહેવા લાગ્યા:- હે માત! આત્મઘાત કરવાથી શું? તેમજ મંત વસ્તુના કે ગત બનાવના શોક કરવાથી પણ શુ? હવે તેા પાપના વિદ્યાત કરવાને તપક્રમમાં યત્ન કર, કારણ કે પ્રાણી આત્મઘાત કરવાથી પોતાના પૂર્વ કર્મથી મુક્ત થઇ શકતા નથી; પરંતુ તેનું ફળ ભોગવવાથી અથવા તેા તીવ્ર તપથીજ તે મુક્ત થાય છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે:
" पावाण च खलु भो कडाणं कम्माणं पुवि दुञ्चिण्णाणं दुष्पडिकंताणं, वेइत्ता मुरको, नत्थि अवेइत्ता, तपसा वा सोसइसा
મ
',
“ કરેલાં પાપકમાં કે જે પૂર્વે ખપાવ્યા ન હેાય અથવા પડિકમ્યા ન હેાય તા તે વેઢવા વડેજ છૂટી શકે છે, વેઢવામાં ન આવે તા છૂટી શકતા નથી અથવા તપથી તે શાષી શકાય છે. ” માટે હું અખા ! તીવ્ર એવુ કાઇ તપકમ કર, કે જેથી અગ્નિવડે સુવર્ણ'ની જેમ આત્મા શુદ્ધ થાય. સાત ધાતુમય અને અસાર એવા આ માનવ દેહથી ડાહ્યા માણસા આત્માની શુદ્ધિ કરનાર એવા ધર્મરૂપ સારના સંગ્રહુ કરે છે. ” કહ્યું છે કે:
--
44 अस्थिरेण थिरो समलेण निम्मलो परवसेण साहिणो; देहे जइ विप्प, धम्मो ता किं न पज्जसं "
૧ ભૈરવજય ખાવા-પર્વતના શિખર ઉપરથી શરીર પરંતુ મૂકી પ્રાણ ખાવા.
Page #38
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
“ અસ્થિર, મલિન અને પરવશ એવા આ દેહથી જો સ્થિર, નિલ અને સ્વાધીન એવા ધમ સાધી શકાય-વધારી શકાય, તે પછી પ્રાપ્ત કરવાનું શું ખાકી રહે ? ” આ પ્રમાણે પાતાની માતાને શાસ્ત્રાક્તિની યુક્તિઓવડે સમજાવીને આત્મઘાતના વિચારથી પાછી વાળી, પાપશુદ્ધિ કરવાની ઇચ્છાથી તેણીની સાથે શ્રુતસાગરના પારંગત અને પાસેના ઉપવનમાં પધારેલા શ્રી ગુણાકરસૂરિને વાંઢવાને વેવિચક્ષણ તેજ વખતે ચાટ્ટા. ત્યાં જઇ આચાય મહારાજને વાંઢીને તે અને ચાગ્ય સ્થાને બેઠા, એટલે કૃપાળુ મનવાળા એવા તે ( આચાય ) આ પ્રમાણે ધર્મોપદેશ દેવા લાગ્યા.
આ સસારમાં પિતા મરીને પુત્ર થાય, મિત્ર શત્રુ થાય અને માતા પુત્રી થાય, કારણ કે કર્મવા પ્રાણીઓને તેને કાંઈ પણ નિયમ હાતા નથી. એકજ પ્રાણીએ પ્રત્યેક જીવાને જન્મ આપ્યા છે. અને અપત્યસ્નેહના વરશે અનંતવાર તેને લડાવ્યા છે અને પાળ્યા છે. તેવીજ રીતે એક જીવે બધા જંતુઓને ક્રોધાવેશથી ઘણીવાર મારેલા છે અને પેાતાના શરીરની પુષ્ટિને માટે ઘણીવાર ભક્ષણ પણ કરેલા છે. માટે ખરી રીતે તા આ સસારમાં કાઈ કાઇને પોતાના કે પારકા નથી. છતાં અહા! અજ્ઞ પ્રાણીઓ રાગ અને દ્વેષના વાથી વૃથા પાપ ઉપાર્જન કરે છે. આ સંસારમાં જીવાના બધા સબંધ અનિયમિત છે, માટે વિવેકી પુરૂષા સ્રી પુત્રાદિના પ્રેમમાં બધાતા નથી. ( માહુ પામતા નથી. ) જે વસ્તુ એકને ગમતી હેાય છે તેજ વસ્તુ બીજાને અણગમતી હાય છે, તેથી વસ્તુઓમાં રમ્યારમ્યની વ્યવસ્થા પણ યથાર્થ સત્ય નથી. જયારે મન સ્વસ્થ હોય ત્યારે જગત્ અમૃત જેવુ લાગે છે, અને દુ:ખ આવતાં તેજ વિષમય ભાસે છે, તેથી મનના સપ પ્રમાણેજ વસ્તુ રમ્ય અરમ્ય લાગે છે. એટલા માટે મમતારહિત એવા ભવભીરૂ પુરૂષા રાગદ્વેષને અલગ કરી અખિલ વસ્તુઆમાં સમતા ધારણ કરે છે. ” આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળીને તે માતા પુત્ર સસારથી ઉદ્વેગ પામ્યા અને દીક્ષા લેવાને ઉત્સુક થયા. એટલે પુન: આચાર્ય આ પ્રમાણે તેમને કહ્યું:-- જેમ ચાખી ભીત
Page #39
--------------------------------------------------------------------------
________________
યુગાદિ દેશનાં.
૩૩
પર આળેખેલ ચિત્ર અતિશય શાભા પામે છે, તેમ સમ્યક્ પ્રકારની આલાચનાપૂર્વક શુદ્ધ થયેલ એવા ભવ્ય જીવનું વ્રતગ્રહણ વધારે દીપ્તિમાન થાય છે. માટે પ્રવ્રજ્યા લેવાના જો તમને આગ્રહ હાય, તા જન્મથી માંડીને મન, વચન અને કાયાથી કરેલા પાપની પ્રથમ તમે આલાયણા યા. ” ગુરૂએ આ પ્રમાણે કહેવાથી તેમણે રાગ અને દ્વેષથી જે જે દુષ્કૃત કર્યું હતુ. તે અને મવાચ્ય પાપ પણ સમ્યક્ પ્રકારે લાગ્યુ એટલે પ્રવધ માન સવેગવાળા અને નિષ્કપટ મનવાળા એવા તે મનેને આચાર્ય મહારાજે પ્રાયશ્ચિત્ત તપ અને દીક્ષા આપી. પછી નિયાણા વિનાનુ અને નિષ્કપટ દુષ્કર તપ તપતી અને જિનેશ્વર ભગવતે પ્રરૂપેલ આવશ્યકાદિ ક્રિયાઓમાં નિર'તર અપ્રમત્ત રહેતી એવી કામલક્ષ્મી ધણા કાળસુધી સાધ્વીઓની સાથે પૃથ્વીતળ પર વિહાર કરીને અંતે અશેષ કર્યાં ખપાવીને મેક્ષપદ પામી.
વેદવિચક્ષણ મુનિ સુદર સવેગથી રંગિત થઇને પાંચ પ્રકારના આચારને નિરુતિચારપણે પાળવા લાગ્યા. સૂત્ર અને અર્થથી સ દ્વાદશાંગીને તેમણે અભ્યાસ કર્યો અને અનુક્રમે તે છત્રીશ ગુણાએ સહિત એવા આચાય પદ્મને લાયક થયા. તે પછી આચાય પદ્મવી મેળવીને વસુધાતળપર વિહાર કરતા, પ્રાણી વગને પ્રતિખાધવાને માટે આ રીતે ધર્મપદેશ દેવા લાગ્યા: જેએ બાળબ્રહ્મચારી છે અને જેમણે સંસારના માહુના ત્યાગ કરીને સ ચારિત્રનો આશ્રય કરેલા છે, તેજ પુન્યવ ́ત પ્રાણીઓ આ સસારમાં વખાણવા લાયક છે. તેમજ જેમણે મારી માફ્ક અને લેાકથી વિરૂદ્ધના આચરણવડ નિદ્યતા ઉપાર્જન નથી કરી, તે પ્રાણીએ પણ વખાણવા લાયક છે. અથવા તો કોને સ્ખલના થઇ નથી ? કાના સર્વ મનારથ પૂર્ણ થયા છે ? આ સસારમાં કોને નિરંતરનુ મુખ છે? અને દેવથી કાણ ખડિત નથી થયુ ?? આવા પ્રકારના ન્યાય હાવાથી કેટલાક માણસો પૂર્વમાંથીજ પ્રેરાઇને નિષિદ્ધ કૃત્ય પણ કરે છે; પરંતુ તેની શુદ્ધિને ઇચ્છતા એવા તે સદ્ગુરૂની પાસે સમ્યગ્ આલેાયણા લઇને જો
૩
Page #40
--------------------------------------------------------------------------
________________
૪
યુગાદિ દેશના.
""
તીવ્ર તપ કરે, તે તે પણ નિશ્ચય વખાણવા લાયક થાય છે. આ પ્રમાણે ઉપદેશ દેતા વેઢવિચક્ષણસૂરિ પેાતાના અ‘તકાળ પાસે આવતાં સવ પ્રાણીઓને ખમાવીને, શ્રેષ્ઠ એવુડ પાપાપગમન અનસન અંગીકાર કરી ધ્યાન તથા તપના બળથી સવ કર્માને એકીસાથે ખપાવીને અતકૃત કેવલી થઇ પમ પદને પામ્યા, ”
કામલક્ષ્મી અને વેવિચક્ષણ પુરોહિત ભારે દુષ્કર્મ કરીને પણ આવા દુષ્કર તપથી પુન: ગુરૂપદ પામ્યા. મેટા પુરૂષા પાપકમ કરવાને સમર્થ હાય છે, તેમ ખપાવવાને પણ સમર્થ હાય છે, પરંતુ નીચ પુરૂષો તે। માત્ર પાપ કરવાનેજ સમથ હાય છે, માટે હું ભન્યા ! તપના અતુલ પ્રભાવ આ દૃષ્ટાંતપરથી સમજી લેવા
આ દૃષ્ટાંત કહીને પ્રભુએ કહ્યું કે—“ હે વત્સ ! દ્દઢવિષે તથા ડુગરમુનિ પણ ઘણા કાળસુધી ભવ્ય જીવોને પ્રતિબંધ આપીને અંતે પરમપદને પામ્યા.
આ પ્રમાણે કષાય કુટુંબના સબધમાં એક એક કશાયનુ” તાત્કાલિક જીરૂં પાિમ સમજીને પછી તે ચારેના તા કણજ આશ્રય કરે ( સેવે ) ?
અગસ્ત્યના ઉદ્દયથી જળની જેમ, આ પ્રકારના પ્રભુના ઉપદેશથી કષાયાના ઉપશમ થતાં સર્વે રાજકુમારોનુ મન નિર્મળ થઈ ગયું.
इति श्री सोमसुन्दर सूरिपट्टप्रभाकरपरमगुरु श्री मुनिसुन्दर सूरिविनेय वाचनाचार्य - सोममण्डनगणिकृतायां श्री युगादिजिनदेशनायां प्रथम उल्लासः ॥
Page #41
--------------------------------------------------------------------------
________________
યુગાદિ દેશના.
द्वितीयोल्लास.
e
સત્યસ્વરૃપી, પરમબ્રહ્મપદમાં સ્થિત, બ્રાહ્મીના પિતા નિલે ૫ અને જગબધું એવા નાભિકુમાર અમને શ્રેય આપે!
એ અવસરે કુરૂદેશના અધિપતિ કુરૂ નામના પ્રભુના પુત્ર લલા૨૫ર અજલી જોડીને તાતને આ પ્રમાણે વીનવવા લાગે કે નાથ! ક્યાયના આવા કુટુ વિપાકના તમે અમને ઉપદેશ આપ્યા તે તા ઠીક; પર’તુ પ્રિયા–પુત્રાદિકના પ્રેમપાશ અત્યંત દુસ્યજ છે. અહે!! એક બાજુ માહુ દૃ ય છે અને બીજી માજી અમને સ‘સારની ભીતિ છે. અત્યારે ખરેખર વાધ અને દુસ્તટીનાર વિષમ પ્રસ’ગ અમારાપર આવી પડ્યા છે.” ભગવ’ત કહેવા લાગ્યા—-“ હે વત્સે! વિષયમુખ તુચ્છ અને અનિત્ય છે. આત્યંતિક અને નિત્ય મુખ તે મેાક્ષમાં જ છે. આ જીવ શુભાશુભ ગતિમાં જ્યાં જવાના હૈાય છે, તેવા પ્રકારની તે મન, વચન અને કાયાની ચેષ્ટા કરે છે. કહ્યું છે કે:-~
vr
“ટાળ ઉત્તુખયાં, મા ફીળું જ ફીળતાં વાક
जेण जहिं गंतव्वं, चिट्ठावि से तारिसी होइ . "
૩૫
A
૮ ઉચ્ચ, ઉચ્ચતર, મધ્યમ, હીન અને હીનતરમાંના જે જે સ્થાને જીવ જવાના હેાય છે તેની ચેષ્ટા પણ તેવા પ્રકારની જ થાય છે.” હે પુત્રા! સવેગનુ` કારણ અને કર્મના પ્રભાવને બતાવનારૂ પાંચ થવાનું વૃત્તાંત આ સબંધમાં દૃષ્ટાંતરૂપ છે તે સાંભળેા:
અનત પ્રાણીઓના નિવાસથી સકી એવા સ’સારપુર નામના નગરમાં, જેમના માતા-પિતા ગુજરી ગયેલા છે, એવા પાંચ કુલપુત્રકા રહેતા હતા. તેમના અભવ્ય, દૂરભવ્ય, ભવ્ય, આાસન્નસિદ્ધિ
૧ બ્રાહ્મી શબ્દ સરસ્વતી—જિનવાણી સમજવી અથવા પ્રભુની પુત્રી સમજવી. ૨ માડી નદી ઉંડી નદી.
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૬
યુગાદિદેશના. ક અને તદુભવસિદ્ધિક એવાં અનુક્રમે નામ હતાં. આ તરફ નિયપુર, તિયગપુર, નરપુર, સુરપુર અને સિદ્ધિપુર એ નામના પાંચ અતિ પ્રસિદ્ધ નગર છે. ત્યાં મહામોહ, અતિમૂહ, સંમેહ, મેહ અને ક્ષીણમોહ નામના પાંચ સાર્થવાહ રહે છે. તેમને અનુક્રમે નરકગતિ, તિય ગતિ, ગતિ, સ્વર્ગતિ અને સિદ્ધિગતિ નામની પાંચ પુત્રીઓ છે. તેઓ પોતપોતાની કન્યાઓને લઈને સર્વત્ર ઉચિત વરની શોધ કરતા સંસારપુરમાં આવી ચઢ્યા. ત્યાં પરસ્પર ધર્મવિચારને પ્રગટ કરતા પાંચ કુલપુત્રકને જોઈને તેઓ શું કહે છે, તે પાસે આવીને તેઓ સાંભળવા લાગ્યા. તેમાં પ્રથમ અભવ્ય કહેવા લાગે:-“પુણ્ય, પાપ, તેનું ફળ, ભેતા, પરક, જીવ તથા બંધ અને મેક્ષ-એમાંનું કશું નથી. શીતતા, ઉષ્ણતા, આતાપના, લોચ અને મલિનતા ધારણ કરવારૂપ વ્યથાઓ, ધર્મબુદ્ધિથી સહન કરવામાં આવે છે, પણ તે કેવળ કાયકલેશને માટે જ છે. ક્ષુધા, મરણ, તપકમ, પ્રજ્યા , ભેગવંચના સત્યાગ), દેવાદિની અર્ચા અર્થને (ધનને) વ્યયમન અને જટાધારણએ માત્ર દંભ જ છે. ધર્મકથાનું કથન એ મુલકને ઠગવા માટે જ છે. તેથી તારિક એવા વિષયો જ સ્વેચ્છાથી સેવન કરવા યોગ્ય છે. દૂરભવ્ય કહેવા લાગ્યો કે “ઈદ્રિયસુખને ત્યાગ કરીને પરલોકના સુખને માટે જે યત્ન કરે, તે પિતાના હાથે પક્ષીએને ઉડાડીને પાશ (જાળ) રચવા બરોબર છે. માટે જે કાંઈ પ્રાપ્ત થયું હોય તે ભોગવી લેવું, પી લેવું અને પહેરી લેવું એજ ધર્મ મને તે ઇષ્ટ લાગે છે.” ભવ્ય કહેવા લાગ્યો કે “ધર્મ અને અધર્મ બને સાસ છે, જાણ પુરૂષોએ તે બંનેનું સમાન ભાગે સેવન કરવું પણ એકમાં જ આસક્ત ન થવું. આસન્નસિદ્ધિક બેલવા લાગ્યો કે
ધમ એ સર્વ અર્થોનું સાધન છે, અને ચારે પુરૂષાર્થોમાં તે મુખ્ય છે, માટે સજ્જનેએ સાવધાન થઇને નિરંતર તેનું જ સેવન કરવું. પરંતુ આજીવિકા વિગેરેને માટે ગૃહસ્થાને ઉગ કરે યોગ્ય છે, તો પણ ઐહિક કાર્યોમાં તેમણે માત્ર બે ત્રણ પહેરજ વ્યતીત કરવા. એટલામાં નિર્દોષ બુદ્ધિવાળે તભવસિદ્ધિક કહેવા લાગ્યું કે-“ઉત્ત
Page #43
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના
૩૭
માત્તમ પુરૂષાએ જેનું સેવન કર્યું છે એવા અને સર્વ પ્રકારના સાવદ્યને ત્યાગ કરવાથી જે આ લોક અને પરલાકમાં કલ્યાણકારી છે એવા સાધુધર્મ જ હિતાથી પુરૂષને નિસ્ તર સેવવા યોગ્ય છે.”
તે પાંચેના વાક્યાનુસારે પાંચ સાથવાહાને પાતપાતાની કન્યાને ઉચિત વર હોવાથી તે પસજ્જ પડ્યા. તેથી તેમને સાથ વાહ કહેવા લાગ્યા:–તમને અમારી પુત્રીઓ પરણાવીએ પણ તમારે એમની આજ્ઞાને વશ રહેવુ.” આ પ્રમાણે તેઓએ કબુલ કર્યું. પછી અભવ્ય મહામેાહની નરકગતિ નામની કન્યા પરણ્યા, દૂભવ્ય અતિમા હની કન્યા તિ ગતિને પરણ્યા, ભવ્ય સમાહુની નૃગતિ નામની પુત્રી પરણ્યા, આસન્નસિદ્ધિક માહુની સ્વતિ નામે કન્યા પડ્યા અને તદ્ભસિદ્ધિક ક્ષીણમેાહુની સિદ્ધિ નામની પુત્રી પરણ્યા. પાતપેાતાને ચાગ્ય પ્રિયાની પ્રાપ્તિ થવાથી તેઓ અતિશય હર્ષિત થવા લાગ્યા. વધુ વરના ઉચિત સ્નેહસબધથી પ્રસન્ન ચિત્તવાળા થઇને મહામાહાદિક પણ પોતપોતાના જમાઈ પાસેજ રહ્યા.
હવે પાંચે અભવ્યાક્રિકાએ પેાતપેાતાની વલ્લભા સાથે નિર ંતર સુખ ભોગવતાં ઘણા કાળ વ્યતીત કર્યાં. અન્યઢા ધન કમાવાને માટે સવ સામગ્રી મેળવીને પાંચ વહાણમાં નાના પ્રકારના ભાંડ (કરિયાણા) ભરી કૌતુક મગલ કર્યું છે જેણે એવા તે પાંચ કુળપુત્રાએ પોતપોતાની સ્રી સહિત ઉત્સાહિત થઇને સારે દિવસે રત્નદ્વીપ તરફ પ્ર ચાણ કર્યું. તેમનાં વહાણ વેગથી સમુદ્રની અંદર ગમન કરતાં હતાં, તેવામાં તેમનું જાણે સાક્ષાત્ ભયંકર દુર્દવૈજ હૈાય એવુ” એક વાદળ આકાશમાં પ્રગટ થયું. તરતજ ઉલ્કાપાત સમાન વિજળીના અખકારાથી, તીવ્ર અને મોટા ગજારવથી, જ્યાં પાતાની ભુજાએ પણ ન દેખાય એવા નિબિડ અધકારથી આકાશ વ્યાસ થઇ ગયુ. તે વખતે વહાણમાં બેઠેલા સ લેાકેા પેાતાના જીવિતની આશા મૂકીને આ લેક અને પરલાકમાં કલ્યાણકારી એવા દેવગુરૂનુ સ્મરણ કરવા લાગ્યા અને ધન, પુત્ર અને લત્રાદિકમાં વ્યામૂઢ થયેલા કેટલાક કાયર
Page #44
--------------------------------------------------------------------------
________________
યુગાદિદશના. લેકે મરણ આવેલું જોઈને મૂચ્છ પામવા લાગ્યા. થોડા વખતમાં જ મુશળ જેવી પાણીની ધારાઓને વરસાવતા વરસાદે તેમના અને ભાગ્ય વેગે તત્કાલ વહાણેને પાણીથી પૂર્ણ કરી દીધાં અને દુર્ભાગીના ઈષ્ટસિદ્ધિ વિનાના અને રથની માફકે તેમના તે પાંચે વહાણું મરણરોષ થઈ ગયા (ડૂબી ગયા). થાનપાત્રમાં બેઠેલા બધા લેકે સામુદાયિક કમેના ગે હાહારવ કરતા સતા તત્કાલ મરણ પામ્યા. તે વખતે પોતપોતાની પ્રિયા સહિત અભવ્યાદિ પાચેને નશીબવેગે એક એક વહાણનું પાટીયું હાથ લાગ્યું. તેના આલંબનથી અતિ ચપળ એવા કલેલથી આમતેમ અથડાતા અને સ્થાને સ્થાને તિમિશિલાદિમથી ભક્ષણ કરાતા એવા તે પચે પુરૂષો પાટીઆવડે તરતા તરતા સાત દિવસે સમુદ્ર ઉતરીને દેવગે કથારિકુડગ નામના દ્વીપે આવી પહોંચ્યા. સમાન દુ:ખવાળા એવા તે પાચે ત્યાં એકઠા મળ્યા, એટલે તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે–“ભાઈઓ! આપણું પુણ્ય હજી પણ જાગતું છે, કે જેથી આપણે બધા સાથે મળ્યા. પછી વસ વિનાના એવા તેઓ પિતાના શ. રીરની સ્થિતિને માટે સ્થાનની શેધ કરતાં ફરવા લાગ્યા. ત્યાં તે પાંચે જણુએ ઘરની આકૃતિ (આકાર) વાળા પાંચ વૃક્ષ દીઠા, ત્યાં અભવ્ય પોતાની નરકગતિ નામની ભાર્યાની સાથે કપિકચ્છ નામના વૃક્ષની અંદર પ્રસન્ન મનથી રહેવા લાગ્યો, દૂભવ્ય પોતાની તિર્યગતિ પ્રિયા સાથે કંથારિક્ષમાં રહેવાલા, ભવ્ય નરગતિ નામની કતા સાથે બદરીવૃક્ષમાં રહેવા લાગ્યું આસન્નસિદ્ધિક પિતાની સ્વગતિ નામની પ્રયિની સાથે કાકે દુબરિકા નામના વિશાળ વૃક્ષ નીચે રહ્યા અને તદ્દભવસિદ્ધિકે પોતાની સિદ્ધિગતિ નામની પ્રેયસી સાથે કરણસાર નામના વૃક્ષ નીચે વાસ કર્યો. આ પ્રમાણે આશ્રય મળવાથી કાંઇક ચિત્તમાં નિવૃત્ત થઇને તૃષાને લીધે તે પાચેએ કઈક ખાબોચીયામાંથી ખદિરના રસ મિશ્રિત પાણું પીધું. પછી ક્ષુધાતુર એવા તેઓ આત્યંત પસ્પિકવ એવા કેટ વિગેરે ફળેથી પિતાની પ્રિયા સહિત નિરંતર પિતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. ત્યાં આઘ
Page #45
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૩ બે અભવ્ય અને દૂરભવ્ય તે હર્ષિત થઇને બહુજ સુખ માનવા લાગ્યા, ભવ્ય સુખ અને દુ:ખ ન માનતો રહે,આસન્નસિદ્ધિક દુ:ખ માનવા લાગ્યા અને તદ્દભવસિદ્ધિક તે અત્યંત દુઃખ માનવા લાગે.
એક દિવસે અનુકૂળ પવનથી ત્યાં વૃક્ષે પલ્લવિત થયા. તે જેઇને અભવ્ય આ પ્રમાણે કહેવા લાગ્ય:–“આ વૃક્ષમાં હવે થોડા વખતમાં પુષ્પ અને ફળ આવશે, માટે આપણું ભાગ્ય હવે ઉપસ્થિત થયું. દૂરભળે તેની વાત આનંદથી કબૂલ કરી લીધી. ભવ્યને તો તે સાંભળીને હર્ષ કે વિષાદ કાંઈ પણ ન થયે, અને આજે હર્ષનું સ્થાન હોય તો પછી વિષાદનું સ્થાન કર્યું ??આ પ્રમાણે આસન્નસિદ્ધિક અને તદ્ભવસિદ્ધિક કહેવા લાગ્યા.
હવે ભાંગેલ વહાણની નિશાની એક વૃક્ષ ઉપર બાંધીને તેઓ પિતપતાના વૃક્ષનું રક્ષણ કરતા સુખે રહેવા લાગ્યા. તે નિશાની જેવાથી સુવિત્ત નામને કઈ વહાણવટી આ દ્વીપમાં કઈ ભગ્નનાવ છે એમ સમજ્યો. કૃપાળુ હૃદયવાળા તેણે તેજ વખતે તેમને લાવવાને નાવ સાથે પોતાના માણસે ત્યાં મોકલ્યા તેઓએ વહાણવટીની વાત કહીને તેમને આ પ્રમાણે કહ્યું--“દુ:ખના સ્થાનરૂપ એવા આ દ્વીપમાં રહેતાં તમે નાશ ન પામો (દુઃખી ન થાઓ) એટલા માટે અમારી સાથે ચાલે, અમે તમને શીઘ સમુદ્રને પેલે પાર લઈ જઇશું ? તે સાંભળીને અભવ્ય :– અરે! અહીં આપણને શું દુ:ખ છે? જુઓ, અહીં સ્વયંસિદ્ધ વૃક્ષરૂપ સારૂં ઘર છે અને પુષ્પ ફળાદિક સુખેથી આપણને મળે છે. અત્યારે તે આ વૃક્ષ પણ પલ્લવિત થયા છે, એટલે સલ્ફળની સમૃદ્ધિ સન્મુખ જ છે, તથા હૃદય અને શરીરને આનંદ આપવાવાળી આ પત્ની પણ સદા પાસે જ છે. સમુદ્રને પેલેપાર જતાં આપણને આ કરતાં શું અધિક સુખ મળવાનું છે? અને વળી જળમાર્ગે જતાં જીવિતને પણ સદેહ ભાસે છે. માટે આ દ્વીપ સારે છે, હું તો પેલેપાર આવવાને નથી.”
૧ ભાંગેલા વહાણના નીકળેલા ઉતારૂઓ.
Page #46
--------------------------------------------------------------------------
________________
કહ્યું
યુગાદિદેશના. નરકગતિએ ખુશી થઈને આ પ્રમાણેનું પોતાના પતિનું વચન માની લીધું. પછી “અરે! મારે ત્યાં આવવું તો છે, પણ ઘણે કાળ વ્યતીત થયા પછી આવીશ.” એમ જ્યારે દૂરભવ્યે કહ્યું, ત્યારે તેની તિયગ્ગતિ પત્ની બેલી:–“હે નાથ! તમે આ ઠીક બેલ્યા, મારે તે કબૂલ છે. પછી ભથે તેમને આ રીતે કહ્યું:“ હમણા તમે ચાલ્યા જાઓ, કારણકે કેટલાક વર્ષો પછી હું ત્યાં આવવાને વિચાર રાખું છું. આ બેલ તેની નૃગતિ કાંતાએ માની લીધો. પછી હું એક વગ્સ પછી આવીશ.” એમ આસન્નસિદ્ધિકે કહ્યું, એટલે તેની સ્વગતિ ભાર્યા બેલી:-- “હે પ્રિય! આ તમે ઠીક લ્યા. તે જોઈને તેમજ સાંભળીને “અહે! આ દંપતીઓનું મન,વચન અને કાયાથી જેવું પ્રકૃતિસાદશ્ય જોવામાં આવે છે, તેવું બીજે કયાઈ જેવામાં આવ્યું નથી. દંપતીને સંગ દૂર દૂરથી એકત્ર મળે છે, પરંતુ તેમાં ગુણ, રૂપ અને પ્રકૃતિ વિગેરેનું મળતાપણું થવું એ ખરેખર વિધાતાની જ કુશળતા છે. કહ્યું છે કે –
"तत्तिल्लो विहिराया, जाणइ दूरेवि जो जहिं वसइ; जं जस्स होइ सरिसं, तं तस्स बिइन्जिअं देइ."
“ચતુર વિધાતા જો કેઇ દૂર જઇને વસેલો હોય છે તે તેને પણ જાણેજ છે, અને જે જેને સદશ હોય છે તે તેને વહેંચી આપે છે. અર્થાત મેળવી આપે છે. આવી તરેહના તે ચાર કુલપુત્રોને જોઇને મનમાં વિચાર કરતા એવા તેઓએ “હવે તારે શું કરવું છે?” એમ તદુભવસિદ્ધિકને પૂછયું. એટલે તે બે કે –“હે નિષ્કારણ બાંધવે ! કાળના વિલંબ વિના અહીંથી મને દુરંત દુ:ખ. સમુદ્રને પેલે પાર લઈ જાઓ. આ સ્થાન મધુલિત તરવારની ધારાના અગ્ર ભાગને ચાટવા બરાબર છે. અહીં ઘણું પ્રકારનું દુ:ખ છે અને સુખ તે અતિ તુચ્છમાત્ર છે. આ પ્રમાણેનું પોતાના પ્રિયનું કથન સાંભળીને સિદ્ધિગતિ તેની પત્ની હર્ષિત થઈને બેલી – કહે
૧ સ્વભાવનું સરખાપણું. ૨ મધવડે ખરડેલી તરવારની.
Page #47
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
પ્રાણેશ ! તમે જે કહ્યું તે મને અક્ષરે અક્ષર રૂચે છે. ” પછી તદ્ભવસિદ્ધિક પાતાની કાંતા સહિત, તે માણસાની સાથે નાવમાં બેસીને વેગથી વહાણવટીની પાસે ગયા. તેને પાતાને વૃત્તાંત જણાવીને અને તેની સાથે સમુદ્ર ઉતરીને તે પોતાના સબધીઓને મળ્યા અને નિરતરને માટે સુખી થયા.
મ
“ હે વત્સ ! અત્યાર સુધી તમને આ દૃષ્ટાંત કહેવામાં આવ્યુ છે હવે હું તેના ઉપનય કહું છું તે સાંભળે:
૮ અહીં અભવ્યાદિક જે પાંચ કુલપુત્રા કહ્યા, તે પાંચ ગતિમાં જવાવાળા પાંચ પ્રકારનાં જીવા સમજવા. જન્મ, મરણુ અને રોગા વિગેરેથી ચારે માજી જ્યાસ અને દુરંત એવા આ સસારને ડાહ્યા માણસોએ સમુદ્ર કહેલા છે. દુ:ખ, દારિત્ર્ય, દૌર્ભાગ્ય, રોગ, ઉદ્વેગાદિથી વ્યાકુળ આ મનુષ્ય જન્મ તે કથારિક઼ડંગ દ્વીપ સમાન છે. નિરંતર દુ:ખાનુ જ વેવાપણુ હાવાથી તિય ગતિ અને નરકગતિને કથારિ અને કપિકથ્થુ નામના વૃક્ષ સદૃશ કહેલી છે. પાપાયથીજ
આ અને ગતિ પ્રાણીઓને પ્રિયારૂપે પ્રાપ્ત થાય છે. એ ગતિના પ્રતિઅધ પ્રાય: પાપી જીવાનેજ હોય છે. સુખ અને દુ:ખ ઉભયાત્મક નૃગતિ અને સ્વગતિ છે, તેને ખટ્ટરી અને ઉદ્દે ખરના વિશાળ વૃક્ષ સમાન સમજવી. સામાન્ય સુકૃતાથી પ્રાણીઓને આ અને ગતિરૂપ પ્રિયા સ‘ભવે છે, અને પ્રાય: સામાન્ય જીવેનેજ એના વ્યાસંગ' થાય છે. અને ઉત્તમ પુરૂષને તા પ્રાય: વસ્તુતાએ એકાંત અને અત્યંત સુખપૂરિત મહેાયતિ જે સિદ્ધિગતિ તેનાજ નિરતર પ્રતિબધ થાય છે ( તેનીજ ઇચ્છા થાય છે, ) મનુષ્ય જન્મમાં સ્થિત ( રહેલા ) જીવા આધિ, વ્યાધિ અને વિયેાગાઢિ દુ:ખ પ્રાપ્ત ન થવાની બુદ્ધિથી ફળ સમાન એવા પાતાના બાળકે ( પુત્રો)નું માહથી રક્ષણ કરે છે.
૧ તેમાં રહેવાની ઈચ્છા. ૨. અહીં ફળને સ્થાને બાળકૈા સમજવા એ ભાવા છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. સુવિત્ત નામના વહાણવટી સમાન અહીં ધર્માચાર્ય સમજવા અને નિર્ધામક માણસે તુદય ધર્મોપદેશક સાધુઓ સમજવા કહ્યું છે કે
" माणिनोऽपारसंसार-पारावारेऽत्र मन्जतः; तारयन्ति ततो वाचं-यमा नियामकाः स्मृताः "
આ અપાર સંસારરૂપ સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને તારે છે, એટલા માટે સાધુઓને નિર્ધામક કહેલા છે. નાવને ઠેકાણે અહી નિર્દોષ જેની પ્રવજ્યા જાણવી અને અત્યંત સુખવાળું જે નિર્વાણ તે અહીં સમુદ્રનું તટ સમજવું, ચારે ગતિના પ્રાણુઓપર ઉત્તમ મૈત્રીભાવને ધારણ કરનાર સાધુઓ આ દષ્ટાંતમાં કહ્યા પ્રમાણે પાચે પ્રકારના કાને આ પ્રમાણે ઉપદેશ આપે છે. - કોઇ નિભાગી મુસાફરે જેમ એક કાકિણી રત્નને માટે પૂર્વ કમાયેલા પ્રાપ્ત થયેલા હજાર રૂપીયા ગુમાવ્યા, અને જેમ એક રાજા તુચ્છ અને અપ, આમ્રફળ ખાઈને પિતાના જીવિત તથા રાજ્ય લક્ષ્મીથી ભષ્ટ થયેતેમ અહીં તુચ્છ ઈદ્રિય સુખમાં આસક્ત થઈને કેટલાક અજ્ઞ છે પરક સંબધી સ્વર્ગ અને મેક્ષના સુખને ગુમાવી બેસે છે. હે ભો! તુચ્છ, શુકાદિથી ઉત્પન્ન થયેલ અને નિંદવા લાયક એવા ભેગેને ત્યાગ કરીને ધર્મનું આરાધન કરો કે જેથી મેક્ષની પ્રાપ્તિ થાય. આ પ્રમાણેનું સાઘુઓનું કથન સાંભળીને પાંચ પ્રકારના છ પૈકી અભવ્ય હસીને આ પ્રમાણે કહેવા લાગ્યું કે “નિવૃત્તિ કેવા પ્રકારની છે અને તે કેણે જોઈ છે ? અહીં તે સર્વ ઈદ્ધિને સુખકારી વિષયે તથા ઘેબર (છૂતના પકવાન અને ખજૂર વિગેરેને ઉપભેગા થાય છે, વસ્ત્ર અને આભરણાદિકનું સ્વાથી અમે પરિધાન કરીએ છીએ અને ક્રીડા, હાસ્ય તથા કુતૂહળથી સુખે વખત ગાળીએ છીએ. એમાંનું જ્યાં એક પણ સુખે નથી તેવા તત્વથી દુ:ખરૂપ મેક્ષમાં જવાની પોતાનું હિત ઈચ્છનાર એ કેણ ચાહના કરે? આ પ્રમાણે એકાંત સુખવાળા એક્ષ
Page #49
--------------------------------------------------------------------------
________________
યુગાદિદશના. ની પણ અવગણના કરીને ખાડાના શૂકરની માફક વિષયરૂપ કાદવમાં નિરંતર આસકત રહેતે સતે અભવ્ય જીવ આધિ, વ્યાધિ, જરા, જન્મ અને મરણાદિ દુ:ખથી પીડાઈને આ અનંત સંસારમાં નિરતર ભમ્યા કરશે. દૂરભવ્ય તેમને આ રીતે કહ્યું કે “હે મહારાજ ! તમે જે કહે છે તે પરિણામે હિતકારી છે, માટે તેનું હું ધણુ કાળ પછી આરાધન કરીશ, અત્યારે તે નહિ કરું. યવન, ધન સંપત્તિ, અનુકૂળ પત્ની, નિરોગી શરીર ઈત્યાદિ જે હાલ પ્રાપ્ત થયું છે, તેને સમજુ માણસ શી રીતે ત્યાગ કરે? વનવયમાં પચેન્દ્રિય સુખને ત્યાગ કરીને જે ધર્મનું સેવન કરવું, તે પીલુ ટાણે ચાંચ પાકે એ કહેવત જેવું સમજવું. * વખત જતાં પુન: સાધુ મહાત્માઓએ કરૂણુબુદ્ધિથી તેવો જ ઉપદેશ કર્યોપરંતુ તેણે પાછો પણ પુવેના જેજ ઉત્તર આપે. આ પ્રમાણે સત્યાસત્ય આલબ નેથી સાધુઓને છેતરતે તે બિચારે દૂરભવ્ય પણ ધર્મને પામી શકતો નથી, તે પ્રાય: નરક અને તિર્યંચગતિમાં અને કેઈવાર મનુષ્ય અને દેવગતિમાં પણ પગલે પગલે દુ:ખાકુળ થઈને અને અનંતકાળ પરિભ્રમણ કરીને પછી યથાપ્રવૃત્તિ કરના ગે કમથી વિવર પામીને ગુરૂના ઉપદેશથી સમ્યધર્મ પામશે. પછી ધમનું સ
પ્રકારે આરાધન કરતાં કેટલાક ભવ પછી સર્વ કર્મો ખપાવીને તે સિદ્ધિસુખને પામશે. ભવ્ય જીવ તે સાધુઓને આ પ્રમાણે કહેવા લાગે:-“મુક્તિની કામનાથી તમારે કહેલ ધર્મ હું આરઘીશ, પરંતુ સાત આઠ વરસ પછી તે બની શકશે. કારણકે અત્યારે. સ્ત્રી સગર્ભા છે, નાના છોકરાને હજી ભણાવ્યો નથી અને પુત્રીને પણ હજી પરણાવી નથી, માટે હમણાં તરતમાં તો તે બધું મારાથી મૂકી શકાય તેમ નથી.” સાત આઠ વરસ પછી તેની યોગ્યતા વિચારીને સાધુ એએ પુન: તેને કહ્યું:–“હે ભદ્ર! હવે આહુતી દીક્ષાને અંગીકાર કરે. એટલે આહંતધમને અંગીકાર કરીને સંવેગમાં તરતો એ તે (ભવ્ય) સાત આઠ ભવમાં કર્મ થી રહિત થઈ મોક્ષને પામશે, હવે તે સાધુઓને ઉપદેશ સાંભળીને આસન્નસિદ્ધિક આ પ્રમાણે ક
Page #50
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. હેવા લાગે:-“હે પ્રભે! તમે જે કહ્યું, તે અમૃતના પાનની માફકે મને અત્યંત રૂચે છે; પરંતુ સ્ત્રી અપત્યાદિના પ્રેમબંધનથી હું બંધાઈ ગયો છું તેથી તે બધું મૂકી દેવાની જે કે ઇચ્છા છે છતાં ગુંહસ્થપણાને એકદમ હું મૂકી શકતા નથી, પરંતુ પ્રિયા અને અપત્યવિગેરેના પ્રતિબંધને આસ્તે આસ્ત છોડી દઈને આવતા વરસે હું જરૂર આપના ઉપદેશ પ્રમાણે વર્તીશ.” પછી બીજે વર્ષે સાધના ઉપદેશથી શ્રદ્ધાળુ થઈને તેણે તરત જૈની દીક્ષા ગ્રહણ કરી અને તેનું સમ્ય પ્રકારે આરાધના કરીને તે સ્વર્ગમાં ગયો. ત્યાં ઘણે કાળ સુખ ભેગવશે અને ત્યાંથી મનુષ્યગતિમાં આવીને મોક્ષ પામશે. હવે પુણ્યના માહાસ્યથી પૂરિત એવું સાધુનું વચન સાંભળીને તદુભવસિદ્ધિક હર્ષિત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યો:– અનાદિકાળથી મેહનિદ્રાના વેગે નષ્ટ ચેતનાવાળા એવા મને, સાધુઓને વિષે શ્રેષ્ઠ એવા તમે સમ્ય પ્રતિબંધ આવે છે, ખરેખર! હું ધન્ય પુરૂ કરતાં પણ ધન્ય છું, કારણકે અત્યારે ઉન્માગે જતા એવા મને તમે સન્માર્ગના ઉપદેશક મળ્યા છે. આ અપાર સંસાર સાગરમાં બૂડતો એ હું, સદ્ધર્મનાવયુક્ત નિર્ધામક સમાન તમને પામે છું. પાંચ ઇન્દ્રિયરૂપ ચારેએ સ્નેહપાશથી બાંધીને શ્રુધા, પિપાસાદિ દા. ખથી પીડાતા એવા મને સંસારરૂપ કેદખાનામાં નાખે છે. ત્યાં જન્મ, મરણ, આધિ અને વ્યાધિરૂપ તજીનેથી (ચાબકાથી) દરરોજ માર ખાતે એ હું આટલે કાળ કઈ પણ શરણ પામ્યું નહેતે, અત્યારે સારા ભાગ્યેગે અશરણને શરણ આપવાવાળા અને બધનબદ્ધને મુક્ત કરવાવાળા એવા તમે મને પ્રાપ્ત થયા છે. સંસારમાં મનુષ્ય અને દેવતાની સંપત્તિ પામવી સુલભ છે; પરંતુ પ્રાણીએને સદગુરૂને સવેગ મળ અતિ દુર્લભ છે. અતિ આસક્તિથી ઘણી વાર એ રસે મેં મેળવ્યા (ભગવ્યા છે પણ પ્રાણુઓના જન્મ મરણને હરણ કરવાવાળું એવું સદ્દગુરૂના વચનરૂપ અમૃત કયારે પણ મેં મેળવ્યું નથી. વિદ્વાન માણસ પણ ગુરૂની સહાયતા વિના સમ્યતવને જાણી શકતું નથી. જેમ અંધકારમાં સારા નેત્ર
Page #51
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૪૫
વાળા મનુષ્ય પણ દીવા વિના પદાર્થાને જોઈ શકતા નથી. વળી જેમ સંસારના અસાર સુખને મેળવવા માટે પ્રાણીઓ પ્રયત્ન કરે છે, તેમ જો ભાવથી જૈન ક્રિયાને માટે પ્રયત્ન કરે તેા મેાક્ષ કરતલમાંજ છે. વિષવ્યાસ પકવાન સમાન નાના પ્રકારના દુ:ખથી સ‘ચુક્ત એવા સાંસારિક સુખથકી હું હવે નિવૃત્ત થયો છું. દ્રવ્યેાપાનવર્જિત વ્યાપારની જેમ જિનધમ ના આરાધન રહિત આટલા વખત વૃથાગયા, તે મને બહુ ખટકે છે. માટે હે મુનિસત્તમા ! સસાર સાગરથી તારવાવાળી, પા પને હરવાવાળી, પ્રાણીઓને કલ્યાણકારિણી એવી આહુતી દીક્ષા મને સત્વર આપે, કારણ કે ભારે કી જીવાને ધર્મમાં અંતરાય પ્રાય: તરત આવે છે. એટલા માટેજ પ્રાણ પુરૂષા કહી ગયા છે કે-ધ
ની ઉતાવળી ( ત્વરિત ) ગતિ હાય છે, ” આ પ્રમાણે વધતા વૈરાગ્યથી શ્લેષ્મની જેમ તત્કાળ સંસારના વાસ તજી દઇને તે સુનિની પાસે તેણે દીક્ષા અંગીકાર કરી. પછી નિર્ ́તર અપ્રમત્ત રહીને સાધુ ધર્મને આચરતા એવા તદ્ભવસિદ્ધિક, સર્વ કર્મના ક્ષય કરી તેજ ભવે મુક્તિપદને પામ્યા. પાપકર્મથી પ્રાય: નરક અને તિર્યંચગતિમાં સચરા અને કાઇવાર અજ્ઞાન કક્રિયાથી ધ્રુવ અને મનુષ્ય ગતિમાં જતા એવા ભવ્ય પણ ભાગ્યહીનને જેમ સુવર્ણ નિવાન મળે, તેમ અનતકાળ જતાં અવ્યય પદ (મેક્ષ)ને પામશે, દૂભવ્ય અનંત કાળ જતાં સિદ્ધ થશે, અથવા સાત આઠ ભવમાં ભવ્ય, ત્રણ ભવમાં આસન સિદ્ધિક અને તેજ ભવમાં તદ્દભવસદ્ધિક મેાક્ષ પામશે. એમના પણ માહના તારતમ્યથી આ પ્રકારે ભેદ થાય છે: જેટલા જેતે માહુ હાય, તેટલા તેને સસાર સમજવા, તેથી મેાહના થય અને અપચયને અનુસરીને પ્રાણીઓને સ‘સાર હેાય છે. માટે પાપકર્મીના અંકુરરૂપ દુ:ખના સમૂહને આપવાવાળા અને આત્મતેજને હાનિ કરવાવાળા એવા માહ મેાક્ષાર્થી જીવાને સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. સ`સારમાં જે જીવા ભમ્યા, ભમે છે અને ભમરો, એ બધા માહુતાજ મેટામાં મોટા મહિમા છે. વૈશુન્ય, ઉન્માર્ગના ઉપદેશ, મિથ્યા
Page #52
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના વચન, વિષયમાં અત્યંત આસક્તિ, મિથ્યાત્વમાં એકાંતસ્થિતિ (રમણતા) આહંત ધર્મની અવજ્ઞા અને સુસાધુઓને ઉપહાસ-ડાહ્યા માણસોએ મહામહના આ મુખ્ય લક્ષણે કહ્યાં છે. ત્યજન્માદિની સામગ્રી મેળવીને પણ મેહના પ્રભાવથી પ્રિયંગુ જેમ સંસાર અટવીમાં ચિરકાળ ભમ્યો, અને મેહનો ત્યાગ કરવાથી પત્ની સહિત તેને પુત્ર જેમ સંસાર અરણ્યનો પાર પામે, તેમ સંસારી જીવને પણ થાય છે. હે વત્સ! તે દ્રષ્ટાંત સાંભળે
પિતનપુર નામના નગરમાં પરમ દ્ધિવાળ, મિથ્યાત્વમાંજ રમણ કરનાર અહૃદ્ધર્મ, ક્રિયા, શુદ્ધ સાધુ અને શ્રદ્ધાને હસી કાઢનાર, અને ખેટા તેલ, માપ વિગેરેથી તથા ખેટું બેલવાથી પરતવ્યને હરવાવાળે પ્રિયંગુ નામે શેઠ હતો. રૂપમાં ઉભા જેવી પ્રીતિમતી નામની પોતાની પ્રિયા સાથે કામની તીવ્ર અભિલાષાથી તે સ્વેચ્છાએ ભેગ ભેગવતે હતો. અન્ય “હે શેઠ! છ દર્શનમાં તમે કર્થ દર્શન માને છે? આ પ્રમાણે કેઈએ શેઠને કેતુક્યો પ્રશ્ન કર્યો, એટલે મૂઢ બુદ્ધિવાળે એવે તે હસતાં હસતાં આ પ્રમાણે કહેવા લાગ્યું કે પ્રાણપ્રિયાનું દર્શનજ હું શ્રેષ્ઠ માનું છું કે જ્યાં સરાગ પુરૂષ પણ નિવૃત્તિ (સુખ પામે છે. કહ્યું છે કે
"प्रियादर्शनमेवास्तु, किमन्यैर्दर्शनान्तरैः;
निर्वृत्तिलभ्यते यस्मिन्, सरागेणापि चेतसा." “એક પ્રિયાનું દર્શન જ છે, બીજા દર્શનેથી શું ? જે દર્શ નમાં સરાગ મનવાળા પણ નિવૃત્તિ (સુખ) ને મેળવી શકે છે.” મિથ્થા શાસ્ત્રની યુક્તિઓથી મુગ્ધ લોકેને ઠગવાને માટે જ જગતમાં બીજ દીને દાંભિક લેએ રચ્યાં છે. માટે જેટલા વખત સુધી તમારી પાસે આવિષય સામગ્રી હેાય તેટલા વખત સુધી મનમાં શંકા રાખ્યા વિના યથેચ્છ વિલાસ કરે. પાખડી લેકેથી ઠગાઈને આ પ્રાપ્ત થયેલા ભેગેનો તમે ત્યાગ કરશે નહિ. આ પ્રમાણે તે
Page #53
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૪૭ કબુદ્ધિ બીજાઓને પણ ઉન્માર્ગને ઉપદેશ આપતે હતો.એક દિવસે પ્રીતિમતીએ સારા લક્ષણવાળે પુત્ર પ્રસબે, એટલે શ્રેષ્ઠીએ હર્ષિત થઈને તેને વધામણું મહત્સવ કર્યો. પિતા વિગેરેએ તેનું દેવદિન એવું નામ રાખ્યું. નિરંતર પાંચ ધાત્રીઓથી લાલન કરાતે તે સુખે વૃદ્ધિ પામવા લાગ્યો. યોગ્ય અવસરે ભાગ્ય અને સૈભાગ્યના સ્થાનરૂપ એવા તેને ભણવાને માટે પિતાએ કળાચાર્ય (બ્રાહ્મણ)ને ઘેર મૂક્યો. તે પણ ઉઘોગી થઈને અનુક્રમે બહેતર કળા શિખવા લાગ્યો. હવે તેજ ગામમાં સુદર નામને ધનિક સાથે રહેતો હતો, રૂપમાં રતિ કરતાં ચઢીયાતી, ગુણદિવડે બીજા બાળકને શરમાવનારી અને સ્ત્રીએમાં મુગટ સમાન એવી સરસ્વતી નામે તેને પુત્રી હતી. તે પણ નિરંતર કાળજી રાખીને તેજ કલાચાર્યની પાસે સીજનને ઉચિત એવી ચોસઠ કળાઓ શિખતી હતી. એક દિવસે કાંઈક અનુચિત કામ થયે છતે, ઉપાધ્યાય મનમાં અતિશય ક્રુધ લાવીને પોતાની સ્ત્રીને નિયરીતે માર મારવા લાગ્યું. તે વખતે દેવદિજાદિ બધા વિદ્યાર્થીિઓ દયા મનવાળા થઈને તરત અંદર આવીને ઉપાધ્યાયને અટકાવવા લાગ્યા. સરસ્વતી તે હકીક્તની અવજ્ઞા કરીને પિતાના સ્થાનથી ઉઠી પણ નહિ, તેથી દેવદિ મનમાં આશ્ચર્ય પામીને એકાંતમાં તેણીને પૂછવા લાગ્યો. “હે સુભગે! ઉપાધ્યાય જ્યારે પિતાની સ્ત્રીને મારતા હતા. તે વખતે કેમ તે ઉઠવાની પણ દરકાર કરી નહિ ? આ સાંભળીને તે જ મુખ મરડીને બોલી કે -- આ કનારીની ચિંતાથી મારે શું પ્રજન છે?'દેવદિત્ત કહે- “ આ કનારી શી રીતે?” ત્યારે પુન: તે કહેવા લાગી:–“સુનારી તે તેજ કહેવાય કે જે પોતાના દાસની જેમ પતિ પાસે ઘરનાં કામ કરાવે અને આપત્તિ વખતે તેને સહાય કરે, અને જે તેમ કરવાને અસમર્થ હોય તો પતિની આજ્ઞા પ્રમાણે ચાલે. તેથી આ તેનારી છે કે પોતે તેવી શકિત નહીં છતાં પતિની આજ્ઞા પ્રમાણે ચાલતી નથી. એટલે પિતાના લક્ષણેએજ તે કુતરીની જેમ કૂટાય છે.” સર્વ પુરૂષની અવજ્ઞાથી ગાજતું
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૮
યુગાદેિશના.
અને ઉત્કૃખલ એવુ' તેણીનુ વચન સાંભળીને દેવદેિશ ક્રુધ સહિત આ પ્રમાણે મનમાં વિચાર કરવા લાગ્યા કે અધા સ્વજન વર્ગની સાક્ષીથી ને પરણીને પછી તરતજ એના મારે અવશ્ય ત્યાગ કરી દેવા, નજરથી પણ મારે એને જોવી નહિ, કે જેથી પાતાના ગર્વિષ્ઠવચનનું ફળ તે અનુભવે. ” દક્ષ સરસ્વતી ઈંગિતથી તેનુ તેવા પ્રકારનું આકૃત (રહસ્ય) સમજી ગઈ. હવે તે બને પાતાને ચિત અધી કળાઓ શીખીને પાતાતાને ઘેર ગયા.
અહીં દેવન્નિ કુમારને પાતપાતાની કન્યા આપવાને માટે ઘણા શ્રીમંતા પ્રિયંગુ શેને ઘેર આવવા લાગ્યા, પરંતુ તે પાતાના પિતાને આ પ્રમાણે કહેવા લાગ્યા:— હું તાત ! સુદર સાથે શની સુતા સરસ્વતી સિવાય બીજી કાઇને હું... પરણીશજ નહિ. ” પાતાના એકના એક પુત્ર હોવાથી શેઠને તે અતિ વલ્લભ હતા, તેથી પિતા પણ તેની આ પ્રતિજ્ઞા અન્યથા કરી શકયા નહિ. એટલે પેાતાની કન્યા આપવા માટે ઘેર આવેલા બધા શ્રેષ્ઠીઓની ઉપેક્ષા કરીને તે શ્રેષ્ઠીએ સુંદરસાથે શને બ્રાહ્મણના મુખે આ પ્રમાણે કહેવરાવ્યુ’:— હું સાથે શ! જે નામ અને વિદ્યામાં સરસ્વતી તમારી કન્યા છે, તેને દિવ્યસ્વરૂપી એવા મારા પુત્રને આપેા. કારણ કે કળા અને સ્વભાવમાં તુલ્ય એવા દૈવન્નિ અને સરસ્વતી સબંધ મને સુવર્ણ અને મણના જેવા લાગે છે. સમાન ઋદ્ધિ અને શીલ ( આચરણ)થી આપણી પ્રીતિ પ્રથમથીજ ચાલી આવે છે, તેને આ સંબંધવડે હું વધારે દૃઢ કરવા ઇચ્છું છું. ” પ્રિયંગુ શેનુ આ પ્રમાણેનુ' કહેણ સાંભળીને સરલ સ્વભાવી સુદરસાથ પતિએ તે વખતે પાતાની પુત્રી સરસ્વતીને ખેલાવી, અને તેને પાતાના ખેાળામાં એસારીને સ્નેહથી આ પ્રમાણે કહેવા લાગ્યા:- હે વત્સે ! દેવદિન્નકુમારને માટે તારી માગણી કરવા પ્રિયંગુ શ્રેષ્ઠીએ આ બ્રાહ્મણને અહીં માકલેલ છે. ” સરસ્વતી દે વંદિત્રના દુષ્ટ વિચારને સારી રીતે જાણતી હતી, છતાં કુશળતાથી પાતાના એલને સિદ્ધ કરી બતાવવાને ઈચ્છતી એવી તે પિતાન
Page #55
--------------------------------------------------------------------------
________________
યુગાદિદશના. કહેવા લાગી—“ હે તાત! તમે બીજા કેઇને પણ મને આપશે તે ખરાજ, તે પછી કુળ, સ્વભાવ, વય અને વિદ્યા વિગેરેથી તે મારે લાયક છે.” સરસ્વતીના આવા ઉત્તરથી સંતુષ્ટ થઈને સુંદરશેઠ બ્રાહાણની સાથે પ્રિયંગુ શેઠને ઘેર ગયા, અને પોતાની કન્યા તેણે દેવદિજાને આપી. પછી શુભ લગ્નમાં મોટા મહત્સવથી પરસ્પરના - સન્માન તથા સત્યારથી તેમને વિવાહ સરસ રીતે (આનંદદાયક) થયા, પરંતુ દુષ્ટ દદયવાળે દેવદિત્ત સરસ્વતીને પરણીને તેજ વખતે તેણીને તેના પિતાને ઘેર મૂકીને પિતાને ઘેર ચાલે આવ્યો. મિત્રો અને સબંધીઓએ લોકવિરૂદ્રાદિ અનેક યુક્તિઓથી તેને ઘણીવાર સમજાવ્યો; પણ તે સરસ્વતીને તેના પિતાને ઘેરથી પિતાને ત્યાં લાવ્યો નહિ. પ્રિયંગુ શ્રેષ્ઠી કંઇ કંઇ બાનાથી તેણીને ઘરે લાવવા ઇચ્છતા હતાપણ પિતાને પુત્ર દૂભાશે એવા ભયથી તે કઇ દિવસ તેને પોતાને ઘેર લાવી શકે નહિ. મન, વચન અને કાયાથી નિમલ શીલ પાળતી સરસ્વતી ખેદરહિત પિતાને ઘેર રહેવા લાગી. અને દેવદિ પિતાના પ્રસાદથી નિશ્ચિત થઈને મિત્રોની સાથે ઉદ્યાનાદિને વિષે નિરંતર નાના પ્રકારની કીડાઓ કરતે ફરવા લાગ્યો.
હવે એક દિવસે બે ત્રણ મિત્રોની સાથે વાત કરતાં વ્યગ્ર મન વડે લીલાપૂર્વક રાજમાર્ગે ચાલતાં સરત ચૂકથી દેવદિને સકધ, માગમાં સામે આવતી કામ પતાકા નામની રાજમાન્ય પણુગના (વે
શ્યા) સાથે અથડાઇ ગયે. રાજાની પ્રસાદપાત્ર એવી તેણીએ મનમાં બહુજ ખેદ પામીને દેવદિનને હાથ પકડી ઇર્ષો સહિત આ પ્રમાણે કહ્યું–વનમાં પોતે કમાયેલ લક્ષ્મીને ત્યાગ (દાન) ભેગાદિથી જોગવતાં માણસને કદિ આવે ગર્વ હોય તો તે યોગ્ય છે, પરંતુ તુ તે પિતાની લક્ષ્મીનો ઉપગ કરે છે, છતાં હે શ્રેષ્ટિકુમાર ! મિથ્યા અહંકારને ધારણ કરીને સ્કધથી માણસેને આઘાત કરતે આમ શું ચાલ્યા જાય છે? સોળ વર્ષનો થયા છતાં જે પુત્ર પિતાની લક્ષ્મી ભગવે છે, તે પૂર્વના ત્રણ સંબંધથી જ તેને ત્યાં આવેલે સમજો. કહ્યું છે કે
Page #56
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
" मातुः स्तन्यं रजाक्रीडा, मन्मनावागलज्जता; शैशवे भान्ति निर्हेतु-हास्यं भोगः पितुः श्रियः."
માતાનું સ્તનપાન, ધૂલીક્રીડામન્સન (કાલુકાલુ) બેલવું, લજા (વસ) રહિત રહેવું, કારણ વિના હસવું અને પિતાની લ
ક્ષ્મીને ઉપલેગ કરો એ બધું બાલ્યાવસ્થામાં જ શોભે છે.” વળી કહ્યું છે કે –
" स्वसा पित्रार्जिता लक्ष्मीः, परस्त्री च पराजिता; स्वार्जितैव ततो भोक्तुं, युज्यते महतां ध्रुवम्." પિતાએ ઉપાર્જન કરેલી લક્ષ્મી તે બહેન સમાન છે અને બીજાએ ઉપાર્જન કરેલ લક્ષ્મી તે પરસ્ત્રી સમાન છે; માટે મહત્પર
ને પોતે કમાયેલ ( ઉપાજેલ) લક્ષ્મીજ ભેગવવી ચગ્ય છે.” પોતાને લજજાકારી છતાં તેના આ કટાક્ષ વચનેને દેવદિને હિતકર ગુરૂની શીખામણ તુય માન્યા. પછી હર્ષાકલ થઈને તેણે હૃદયમાં વિચાર્યું કે આ પણાંગનાએ મને ઠીક બોધ કર્યો! લક્ષ્મી મેળવવાને યોગ્ય એવી મારી આ અવસ્થા છેડામાંજ વૃથા ચાલી જાય છે.
- “નાનિતા વિદ્યા, દિતી નાનિત ધનમઃ
तृतीये नार्जितो धर्मः, स तूर्ये किं करिष्यति." બજેણે પ્રથમ વયમાં વિદ્યા મેળવી નહિ, બીજી વયમાં ધન મેળવ્યું નહિ અને ત્રીજી વયમાં ધર્મ કર્યો નહિ, તે ચોથી વયમાં શંકરવાને હતો? 2 પછી તરત જ ઘેર આવીને વિનયથી મસ્તક નમાવી શુભ ઉત્સાહવાળો એ દેવદિન્ન આદરસહિત પિતાને આ પ્રમાણે કહેવા લા:–“હે તાત! કરિયાણાથી વહાણે ભરીને સમુદ્રની પેલે પારના દ્વીપમાં હું લક્ષ્મી મેળવવા જઈશ. માટે મને અનુમતિ આપ.” શ્રેણી લાભને વશ છતાં પુત્રના સ્નેહથી તેને કહેવા લાગ્યા:
Page #57
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
ય
૮૮ હે વત્સ ! પરદેશ વિષમ હોય છે, તેમાં પણ સમુદ્ર તા વિશેષ વિષમ હોય છે. કુલને આલમનભૂત તું મારે એકજ પુત્ર છે, તા પ્રાણના સદેહ કરાવનારી આ સમુદ્રયાત્રાથી સચું ! ” દિને તેના ઉત્તરમાં કહ્યું કે:-- હું તાત ! ઉદ્યમથીજ લક્ષ્મી પ્રાપ્ત થાય છે; પરંતુ જે ઉદ્યમમાં માલસ્ય કરે છે, તેમનાથી તેા લક્ષ્મી દૂર દૂર ભાગે છે. કહ્યું છે કે:
“ અવ્યવસાયિનમાં, વૈવવર પુવાદ્દીનમ્, प्रमदा इव वृद्धपर्ति, नेच्छन्त्यवगूहितुं लक्ष्मीः. "
“જે અવ્યવસાચી હાય, આળસુ હોય, દેવપર આધાર રાખનાર હાય અને પુરૂષાર્થહીન હેાય તેવા નરને જીવાન સીઆ જેમ વૃદ્ધ પતિને ચ્છતી નથી, તેમ લક્ષ્મી આલિ’ગન કરવાને તેની પાસે આવવાને ) ઇચ્છતી નથી. ” લક્ષ્મી તે સત્ર માણસોને કષ્ટથીજ પ્રાપ્ત થઈ શકે છે. વીંધાવાની વ્યથા સહુન કરે છે તે કાનજ કુંડલને ધારણ કરે છે. છ
(
"
આ પ્રમાણે ધન મેળવવા માટે અત્યંત ઉત્કંઠિત વૃત્તિવાળા એવા પુત્રના ઉત્સાહથી સંતુષ્ટ થઇને શ્રેષ્ઠીએ તેને અનુમતિ આપી. હવે ચાર જાતિના અનેક પ્રકારના કરિયાણાથી નાવ ભરીને અને તેને ચોગ્ય બીજી પણ સ` સામગ્રી કરીને, લક્ષ્મીનુ* મૂળ અવિશ્વાસ છે” આ વાકયના અને મનમાં સ‘ભારતા, હે વત્સ ! પરદ્વીપમાં તુ કાઇના પણ વિશ્વાસ કરતા નહિ આ પ્રકારની પિતાની હિતશિક્ષારૂપ આશીષના સ્નેહથી સ્વીકાર કરીને, અલિપૂજા વિગેરેથી સમુદ્રદેવનું આરાધન કરીને તેમજ દીનાકિને દાન દેતાં એવા ચતુર દેવિદેને ઇષ્ટદેવને નમસ્કાર કરીને સારે અવસરે પરિવાર સહિત વહાણમાં એસી જળપ્રયાણ શરૂ કર્યું.
ܕ
હવે ઉત્સાહ સહિત શ્રેષ્ઠીનંદને પારસદેશના કિનારા તરફ સવર ખારવાઓ પાસે વહાણ ચલાવરાવ્યુ. તેઓએ વહાણને સીધે
Page #58
--------------------------------------------------------------------------
________________
પર
યુગાદિદેશના. માગે ચલાવવાને બહ મહેનત લીધી, છતાં દુર્દેવના વેગે પ્રચંડ પવન નથી પ્રેરાઈને તે વહાણ વક્ર અશ્વની માફક ઉન્માર્ગે ચાલવા લાગ્યું. તેથી આ વહાણ ચેકસ કેઇ ખડક સાથે અથડાઈને ભાગી જશે” એમ વિચારીને નાવમાં બેઠેલા દેવદિત્રાદિક ખેદ કરવા લાગ્યા. એટલામાં દૈવાગે, શ્વેત અને અતિ ઉચા છે મંદિર જેમાં એવા કેઈ અ. જાયા દ્વીપે તે વહાણ જઈ પડ્યું. એટલે જાણે પોતાને ને જન્મ પ્રાપ્ત થયો હોય, તેમ માનતા દેવદિન્નાદિક સવે હર્ષપૂર્વક વહાણમાંથી જમીનપર ઉતર્યા
દેવદિને ત્યાંના કેઈ માણસને પછયું:--“આ ગામનું નામ શું ? અહીં રાજા કેણું છે? અને તેના મોટા અધિકારીઓ કે છે?? તે કહેવા લાગ્યો:–“આ ગામનું નામ અન્યાયપુર છે, હે શ્રેષ્ઠિન ! પ્રચંડ આશાવાળ એવો નિવિચાર નામને અહીં રાજા છે, ડાહ્ય એ સગિલ નામે તેને મંત્રી છે, શિલાપાત નામને પુરોહિત છે અને અનાચાર નામને આ રાજાને ભંડારી છે. અહીં બધે પ્રખ્યાતિ પામેલ સર્વલંટાક નામે કેટવાલ છે અને શ્રેષ્ઠતાને પ્રાપ્ત થયેલ અને જ્ઞાનરાશિ નામને તપસ્વી છે. રાજાની પ્રસાદપાત્ર અને નગરના બધા મોટા પુરૂષોને પણ માનનીય એવી ફૂટબુદ્ધિ નામની પરિત્રાજિકા છે. રાજાપર જ્યારે શત્રુઓનું ભયંકર સંકટ આવે છે, ત્યારે કપટબુદ્ધિની નિધાનરૂપ તે તેને યુતિઓ બતાવે છે. તેની બુદ્ધિના (યુકિતના) બળથી રાજા બધા શત્રુઓને જીતીને તેમની સમગ્ર લક્ષ્મી પિતાને સ્વાધીન કરે છે.”
આ પ્રમાણે તે માણસના મુખથી બધી વ્યકિતઓનું સ્વરૂપ જાણુને પૃઢ માણસો સાથે દેવદિને રાજા પાસે જઈને તેને પ્રણામ કર્યા. ત્યાં રાજાથી સન્માન પામીને સભ્ય (સભાસદ) ને ઉચિત મર્યાદા સાચવી તે બેઠે બેઠે તે રાજ્યની વ્યવસ્થા જુએ છે, તેટલામાં પિતાના કેશને છૂટા મૂકીને પોતાની છાતીને સખ્ત કૂટતી અને ઉચે
બે પકાર કરતી એવી કઈ વૃદ્ધ સ્ત્રી ત્યાં આવી. એટલે “હે
Page #59
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
પ
અખા ! તુ કાણુ છે અને શામાટે પોકાર કરે છે ? ” એમ રાજાએ પૂછ્યું', ત્યારે તે કહેવા લાગી:– “ હે નાથ ! હું... ચારની માતા છું અને આપના નગરમાં રહું છું; પરંતુ શુભાશુભ સંતાપ હું કદી કોઇને પણ ઉત્પન્ન કરતી નથી, કોઇની સાથે કલહ કરતી નથી તેમ હુ” કાઇને ધેર પણ જતી નથી.” તે સાંભળીને “ અહા! વાણીમાં ન આવી શકે એવું આનું સુશીલપણું જણાય છે, ” એ રીતે અંતરમાં વિસ્મય પામી રાજાએ પૂછ્યુ કે—ત્યારે શુ છે ?” એટલે તે આ પ્રમાણે કહેવા લાગી—“ હે રાજન ! અંધની યષ્ટિ સમાન મારા એકના એક પુત્ર, આ નગરમાં નિર’તર ચારી કરી પેાતાના ગૃહનિર્વાહ ચલાવતા હતા, તે આજે દેવદત્ત રોડને ઘેર ખાતર પાડવા ગયા હતા, અકસ્માત્ તેની ઉપર જીણુ ભીંત તૂટી પડી અને તે ત્યાંજ મરણ પામ્યા. હાહા ! હુંવે તેના વિના હું. આધારરહિત ( નિરાધાર ) થઇ પડી છું. તા મારૂ ચોગ ક્ષેમનું વિધાન કેમ ચરો ? આવા પ્રકારના દુ;ખસમૂહથી દૂભાઇને હુ* પાકાર કરૂ છુ.” રાજાએ કહ્યું:—“ હે માત ! તારો પુત્ર મરણ પામ્યા તેના તું વિષાદ કરીશ નહિ, હું ભરણપાષણવડે તને સીરીતે સંતુષ્ટ કરીશ. ” એ રીતે દયાની લાગણીથી રાજાએ તે વૃદ્ધાને સ`રાષ પમાડીને વિસર્જન કરી.
-
હવે રાજાએ તે દેવદત્ત રીઝને મેલાવીને કાપ સહિત કહ્યું:— હું દુરાત્મન્ ! તેં આવી ણું ભીંત કેમ કરાવી ? કે જેના પડવાથી બિચારા ચાર મરી ગયા. શેઠ ભયથી ક્રુપતા કહેવા લાગ્યા કે હું સ્વામિન ! મારો એમાં શા અપરાધ છે ? કારણ કે મે” તે પૈસા ખરચીને બધીએ સામગ્રી સૂત્રધાર ( કડીયા ) ને તૈયાર કરાવી આપી હતી અને તેની માગણી પ્રમાણે તેને પગાર પણ આપ્યા હતા. માટે અહી' ખરી રીતે વિચાર કરોા તા તેનાજ દોષ છે. ” શેઠના આવા જવાબ સાંભળીને તરતજ સૂત્રધારને લાવીને ક્રોધથી રાજાએ પૂછ્યુ “ અરે ! ચેારના ઘાતને માટે તેં આવી છ ( કાચી ) ભીંત કેમ કરી ? ” તે ઓલ્યા:—“ હે પ્રભો ! હું' તા ખરાખર ભીંત
Page #60
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. ચણવામાંજ સાવધાન હતા, પરંતુ તે વખતે ઘણા કિમતી શણગાર સજીને અભિનવયૌવના દેવદત્તની પુત્રી કટાક્ષપાત કરતી ત્યાંથી નીકુળી, તેના રૂપમાં વ્યગ્રચિત્ત થઈ જવાથી હું જરા શૂન્ય બની ગયે અને તેથી ઈટ બરાબર ગોઠવી શકો નહિ, તે એમાં મારે છે રાષ? » સૂત્રધારને ઉત્તર સાંભળી રાજાએ તેણીને પણ બોલાવીને કહ્યું કે “હે મુધે! જ્યાં એકાગ્ર મનથી સૂત્રધાર ઘર ચણતો હતો,
ત્યાં તું શામાટે નીકળી?” દેવદત્તસુતાએ જવાબ આપે કે --“હું રાજન ! હું મારા સંબંધીને ઘેર જતી હતી, ત્યાં રસ્તામાં ઉભેલા નગ્ન પરિવ્રાજકને જોઈને લજજાવેશના વિશથી આડે માર્ગે ચાલતાં ત્યાં થઈને જવું પડ્યું, તેથી એમાં મારો લેશ પણ અપરાધ નથી, તે સાંભળી પરિવ્રાજકને લાવીને રાજાએ ધથી કહ્યું કે --“હે નિલજજ ! રાજમાર્ગમાં નગ્ન થઈને શામાટે ઉભો હતે? તે કહેવા લાગે: “હે પૃથ્વીનાથ ! શ્વાસને ઉચે ચડાવીને હું ત્યાં ચિરકાલ ઉભે હતો, પણ અધને શીખવતા એવા આપના જમાઈએ માર્ગમાં મને ખલિત કર્યો, માટે આપ ન્યાયમાર્ગથી જુઓ કે એમાં મારે શે અપરાધ છે?” તે જમાઇને પણ બેલાવીને રાજા રેષથી કહેવા લાગ્યો– નગરીની અંદર બધા લેકેને જવા આવવાના માગે કેમ તમે ઘડાને વિવિધ ચાલ શીખવવા ફર્યા? 2 રાજપુત્ર કહેવા લાગ્ય: --“હે રાજન ! એમાં મારો લેશ પણ અપરાધ નથી, પરંતુ મને એવી બુદ્ધિ આપનાર વિધાતાજ દોષપાત્ર છે. તે સાંભળી રાજા સભ્યને કહેવા લાગ્ય-વિધિને પણ બલતકારથી બાંધીને અહીં હાજર કરો, કારણ કે હું કેઈને પણ દુનય સહન કરવાને નથી.” તે વખતે ધૂર્ત સભાસદે કહેવા લાગ્યા: “હે દેવ! તમારા પ્રચંડ શાસનથી ભય પામીને સાપરાધપણાથી તે તે જ વખતે ખરેખર ભાગી ગયો લાગે છે. પરંતુ પ્રચંડ શાસનવાળા એવા તમારી પાસેથી પલાયન કરીને પણ હેદેવ! તે વિધિ સૂર્યથી શીયાળિણીની જેમ કેટલું દૂર જ? માટે જ્યાં ત્યાંથી પણ માણસ પાસે બાંધીને અહીં મંગાવી લેશું. આવા પ્રકારનાં છેટાં છતાં સાચાં
Page #61
--------------------------------------------------------------------------
________________
યુગાદિ દેશના.
પક્ષ
જેવા તે ધૃત્ત લેાકેાનાં વચનાથી હૃદયમાં ખુશ થતા તે નિર્વિચાર રાજા સભા વિસર્જન કરીને પોતાને ન્યાય તત્પર માનતા ભોજનને માટે પેાતાના આવાસમાં ચાલ્યા ગયેા.
દેવદત્તવણિક્ આ ધી સાક્ષાત્ ન્યાયમાર્ગની કુશળતા જોઈને હૃદયમાં અતિશય વિસ્મય પામતા વિચાર કરવા લાગ્યા: અહા! નિર્વિચાર રાજાની રાજ્યનીતિની વ્યવસ્થા પૂર્વે` નહિ જોયેલી અને નહિ સાંભળેલી એવી કોઈ નવીનજ પ્રકારની લાગે છે.”
પછી દેવદેિશે સભામાંથી ઉઠી સ્વસ્થાને જઇને વહાણમાંથી માલ ઉતારી ભાડે લીધેલા ઘરમાં ભર્યાં અને ક્રય વિક્રય (વેચવા અને ખરીઢવા ) ના વિચારથી દેવદિન્ન ત્યાં મુખે રહેવા લાગ્યા. એક દિવસે પેલી પરિત્રાજિકાએ તે શ્રેષિપુત્રને પરિવાર સહિત જમાડવાને માટે આદરથી આમ ત્રણ કર્યું. અને ફળા, પકવાન, ભાત, દાળ અને ધૃતાદિ ભાજ્ય પદાર્થાથી તેણીએ સત્ય અને ઉચિત સત્કારપૂર્વક તેને જમાડ્યો. સરલ સ્વભાવી દેઢિન્ન પાતાના પરિવારસહિત ભાજનને માટે ત્યાં આવ્યો. તે વખતે નામ અને ગુણથી ફૂટબુદ્ધિ પરિત્રાજિકાએ, તેના ઉતારાના મકાનમાં એકાંત ગુપ્તસ્થાને પોતાના ખાત્રીદ્વાર પુછ્યા પાસે એક સુવર્ણ સ્થાલ રખાવ્યા. જમીને ઢદ્ઘિન્ન જ્યારે પેાતાને સ્થાને ગયા, ત્યારે તેણીએ તેની પાછળ એક પેાતાના માણસ માલ્યા અને તેના સુખથી આ પ્રમાણે કહેવરાવ્યુ’:~‘અમારો એક સેનાના થાળ આજે ક્યાંક ગુમ થઇ ગયા છે. તમારા પરિજન શિવાય બીજો કોઇ માણસ અહીં આવ્યા નથી, માટે તે બધાને પૂછીને અને ઘરમાં પણ સર્વત્ર તપાસ કરીને જલદી અમને તે પાછા સોંપીઘો, કે જેથી બહાર કોઈને ખબર ન પડે, ” દેવદ્ઘિન્ન કહેવા લાગ્યા:-હુંભદ્ર ! કદાચ કાળના પ્રભાવથી સૂય પશ્ચિમ દિશાએ ઉડ્ડય પામે અને સમુદ્ર પાતાની મર્યાદા મૂકીઢ પરંતુ અમારામાંના કોઇપણ માણસ, રમણીય પરવસ્તુમાં પણ પાતાના હાથ નાખતા નથી; માટે પાતાને ઘેરજ જઇને તેની તપાસ કરો. ”
Page #62
--------------------------------------------------------------------------
________________
વક્ર
યુગાદેિશના
તે પછી તેણી પાતે આવીને દેવદેિન્નને પુન: કહેવા લાગી:— “ હું શ્રેષ્ઠિમ્ ! તે થાળ તમારાજ ઉતારામાં ક્યાંક આવેલ છે, માટે કુટુબાચારથી માગતી એવી મને તે સુપ્રત કરી દો. જ્યાં ખાધુ, ત્યાંજ ભાજન ભાંગવા જેવુ તમે ન કરો. હવે જો આ રીતે સરલતાથી સમજાવતાં ( માગતાં ) નહિ આપા, તા રાજખળથી ડયુક્તિએ કરીને પણ હું લઈશ ” તેના કૂટને નહિ જાણતા સરલ દેદિન્ન તેણીને કહેવા લાગ્યા: વાચાળ ! આમ આણું વસ્તુ વૃથા શામાટે આવ્યા કરે છે ? શુ જાતિવ′ત સુવર્ણમાં કદી શ્યામતા લાગી સાંભળી છે ? અમારા ન્જિનને આ કર્મ કરવુ કદી ઘટે નહિ, માટે તમારે ઘેર્જ ક્યાંક તે થાળ હરશે, તે ત્યાં સત્વર જાઓ અને પાતાના પરિવારને પૂછે. પાતાના પૃષ્ઠ ભાગ પાતાથી શુદ્ધ થતા નથી. ( પોતાનુ સ્વકલ્પિત-મન:કલ્પિત સત્ય હેતુ નથી. ) આ પ્રમાણે જાણતાં છતાં તમારી જેવા ડાહ્યા માણસ બીજા ઉપર એકદ્દમ મિથ્યા ઢાષનું આરોપણ કેમ કરે છે ? ” આ રીતે એકબીજાની સામે એલવાથી વિવાદ વધતે તે, તેના ચુકાદાને માટે તે અને રાજસભામાં ગયા. તેમના વિવાદનુ વ્યતિકર સમજીને અને અન્યાન્ય વિચાર કરીને રાજાના મેટામાં માઢા સામતાએ તેમને આ પ્રમાણે હુકમ કર્યો; તપાસ કરતાં તે ચાળ જેના ઘરમાંથી નીકળશે, તેના ઘરનુ સર્વસ્વ અવશ્ય બીજાને જશે. ” પછી તે પરિત્રાજિકા અધિકારીઓની સાથે દેવદેિન્નને ઘેર આવી અને તેણીએ પેાતાના ખાત્રીઢાર માણસા પાસે થાળની તપાસ કરાવી. પ્રથમ તા તે ધૂત્તતાથી બીજે ખીજે સ્થાને જોવા લાગ્યા અને પછી પાતે મકેલ સ્થાનથી તે લાવીને તેઓએ તેણીને સુપ્રત કર્યાં. પછી રાજાદિની અનુમતિ મળતાં કૂટબુદ્ધિએ તેના ઘરમાંનું સર્વસ્વ લઇ લીધુ અને દેવદ્ઘિન્નને પાતાના દાસ બનાવ્યા. આ પ્રમાણે જ્યારે વદિશ
Page #63
--------------------------------------------------------------------------
________________
પ૭
યુગાદિદેશના. ઉપર સંકટ આવ્યું ત્યારે ફૂટબુદ્ધિના નિગ્રહના ભયથી તેના બધા પરિજને તરતજ ત્યાંથી પલાયન કરી કયાંક ચાલ્યા ગયા. પવે પણ ઘણું પરદેશી વ્યવહારીયાઓને, છળથી તેમનું સર્વસ્વ હરણ કરીને તેણીએ આ પ્રમાણે દાસ બનાવ્યા હતા.
હવે ફૂટબુદ્ધિને વેર દાસ થઈને રહેલો દેવદિજ નીચ કામ કરતાં અતિ દુ:ખાપ્ત થતો મનમાં આ પ્રમાણે વિચાર * કરવા લાગ્યો:–“ ધન મેળવવાને મેટા મનેરથથી અહીં
આવતાં અહા વિધાતાએ મારી કેવી દુરવસ્થા કરી મૂકી ? માણસ જુદી રીતે ધારણ કરે છે, અને દૈવ તેથી અન્યથા કરી મૂકે છે. ભૂષણને માટે વીંધવામાં આવેલ દરિદ્વીઓના કાનમાં ભૂષણને બદલે મેલ ભરાઈ રહે છે. શરણરહિત, દીન અને પરાધીન એવા મારૂં જીવિત પણ અહીંજ જેમ મારું સર્વસ્વ ગયું તેમ જશે. આ જગતમાં એ કઈ કૃષ્ણ ચતુર્દશીને જન્મેલો નથી, કે જે મને આ દુષ્ટ સ્ત્રીના દસકમથી છોડાવે, તે પણ આ મારૂં યથાસ્થિત વૃત્તાંત કઈ રીતે પ્રયત્ન કરી લખી મોકલીને મારા પિતાને જણાવ્યું. પછી સ્વદેશમાં જતા કેઇ સાર્થવાહના હાથથી તેણે પોતાની નીશાનીવાબે લેખ પિતાને મેકો. થોડા દિવસ પછી પ્રિયંગુ એષ્ટિને તે લેખ મળે. પિતાના પુત્રની દુઃસ્થિતિ વાંચીને (જાણુને) તે ઉંચે સ્વરે રડવા લાગ્યો.
હવે દેવદિ જે દિવસે પ્રયાણ કર્યું, તેજ દિવસે શ્રેષ્ઠી પિતાની પુત્રવધૂ સરસ્વતીને સ્નેહથી પિતાને ઘેર તેડી લાવ્યો હતો. આજે અકસ્માત પિતાના સસરાને દુખાકુલ જેને “ આજ કઇક નવીન છે ? એવી આશંકારૂપ શલ્યથી તે આકુલ વ્યાકુલ થઇ ગઈ. એટલે તરતજ સસરા પાસે આવીને સસરાને નમન કરી આંખમાં આંસુ લાવીને તે પૂછવા લાગી:–“હે તાત! તમે આજ અકસ્માત દુ:ખિત કેમ છો ? ” નિસાસો નાખીને પ્રિયંગુ શ્રેષ્ટિએ ગદ્ગદ્ સ્વરે તેને કહ્યું:--પરદેશમાં દુદૈવયોગે દેવદિનની દુર્દશા થઈ છે. » વાઘાત
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૮
યુગાદેિશના.
સદ્દેશ પોતાના પતિની દુર્દશા સાંભળીને તે પતિવ્રતાનુ હૃદય દુ:ખથી પૂરાઇ ગયુ, પરંતુ પાતે ધીરજ રાખીને તે સસરાને પણ ધીરજ દેવા લાગી:— હૈ તાત ! પુત્રના દુ:ખરૂપ વ્યાધિથી તમે આમ કરૂણ સ્વરે રૂદન કરો નહિ. હું તાત ! રૂદન કરવાથી કઇ રાજ્ય મળતું નથી. હવે તેા પ્રસન્ન થઇને અને પુરૂષના વેશ આપી તમારા ઓળખીતા અને ખાત્રીદ્વાર પરિવાર (માણસ) ની સાથે સત્વર અન્યાયપુર માલા, કે જેથી તે દુષ્ટ સ્ત્રીના દુરત એવા દાસ્યકર્મથી છેડાવીને મારા બુદ્ધિબળથી તમારા પુત્રને અહીં લઈ આવુ, " શેઠ દુ:ખિત થઇને કહેવા લાગ્યા: હે મુશ્કે ! તને ખબર નથી, કે પૂર્વે અન્યાયપુરથી કાઈ કુશલક્ષેમ પાછું આવ્યુ નથી. તા દેવના વિપરીતપણાથી આ પ્રમાણે દુ:સ્થિત થયેલા પુત્રની પાછળ અજ્ઞાનને વશ થઇને ગાયની પાછળ વાછડીની જેમ પુત્રવધૂના કેમ નાશ કર્` ? ” સરસ્વતી પુન: કહેવા લાગી:~ હું તાત ! તમે આવા વિચાર મનમાં ન લાવેા. કારણ કે, ભાગ્યવત પુરૂષાને પણ વિનાની પછી લાભ મળે છે. ” પછી પાતાના બુદ્ધિબળથી અત્યંત ઉત્સાહિત એવી તે વહુને જોઇને પેાતાના પુત્રને છોડાવવાની ઈચ્છાથી ત્યાં જ્વાને માટે શેઠે અનુમતિ આપી.
હવે સસરાએ આપેલ પુરૂષના વેશ ધારણ કરીને નાના પ્રકારના કરિયાણા અને નવીન પરિવાર સહિત તે સતી શુભ દિવસે સારા શુકના થતાં નાવમાં બેસીને ચાલી, કેટલાક દિવસે જતાં તે અન્યાયપુર નગરે આવી પહોંચી અને અપૂ ભેટથી ત્યાંના રાજાને સંતુષ્ટ કરીને પાતાના ખાત્રીદ્વાર માણસાથી ભારે સન્માન પામતી તે એક ભાડે લીધેલ ઘરમાં રહી. - કોઈ મેટા શેઠના સામદત્ત નામના ચતુર પુત્ર અાધ્યાથી અહીં આવ્યા છે.' આ રીતે તે લેાકમાં પ્રસિદ્ધ થઇ એક દિવસે લાભને વશ થયેલી પરિત્રાજિકાએ પૂર્વની જેમ ભેાજનતે માટે આદર સહિત તેને નિમ ંત્રણ કર્યું. પરંતુ જમવા જતાં કુરાલએવી તેણીએ પાતાના ઉતારામાં ખાનગી તપાસ રાખનારા સાત
Page #65
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. માણસને કઇક શિખામણ આપીને રાખ્યા. દુષ્ટ પરિવ્રાજિકાએ પતાનો માણસ ત્યાં મોકલીને એકાંતે કઈ ઠેકાણે જમીનપર એક સુવ@દવી (સેનાની કડછી) નખાવી દીધી. તપાસ રાખનારા માણસોએ તે લઈને સરસ્વતીના હુકમથી તે પરિવ્રાજિકાના ઘરમાં એકતિ કઈ વૃક્ષના મૂળમાં દાટી દીધી. અનુક્રમે સ્વર્ણદેવને માટે પરિત્રાજિકાએ વિવાદક છતે પૂર્વની માફક તે બંને રાજસભામાં ગઈ. મેટા
અધિકારીઓએ પ્રથમની જેમ વ્યવસ્થા કર્યો છતે પ્રથમ તેણીએ સરસ્વતીના ઉતારામાં તપાસ કરાવી. ત્યાં કાંઈ પણ પરિવાજિકાને દર્દી ન મળી, એટલે સરસ્વતી ખેદ પામેલી એવી તેણીને ઘેર ગઈ બધા લેકની સમક્ષ પ્રથમ આમતેમ તપાસ કરીને પછી તે જાણુતી ત્યાં ભૂમિમાંથી માણસે કહાડી બતાવી. તે વખતે ત્યાં બધાની સમક્ષ નીકળેલ દર્દી જોઈને તે પરિવ્રાજિકા શેકગ્રસ્ત મુખ કરીને મનમાં વિચાર કરવા લાગી:–“નાના પ્રકારના છળ-કપટથી જન્મથી માંડીને જે ધન મેં મેળવ્યું હતું, તે સર્વ ધન આજે દુર્દેવગે બધું એકીસાથે ચાલ્યું ગયું. કબુદ્ધિવાળી એવી મેં પૂર્વે જે શ્રેષ્ઠી પુત્રને દાસ બનાવ્યાં, તે પાપના ઉદયથી જ આજે મારૂં આ બધું ધન ગયું.” ત્યારપછી રાજા અને અમાત્યની અનુમતિથી તેણુનું મુક્તા, મણિ, સ્વર્ણ અને દ્વિપદાદિક સર્વ સરસ્વતીએ પિતાને કબજે કરી લીધું. દુષ્ટ આચરણવાળી એવી પરિવ્રાજિકાને પોતાના દાસ્યકર્મમાં રાખીને તેણુએ પુવેર દાસ કરેલા એવા સર્વ શ્રેષ્ઠીપુત્રોને મનોહર ખાનપાન અને વસ્ત્રાદિથી સંતોષીને કુશલ આશયવાળી તેણુએ તેમને પોતપોતાના નગરે જવાને માટે તેમની ઈચ્છા પ્રમાણે વિદાય કર્યા. પછી દેવદિત્તને કહ્યું કે –“હે મહાભાગ! તુ મારી દાસીને દાસ છે, માટે અત્યારે ઘરકામની વ્યવસ્થા કરવા તું અહીંજ રહે. હું જ્યારે મારે નગર જઈશ, ત્યારે તને તારા દેશમાં લઇ જઇશ.” એમ કહીને દેવદિનને પોતાની પાસે રાખ્યો. પોતાના દેશમાં ગમન કરવાની ઇચ્છાથી તે મનમાં કાંઈક ખુશી થયો અને તેણીના કહ્યા પ્ર
ણિ, સ્વામી રાજા અને અમારા જ આજે આ
Page #66
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. માણે ત્યાં રહીને બધું કામકાજ તે કરવા લાગ્યું. લેકે કહેવા લાગ્યા કે--અહે! આ શ્રેણીપુત્ર સેમદત્તની કેવી અદ્દભુત કુશળતા ! તે મહાભાગ્યશાળી જણાય છે કે જગતને ઠગવાવાળી એવી આ પરિવાજિકાને પણ તેણે ઠગી લીધી. » આ પ્રમાણે સર્વત્ર લેકેથી પ્રશંસા પામતી સરસ્વતીએ પિતાની ઇચ્છાથની સિદ્ધિ થવાથી લાવેલ કરિયાણું વેચીને બહુ કિંમતી મણિ મુકતાદિ વસ્તુઓથી વહાણ ભર્યું. પછી નીતિમાં નિપુણ એવી તેણીએ સ્વદેશ જવાની ઈચ્છાથી રાજપાસે વિદાયગિરિ માગી. તે વખતે દાન અને સન્માનપૂર્વક તેને અતિશય સત્કાર કરીને રાજાએ કૂટબુદ્ધિને તેની પાસેથી છોડાવી.
પછી ત્યાંના શ્રેષ્ઠીઓને યથાવિધિ દાન સન્માનથી સત્કાર કરીને સરસ્વતી પિતાના પરિવાર સાથે નાવમાં બેસીને સ્વદેશ તરફ ચાલી.
એક દિવસે રસ્તામાં પિતાને પુરૂશ તજી દઇને અને સ્ત્રીને ઉચિત દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કરીને સરસ્વતી દેવદિશ્વને કહેવા લાગી:– “હે પ્રભે! મને અત્યારે ઓળખી શકે છે?” તેને જોઈ “આ શું ?' એ રીતે મનમાં સંભ્રાંત થઈને તે બે -“હું કાઈ સમજી શકતે નથી.” ત્યારે તે કહેવા લાગી:–“જેને તમે પરણીને તેજ વખતે તેના પિતાને ઘેર મૂકી દીધી હતી તે જ હું તમારી પત્ની સરસ્વતી છું. આટલે વખત હું આહત ધર્મનું આચરણ કરતી મનમાં ધીરજ ધારીને પિતા અને સસરાને ઘેર રહી હતી. અત્યારે તમે દુ:સહ એવી મહા આપત્તિમાં આવી પડ્યા છે, એમ જાણીને પરિણામિક બુદ્ધિવાળા એવા સસરાજીએ મને તમારી પાસે મોકલી. તે પછી જે થયું તે બધું તમે જાણે છે. આ પ્રમાણે સાંભળીને તે શ્રેષ્ઠીપુત્રે પિતાની પત્નીને ઓળખી લીધી. સર્વાગે રેમાંચિત થતો અને આ નંદથી અત્યંત પુષ્ટ થતો તે જરા વિલક્ષ્ય મુખવાળે થઇને લજ્જાના વશથી નીચું જોઈ રહ્યો. તે વખતે વિનય અને ઔચિત્યમાં કશલ એવી તે કલબાલિકા લજજા, વિષાદ અને સસંભાતપણાને દૂર કરવા માટે કહેવા લાગી. “હે સ્વામિન! છળથી તમને જીતીને પેલી પરિવા
Page #67
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના
ક
જિકાએ પોતાના દાસ્યકમ માં રાખ્યા, તેથી તમારે વિષાદ ન કરવા, કારણ કે કોઈ વખત મહાત્માએ પણ વિધિના વશથી નીચા પડી જાય છે, પરંતુ તેઓ પેાતાના સત્કર્મના બળથી થોડા વખતમાં પાછા તેથી વધારે ઉચ્ચ સ્થિતિ મેળવે છે. કહ્યું છે કે:~
“ जवि गुरूवल्लिगहणे, भग्गकम्मो कवि केसरी जाओ; तहवि हु मत्तगयाणं, पुणोवि कुंभत्थलं दलइ.
99
“ કદાચિત માટી લતાની ગહનકુ‘જમાં કેસરીસિંહ ભગ્નમ થઇને પડી ગયા હાય છતાં પા! ( તેમાંથી નીકળીને ) મદાન્મત્ત હાથીના કુંભસ્થળને તે ઢળે છે, ” તેથી સર્વોત્તમ ગુણવાળા અને સર્વ કળામાં કુશળ છતાં તેણીને તમે જીતી ન શક્યા, તે શુ... આઢલેથીજ તમારામાં અજ્ઞાનપણું આવી ગયું ? કહ્યું છે કેઃ—
46
“ यदि नाम सर्षपकणं, शक्नोति करी करेण नादातुम् ; इयतापि तस्य किं न तु, पराक्रमग्लानिरिह जाता.
19
૬ કદાચ સર્જવના દાણા હાથી પેાતાની સૂંઢથી લઈન શકે, તેા એટલેથી શુ' તેના પરાક્રમમાં હીનતા આવી ગઇ ? ” અને તમારાથી અજય્ય છતાં તે દુષ્ટાને મેં જીતી લીધી, તા તેથી શું સર્વોત્તમ એવા તમારાથી મારામાં અધિકતા આવી ગઈ ? કહ્યું છે કે:
“ ચત્તનો ચૂમિલાસ્યું, નારાજીતુમંનુમાન ; न तस्मादतिशेते हि, दीपस्तदपि नाशयन्.
→
૮ ભોંયરામાં રહેલા અધકારનો નાશ કરવાને સૂર્ય શક્તિમાન થતા નથી, અને દીપક તેનો નાશ કરે છે, તેા તેથી શુ' સૂર્ય કરતાં તે વધી જાય છે ! ” આવા પ્રકારના મનેહર વચનેાથી તેને આનંદ ૫માડીને સરસ્વતીએ તેના દાસ્યચોગ્ય વેશ ઉતરાવી શ્રેષ્ઠીચેાગ્ય વેશ
Page #68
--------------------------------------------------------------------------
________________
"
R
યુગાદેિશના.
પહેરાવ્યા, તે વખતે વહાણના સવ માણસાના અધિપતિ થઇને મેલમુક્ત સવિતાની જેમ તે અધિક દ્વીપવા લાગ્યા.
હવે વિનયથી પતિનું આરાધન ( સેવા ) કરતી અને શૃંગાર રસની નીક તુલ્ય સરસ્વતી સાથે આનંદ કરતાં તેણે પેાતાના ચિત્તની અંદર રહેલી કલુષતાને ત્યજી દીધી અને મનમાં હતિ તેમજ પાતાના માતાપિતાને મળવાને ઉત્કંઠિત એવા તે ચતુર અનુક્રમે સુખે સુખે પાતાના નગર પાસે આવ્યા. તે વખતે પુત્ર અને વધૂના કુશળ આગમનથી શેઠ બહુ ખુશ થયા અને પેાતાના હાથમાં માટી ભેટ લઇને રાજાને પ્રણામ કરી તેણે પોતાના પુત્રનું આગમન જણાવ્યું. રાજાએ પણ સંતુષ્ટ થઈને તેના પ્રવેશ ઉત્સવ કરવાને છત્ર, ચામર, વાછત્ર, અને પટ્ટહસ્તી શેઠને અપાવ્યા. તે પછી રાજાના પ્રસાદથી પ્રાસ થયેલ તે બધુ લઇને શેઠ પોતાના સ્વજન શ્રીમતાની સાથે માટી ઋદ્ધિ ( આડંબર ) પૂર્વક પેાતાના પુત્રની સન્મુખ ગયા. ત્યાં નેહુથી પગે પડતા ( નમતા ) નનને આલિંગન કરતા અને પાતાના વચનનિર્વાહ કરવાવાળી, વિકસ્વર સુખકમળવાળી અને દૂરથી વિનય પૂર્વક નમન કરતી એવી વધૂને સ્નિગ્ધ દૃષ્ટિથી જોતા તે શેઠ સંસાર સુખના સર્વસ્વના અનુભવ પોતાના મનમાં કરવા લાગ્યેા. હવે વાકોએ નાના પ્રકારના વાદ્ય વગાડ્યે તે અને લીલાસહિત વારાંગનાઆએ નૃત્ય કર્યું. છતે, પછવાડે મ’ગલગીત ગાનારી એવી કુલીન કાંતાઓ વડે ગવાતા, ચાતરફથી ચારણેાવડે જયજય રાખ્તથી વખણાતા, દીન અને દુ:સ્થિત યાચકા પર સુવર્ણ અને વસ્ત્રોથી મેધની જેમ વરસતા અને પૂર્વભવના પુણ્યસમૂહથી લોકોવડે પ્રશસા પામતા પાતાના પુત્રને મસ્તક પર છત્ર ધારણ કરાવી, વધૂ સહિત હાથી ઉપર બેસારીને મોટા આડ’ભરપૂર્વક હર્ષિત થયેલા એવા શ્રેષ્ઠીએ નગ૬માં પ્રવેશ કરાવ્યા. પછી ઘેર આવેલા અને પ્રિયાસહિત પગે લાગતા
૧ વાદળાના ઘેરાવાથી મુક્ત થયેલ સૂ'ની જેમ.
Page #69
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. સવદિપર ચિરવિયેગથી દુ:ખી થયેલી માતાએ હર્ષાશનું સિંચન કર્યું. પ્રિય અને સુંદર શ્રેણીને ઘેર સપુત્રના જન્મની જેમ આઠ દિવસ સુધી આનંદપૂર્વક વર્ધાપન મહત્સવ પ્રત્યે * હવે એક દિવસે અવસર પામીને મસ્તકપર અંજલિ જોડી સરસ્વતી દેવદિનને વિનયથી આ પ્રમાણે વિનવવા લાગી:–“હે સ્વામી! પરણીને કાંઈ પણ કારણથી પતિએ એને તરત તછ દીધી એટલે તેના વિગથી દુઃખિત થઇને આ બિચારીએ દીક્ષા લઈ લીધી, એ હેતુથી આ લેકે મારું વિરાગ્ય કંઇક જ્ઞાનગભિત છતાં દુખગર્ભિત સ્પષ્ટ રીતે માનશે તે કારણથી અને બાળચાલ્યથી તમારી પાસે મેં જે ઉદ્ધત વાક્ય કહ્યું હતું, તે પણ એકવાર સિદ્ધ તે કરી બતાવવું જ એવી ઇચ્છા થવાથી-આ બે કારણેને લીધે બાલ્યાવસ્થાથી તત્ત્વનો બંધ થતાં મારું હૃદય વિષયોથી વિરકત હતું અને ચારિત્ર લેવાની ઇચ્છા હતી છતાં આટલે વખત હું ગ્રહણ કરી શકી નહિ. હવે પુણ્યના યોગે બધા અંતરા દૂર થઈ ગયા છે, માટે હે સ્વામિન ! હવે ચારિત્ર લેવાની અને અનુજ્ઞા આપે. આ પ્રમાણે તેનું વચન સાંભળીને જેણે તેની સાથે અત્યંત દઢ પ્રેમ બાંધેલ છે, એવો દેવદિન મનમાં બહુ ખેદ પામીને સરસ્વતીને કહેવા લાગ્ય:- “હે પ્રિયે! દુવિ. દગ્ધ એવા મેં વિનય અને ઔચિત્યવતી છતાં તારા જેવા સ્ત્રીરત્નને આટલે વખત દુવિનીત માની લીધી, માટે મને ધિક્કાર ! અજ્ઞાન અંધકારથી અંધ થયેલા એવા મારી પાસે પુન: દીપશિખાની માફક અત્યારે તે પોતે પિતાને પ્રકાશિત કરી, તે હે ગુણવતી ક! આવી રીતે પિતાને પ્રકાશિત કરીને દઢતાયુકત તું પ્રેમી એવા મારે અત્યારે અકસ્માત શા માટે ત્યાગ કરે છે? હે પ્રિયા ! આ તારે વિચાર પ્રશસ્ય છે, પણ તપશ્ચરણ ચતુર્થાશ્રમમાં ઉચિત છે, તાંબૂલમાં જેમ શકે. રાનું ચૂર્ણ યુક્ત નથી, તેમ તે વનવયમાં ઉચિત નથી, હે વહાલી પ્રાય: સર્વ તીર્થકરે અને તત્ત્વજ્ઞ પુરૂએ પણ વનવયમાં વિષય
Page #70
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. સુખ ભેગવાને વૃદ્ધાવસ્થામાં વ્રત લીધું છે. માટે અત્યારે યથેચ્છ કામગ સેવીને (ભેગવીને) વૃદ્ધવયમાં આપણે બંને સાથે વ્રત અંગીકાર કરશે. આ પ્રમાણે પતિના ઉપધથી સરસ્વતી પિતે તત્વજ્ઞ છતાં પુર્વના ભેગફલકમ ભેગવવાને માટે ગૃહસ્થાશ્રમમાં રહી. પરંતુ સંસારમાં રહ્યા છતાં સુધાસદશ પુણ્યબેધથી તે પતિવ્રતાએ પિતાના પતિને પ્રતિબેધીને તેને શુદ્ધ આહત ધર્મ શીખવ્યું. એટલે કમે કમે તે હદયની શુદ્ધ અને શ્રેષ્ઠતર પરિણતિયોગે આવશ્યક ક્રિયામાં ઉદ્યત થઇને નિશ્ચય શ્રાવક થયે કહ્યું છે કે
" सामग्गिअभावेवि हु, वसणेवि सुहेवि तहा कुसंगेवि जं न हायइ धम्मो, निच्छयओ जाण तं सड्डे."
સામગ્રીના અભાવે, દુઃખ આવતાં, સુખ આવતાં તેમજ કુસગતમાં પણ જે ધર્મને ન તજે, તેને જ નિશ્ચયથી શ્રાવક જાણવે.” ૌવનવયમાં પણ આસ્તિકપણાથી જેમની નિષ્ઠા ધર્માનુષ્ઠાનમાંજ વર્તે છે અને નિરંતર પાપથી જેમનું હૃદય ભય પામે છે, એવા પુત્ર અને પુત્રવધૂના સંસર્ગથી તેમજ તેમના ઉપદેશથી પણ અતિ ભારે કર્મના ઉદયને લીધે પ્રિયંગુ શેઠના હૃદયમાં લેશ પણ ધર્મ પરિણમે નહિ. અને તેનામાં પૂર્વ કહેલાં જે જે દૂષણે હતા તેમાંથી એક પણ વય પરિપકવ થયા છતાં ઓછું ન થયું. તે ધન, ધાન્ય, મણિ, સુવર્ણ રૂ, અને કુખ્યાદિમાં અત્યંત મૂચ્છિત થયે સતે તેમજ મેહથી કામભોગને વિષે નિત્ય તીવભિલાષ ધરતો સત નિરંતર સર્વત્ર
મારૂ મારૂં? એ મંત્રનો જાપ કરતે, ધર્મ કે સત્કર્મનું નામ પણ લે નહિં. ચાર પ્રકારના આર્તધ્યાનથી અને કઈ કઈ વખતે રૈદ્રધ્યાનથી પ્રિયંગુશેનું સમગ્ર જીવન એમને એમનિલ વ્યતીત થયું. છેલ્લે અવસરે પણ પોતાના ભારે કર્મીપણાથી ધર્મ કે પ્રભુને યાદ કર્યા
Page #71
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. સિવાય મરણ પામીને તે વિકેન્દ્રિય જીવોમાં ઉત્પન્ન થશે. ત્યાં ઘણાં પાપ આચરીને તે દુર્ગતિમાં ગયે. એમ નીચે નીચે પડતે તે એકેદ્રિય જાતિમાં જશે. ત્યાં એના પિંડરૂપ પાંચે થાવરકાયમાં વારંવાર ઉત્પન્ન થઈને વિપત્તિની ઉત્પત્તિના દુખથી આત્ત (આકુળ) થતો તે ચિરકાળ સંસારમાં પરિભ્રમણ કરશે.
પિતાના મરણ પછી શેક્સાગરમાં નિમગ્ન થયેલા દેવદિન્ને પરલોકવાસી પિતાની ઉત્તરક્રિયા કરી, પછી સ્વજનેએ મળીને તેને શેક નિવાર્યો અને પ્રિયંગુકીને સ્થાને તેને સ્થાપીને તેના પર કુટુંબ બના ભારનું આપણું કર્યું. તે પાપભીર, દાક્ષિણ્યવાન, સત્યશાળ અને દયાને ભંડાર, શુદ્ધ વ્યવહારમાં નિષ્ઠ, દેવ ગુરૂની ભક્તિને કરવાવાળા, સવપ્રણીત ધર્મમાં શ્રદ્ધાળુ, નિષ્કપટ હૃદયવાળે, સદ્દબુદ્ધિવાળો અને અનુક્રમે વધતી જતી મહત્ત્વપત્તિવાળે થયે તેવા પ્રકારના (ધમહીન) પિતાથી ઉત્પન્ન થયેલા આવા ધર્મચુસ્ત) દેવદિને જોઈને લેકે કહેવા લાગ્યા કે –“અહે! વિષવૃક્ષથી આ અમૃત જેવું સ્વાદિષ્ટ ફળ ઉત્પન્ન થયું. સમાન સ્નેહ અને શીળવાળા દેવદિન્ન અને સરસ્વતીને સુખપૂર્વક નાનાપ્રકારના દિવ્યભોગ ભેગવતાં રૂપ અને સૈભાગ્યથી સુશોભિત તથા વિનયયુક્ત જાણે શરીરધારી પુરૂષાર્થો હોય એવા ચાર પુત્રો થયા,
એક દિવસે જાણે નગરવાસીઓના પુણ્યથી આકૃષ્ટ થયા હોય એવા સમ્યક્રક્રિયા અને જ્ઞાનરૂપ ધનવાળા શ્રી યુગધરાચાર્ય ત્યાં પ. ધાર્યા. જેમ તુષિત પ્રાણુઓ નિર્મળ જળથી ભરેલા સરોવર પાસે જાય, તેમ પુણ્યવંત પરજને ઉત્સાહથી એમની પાસે આવ્યા. શ્રદ્ધાળુ હૃદયવાળે અને ચતુર દેવદિન્ન પણ સરસ્વતી સાથે તેમના વચનામૃતનું પાન કરવાને આવ્યું. દાહની શાંતિ તુષાને ઉછેદ અને મળનું પ્રક્ષાલન કરવાના હેતુથી જંગમ ભાવતીર્થરૂપતેઓએ આ પ્રમાણે ઉપદેશ આપવો શરૂ કર્યો-“સ્વર્ગ અને મોક્ષનું સુખ આપ
Page #72
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. વામાં સાક્ષરૂપ એ દયામય શુદ્ધ ધર્મ, ભવભીર ડાહ્યા માણસેએ સર્વ પ્રકારે આરાધ જોઈએ. જે કર્મ કરતાં પર પ્રાણીઓને પીડા થાય, એવું કમ મન, વચન અને કાયાથી કુશલાથી પુરૂષોએ કદાપિ કરવું નહિ. અને વધ, બંધન વિગેરે કરવારૂપ પાપ એક વાર પણ કરવામાં આવે, તે તેને જઘન્ય વિપાક દશગણે થાય છે અને તિવ્ર કે તીતર શ્રેષરૂપ પરિણામના વાશથી કર્યું હોય તે તેને વધતો જાતે વિપાક કમથી (અનુક્રમે) અસંખ્યગણે પણ થાય છે. આગમમાં પણ
" वहमारणअब्भरकाण-दाणपरधणविलोवणाइणं; सव्वजहन्नो उदओ, दसगुणीओ इक्कसिकयाणं." " तिव्वयरे उपएसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो; कोडाकोडिगुणो वा, हुज्ज विवागो बहुयरो वा."
વધ, મારણ, આળ દેવું અને થાપણ ઓળવવી, વિગેરે પાપ એક વખત કરવાથી તેને સર્વથી જઘન્ય ઉદય દશગણો હોય છે. પરંતુ તીવ્રતર પ્રષિવડે કરવાથી તેને વિપાક સોમણે થાય, લાખગણે થાય, કેટિગણે થાય અને કેટકેટિગણે થાય અથવા તે તે કરતાં પણ વધારે થાય.” બીજા (અન્ય) પરના વેષથી કરવામાં આવેલ વધાદિ ઉગ્ર પાપ તો દૂર રહે; પરંતુ કપટગભિત ધર્માખ્યાન પણ આગળપર મહાદુ:ખકર થાય છે. જેમ છદ્મગર્ભિત ધર્મોપદેશ પણ પોતાની ભાભીને દુ:ખને હેતુ થવાથી ધનશ્રીને અંતે દુ:ખકારી થયો હતો. તે દષ્ટાંત આ પ્રમાણે –
અનેક શ્રીમંત શ્રાવકેથી વ્યાક એવા વસંતપુર નામના નગરમાં શુદ્ધ વ્યવહારવાળે, વાણીમાં કુશળ, ત્યાગી, ભેગી, બુદ્ધિને ભંડાર કરવામાં આવતાં અશેર દુષ્કર્મોથી વિરામ પામેલે અને ધન ધાન્યની સમૃદ્ધિવાળે પરમ શ્રાવક ઘરેશ્વર નામે શેઠ હતો.
Page #73
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૬૭ શીલાદિક સદ્દગુણોથી સુશોભિત અને શ્રેષ્ઠ ભક્તિવાળી લક્ષ્મી નામે તેને સ્ત્રી હતી, તે સ્ત્રી દિવ્ય રૂપની શોભાથી પણ ખરેખર લક્ષ્મીજ હતી. પૂર્વ પુણ્યના પ્રભાવથી દઢ સ્નેહાનુબંધવાળા તે દંપતીને દિવ્ય ભાગ જોગવતાં કેટલેક કાળ વ્યતીત થયે. એક દિવસે રાત્રિના પાછલે પહેરે ક્યાંક ઉચ્ચાર કરાતો (બેલાત) આ લેક શય્યામાં સુખે બેઠેલા એવા તેમને કણુગોચર થા:
" यत्र न स्वजनसङ्गतिरुच्चै-यंत्र नो लघुलघूनि शिशूनि यत्र नैव गुरुगौरवचिन्ता, हन्त तान्यपि गृहाण्यगृहाणि."
જમાં સ્વજનોની ઉચા પ્રકારની સંગતિ નથી, જ્યાં નાના નાના બાળકે નથી અને જ્યાં વડિલોનું માન સાચવવાની કાળજી નથી, અહા ! ખેદની વાત છે કે, તે ગૃહ પણ અહજ છે. “જેને પુત્ર ન હોય તેનું ઘર શૂન્ય, જેને બંધુઓ ન હોય તેની દિશાઓ શૂન્ય, મુખનું હૃદય શૂન્ય અને દરિદ્રને સર્વ શૂન્ય છે. ઉચે કૂદ, નીચે પડેતો, ખલિત થઈ ચાલતો હતો અને મુખમાંથી લોળો વખતે એ નંદન કેઈ ભાગ્યવતી ભામિનીનાજ ઉત્સગમાં હેય છે.” આવી હકીકતવાળા લેક સાંભળીને એકાંત સુખસ્વાદ છતાં ત્યારથી અનપત્યપણાને લીધે તેમનું ચિત્ત અતિશય તપવા લાગ્યું. અત્યંત સુખના ઉપભેગની અંદર, કાચૂર્ણના સ્વાદમાં આવેલી કાંકરી જેમ દુસહ લાગે, તેમ તે દુ:ખ તેમને અસહ્ય થઈ પડ્યું. અપત્યની પ્રાપ્તિને માટે નાનાપ્રકારના દેવ દેવીની પૂજા, યંગ કે ભેગાદિ ધરવારૂપ મિથ્યાત્વને તેમને મિથ્યાષ્ટિઓ વારંવાર ઉપદેશ દેતા હતા, પરંતુ શુદ્ધ જૈનપણથી તેમનું સમ્યત્વ વિશુદ્ધ હોવાને લીધે તેમનું મેરૂસમાન નિશ્ચલ મન જરાપણ ચલાયમાન ન થયું. તીર્થકરની ભક્તિ, તપ તથા દીન અને દુઃસ્થિતને દાન વિગેરે સત્કૃત્ય કરવાથી તેઓ અનુક્રમે પિતાનું પૂર્વના અંતરાયરૂપ દુષ્કર્મ ખપાવવા લાગ્યા,
Page #74
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના એક દિવસ જિનેશ્વર ભગવંતની પૂજા કરીને તેમની આગળ અરિહંતપદના ધ્યાનમાં લીન થઇ કાત્સગે રહેલા અને અહંદુભક્તિના પ્રભાવથી જેના અશુભ કર્મ ખપી ગયા છે એવા તે શેઠને “હવે તારી અભીષ્ટ સિદ્ધિ પાસે છે એ રીતે સ્પષ્ટ બેલતા કેઈપણ દેવે તેના સત્કર્મથી પ્રેરાઈ ત્યાં આવીને પાકેલા બે આમ્રફળ અને એક તેની ગોટલી તુષ્ટ થઈને સમર્પણ કરી. સાક્ષાત્ મળેલી તે વસ્તુઓ જોઇને શેઠ હાર્ષિત થઈ વિચાર કરવા લાગે કે –“ નિશ્ચય આ કેઈ સાધર્મિક દેવ મારાપર પ્રસન્ન થયેલ છે અને આજે મારા હૃદયના દુ:ખને દૂર કરવા માટે મને આ વસ્તુ સમર્પણ કરીને તેણે ભાવિ બે પુત્ર અને એક પુત્રીરૂપ ત્રણ અપત્યની પ્રાપ્તિનું સૂચન કરેલું છે.”
પછી વિશેષરીતે હષિત હૃદયથી સદ્ધર્મનું આચરણ કરતાં તેમને અનુક્રમે બે પુત્ર અને એક પુત્રી એમ ત્રણ અપત્યો થયાં. “આ મારા ઘરના ધનને સ્વામી એ હેતુથી શ્રેષ્ટીએ પહેલા પુત્રનું ધનપતિ એવું નામ રાખ્યું અને તેના નામને અનુસારે પછીના બે અપત્યનાં અનુક્રમે ધનાવહ અને ધનશ્રી એવાં નામ રાખ્યાં. વખત આવતાં શ્રેષ્ઠીએ સાર ઉપાધ્યાય પાસે તે ત્રણેને યોગ્ય કળાએ શીખવી. પછી પદ્મશ્રી અને કમલશ્રી નામની બે વણિક સુતાઓની સાથે મેટા મહોત્સવથી શ્રેષ્ઠીએ અને પુત્રને વિવાહ કર્યો અને સુદરશેઠના રૂપ અને સૌભાગ્યશાળી પુત્ર સાથે યૌવનવતી ધનશ્રીને પણ તેણે પરણાવી.
ધનથી દશ દિવસ આનંદથી સાસરે રહીને માબાપને મળવાની ઉકાથી પિતાને ઘેર આવી. એટલામાં તત્કાળ ઉત્પન્ન થયેલા કેઈતીવ્ર અને અસાધ્ય વ્યાધિની પીડાથી દુવેગે અકસ્માત તેને પતિ મરણ પામ્યા. પિતાના પતિના મરણની ભયંકર ખબર
Page #75
--------------------------------------------------------------------------
________________
યુગાદિ દેશના.
૬૯
સાંભળીને હૃદયમાં દુ:ખાકુળ થઇ વિલાપ કરતી ધનશ્રી આ પ્રમાણે વિચાર કરવા લાગી:~ અંગુઠાપર મકેલા અગ્નિની જ્વાળા માક અત્યંત દુ:સહુ એવી આ ખાલવૈધવ્યની વેદના મારે શી રીતે સહન કરવી ? માટે જ્વાળાભ્યાસ હુતાશનમાં આજેજ આ શરીરને હેમીને આ મોટા દુ:ખની હુ* એક સાથે સમાપ્ત કરૂ ” તે વખતે શાકાત્ત થઇને આંખમાંથી આંસુ પાડતા એકઠા થયેલા સ્વજનોએ દયાની લાગણીપૂર્વક જોવાયલી તે પાતાના પિતાને આ પ્રમાણે કહેવા લાગી:—“ હે તાત ! આજે અત્યારેજ પ્રસન્ન થઇને મને કાઇ મગાવી આપો, કે જેથી હુ· બળી મરૂ'; કારણ કે પતિમાગે અનુસરવાથી સતીઓને લાભજ છે. ” પછી પોતાના ઉત્સગમાં તેમ એસારીને સગદગદ તેના પિતા કહેવા લાગ્યા:- હે વત્સે ! તત્ત્વજ્ઞ મનુષ્યાને આવુ સાહસ ક કરવુ' ઉચિત નથી. આવા મનુષ્ય જન્મ અને સાન વૃથા કેમ ગુમાવાય ? હે મુગ્ધ ! મનુષ્ય ભવમાં એક ક્ષણવારમાં પણ મહાન્ કર્મના ક્ષય થઇ શકે છે. ” કહ્યું છે કે:
–
“ નં અન્નાની જન્મ, વવેફ વદુર્ગાદું વાળજોકોવિં; तं नाणी तिहिगुत्तो, खवेइ उसासमित्तेण .
99
“ અજ્ઞાની જે કને ઘણા કરોડા વરસે ખપાવે, તે કર્મને જ્ઞાની ત્રણ ગુપ્તિ સહિત એક ધાસ માત્રમાં ખપાવી શકે છે.” “ હું વસે ! અગ્નિપ્રવેશાદિ અતિ દુ:સહુ ટાથી પણ જો પ્રાણીઓ શુભ ભાવવાળા હેાય, તા માત્ર વ્યતરપણાને પામે છે. ” આગમમાં કહ્યું છે કે:--
" रज्जुग्गहविसभरकण – जलजलणपवेसतिनछुह दुहिओ; गिरिसिलपडणाउ मया, सुहभावा हुंति वंतरिया. "
૮ ટારડીથી ગળાફાંસો ખાય, વિષ ભક્ષણ કરે અને જળ કે અ ગ્નિમાં પ્રવેશ કરે, તૃષા કે સુધાક્રાંતપણે મરે તથા પર્વતના શિખરપર્
Page #76
--------------------------------------------------------------------------
________________
૭૦
યુગાદિદેશના. થી પૃપાપાત કરે, તે વખતે જો શુભભાવ રહે તે પ્રાણીઓ અંતર થાય છે. જેમાં માંત્રિક લેકે પાત્રમાં ( સ્થાનકમાં) દેવ (વિષ) ને નિયમિત (કબજે) કરીને પછી મંત્ર પ્રયોગથી તેને મારે છે, (દૂર કરે છે, તેમ તપરૂપ અગ્નિવડે આત્માને નિયમિત કરીને ડાહ્યા માણસ શરીરને કસે છે (અંકુશમાં રાખે છે). હે શુભે !
અગ્નિના દાહથી ભયભીત થયેલ આત્મા તત્કાળ ઉડી ગયા પછી નિર્જીવ શરીર બાળવાથી શે ગુણ થાય ? કાષ્ટભક્ષણથી સ્ત્રીઓનું જે પતિમાર્ગનુસરણ છે, તે પણ વ્યવહારમાત્રથી છે, વસ્તુતાએ તે તેનું પરિણામ કાંઈ નથી. સ્નેહથી સાથે મરતા જીવે પણ કમની પરવશતાથી પરકમાં ભિન્ન ભિન્ન ગતિ પામે છે.” (એક સ્થાનકે ઉપજતા નથી.) ઘુવંશમાં પણ કહ્યું છે કે___ " रूदता कुत एव सा पुन-ने शुचा नानुमृतेन लभ्यते;
परलोकजुषां स्वकर्मभि-गतयो भिन्नपथा हि देहिनाम." બતે કાંતા હવે રૂદન કરવાથી, શેક કરવાથી કે તેની પાછળ મરી જવાથી પણ કયાં મળવાની હતી? કારણ કે પિતાના કમવિશથી પરલેકવાસી પ્રાણુઓની ભિન્ન ભિન્ન ગતિ થાય છે.”
માટે હે વત્સ! આ બાલમરણના અધ્યવસાયને હદયથી છોડી દઈને શ્રદ્ધાથી સર્વ દુ:ખોના ઔષધરૂપ આહુત ધર્મનું આચરણ કરે અને યથાયોગ્ય દાન દેતી, ઉજવલ શીલ ધારણ કરતી, શક્તિ પ્રમાણે તપ આરતી અને શુભ ભાવના ભાવતી સુખે અહીં રહે. અહીં આપણે ઘેર નિરંતર રહેવાથી અને અતિ પરિચયથી તારી અવજ્ઞા થશે, એમ મનમાં લેશ પણ શંકા રાખીશ નહિ. કેમકે તું જે આપીશ, તેજ બધું મારે ઘેર ખવાશે અને તે જ પહેરાશે. તું જે શુભાશુભ કરીશ તે બધું સર્વને પ્રમાણ છે. આ પ્રમાણેનાં સુધાસમાન શીતળ વચનોથી આશ્વાસન આપીને શ્રેષ્ઠીએ પુત્રીને મરણના અધ્યવસાયથી અટકાવી.
Page #77
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૭૧
પછી પિતાને ઘેર રહીને સવિગ્ન મનથી શ્રદ્ધાપૂર્વક ધનશ્રી નિરંતર સાવધાન થઇને ધર્મ કૃત્ય કરવા લાગી. અન્યદા અપત્યપર અતિશય પ્રેમાળ અને જન્મથી શ્રાવકધના આરાધક એવા તેણીના માતાપિતા અનુક્રમે સ્વગે ગયા. તેથી “ અરે ! વ્યવહારની વિષમતાથી હવે તે માઘ્યાય વિના સ્વામાંજ એક તત્પર એવા અને ભાઇ અને ભાભીઓની આગળ મારો નિર્વાહ શી રીતે ચાલી શકશે ? ” આવા સ’કલ્પ વિદ્ધાથી દુ:ખાત્ત થઇને તે રડવા લાગી. પરંતુ મને ભાઇઓએ માબાપના અવસર મેગ્યરીતે સાચવીને સંબધીઓ સમક્ષ હૃદયના પ્રેમથી ધનશ્રીને આ પ્રમાણે કહ્યું કે“ હું વ્હેન ! તમેજ અત્યારે અમારા ઘરમાં માતાની જેમ મુખ્ય છે, તા હવે પછી યથાયેાગ્ય સકામાં તમારે તમારી ભાભીઓને જોડવી અને સઆરભથી મુક્ત થઇ, પ્રકારના આવશ્યકમાં તત્પર થઇ સત્પાત્રને દાન આપતા સતા તમારે પેાતાના જન્મને કૃતાર્થ કરવા. ” આવાં વિનય અને ચિતતાગભિત ભાઈઓનાં વચનેાથી તે ભાભીવિગેરે સ્વજનામાં અત્યંત હેટાઇને પામી ( માનનીય થઈ ) .
હવે હળવે હળવે ધનશ્રીએ રોક મૂકી દીધે; અને ચતુર એવી તે હંમેશા યથાયોગ્ય બધા કામમાં પોતાની ભાભીઓને પ્રવર્તાવવા લાગી ભાભીએ પણ શ્રેષ્ઠ કુળ અને શીલવાળી હેાાથી તેને નિર્’તર પાતાની માતા સમાન ગણી તેણીના ઉપર અત્યંત સ્નેહ રાખવા લાગી, તે ત્રણે પ્રતિક્રમણાદિ કરીને તત્ત્વની જિજ્ઞાસાથી પરસ્પર હંમેશા ધર્માંગાણી કરતી હતી.
હવે દીન અને દુ:સ્થિત જનેાને અનુકંપાદાન, સુપાત્રાને નિર્દોષ અને ભૂષણરૂપ શ્રદ્ધાપૂર્વક દાન અને ધર્મસ્થાને જાતાં આવતાં યાચકાને ચિતદાન એ રીતે પાતાની ઇચ્છા પ્રમાણે દાન આપતી ધનશ્રી સત્ર લાકામાં પ્રશસા પામી. એક દ્વિવસે માણસેાંના મુખથો નણ
Page #78
--------------------------------------------------------------------------
________________
હર
યુગાદેિશના.
દની વિશેષ પ્રશંસા સાંભળીને માયાળુ છતાં મને ભાભી મનમાં જા ખેઃ પામી અને આ પ્રમાણે વિચારવા લાગી કે:-નણંદને આ ઘર સાથે આટલા બધા ો! સમય છે કે જેથી એ આપણા ધનના આટલા બધા વ્યય કરે છે ? ” પછી પાડેારાણ સ્રીઓની આગળ પણ કાંઇક અદેખાઇથી ઉંચા નીચા અવજ્ઞાનાં વચના તે ખેલવા લાગી. પર પરાએ ભાભીઓનુ તેકથન જાણીને હૃદયમાં કાંઇક અનુતાપ ધારણ કરતી ધનશ્રી વિચારવા લાગી કે:- પ્રાય: સવ ભાભીએ મધે ઠેકાણે આવીજ હેાય છે, તેથી તેમના વચનથી દૂભાઇને કોણ મનમાં કંઇ પણ લાવે ? પરંતુ જો મારૂ' દાન અને કામ ભાઇને ન રૂચતું હોય તેા પછી ઘરની આટલી વેઠ હુ" ।ગટ શા માટે કરૂ ? અને જો ભાઈએને તે રૂચતું હાય તા ભાભીઆના ખાલી બોલવાથી શુ' ? માટે ભાઇઓના હૃદયમાં મારાપર કેવી આસ્થા છે તેની પરીક્ષા કરૂ”,
ત્યાર પછી એક દિવસ સાંજે કઇ કારણસર મેાટા ભાઇ નજીકમાં હતા તેવે વખતે ધર્મવિચાર કરતાં ધનશ્રીએ પદ્મશ્રીને કહ્યું કે:- હું શુભે! સ્રીઓને એજ ધર્મ છે કે સ` પ્રયત્નથી પેાતાની સાડી શુદ્ધ રાખવી. બીજું બહુ એલ એલ કરવાથી શુ ? ” આ તેણીનું વચન સાંભળી માટેાભાઈ મનમાં વિષાદ લાવી વિચારવા લાગ્યા કે:- નિ શ્રય આ મારી સ્રી કર્યાંક ભ્રષ્ટ (શીલરહિત) થઇ જણાય છે, નહિ તે સત્ય, હિતકારી, નિર્દોષ અને મિત ખેલનારી, સુશીલા અને કુશલ એવી મારી વ્હેન તેને આવા પ્રકારના ઉપદેશ શા માટે આપે ? અહા! લેશથી મેળવેલા ધનથી આ વ્યભિચારિણીનું પાષણ કરતાં આટલા વખત મેં વૃથા અસતીયાષણ કર્યું. જ્યારે એ દાષથી દુષ્ટ થઇ, તે પછી સુરૂપવતી છતાં એનું હવે મારે શુ પ્રયાજન છે ? ” આ પ્રમાણે આ અત્યંત વિરક્ત થઈ તે પેાતાના વાસગૃહે (ઘરમાં) ગયા. સમયપર ત્યાં આવેલી પદ્મશ્રીને રાષરક્ત થઈને તે આ પ્રમાણે કહેવા લાગ્યાઃ– હે મહાપાપિણી ! બહાર નીકળ, મારો સ્પર્ધા કરીશ નહિ.” આવી રીતે કૈાધનાં વચનાથી તજાયેલી તે વિચાગિની અબળા રૂદન કરતી
Page #79
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
ca
‘મે' શું પાપ કર્યું છે કે જેથી પતિ કોપાયમાન થયા ' એમ વિચારવા લાગી. યાદ કરતાં પેાતાનું કંઇ પણ પાપ યાદ ન આવવાથી રાત્રે કેવળ પૃથ્વીઉપરજ આળેઢતી તે અત્યંત દુ:ખ અનુભવવા લાગી. જેને અ ત્યંત અધેય ઉત્પન્ન થયુ' છે એવી તે સ્વલ્પ પાણીમાં માછલીની જેમ રાત્રિના ત્રણ પહેારને સે ( શત) પ્રહર કરતાં અધિક માનવા લાગી. પ્રભાતે તેનું નિસ્તેજ સુખ જોઇને ધનશ્રીએ તેને પૂછ્યુ—“ હું સુભ્ર ! આજે આમણદૂમણી કેમ દેખાય છે ? ” સરલ એવી પદ્મશ્રીએ રાત્રિના યથાસ્થિત અહેવાલ તેને કહી મતાન્યા. પૂના સકેતાકારથી મનમાં હસતી ધનશ્રી તેને ધીરજ આપતી સતી બોલી કે— હું મુગ્ધ ! તુ... ખેદ મ કર! તારી ઉપર તારા પ્રિય જોકે કુદ્ધ થયેલા છે, છતાં હું તેને એવા પ્રકારની યુક્તિથી સમજાવીશ, કે તે તારા પર પાછા પૂર્વની જેમ સ્નેહ કરશે. ”
હવે પેાતાના ઘરના દુ ત્તથી જેને ચિત્તમાં અત્યંત અધૈય - ત્પન્ન થયુ છે, એવા ભાઇને અવસરે કામળ વચનથી ધનશ્રીએ પૂછ્યુ’ “ હે ભ્રાત ! આજે તમારા સુખપર શા નિમિત્તથી શ્યામતા છવાઇ ગઇ છે ? ” વિશ્વાસુ એવા તેણે મ્હેનની આગળ પેાતાની પત્નીનું તે દુવૃત્ત (દુરાચરણ) કહી બતાવ્યું. પછી ધનશ્રી ભાઇને કહેવા લાગી, “ પદ્મશ્રીને તમે આવી ( આવા પ્રકારની ) શા ઉપરથી કહે છે.? મીજના ચંદ્રમાની અદર લાંછનની જેમ એ અસ’ભાગ્ય છે. જો તમે એવુ... જોયુ કે સાંભળ્યું હોય તા તે કહેા, અન્યથા સતી સ્રીના દોષ કહેવા તે ચાખ્ય નથી.” તે કહેવા લાગ્યા કે— હેન ! તુ* બધું જાણે છે, છતાં મારી પાસે તે છુપાવે છે. તે દિવસે સાંજે શાટિકાઢિ ખેલથી તેને તું શિખામણ નહાતી આપતી? જેમ મા ભ્રષ્ટને મા કંથન, સ્ખલિતને આલેખન, તેમ શીલભ્રષ્ટને શીલશિખામણ એ બધુ સ્પછજ છે.” તે સાંભળી ધનશ્રી જરા હાસ્યકરીને કહેવા લાગી— અહા! મેાટા વિદ્વાન છતાં તમારી પણ કેટલી બધી મુગ્ધતા છે, કે આવા પ્રકારનાં આત્મગાણીનાં વચનામાં પણ વ્યંગ્યા કલ્પી લીધા. હે ભ્રાતા !
Page #80
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. બંને લેકને વંસ કરનાર અને આકાશની માફક પ્રાય: અનાચ્છાઘ (ગુપ્ત ન રહી શકે એવું)હૈ:શીલ્યપાતક એ સ્ત્રીઓનાં સર્વ પાપમાં મોટામાં મોટું પાપ છે. તે વાત કરતાં શાટિકા વિગેરે વાક્ય તે મેં આત્મગણી કરતાં સ્વાભાવિક કહ્યું હતું, પણ તેને દુત્તમાં પ્રવૃત્ત માનીને તેની નિવૃત્તિ માટે કહ્યું નહોતું. હે ભાઈ! પતિવ્રતા એવી પદ્મશ્રીમાં દુધમાં પૂરાની જેમ તેવા લેશ પણ દૂષણની વ્યર્થ શંકા કરશો નહિ. » ભગિનીનાં વચનથી વિશ્વાસ પામી ધનપતિ વહેમને ત્યાગ કરી સારો વિકલ્પથી પૂર્વની માફક પશ્રી ઉપર અધિક પ્રીતિ ધારણ કરવા લાગે.
એક દિવસે તેવી જ રીતે ધનાવહ જ્યારે કાંઈ કામપ્રસંગે નજીકમાં હતું તેવે વખતે ધનશ્રીએ ધર્મવિચાર કરતાં તેની પત્ની કમલશ્રીને કહ્યું – “હે શુભે! જનરંજન કરવા માટે ઘણું વચન પ્રપંચથી શું ? પિતાને હાથ ચાખે રખ? એજ સ્ત્રીઓને ધર્મ છે. તે વાકય સાંભળીને ધનાવહ મનમાં ખેદ પામી વિચારવા લાગ્યો: “અહા! ખરેખર ! કુલવતી છતાં મારી પત્નીને ચારો કરવાને સ્વભાવ લાગે છે. જે એમ ન હોય તે આ બહેન એને આવા પ્રકારની શિખામણ શા માટે આપે? કારણ કે કંઈપણ ખલના વિના અધ પણ કશા (ચાબુક) ને પાત્ર થતું નથી.” આ પ્રમાણે વિચારીને પૂર્વની જેમ દેશની આશંકા કરીને મનમાં વિષાદ પામી તેણે પણ નિવાસસ્થાને આવેલી પિતાની પ્રિયાની નિર્ભર્સના કરી. તેથી અત્યંત દુખી થઈને એણે પણ તેવી જ રીતે રાત્રિ વ્યતીત કરી. સવારે જ્યારે ધનશ્રીએ પૂછ્યું ત્યારે તેણીએ વીતેલ વાત કહી બતાવી, તે સાંભળીને મૃદુ અને શીતળ વચનોથી ભાભીને આશ્વાસન આપી. “ જાણે કોઈ જાણતી જ નથી ? એમ દંભથી એકાંતમાં તે ધનાવહને કહેવા લાગી:-- હે વીર! આજે એકાએક કમલશ્રી ઉપર કેમ કપાયમાન થયા છે. તે કહેવા લાગ્ય:-- મારી આગળ એ તસ્કરીનું નામ પણ લઈશ નહિ.”
Page #81
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. ધનશ્રી કહેવા લાગી કે “હે ભાઈ! જે કણ કણ કરીને તમારા ઘરમાં સંગ્રહ કરે છે, તેનામાં આવા અસંભાવ્યની સંભાવના કેમ કરો છો? ચંદ્રમાં ઉષ્ણતા, સૂર્યમાં અંધકાર અને પાણીમાં અગ્નિની સંભાવનાની જેમ આમાં લેશ પણ તૈન્ય દેષ હોય એમ હું માની શક્તી નથી. તે પુન: આ પ્રમાણે કહેવા લાગ્યો:-- જે એનામાં તૈન્યસ્વભાવ ન હોય તો “ હાથ ચેખો રાખવો” એ પ્રમાણે એને તમે શા હેતુથી શિખામણ દીધી? > ધનશ્રી જરા હસીને બોલી:--“હે બધેપિતાના કામકાજમાં વ્યગ્ર થયેલ પુરૂષ તે ઘરમાં કઈ વખતજ આવ જા કરે છે, પરંતુ ઘરની રક્ષામાં નિમાયેલી ચી તો આખો દિવસ ઘરમાં જ રહે છે, કદી પણ તેને મૂકતી નથી. તે પણ જ્યારે ઘરને લૂંટશે (ચાર) તે પછી ત્યાં રક્ષા કરનાર કેણુ રહેશે ? જ્યારે વાનનું કામ ઉટ કરશે ત્યારે શીકું ક્યાં બંધાશે? હે ભ્રાત: પુરૂષોને પણ તૈન્ય નિષિદ્ધ (વિરૂદ્ધ) છે, અને સ્ત્રીઓને તો વિશેષ નિષિદ્ધ છે. આ પ્રમાણે સામાન્ય વાત કરતાં તે દિવસે મેં એમ કહ્યું હતું; બીજું કોઈ કારણ નહોતું.” બહેનના આ વાકેથી દોષની શંકારહિત થઇ ધનાવહે પ્રથમની જેમ મધુર આલાપથી પત્નીને પ્રમુદિત કરી.
હવે ધનશ્રીએ નિર્ણય કર્યો કે --મારૂં કરેલું શુભ કે અશુભ, સ્નેહના વશથી મારા ભાઈઓ બધું શુભજ માની લે છે.” એમ વિચારી ધનશ્રી, ભાભીઓનાં ઉંચા નીચા વચનને અનાદર કરીને પૂર્વ પ્રમાણે જ દાનાદિ પુણ્યકર્મ કરવા લાગી. પરંતુ અન્યને દુ:ખના હેતુભૂત તે માયાગભિત ઉપદેશથી ધનશ્રીએ દુ:ખવેદ્ય, દૃઢ અને ઉત્કૃષ્ટ કમ બાંધી લીધું. પ્રાંતે ધનપત્યાદિક પાંચે સંવિને મનવાળા થઈને નિષ્પાપ પ્રવજ્યા અંગીકાર કરી સ્વી ગયા. ત્યાં પણ પૂર્વભવના સંસ્કારથી પરસ્પર સ્નેહા મનવાળા થયા સતા ઘણા કાળ સુધી તેઓએ વિપુળ કામગ ભેગવ્યા.
હવે ભરતક્ષેત્રમાં અલકાપુરીની સાથે સરસાઈ કરનાર અને
Page #82
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. વૈભવદ્ધિથી પ્રતિદિન વૃદ્ધિ પામતું સાકેતપુર નામે નગર હતું. ત્યા મોટી કીર્તિવાળો અને લક્ષ્મીનું સ્થાન એ અશક નામે શ્રેણી હતું. તેને પ્રીતિવાળી અને સતી એવી શ્રીમતી નામે પત્ની હતી. દેવભવમાં ભોગવતાં બાકી રહેલા સત્કર્મના પ્રભાવથી ત્યાંથી ચવીને બંને ભાઈઓના જીવ ક્રમથી તેમના પુત્રપણે આવીને ઉત્પન્ન થયા, તેમાં પ્રથમ સાગરદન અને બીજે સમુદ્રદત્તના નામથી પ્રસિદ્ધ થયે. ધનશ્રી સ્વર્ગથી અવીને શ્રેષ્ઠ એવા હસ્તિનાગપુર નામના નગરમાં શંખ શ્રેણીની લક્ષમી નામની કાંતાથી પુત્રીપણે ઉત્પન્ન થઈ. સર્વાંગસુંદરી તેનું નામ પાડ્યું. અર્થસંપન્ન નામવાળી તે ઇંદુલેખાની જેમ શનૈ: શનૈ: વધતી કળાઓની સંપૂર્ણતાને પામી.
હવે એક દિવસે વ્યાપારાર્થે અશેકશ્રેણી હસ્તિનાપુર આવ્યું. ત્યાં નેત્રને અમૃતજન સમાન તેણીને જોઈને શખશ્રેષ્ઠીને કહેવા લા:--“હે શ્રેષ્ટિન! રૂપ, સૈભાગ્ય અને સૈજન્ય વિગેરે ગુણેથી આ કન્યા મારા સાગહત્ત નામના મોટા પુત્રને ખરેખર લાયક છે.” તે સાંભળી ગ્ય સંબંધના વિજ્ઞાનથી હૃદયમાં ખુશી થતા શંખશેછીએ તરતજ તેના ચરણ ધેઇને તેને સર્વાંગસુંદરી આપી. પછી અશેકષ્ટી તથા શંખશ્રેણીએ કરેલા વિવિધ પ્રકારના ઉત્સવથી સાગરદત્ત સર્વાંગસુંદરીને પરણે. તે પણ પતિની સાથે સાકેતપુર નગરે જઈને ત્યાં દશ દિવસ રહી મુદિત થઈ સતી પોતાના પિતાને ઘેર આવી. - હવે એક દિવસે સાગરદા પોતે પિતાની આજ્ઞાથી મનમાં મુદિત થઇ પત્નીને તેડવા માટે શ્વસુરને ઘેર ગયે, ત્યાં ઉંચા પ્રકારના અને સાચા દિલના આતિથ્યથી પ્રસન્ન થયેલ તે બુદ્ધિમાન ઉપરના મજલા પર તેને સુવા માટે નિર્માણ કરેલા ખંડમાં પલંગ ઉપર જઈને બે ઉચા પ્રકારના શૃંગારને ધારણ કરીને કામદેવની પતાકા સમાન સર્વાંગસુંદરી હજી એટલામાં ત્યાં આવી ન હતી, તેટલામાં તેના
Page #83
--------------------------------------------------------------------------
________________
૯૭
યુગાદિદેશના પૂર્વના દુક્કમથી પ્રેરાયેલ કેઈક ક્ષેતુકી વ્યંતર પુરૂષાકારે ગવાક્ષમાં મુખ નાખીને પ્રીતિપાત્ર સર્વાંગસુંદરી કેમ આજે અહીં નથી? આ પ્રમાણે સુસ્પષ્ટ અક્ષર બેલીને તત્કાળ અદશ્ય થઇ ગયે. સાગરદત્ત અસંભાવ્ય વૃત્તાંત જોઈને અતિશય ખેદ પામતે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે- સર્વાગ સુંદરીના રૂપમાં મુગ્ધ બને કે દેવ કે વિદ્યાધર નિશ્ચય એની સાથે ક્રીડા કરવાને માટે દરરોજ અહીં આવે છે. જે એમ ન હોય તે એ અહીં આવીને આ પ્રમાણે શામાટે પૂછે? માટે હું ધારું છું કે આ મૂળથીજ કુલટા અને કુલખ પણ છે. જે સ્ત્રીનું ચિત્ત અન્યત્ર આસક્ત થઈ ગયું હોય અને જે મર્યાદાને ઉલ્લંઘી ગઈ હોય તેવી સ્ત્રીને તેને પતિ સેંકડો ગુણથી પણ પ્રસન્ન કરી શક્તો નથી.” કહ્યું છે કે –
" अकाण्डकोपिनो भर्तु-रन्यासक्तेश्च योषितः; प्रसत्तिश्चेतसः कर्तु, शक्रेगापि न शक्यते."
વિના કારણે કે કરનાર પતિના અને અન્યમાં આસક્તા થયેલી સ્ત્રીના ચિત્તને પ્રસન્ન કરવાને ઇદ્ર પણ શકિતમાન થતું નથી.” તે હવે શીળથી વિનષ્ટ થયેલી આ પત્નીનું મુખ કેણ જુએ ? માટે આ પાપિણીને અત્યારે જ ત્યાગ કરીને હું ચાલ્યો જાઉં. ' આ પ્રમાણે વિચારી અત્યંત વિરકત થઈને સાગરદત્ત તે પતિવ્રતા પનીને ત્યાગ કરી ગવાક્ષ માગથી નીચે ઉતર એકદમ પિતાના નગર તરફ ચાલતો થયો. ઘરે આવીને સવાંગસુંદરીને બધો વૃત્તાંત શ્યામ મુખવડે એકાંતમાં તેણે પિતાના માબાપને કહે. તેમણે પણ નિષ્પ વચનામૃતથી તેને આ પ્રમાણે ધીરજ આપી:-- “હે પુત્ર! તે વ્યભિચારિણીને કલના કલંકમાટે અહીં ન લાવ્યું તેજ ઠીક કર્યું, પણ હવે “હું પત્ની વિના શું કરીશ” એમ મનમાં લેશ પણ વૃથા ખેદ કરીશ નહિ. કુલવતી અને રૂપ, સૈભાગ્ય વિગેરે ગુણની ભૂમિરૂપ બીજી કન્યા અમે તને તરતમાં પરણાવશું.”
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૮
યુગાદિદશના. આ પ્રમાણે અત્યંત વાત્સલ્યને સૂચવનારાં માતપિતાનાં વચને સાંભળીને સાગરદત્ત વિવાદેવધુને ત્યાગ કરી કાંઈક શાંતિને પાપે.
હવે પદ્મશ્રી અને મલશ્રીના જીવ સ્વર્ગથી વીને કેશલા નામની મહાપુરીમાં નંદન શ્રેણીને ઘેર પ્રીતિમતી નામની તેની સ્ત્રીની કુક્ષીથી લાવણ્યયુક્ત ભાવાળી શ્રીમતી અને કાંતિમતી એવા નામથી પુત્રીપણે અવતર્યા. કામદેવના કિડાવનસમાન અને યુવકનું મન મુગ્ધ કરનાર વન વયે પ્રાપ્ત થતાં તેમના શરીરનું સૌંદર્ય કે અજબ પ્રકારનું થયું. પરસ્પર ગાઢ સ્નેહથી એક બીજાના વિયેગને સહન કરવામાં અસમર્થ હોવાથી તેમને પિતા તે બંનેને કેઇ એક ગૃહસ્થને ત્યાંજ આપવાને ઇચ્છતો હતું, પણ શેકશ્યપણામાં સ્નેહ છતાં દુનિંવાર ર સંભવે છે, એટલા માટે તે શ્રીમાન એક ભર્તારને આપવા ઇચ્છતો નહતું. પિતાની પુત્રીના ગુણ અને શીલાદિકથી તેમને પગ્ય એવા બે ભાઈરૂપવરની સવીત્ર શેધ કરતે કરતે તે સાકેતપુર આવ્યું. ત્યાં અશકશેઠના બંને પુત્રને જે તેની યોગ્યતાને મનમાં વિચાર કરીને મુદિત થઈ તેણે સાગરદત્ત અને સમુદ્રદત્તને પિતાની બંને પુત્રીઓ આપી. તેમાં સાગરદત્ત સાથે લગ્ન શ્રીમતીને પરણે અને સુકૃતી સમુદ્રદત્ત કાંતિમતીને પરણ્ય. શીલ ભાગ્યથી સુશેભિત એવી પોતપોતાની પૂર્વજન્મની પત્નીને પામીને તે બને ભાઈઓ નિબિડ પ્રીતિવાળા થઈ બહુજ સુખી થયા.
અહીં સાગરદત્તના ગયા પછી આવાસભુવનમાં આવતાં ત્યાં પિતાના પતિને ન જોઇને સર્વાંગસુંદરી બહુ ખેદ પામી સતી હદયમાં વિચારવા લાગી કે મારા પ્રીતમ મારે માટે અહીં આવ્યા હતા, તે અત્યારે સસ્નેહ અને શીલયુક્ત એવી મને અકસ્માત મૂકીને ક્યાં ગયા હશે? હવે જે કદાચ મારે સ્નેહ છતાં મારા પર દયની આશંકા કરીને તે ચાલ્યા ગયા હશે, તે પહેલા કેળીયામાં મક્ષિકાપાત જેવું
Page #85
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. થયું. જ્યારે હાલાપ વિના પણ પતિ મારી ઉપર રેષવાળા થયા તે હજી સરોવર ખણાયા પહેલાં તેમાં મગરને પ્રવેશ થયા જેવું મને લાગે છે. મારા હૃદયમાં પ્રસરતી ઇન્દ્રિય સુખની આશંસારૂપ વેલડીને દુષ્ટ દેવે આજે મૂળથી ઉખેડી નાખી. દોશીલ્યને સૂચવનાર આ પતિના ત્યાગથી અરે ! દૈવ! મને આવી રીતે વૃથા શા માટે પજવે છે? અથવા તો અને ઉચિત એવા દૈવને ઉપાલંભ દેવારૂપ વ્યર્થ બકવાદ કરવાથી શું? કારણ કે મારે પૂર્વકૃત કર્મ જ અહીં દેશપાત્ર છે. દાક્ષિણ્ય અને સ્નેહરહિત થઈને મારા પતિ જે આ રીતે ચાલ્યા ગયા, તે તે પણ એક અપેક્ષાએ ઠીક જ થયું છે, કારણ કે આમ થવાથી - મનું મૂળ એવું નિર્મળ શીલ પાળી શકાશે. અહે! અપરાધ વિના અત્યારે દીન એવી જે હું તેને પતિએ ત્યાગ કર્યો તે માબાપ અને સખીઓને હું સુખ શી રીતે દેખાડીશ?” આ પ્રમાણે આર્તધ્યાનરૂપ ખાડામાં પડતી સર્વાંગસુંદરીએ તત્કાળ નીચે આવીને તે બીના લજજા સહિત પિતાના માતાપિતાને કહી સંભળાવી. તેમણે દદયમાં દુ:ખ પામીને માણસ પાસે સર્વત્ર તેની તપાસ કરાવી, પરંતુ સમુદ્રમાં એવાયેલા રનની જેમ તેને ક્યાંય પણ પત્તો ન લાગે એટલે “હે વસે! અધીરી ન થા! તારો પ્રાણપતિ કામની ઉતાવળથી ક્યાંક ચા૯ ગયો હશે, પણ તે થેડાજ દિવસમાં પાછા આવશે. આ પ્રમાણે નિરતર મધુર વચનથી તે પિતાની સુતાને આશ્વાસન આપવા લાગ્યા.
એક દિવસે સાકેતપુરથી આવેલા કેઈમાણસના મુખથી તેણે સાંભળ્યું કે--પર્વની પાનીથી વિરકત, અશેકષ્ટી મેટ પુત્ર, ગુણામાં બધી સ્ત્રીઓથી ચઢીઆતી એવી બીજી સ્ત્રીને પરણ્યો છે.” તપેલા સીસાની માફક કાનને વ્યથા કરનાર તે સમાચાર સર્વાગમુંદરીને તેણે પિતાના ઉસંગમાં બેસાડીને કહ્યાં. પિતાના પતિએ બીજી સ્ત્રીનું પાણિગ્રહણ કર્યું ? એવી વાત સાંભળીને ત્રુટિત આશાવાળી વિવેકવતી તે સતીએ આ પ્રમાણે વિચાર કર્યો કે--અનની પાપની
Page #86
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. રાશી એકઠી થવાથી પ્રાપ્ત થાય તેવા અને પાપના મૂળરૂપ આ
જન્મને ધિક્કાર છે કે જ્યાં જન્મથી ઇંદ્રિયસુખ તે બધું પરાધીન જ હોય છે. વળી સ્ત્રીઓ પતિને ઘેર દાસીની માફક મેહથી નિરતર નીચ કૃત્ય કરે છે, તે વિષયને પણ ધિક્કાર થાઓ. અહે! વિષયની આશંસા અને તૃષ્ણથી ચંચળ ચિત્તવાળા થઈને નિર્ભાગી પ્રાણીઓ આ અપાર સંસારમાં વ્યથજ કલેશ પામે છે. તંદુલમસ્યની જેમ અછતા ભેગેની પ્રાર્થના કરતાં અહે! કેટલાક કામવિહુવળ જનો અને લોકથી ભ્રષ્ટ થાય છે. ઉત્કૃષ્ટ સંપદાના સમૂહથી પ્રાપ્ત થાય તેવા ભેગ અથવા તે અનંત જ્ઞાન અને આનંદના સાક્ષીરૂપ
ગ-એ મહાત્માઓની પ્રસન્નતાવડેજ પ્રાપ્ત થાય છે. પ્રાય: અનાદિકાળના અભ્યાસથી નીરની જેમ નિરંતર નીચે ગમન કરનારા અને હમેશા પાપક્રિયામાં રક્ત એવા કેટલાક પ્રાણુઓ તો ધર્મને જાણતાજ નથી. અને કેટલાક ધર્મને જાણતાં અને શ્રદ્ધતાં છતાં ચારિત્રાવરણીય કર્મના ઉદયથી ગૃહસ્થપણને મૂકી શકતા નથી, પરંતુ ગૃહસ્થાશ્રમમાં ધર્મ કયાં છે? કે જ્યાં આરંભમાં ભીરૂ છતાં ભવ્ય
માત્ર પિતાના ઉદરને માટે દરરોજ છકાય જેની વિરાધના કરે છે. માટે સ્વર્ગ અને મેક્ષની નિ:સરણી તુલ્ય, શાંતરસરૂપ જળના પ્રવાહ સમાન અને દુઃખદાહના ઔષધરૂપ એવી તપસ્યા (દક્ષા) જ હવે મને યુક્ત છે.)
આ પ્રમાણે દુખથી ઉત્પન્ન થયેલા જ્ઞાનગર્ભિત વૈરાગ્યના રગથી જેની વિષયની આશંસા ઉચ્છિન્ન થઈ ગઈ છે એવી તે સતી પિતાને કહેવા લાગી:–“હે તાત! મારા દુઃખથી દુઃખિત થઇને તમારે મનમાં લેશ પણ સંતાપ ન કરે કે મૂળથીજ આ બિચારી પતિના સંગથી સજાયેલી છે. કારણ કે યથાર્થ પરબ્રહ્મના અનંત સુખમાં હું સ્પૃહાવાળી છું, વળી એકાંત દુ:ખના સ્થાનરૂપ આ સંસાર ત્યાગ
Page #87
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. કરવાની પ્રથમથી જ મારી ઈચ્છા હતી. પરંતુ તેમાં પતિની અનુમતિની જરૂર હતી, તે નૃત્ય કરનારને તબલાના અવાજની જેમ મને આટલેથી જ મળી ગઈ માટે હે તાત! મને અનુજ્ઞા આપો અને આજ સુધી થયેલા મારા અપરાધ ક્ષમા કરો. હવે સર્વ સંગથી રહિત થઈ હું દીક્ષા અંગીકાર કરીશ.” પ્રસંગને જાણનાર શ્રેણીએ પણ સર્વ વજનની સમક્ષ હર્ષિત થઇને શુભ આશયવાળી એવી તેણુને રજા (અનુમતિ) આપી એટલે શુદ્ધ થયેલી એવી તેણીએ સાત ક્ષેત્રમાં પિતાનું વિત્ત વાપરીને સુવ્રતા નામની આર્યાની પાસે મહાઉત્સવપૂર્વક પ્રવજ્યા અંગીકાર કરી. શુદ્ધાચારમાં પ્રવર્તતી, પાપકર્મથી રહિત, સ્વાધ્યાય અને અધ્યયનમાં તત્પર, મુક્તાસમાન નિર્મળ ગુણોથી યુક્ત, અભિમાનરહિત, ક્રોધ વિના અધિક તપને તપતી અને અપ્રમત્ત એવી તે નિરંતર સમ્યગ રીતે સંયમનું આરાધન કરવા લાગી.
એક દિવસે સાધ્વીઓની સાથે વસુંધરા૫ર વિહાર કરતી સાધી સર્વાંગસુંદરી અનુક્રમે સાકેતપુર નગરે આવી. ત્યાં વસતી શ્રીમતી અને કાંતિમતીએ ત્યાં આવીને પ્રવત્તિનીને તથા અનુક્રમે બીજી સાધ્વીઓને પણ વંદના કરી. કંઈક ઐહિક સંબંધથી અને પૂર્વ જન્મના સ્નેહથી સર્વાંગસુંદરી ઉપર તેમની વિશેષ પ્રીતિ થઈ. જ્ઞાનનિધિ એવી પ્રવત્તિનીએ તેમની પાસે મેક્ષને આપવાવાળી અને પાપનો નાશ કરનારી ધર્મદેશના આપી. તે સાંભળતાં ભદ્રપ્રકૃતિવાળી તે બંને મિથ્યાદર્શનની વાસનાનો ત્યાગ કરી શ્રાવકધામ પામી અને સર્વાંગસુંદરી પાસે પ્રતિકમણાદિ સુને સમ્યગ્રીતે અભ્યાસ કરવા તત્પર થઈ સતી ઉપાશ્રયે ઘણે વખત રહેવા લાગી.
એક દિવસે તેમના બંને ભર્તાએ તેમને પૂછયું કે “હે સુધાઓ! તમે રોજ ઘરને શૂન્ય મૂકીને ક્યાં જાઓ છો ? ” તે બોલી કે-“હે સ્વામિન! અહીં સુવ્રતા આર્યાની સાથે સવાંગસુંદરી નામે સાધ્વી આવેલ છે, તેમને વંદન વિગેરે કરવાને માટે અમે વખતે
Page #88
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૨
વખતે ત્યાં જઇએ છીએ.” તે સાંભળી કાંઇક સર્વાંગસુ દરીઉપરના માસ થી તે કહેવા લાગ્યા:- હૈ મુગ્ધ ! ત્યાં તમારે જવુ નહિ, કારણ કે તે સારી નથી.” એ રીતે અદેખાઇપૂર્વક ભર્તાએ વાર વાર તે તેને અટકાવી, એટલેશ્રદ્ધાળુ હૃદયપણાથી તે પ્રતિ નીને કહેવા લાગી:–“ હે ભગવતિ ! નિર'તર ધરને શૂન્ય મૂકીને આવવાથી અમારા ભર્નાર્ ખેઢ પામે છે અને તે મિથ્યાદ્રષ્ટિ હોવાથી અમારી ઉપર દ્વેષ કરે છે, તેા સર્વાંગસુંદરીને અમારે ઘેર ભગાવવા માકલા, કે જેથી બધી શ્રાવકની ક્રિયા અમને બરાબર આવડી જાય. ” તેમને આ પ્રમાણે કહેવાથી તેમને વિધિ શિખવવા માટે પ્રતિનીની અનુજ્ઞાથી સર્વાંગસુ દરી દરરોજ તેમને ઘેર જવા લાગી, એટલે તેમના પતિએ તેને જોઇને માતાની પ્રિયાને કહ્યું:–“ હે મુગ્ધા ! સામાન્યપ્રકૃતિવાળી એવી આ સર્વાંગસુંદરીના અંત વિચય તમને પિરણામે લાભદાયક નહિ થાય. ” આ પ્રમાણે કહીને તેમના સત્ત્તાએ નિષેધ કર્યા છતાં ધર્મીની આસ્તિકતાથી તથા પૂર્વજન્મના સ્નેહથી તે બને તે સાધ્વીના નિત્ય પરિચયથી લેશ પણ વિરામ પામી નહીં.
એક દિવસે ઉનાળામાં શ્રીમતી પેાતાના રહેવાના મધ્ય ઘરમાં માતીના હાર કડથી ઉતારી પાતાની પડખે મૂકીને સર્વીસુંદરીની સાથે ધર્માંગાણી કરતી કાંઈક કામની ઉતાવળથી તરત એમને એમ ક્યાંક ચાલી ગઇ. સ્વૈન્યસૂચક છદ્મવચનથીર સર્વાંગસુંદરીએ પૂર્વજન્મમાં જે કર્મ બાંધ્યું હતુ, તે દુષ્ટ તે વખતે ઉદ્દય આવ્યું. તેના ઉદયથી ચિત્રમાં રહેલા માર અકસ્માત્ ભીંતથી નીચે ઉતરીને તે હારે તરતજ ગળી જઈ પાછૅ ભીંતમાંજ જઇને સ્થિર થઇ ગયા. અસ’ભાવ્ય એવુ. આ વૃત્તાંત જોઇને તે સાધ્વી મનમાં બહુ આશ્ચ` પામી અને આથી મને ચારીના અપવાદ આવશે એવા ભયથી તે વિષાદ પામી. “ અહીં મે‘મારો હાર મૂકયા હતા તે કયાં ગયા, અહીં
૧ ચારપણાને સુચવનારૂં. ૨ કપટવચનથી,
Page #89
--------------------------------------------------------------------------
________________
°
યુગાદિ દેશના.
બીજા કાઇના પ્રવેશ તા થયા નથી. ” આ પ્રમાણે શ્રીમતી આવશે કે તરત નિશ્ચયે મનેજ પૂછશે. તેના ઉત્તરમાં આ સાક્ષાત્ જોયેલું છતાં તદ્દન અસ’ભાગ્ય એવું હું. એલીશ, તેા મૃષાવાદીપણાનું બીજું અપલાઇન મારીપર આવશે. તેમ અહીં બીજું કઈ પણ કહી શકાય તેમ નથી, તેથી અત્યારે અહીંથી ચાલ્યા જવુ જ ચુક્ત છે, ” આ પ્રમાણે વિચાર કરી તે તરત ત્યાંથી ચાલી ગઈ અને ઉપાશ્રયે આવી પ્રતિનીને નમસ્કાર કરી કઇક શ્યામમુખથી તે ચિત્રગત મયૂરનુ વૃત્તાંત જેવુ' જોશુ' હતું તેવું કહી સ*ભળાવ્યુ. આર્યાએ પણ કહ્યું કે “ તારા પૂર્વ કમ થી પ્રેરાયેલ કોઇ કુતૂહલી દેવ ચિત્રમયૂરમાં પ્રવેશ કરીને તે માતીની માળા ગળી ગયા જણાય છે. માટે હું ભદ્રે ! તુ મનમાં ખેદ કરોશ નહિ, તેમ વૃથા ક્રોધ પણ કરીશ નહિ, કારણ કે પ્રાણીઓનુ પૂર્વ કૃત ક જ શુભાશુભના હેતુ થાય છે.” પ્રવત્ત્વિનીએ આ પ્રમાણે કહ્યા પછી માધ્યસ્થ્યપણુ ધારણ કરીને સર્વાંઇંગમુ દરી વિચાર કરવા લાગી કે અહા ! એવુ તે કેવુ* કર્યાં મેં પૂર્વે કર્યું" હશે કે જેનું આવુ... દુ:સહુ ળ મને પ્રાપ્ત થયું. અહા ! બહુ ખેદની વાત છે કે પ્રાણીઓ તેવાં પાપા એક લીલામાત્રમાં કરે છે કે જેના વિપાક અસખ્ય જન્મામાં દુ:ખી થતા તે ભાગવે છે. પ્રાણીઓ જ્યાં સુધી ધ્યાન અને સદનુષ્ઠાનરૂપ જળથી પેાતાના પાપને ધોઇને પાતે આત્માના સત્યસ્વરૂપને જોતા નથી ત્યાં સુધીજ આ સ’સારમાં દુષ્કર્મથી મલિન થઇને વિવિધ યોનિમાં નાના પ્રકારનાં રૂપ ધારણ કરી વિડમના પામે છે. જો મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થ્યમાં ચિત્ત સ્થિર રહે, તા પ્રાણીને પરમબ્રહ્મની પદવી બહુ દૂર નથી. ” માત્રા પ્રકારના યથાર્થ સંવેગના ર'ગથી ર'ગાયેલી સર્વાંગસુ’દરી ઘાતિમ ના ક્ષય થતાં તરત કેવલજ્ઞાન પામી. એટલે પાસે આવેલા દેવતાઓ યયરવ કરવા લાગ્યા અને આકાશમાં તે વખતે મધુર સ્વરથી દુઃદુભિના નાદ થયા. તે વખતે રાજા, પ્રધાન અને શ્રેષ્ઠી વિગેરે શ્રદ્ધાળુ મનવાળા નગરવાસીએ તરતજ ત્યાં તેમને વંદન કરવા અને સદ્ધ સાંભળવા આવ્યા.
Page #90
--------------------------------------------------------------------------
________________
યુગાદિ દેશના.
અહી શ્રીમતીએ હાર ન લેવાથી પેાતાના પરિજનને પૂછ્યુ કે:- અહીંથી હાર કયાં ગયા ? ' એટલે પિજને કહ્યું- અમે કંઇ પણ જાણતા નથી, પર’તુ અહીં સાધ્વી વિના બીજુ કાઈ આવ્યુ નથી. ” તે પણ સરોષ કહેવા લાગી કે− આવુ અસબદ્ધ શુ` કે છે ? કારણ કે જે સાધ્વીએ રત્ન અને પત્થમાં, માટી અને સુવ`માં, તથા શત્રુ અને મિત્રમાં સમાન દ્રષ્ટિવાળી હાય છે. તેઓ કદી પણ તે ગ્રહણ કરે નહિ. ” હાર ગુમ થયા જાણીને શ્રીમતીના પતિ અને દીયર સાગરદત્ત અને સમુદ્રદત્ત હાસ્ય અને અસૂયા પૂર્વ કે કહેવા લાગ્યા:– આ સાધ્વી સારી નથી એવુ* અમારૂ* કહ્યું તે` માન્યુ ́ નહિ. હે મુગ્ધ ! તારા મુક્તાહાર એણે લઇ લીધા એ સારૂ થયું. ” શ્રીમતી કહેવા લાગી કેમ્પ અને ખરેખર ! તમે વૃથા કમ બંધ કરો છે, કારણ કે નિ:સ્પૃહ સાધ્વીએ હારને સની જેમ દૂરથીજ તજી દે છે. ”
6
આ પ્રમાણે જેટલામાં તે બધાએ પરસ્પર કર્યાં અને પ્રેમ સહિત ઉક્તિ પ્રત્યક્તિ કરે છે, તેટલામાં ત્યાંજ શ્રીમતીને ધેર્ આ શું આશ્ચય ' એમ હૃદયમાં વિસ્મય પામતા તેઓ ચિત્રગત મયૂરના મુખથી નીકળતા હારને જોવા લાગ્યા. હવે સાગરદત્તે તેના મુખમાંથી તે હાર તરત ખેચીને અને ઓળખીને લજ્જા પામતા પેાતાની પ્રિયાને સમપણ કર્યાં. તે પછી આ અસભાભ્ય વૃત્તાંતનું કારણ જાણવાની ઇચ્છાથી તે સર્વે સજ્ઞ એવી સર્વાંગસુંદરી પાસે આવ્યા. સભ્યજ્ઞાનની કળાથી જેણે સમગ્ર વિશ્વને જાણી લીધું છે એવી તે સતી સન્મુખ એડેલા તે સર્વને ધર્મોપદેશ દેવા લાગી.
૮૪
“ હેા ભવ્યજીવા ! જે જોવામાં નથી આવ્યું, જે સાંભળવામાં પણ નથી આવ્યુ અને જે મનમાં કદી કાચું પણ નથી એવુ’ આશ્ચય ભૂત વૃત્તાંત પણ દેવ એક લીલામાત્રમાં કરી શકે છે, અને પ્રબલ ઉથ્થુ ખળ એવુ' તે સ’સારમાં પ્રાણીઓને નિર'તર વિવિધ રીતે વિનાએ માડીને પજવે છે. વિધિ, વિધાતા, નિયતિ, ફાળ, પ્રકૃતિ, ઇધર અને દૈવ ઇત્યાદિ જુદા જુદા નામેાથી અનેક દા
Page #91
--------------------------------------------------------------------------
________________
ચાહે જ
છે
યુગાદિદેશના શનિકે તેને બોલાવે છે. અખિલ પ્રાણુઓને થયેલા, થતા અને થવિના સર્વ દુઃખસમૂહના નિદાનરૂપ એવા દેવને જ વૈજ્ઞાનિક વારવાર વર્ણવે છે. મેક્ષમાર્ગની અર્ગલા સમાન તે દૈવ (કર્મ) ને ઉ
છેદ કરવાને તત્પર થયેલા જનેને જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ધમ જ નિરંતર સેવવા યોગ્ય છે. આ પ્રમાણેની દેશનાને અંતે સાગરદત્ત સભાસમક્ષ પૂછવા લાગ્ય:-“હે ભગવતિ! ચિત્રમયૂર મુતાહારને કેમ ગળે ? ” કેવળી કહેવા લાગ્યા-પૂવકમ પ્રેરિત દેવતાના આશ્રયથી, જેમ ગવાક્ષમાં રહીને કે પુરૂષ તમારી સમક્ષ બે૯ો હતો એમ ચિત્રમયૂર પણ હાર ગળે છે. પૂર્વ સંકેતના કથનથી સાગરદત્ત વિસ્મિત થઇને પુન: પૂછવા લાગ્યો:–“તે કેવું કર્મ અને કેણે શી રીતે બાંધ્યું હતું ? ” એટલે કેવળી આ પ્રમાણે કહેવા લા
ચા-“પૂર્વ જન્મમાં દ્વેષથી હું જે પટ્યુત વાકય બેલી હતી, તે શ્રેષરૂપકમનું ફળ આ ભવમાં મને પ્રાપ્ત થયું છે.” પછી ઘણુ માણસેના પ્રતિબંધને માટે તેણે વિસ્તારથી પિતાના પૂર્વભવનું વૃતાંત આાંત યથાતથ્ય કહી બતાવ્યું. એટલે સર્વજ્ઞાના મુખથી આ પ્રમાણે સાંભળીને તે ચારેને ગઈ કાલે જાણે જોયું હોય તેમ પૂર્વભવના અનુભવનું સ્મરણ થયું. અને તેઓ હૃદયમાં વિચાર કરવા લાગ્યા કે
આ સંસારમાં શુભાશુભ ભવને પામીને તેમાંજ એકાગ્રચિત્તવાળા છો પૂર્વાપરને જાણું શકતા નથી. માતાદિ સંબંધથી પણ સ્નેહાદ્ધ મનવાળો પ્રાણીઓ અન્ય અન્ય રૂપતાને પ્રાપ્ત થતાં તેઓ પરસ્પર એકબીજાને ઓળખી શકતા નથી. તે ચારેમાં સાગરદત્ત પિતે વાવાર સાથ્વીપર અસદષની આશંકા કરતો હતો, તેથી પોતાના હૃદયમાં બહુજ સંતાપ પામવા લાગ્યો અને રાગદ્વેષથી મુકત થયેલ તે કેવળી સાધ્વીના ચરણમાં પડીને લજ્જાથી વિલક્ષ થઇ તે પિતાની અજ્ઞતા ક્ષમાવવા લાગ્યો. પછી સંસારને અસાર અને વિરસ સમજીને તે ચારેએ સાથેજ ચારિત્ર અંગીકાર કર્યું અને સર્વજ્ઞની સાત્વિક શિક્ષાને હૃદયમાં ધારણ કરતા તેઓએ ત્રિકરણ શુદ્ધિથી ચિરકાળ
Page #92
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના સાધમનું પરિપાલન કર્યું. અનુક્રમે તપ, ધ્યાન અને ક્રિયાના ઉદ્યોગથી તેમણે અશેષ પાપ ધોઈ નાખ્યું અને યોગ્ય સમયે ઉજવલ કેવલજ્ઞાન પામીને આયુ: ક્ષય થતાં અશેષ કર્મોને ક્ષીણ કરી અનુક્રમે સર્વ અર્થની સસિદ્ધિરૂપ સિદ્ધિનું આતિથ્ય પ્રાપ્ત કર્યું.
પ્રજાવતી (જાઈ) ની પીડાના હેતુપણાથી કપટવડે બેલેલું લેશમાત્ર વાક્ય પણ ધનશ્રીને આવું કફળ આપનારું થયું, માટે સમજુ માણસોએ મન, વચન અને કાયાથી અને પીડા કરવી નહીં, તેમજ કરાવવી પણ નહિ અને કરતા હોય તેને અનુમતિ (અનુમોદન) પણ આપવી નહીં.”
આ પ્રમાણેની કાનમાં સુધારસને રેડનારી આચાર્ય મહારાજની વાણી સાંભળીને પાપકર્મના વિપાકથી દદયમાં અત્યંત ભય પામત દેવદિ દુરંત સંસારરૂપ કારાગાર ઉપરની રગબુદ્ધિને તજી દઈ પિતાની પ્રિયા સહિત તકાળ અભંગ વૈરાગ્ય પામ્યું. પછી પિતાના મેટા પુત્રપર કુટુંબને સર્વભાર આપીને ચૈત્યને વિષે અષાહિકા મહોત્સવ કરી બંનેએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. ત્યાં બીજા પણ ઘણા ભવ્ય દુખ અને દુર્ગતિથી ભય પામી યથાયોગ્ય સમ્યક પ્રકારના સાધુધર્મ અને શ્રાવકધર્મને પામ્યા. સમ્ય રીતે ચારિત્ર આચરીને વદિન અને સરસ્વતી સ્વર્ગલોક પામ્યા અને અનુક્રમે મોક્ષસુખને પ્રાપ્ત કરશે.”
“હે વત્સ! આવી રીતે તીવ્ર મેહના ઉદયથી પ્રિયંગુ શેઠ સંસારમાં રખડ્યો અને મેહને ત્યાગ કરવાથી પ્રિયા સહિત તેને પુત્ર દેવદિન સંસારને પાર પામ્યો. માટે હે પુત્રો ! ઐશ્વર્ય, પ્રિયા, અપત્ય અને પચેંદ્રિયના સુખે ઉપરને વ્યાયેહ છોડી દઈને મનને ધર્મમાં જોડી .” ॥ इति श्रीतपागच्छाधिराज श्रीसोमसुन्दरमरिपट्टप्रभाकर श्रोमुनिसुन्दरसूरिविनेयवाचनाचार्य सोममण्डनगणिकृतायां श्रीयु
गादिदेशनायां द्वितीय उल्लासः ॥
Page #93
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. अथ तृतीय उल्लासः.
જે પિતાના સમુવલ આશયને વિષે નરકાદિ દુર્ગતિનું ઉ૨છેદન કરનાર રાયમાન અલૈકિક તેજરૂપ સુદર્શનને (ક્ષાયિક ભાવને) ધારણ કરે છે એવા મેક્ષ લક્ષ્મીના સ્વામી શ્રીયુગાદિજિન અમને લક્ષ્મીની પ્રાપ્તિ નિમિત્ત થાઓ.
હવે કેવલ નામના કુમારે ત્રણ જગતના નાથને પ્રણામ કરીને કહ્યું કે - “હે સ્વામિન! મોહનો ત્યાગ કરવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે એમ આપે ઉપદેશ કર્યો અને તે મેહને ત્યાગ મહાગનું વજન કરવાથી જ થઇ શકે છે. આ સંસારમાં ડાહ્યા માણસેએ મોહનું પ્ર. થમ અંગ લક્ષ્મીજ કહી છે કે જે મોહનલતાની માફક પ્રાણીઓને મેહ પમાડે છે. (મુઢ બનાવી દે છે.)” ભગવંત તેને એવાં વચન સાંભળીને આદરપૂર્વક પુત્રના હિત માટે કહેવા લાગ્યા કે “ આ લેક અને પરલોકસંબંધી અનર્થનું કારણ એ લક્ષ્મીજ છે. તે ચતુરંગિણી સેનારૂપ, રમણ્ય, ઇન્દ્રિયો સંબધી સર્વ સુખ આપનારી અને ત્રિવર્ગનાં સાધનરૂપ છે, તેથી તેને ત્યાગ કરે છે કે અશક્ય છે, પરંતુ પ્રથમ તો તે કલેશથી મેળવી શકાય છે, અને પ્રાપ્ત થાય તો પણ તેના રક્ષણમાં અનેક પ્રકારના વિને હવાથી લકે તેનું મુશ્કેલીથી રક્ષણ કરી શકે છે. કહ્યું છે કે
" अर्थानामजने दुःख-मर्जितानां च रक्षणे
आये दुःखं व्यये दुःखं, घिगर्थे दुःखभाजनम्. " “ ધન કમાવામાં દુ:ખ છે અને મેળવેલનું રક્ષણ કરવામાં પણ દુખ છે. લક્ષ્મી આવતાં પણ દુખ છે અને જતાં પણ દુ:ખ છે. અહે! વિત્ત એકાંત દુ:ખનું ભાજનક છે, માટે તેને ધિક્કાર છે. હે સામ્ય! અથના ઉપાર્જનમાં અને તેના વ્યયમાં સાક્ષાત જેણે
Page #94
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
કષ્ટ જોયું છે, એવા પ્રખ્યાત નાર્ક (રત્નાકર) નામના ધનિકનું અહીં દષ્ટાંત છે તે સાંભળે –
સૂર્યપુરમાં રત્નાકર નામે પ્રખ્યાત શ્રેણી હતા. તેને પ્રીતિમતી નામે પત્ની અને સુમંગલ નામે પુત્ર હતો. તૃષ્ણાયુકત હદયથી જળ સ્થળની વિવિધ યાત્રાઓ કરી, શીત, સુધા, તૃષા, આતપ વિગેરે કલેશોને અનેકવાર સહન કરી, તેમના સ્વચ્છંદી મનને અનુસરવાથીજ સાધ્ધ થઈ શકે એવા રાજાઓની સેવા કરી, કપટ સહિત અનેક પ્રકારના આરંભ સરભવાળા વ્યાપાર કરી અને ચિરકાળ અસત્યરીતે કવિક વિગેરે કરી, તે કુબુદ્ધિ શ્રેષ્ટીએ ઘરના ખર્ચમાં પણ અસાધારણ કરકસર કરવાપૂર્વક પુષ્કળ ધન મેળવ્યું હતું.
એક દિવસે તે મેળવેલા ધનને રક્ષણ કરવાને ઉપાય વિચારી પોતાના પુત્રને બોલાવીને તેને કેઈ ન સાંભળે તેમ તેણે કહ્યું:વત્સ ! જે ધન પ્રગટ હેય તે રાજા, ચોર, ભાગીદારે (ભાયાતો) અને ધૂર્ત લેભથી તેને લેવાની ઈચ્છા કરે છે, માટે જો તેને પૃથ્વીમાં દાટી દીધું હોય તે સારું.” આ પ્રમાણે મસલત કરી પુત્રની સાથે મધ્યરાત્રે સેનૈયાથી ભરેલ કળશ લઈને તે શમશાનમાં ગયે. હવે ત્યાં ઘણું ધન હારી જવાથી તે આપવાને અસમર્થ એ કે જુગારી બીજા જુગારીઓથી ભાગીને પ્રથમથી છુપાઇ બેઠેલ હતો. તે “આ પિતાપુત્ર જેટલું ધન પૃથ્વીમાં દાટીને જશે તે બધું ધન ચોક્કસ રીતે હું મારે આધીન કરી લઈશ.” એવા વિચારથી ખુશ થઈને છાની રીતે તે સ્થાન જેવા લાગે અને લેભને માર્યો ત્યાં પડેલા અનાથ મુડદા સાથે પડી રહ્યો. હવે પાકી બુદ્ધિનો શેઠ તે ધન દટતાં પુત્રને કહેવા લાગ્યો કે આ સ્થાન જઈ ન લે, માટે તું ચારે બાજુ તપાસ કર.” આ વચન સાંભળીને પેલે ધૂર્ત પણ ત્યાં પડેલા મુડદાઓની વચ્ચે ધનની લાલચથી મુડદાની જેમ નિશ્ચષ્ટ થઈને પડી રહ્યો. પિતાની આજ્ઞાથી પુત્ર પણ ત્યાં આવીને બધે ઠેકા
Page #95
--------------------------------------------------------------------------
________________
યુગાદિ દેશના.
૮૯
ણે અવલાકન કરી પિતાને કહ્યું કે:-“ હે તાત ! અહીં મુડદાએ વિના ખીજું કોઇ નથી, તે મુડદાંઓ પણ શૃગાલ વિગેરે જાનવરોથી કાંક કયાંક ખવાઈ ગયેલા છે, પરંતુ તેમાં એક તાજું મડદુ હાવાથી અક્ષતાંગ છે. ” ત્યારે શેઠ શકિત થઇને કહેવા લાગ્યા:- રાત્રે નિર્જન શ્મશાનમાં કાઈ પણ શબ આટલામધે વખત અક્ષતાંગ કેમ રહી શકે ? માટે હે વત્સ ! પદ્રવ્યના અભિલાષી કેટલાક ધૂની દ‘ભથી પણ મરે છે, માટે તે દંભથી મરેલા તેા નથી ? માટે તે અક્ષતાંગના અને કાન છેદીને તરત અહીં લઇ આવ. જો તે કપટથી મરેલા હરશે, તા એટલી વ્યથા તે સહન કરી શકશે નહિ. “ તે સાંભળી પેલે ભૂત્ત" વિચારવા લાગ્યું કે− આ મારા અને કાન છેદી નાખે, તથાપિ મારે ચલાયમાન ન થવું. કારણ કે કાનથી ધન શ્રેષ્ઠ છે, કાન વિનાના હાય પણ જો તે નિક હાય તા . સત્ર લેાકેા તેના આદર કરે છે અને જો ધનરહિત હાય તેા સકણ (બુધ ) છતાં પણ કાઇ કામમાં આદર પામતા નથી. ” હવે શ્રેષીપુત્રે પિતાની આજ્ઞાથી ત્યાં આવીને તેના બંને કાન છેદ્રી પાતાના પિતાને આપ્યા, પરંતુ ધનલુબ્ધ તે દાંભિક લેશ પણ રમ્યા નહિ. રત્નાકર શેઠ તે કાન લેાહીવાળા જોઇને હૃદયમાં ચમકયા અને પુત્રને કહેવા લાગ્યા.“ હે વત્સ ! રામમાં કદાપિ શાણિત ન હેાય, માટે આમાં કંઈક વિચાર કરવા જેવું છે, તેથી તેની નાસિકા છેદ્યા વિના આ ધૃત્ત છે કે શખ છે ? ’ એવી શકા મારા હૃદયમાંથી ખસવાની નથી. પુત્ર મસરસહિત કહેવા લાગ્યા હૈ તાત ! તમારા આગ્રહથી કુળને અનુચિત એવું સત્કમ પ્રથમ તે મેં કર્યું, તથાપિ · આ મૃત છે કે જીવતા છે !' એવી પ્રતીતિ તમને થઇ નહિ, તા એટલુ પણ તમે સમજતા નથી કે, જો જીવતા હાય ! આટલું· કષ્ટ તે કેમ સહન કરી શકે ! અને વળી આવીજ રીતે જ્યાં ત્યાં પગલે પગલે ભયની શંકા કરતાં વૃદ્ધ છતાં હૃદયથી બળ એવા હે તાત ! લાકમાં તમે લજ્જા પામતા નથી ? ઋ શેઠ કહેવા લાગ્યા:- હે વત્સ ! બીજાના ફેાહ કરવામાં એક મન
Page #96
--------------------------------------------------------------------------
________________
ભય પામતા મારી અવતાઓ પણ નાની ચાહના
યુગાદિદેશના. વાળા માણસને જગતમાં કોઇપણ દુસ્સહ કે દુષ્કર નથી. આ કાન છેદવાનું કષ્ટ તો દૂર રહો, પણ કેટલાક નરાધમે પિતાના શિરને જેખમમાં નાખીને પણ પરસી અને પરલક્ષ્મીની ચાહના કરે છે. જેમનાથી દિવ્યશક્તિવાળા દેવતાઓ પણ ત્રાસ પામે છે તેવા ધૂથી ભય પામતાં મારા જેવાઓને લજજા શું નડે તેમ છે? કહ્યું છે કે
" उत्सङ्गे सिन्धुभर्नुर्भवति मधुरिपुर्गाढमाश्लिष्य लक्ष्मीमध्यास्ते वित्तनाथो निधिनिवहमुपादाय कैलासशैलम् ; शक्रः कल्पद्रुमादीन् कनकशिखरिणोऽधित्यकासु न्यधासीत् ,
ખ્યા નિ વિવિધ માનવા જેવા.”
જેમનાથી ભય પામીને કૃષ્ણ લક્ષ્મીને ગાઢ આલિંગન કરીને સમુદ્રના ઉસંગમાં નિવાસ કરે છે, કુબેર નવે નિધાન લઇને કેલાસ પર્વતપર જઈ રહ્યા છે, અને ઈદ્ર કલ્પવૃક્ષને મેરૂ પર્વતની ઉપરની ભૂમિકા પર સ્થાપી દીધા છે. આ પ્રમાણે દેવતાઓ પણ ધૂતીથી ત્રાસ પામે છે, તે મનુષ્ય બિચારા શી ગણત્રીમાં છે? » માટે તું ત્યાં જા અને તેની નાસિકા છેદી લે, કે જેથી કદાચિત ધન ખવાય તે પણ આપણને વગર વિચાર્યું કરવાને પશ્ચાત્તાપ ન થાય. શેઠના આ વચનથી ધૂત્ત પણ વિચારવા લાગ્યો કે “એને જે કાંઈ કરવું હોય તે ભલે કરે, પરંતુ આ ધનની ઈચછાથી ગળું છેદતાં સુધી હું કંઇપણ બલવાનું નથી. શ્રેષ્ઠીપુત્ર પિતાની વાણીથી પ્રેરાઈને મનમાં કંઇક મત્સર લાવી તેની નાસિકા પણ છેદી લાવ્યું. પછી શેઠ શંકારહિત થઈને પિતાનું ધન વસુધામાં દાટી પુત્રસહિત ઘેર આવ્યા. પાછળથી નાક અને કાનરહિત છતાં પણ પ્રબળ હૃદયવાળા અને જબરજસ્ત ઉદ્યમ કરવાવાળા તેમજ તે ધનથી જેણે પિતાની દરિદ્રતાને દબાવી રવાનું ધાર્યું છે એવા પેલા ધૂર્ત તરત જ તે બધું કાઢી લીધું. અને છૂતને વ્યસની તે નિશિક્ષણે એલકિક ત્યાગ (દાન) અને ભોગ
Page #97
--------------------------------------------------------------------------
________________
યુગાદિદશના. થી શેઠની લક્ષ્મીને યથેચ્છ ઉપભોગ કરવા લાગે. “સ્વાધીન કરેલ પરસ્ત્રી અને પરલક્ષ્મી વિલાસ કરવામાં તેવા પામર પુરૂષે મૂળથી જ બહુ કુશળ હોય છે.
એક દિવસે શ્રવણ અને નાસિકા જેની છેદાઈ ગયેલી છે એવા, યાચકેને મેં માગ્યું દાન દેનારા અને લીલાથી ચાલતા એવા તે ધૂર્તને
છીએ જે તેને જોઈને વિસ્મયથી વિકસિત મનવાળા શ્રેણીએ વિચાર કર્યો કે “આવા વિકૃત મુખવાળાને આવી સમૃદ્ધિ કયાંથી હેય? તેથી આ ધૂર્ણ કદાચિત મારૂં તે દાટેલું ધન તો હરણ કરી લીધું નહીં હોય?” આમ શંકાકુળ થઈને તે તરતજ ત્યાં જવાને માટે ગયે. ત્યાં પોતાનું ધન ન જેવાથી જાણે વજથી હણાયો હોય તેમ દુ:ખા થઇને ભૂમિ ઉપર પડ્યો અને ક્ષણવાર મૂચ્છથી તેની આંખ મીંચાઈ ગઈ. શીતળ પવનથી થોડી વારે તેને શુદ્ધિ આવી એટલે પશ્ચાત્તાપરૂપ અગ્નિથી તપ્ત થઇ તે પૃથ્વી પર પળે પળે વિલાપ કરતો વિચારવા લાગ્યું કે- આહ ! પ્રાણ કરતાં પણ અધિક અને અનેક કષ્ટ વેઠી પ્રાપ્ત કરેલું મારું ધન હરણ કરતાં છિન શ્રોત્ર અને નાસિકાવાળા તે ધૂણે મને હણી નાખે. દંભથી મરણ પામેલ તે ધૃત્ત લેશ પણ મારી જાણ બહાર ન હતા, પરંતુ જ્યારે પુત્રેજ શત્રુ થઇને કહ્યું ન માન્યું ત્યારે હું શું કરું? અથવા તો અહીં એનો દેષ નથી, મારૂંજ અજ્ઞાન છે. કેમકે મેં શ્રવણ અને ઘાણની જેમ તે વખતે તેનું માથું છેદી ન નાખ્યું. અથવા તો જેવી ભવિતવ્યતા હોય તેવી જ બુદ્ધિ, તેવીજ મતિ અને તેવી જ ભાવના ઉત્પન્ન થાય છે, અને સહાયકે પણ તેવાજ મળે છે. હવે જે થવાનું હતું તે તો થયું, પરંતુ હજી પણ આ ધન લેનારની હકીકત રાજાને નિવેદન કરી ગયેલું ધન પાછું મેળવું.” આ પ્રમાણે મનમાં વિચાર કરી તે ધૂર્તને પકડી ક્રોધથી તેની તર્જના કરતા શ્રેણી, વિકારહિત મુખવાળા એવા તે ધૂર્તને રાજાની સભામાં લઈ
Page #98
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. ગયે અને દુષ્ટને નિગ્રહ કરવામાં તત્પર એવા રાજાને કહેવા લા
:-“હે રાજન! આ દુષ્ટ મારૂ ઘણું ધન લઈ લીધું છે. એટલે રાજાએ તેને પૂછયું:-“કેમ રે ! આ શેઠ શું કહે છે? ” તેણે કહ્યું કે “એ બધું સત્ય છે, પરંતુ અહીં કંઇક કહેવાનું છે. પરસ્પર ચિરની અનુકૂળતાથી વ્યવહારીયાઓ (વેપારીઓ) વ્યવહારથી દરરેજ કરોડો રૂપીયાનો વેપાર કરે છે. ચિત્તની અનુકૂળતાથી પરસ્પર સમ્યગ વ્યવહાર થતાં કાળાંતરે જે લેનાર નાકબૂલ થાય છે તે મહાજન તેને નિષેધ કરે છે. (તેને તેમ કરવા દેતા નથી) હે વિભે! તેવા વ્યવહારથી મેં પણ એનું ધન લીધું છે. તે લોભને વશ થઈ
આ શેઠ અત્યારે શા માટે કલહ કરે છે? તે વખતે રેષથી શુષ્ક મુખ કરીને શ્રેષ્ઠીએ ચેરને કહ્યું કે-“હે મૂઢ ! ચેરીથી મારું ધન લઈને ખોટું શું બેલે છે? '' ધૂર્ત બે :-“ હે શ્રેષ્ઠિન ! મારી વસ્તુને તમે કેમ ભૂલી જાઓ છો? મેં તેના વિનિમય (બદલામાં ) થી તમારું ધન લીધું છે, મફત નથી લીધું. તે વખતે વીંછીથી ડસાયલા વાંદરાની માફક અતિશય ઉછાળા મારતે અને કેપથી શરીરને કપાવત એ શ્રેષ્ઠી આક્ષેપસહિત તેને કહેવા લાગ્યો કે-“અરે નિલજ! બદલામાં તેં મને શું આપ્યું છે? તે સ્પષ્ટ કહી દે! કે જેથી દૂધ અને પાણીની જુદાઈ અત્યારે રાજસભામાં પ્રકટ થાય. ધૂત કહેવા લાગ્ય-અરે! શેઠ! તે વખતે બદલામાં મારા કાન અને નોક તમે લીધા હતા તે શું તમે અત્યારમાંજ ભૂલી ગયા છો? હે શેઠ! જે
આ વિનિમય હજી પણ તમારે ધ્યાનમાં ને ઉતરતે હેય, તે મારા નાક, કાન મને પાછા આપીને તમારું ધન પાછું લઇ લે.” રાજા અને અમાત્ય વિગેરે વિસ્મિત થઈ તેને પૂછવા લાગ્યા કે “આ શું છે? » એટલે તેણે તે બધી યથાર્થ બીના કહી બતાવી અને સર્વના વિશ્વાસને માટે પિતાના મોઢાપર વીંટેલું વસ દૂર કરીને તુંબડીના ફળ જેવું ચારે બાજુ સરખું પિતાનું મસ્તક બતાવ્યું. તે જોઈ અહે: આ નિરપરાધી બિચારાને આવું શું કર્યું?” આ પ્રમાણે ઉલટે
Page #99
--------------------------------------------------------------------------
________________
3335
યુગાદેિશના.
ઠપકા દઇને રાજાએ શ્રેણીને રોકયા. પરંતુ એકે નાક કાન કાપી લીધા અને મીજાએ ધન હરણ કર્યું. માટે બનેની સમાનતાજ છે” આ પ્રમાણે ચુકાદા આપીને અમાત્યાએ તેને છેડાવ્યા. પ્રથમ ધન આવીને પછી ગયું, તેથી તે રોડ અત્યંત દુ:ખી થયા. કારણ કે જમાંવપણાથી પણ વિદ્યમાન ચક્ષુને! નારા થતાં જે દુ:ખ થાય છે, તે વિશેષ દુ:સહુ હાય છે.
૯૩
આ પ્રમાણે ધનના પ્રથમ લાભ થતાં અને પછી તેના નાશ થતાં તે શેડને ભારે દુ:ખ થયુ. એટલા માટેજ હે વત્સ ! યોનામબંને જુડવું એટલે ધન મેળવવામાં દુ:ખ છે, વ્યયમાં દુ:ખ છે ઇત્યાદિ કહેવાય છે. વળી કહ્યું છે કે: “ કુળ, શીળ, વિદ્વત્તા, આચાર, લક્ષણ, મળ, પુણ્ય અને લક્ષ્મી-એ જતાં આવતાં માણસાને જો વામાં આવતા નથી. સધ્યાકાળના વાદળા જેવી અથવા ખલની પ્રીતિ જેવી રમા (લક્ષ્મી) કેટલાકની તા જોતાં જોતાંજ એકદમ ચાલી જાય છે. જીવહિંસા, મૃષાવાદ વિગેરે મહાપાપને કરનાર અને મ, સાંસાદિનું સેવન કરનાર એવા મ્લેચ્છના પણ તે આદર કરે છે અને છ પ્રકારના આવશ્યકમાં તત્પર, શુદ્ધ ન્યાયમાગે ચાલનાર અને સદ્ગુણથી ઉત્કૃષ્ટ એવા કુલીન હેાય તેને તે દૂરથી ત્યાગ કરે છે. આ લક્ષ્મીને પામીને કેટલાક મદ્ય પીનારાઓની જેમ સરલ રીતે ચાલી શકતા નથી, સીધા માર્ગમાં પણ તે સ્ખલના પામે છે. જવરાકુળ જનની જેમ લક્ષ્મીના સગ કરનારા માણસાને ભકત ( ભેાજન ) પર દ્વેષ, જડ ( જલ ) માં પ્રીતિ, તૃષ્ણા ( તૃષા ) અને મુખમાં ડવાશ ઉત્પન્ન થાય છે. ધુમાડાની ઘટા ઉજવળ મકાનને પણ જેમ મલીન કરે છે તેમ લક્ષ્મી, માણસાના નિલ મનને પણ મલિન કરે છે. તેમજ અતિશય લક્ષ્મી રાજ્યના નિષધરૂપ છે અને હે વત્સે! રાજ્યલાભ પાતાળરધ્રની માફ્ક સુપૂર છે. વેશ્યાના હૃદયની જેમ રાજ્ય સર્વથા અવલ્લભ ( જેમાં અથ પ્રિય હોય તેવુ )
Page #100
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. હોય છે, દુર્જનની મિત્રાઈની જેમ અને તે વિરસજ થાય છે, સપના કરડીઆની માફક નિરંતર તે અપ્રમત્તપણે જાળવવા જેવું છે, એક શાખાએથી બીજી શાખાએ ઠેક્તા વાંદરાની જેમ તે ગુણે રડી) થીકબજે કરવા ગ્ય છે, ફલિતક્ષેત્રની માફયત્નથી નિત્ય રક્ષણ કરવા યોગ્ય છે અને પથ્ય ભેજનની જેમ પરિણામે તે ભયંકર છે. તેમજ પ્રાય: વનથી ઉન્મત્ત મનવાળા મનુષ્યોને સર્વ પ્રકારની લક્ષ્મી વિકારકારિણી થાય છે, તેમાં પણ રાજ્યશ્રી તો વિશેષે વિકાર કરે છે. રાજ્યશ્રીની સંપ્રાપ્તિથી ઉન્મત્ત થયેલા રાજાઓ સારા નેત્રવાળા છતાં જન્માંધની માફક સન્મુખ રહેલા પુરૂષને પણ જોઈ શકતા નથી. તથા પતે લાંબા કાનવાળા છતાં બહેરાની માફક તેઓ પાસે રહેલા મા
સેનું વાક્ય પણ શ્રવણ કરતા નથી. ખેલ જોવડે પરાભવ પામેલા પુરૂષથી સ્વાર્થસિદ્ધિને માટે વીનવાતા એવા તેઓ બલવાને સમર્થ છતાં મુંગા માણસની જેમ બોલતા પણ નથી. રાજ્યલક્ષ્મીના મદથી ઉન્મત્ત થયેલા તેઓ નિરંકુશ હાથીઓની જેમ સંતાપિત કરેલી પ્રજાના ધર્મરૂપ બગીચાને ઉખેડી નાખે છે. ધનમાં અંધ એવા ચાકરે (સેવક) ના ચાટવચનોથી સ્તુતિ કરાયેલા રાજાઓ પિતાને દેવતાઓ કરતાં પણ અધિક માને છે, અને તેથી જ પૂજ્ય એવા દે, મુનિઓ, સ્વજન બાંધવ અને માતાપિતાને પણ તેઓ ગર્વથી નમતા નથી. પિતાનું કથન માલ વિનાનું હોય છતાં તેને અતિ સુંદર કરીને સ્થાપે છે અને બીજાનું બેલેલું સુંદર હોય છતાં તેઓ તેને નિર્માલ્ય ગણી હસી કહાડે છે. જે તેમને અંજલ જોડે, મીઠાં વાકથી તેમની સ્તુતિ કરે અને તેમના યુક્ત કે અયુકત વચનને તથતિ એમ બોલી જે અંગીકાર કરે તેને જ તેઓ બહુમાન આપે છે, તેનું જ વચન હિતકારી સમજે છે, મિત્રપણામાં કે સેવપણામાં તેનેજ સ્થાપે છે, તેનીજ તેઓ પ્રશંસા કરે છે, તેને જ ધન આપે છે, તેની સાથેજ મસલત કરે છે અને તેની સાથે જ ગોષ્ટી કરે છે. ચાટગ્રાહ્ય એવા રાજા
Page #101
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
સ
આની સ્વતંત્રતાને જે અનુસરતા નથી, તે ગુણી, ધીમાન કે કુલીન હાય છતાં કોઈ પણ બાબતમાં રાજાએ તેના આદર કરતા નથી. હું વત્સ ! આ પ્રમાણેની સદેષ લક્ષ્મીના અજ્ઞજનોનેજ પ્રતિબધ થાય છે, સુજ્ઞજનાને તે પ્રાય: તેના સંગથી પણ પ્રતિબધ થતા નથી. દાખલા તરીકે ચિદ્ર અને શ્રીદેવ નામના બે મિત્ર વાણીયાને આ લક્ષ્મીએ પ્રથમ ભારે (મેાટા) મનાવી પછી તેમને આમ્ડાના તૂલ કરતાં પણ હલકા કરી દીધા હતા. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે-
૬ ભાગપુર નામના નગરમાં માની લક્ષ્મીથી શ્રીમંત અનેલા શ્રીદેવ અને શુચિવાક નામના એ વાણીયા રહેતા હતા. તેમાં શુચિવા; શૈાચાચારમાં બહુ કદાગ્રહી હતા, તેથી તે પાણીથી ભરેલા તાંબાના લોટા હાથમાં લઇનેજ બધે ઠેકાણે જતા હતા.
,
એક દિવસે ચાંડાલેાએ દ્વાર આગળ આવીને તેની પ્રિયાને આ પ્રમાણે પૂછ્યું- તમારા પતિ કયા છે ?” તેણે કહ્યું કે અંદર છે ’ એટલે તેઓ આવ્યા કે “ શુચિવેદ્રના પિતાની અમારી પાસે લેણી હતી તે આ સાનામહારા લાગ્યા છીએ માટે તમે અંદર જઇને તેમને આપે. ” શુચિદ્રની સ્રીએ તે લીધી, અને ઘરની અંદર જઇ તે શુચિવાળને આપી. તે વખતે આ સેનામહેારાપર છાંટ નાખી છે ? આ પ્રમાણે શ્રેષ્ઠીએ પૂછ્યું એટલે તેણીએ કહ્યું કે નથી નાખી. ” સાંભળી બધે ઠેકાણે અશ્િચ થઇ જવાથી તે વખતે તે અત્યંત ખેદ કરતા કહેવા લાગ્યા:- અરે ! આ સાનામહારોએ મારૂ' આખું ઘર મલિન કરી નાખ્યું, માટે એમના સ્પર્શ કરવાથી પણ ભ્રષ્ટતા પ્રાપ્ત થાય છે. ” આ પ્રમાણે મકતા તેણે રાષથી રાતાતાતા થઈને તે સેનામહેરાને પાતાના ડાબા પગથી ડેબુ' મારી દૂર ફેંકી દીધી. આ રીતે શુચિવાળે પેાતાની અવજ્ઞા કરી તેથી અત્યંત મસર ધરીને તેના ઘરના ત્યાગ કરવાને ઇચ્છતી એવી લક્ષ્મી આ પ્રમાણે વિચાર કરવા લાગી:
મને મેળવવાની ઈચ્છાથી લાકે અટવીનુ' પણ ઉલ્લ‘ઘન કરે છે, માટા
Page #102
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. સમુદ્રને પણ તરે છે, પર્વતના શિખરપર આરોહણ કરે છે, ગુફાઓમાં પેસે છે અને બીજા પણ સુધા, તૃષા, આતપ વિગેરેના મહાક ઘણીવાર સહન કરે છે તે પણ પૂર્વકના પ્રભાવથી હું તેમની થાઉં છું કે નથી થતી, તેમ છતાં મારા અતિપરિચયથી અને શૈચાચારના કદાગ્રહથી આ શેઠ નષ્ટ થઈ ગયું છે, તેથી તેણે ચારે વણેને માન્ય અને પિતાને ઘેર આવતી એવી મને પિતાના પગવતી ફેકી દીધી છે. મારે અતિપરિચયથી આ શુચિદ્રની અક્કલ મારી ગઈ છે, માટે હવે એને નિધન બનાવી દઇને એવી રીતે વિડંબના પમાડું કે જેથી આ પુન: મને મેળવવાને સમગ્ર શિચાચારને ત્યાગ કરી રક થઈને ચાંડાલના પણ ખાસડાં ઘણું વખત સુધી ઉપાડે.” આ પ્રમાણે વિચાર કરીને લક્ષ્મીએ તરતજ તેનું ઘર છોડી દીધું. એટલે ઇંદ્રજાલની માફક તેજ વખતે તેનું બધું ધન નાશ પામ્યું. કહ્યું છે કે
“ી શનૈઃ નિતિ, નિતિ યુપર ગુના षष्ठया पलैजलैः पूर्णा, रिच्यते यद् घटी क्षणात्."
જેમ પાણીમાં મૂકેલી ઘડી સાઠ પળે ધીમે ધીમે જળથી ભરાય છે અને ખાલી તે ક્ષણવારમાં થઇ જાય છે, તેમ લક્ષ્મી પણ આસ્તે આસ્તે આવે છે અને જાય છે ત્યારે એક સાથે ચાલી જાય છે.”
હવે નિધન થવાથી શુદ્ધિ પિતાના મિત્ર, સ્વજન અને બંને ધુઓમાં સર્વત્ર અનાદર પામવા લાગે. કહ્યું છે કે –
" यस्यास्तस्य मित्राणि, यस्यार्थस्तस्य बान्धवाः; यस्यार्थः स्वजनाश्चापि, तस्य स्युर्बहवो जनाः."
જેને ધન હોય તેના ઘણા માણસ મિત્ર થાય છે, બાધ પણ ઘણું થાય છે અને તેના સ્વજને પણ ઘણું થાય છે ? નિરંતર સ્વાર્થમાં રસિક એવા મિત્રો સ્વજને અને બાંધ જેમ ફલિત વૃક્ષને
Page #103
--------------------------------------------------------------------------
________________
યુગાદિદશના.
૯૭ પક્ષીઓ સેવે છે તેમ લક્ષ્મીવાળાને જ સેવે છે. અને જ્યારે તે નિધન થાય છે ત્યારે આ નિધન અમારી પાસે રખે કાંઈ માગે નહિ આવી રીતે ભય પામતા તેઓ જેમ દગ્ધ અરણ્યને મૃગે છોડી દે છે તેમ તેને દૂરથી જ ત્યાગ કરે છે. જ્યાં પ્રાપ્ત થયેલા ધનથી તેણે યુથેચ્છ ભેગે ભેગવ્યા હતા, ત્યાંજ દરિદ્ર થઇને પરાભવરૂપ અશિથી તે બળે છે.
આસ્તે આસ્તે વ્યવસાયમાત્ર નિષ્ફળ થવાથી શુચિ તે નગરમાં પોતાને નિર્વાહ પણ ચલાવી ન શક; એટલે ત્યાંથી નીકળી અનેક ગામ, આકર અને નગરાદિકમાં તે ભમ્યો પણ કઈ જગ્યાએ તે કંઇ પણ લક્ષ્મી પ્રાપ્ત કરી શક્યો નહિ. કારણકે પૂવકૃત કર્મ નિરંતર સહચારી જ હોય છે. છેવટે નિરાશ થઈને શુચિવિદ્ધ પિતાના નગર તરફ પાછો વળ્યો અને કેઈ પણ સ્થાનકે વિસામેં ન લેતાં ચાલતા ચાલતે તે એક દિવસ સાંજે નગરના ઉપવન આગળ આવી પહોંચે. લાંબા માર્ગનું અતિક્રમણ કરવાથી તે થાકી ગયો હતો અને સુધા, તૃષા તથા ચિંતાના ભારથી તે વ્યાકુળ થઈ ગયો હતો. એટલે ત્યાં આડંબર નામના યક્ષના મંદિરમાં તે - ત્રીવા રહે. એટલામાં ત્યાં એક માતંગ (ચાંડાળ) આવીને આદથી યક્ષને પ્રણામ કરી તેની પૂજા કરીને દ્વારમંડપમાં બેઠે. ત્યાં અર્ચાને માટે ચિલ યક્ષની તેણે પૂજા કરી અને તેની સખ મંત્ર જયો કે જેથી તે તરત પ્રગટ થઈ. એટલે માતંગે કહ્યું:--બહે સ્વામિની! જેમાં સર્વ ઈષ્ટ વસ્તુ તૈયાર હોય એવું એક વિલાસભુવન અત્યારે જ બનાવી આપે. યક્ષિણુએ તરતજ વિલાસવન તૈયાર કરી દીધું. એટલે ઈચ્છા મુજબ સર્વ ઇષ્ટ જેને પ્રાપ્ત થયું છે એવો તે માતંગ પોતાના મિત્રો અને સ્વજને સહિત તે ભુવનમાં રહી ઘણા વખત સુધી પચંદ્રિય સંબંધી સુખ ભેગવવા લાગે, છેવટે કૃતકૃય થઇને ઇંદ્રજાળની માફક તેણે તે બધું પાછું વિસર્જન કરી દીધું.
Page #104
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
આવા પ્રકારનુ` માતંગનું માહાત્મ્ય જોઇને ગુચવાક્ મનમાં વિસ્મય પામી ધનની આશાથી તેનીજ સેવા કરવા લાગ્યો. તેને નમન કરે, આસન આપે, તેની સન્મુખ ઉભા રહે, તેના ઉપાનહુ ઉપાડે અને દરરોજ તેના પગ દાબે, આ પ્રમાણે નિરતર તેની સેવા કરતાં તૃષ્ણાથી ચ’ચળ થયેલા ચિત્રના શાચપણાને કદાગ્રહ નષ્ટ થઇ ગયા. શુચિવે દ્રની ઘણા વખતની સેવાથી આરાધ્ય થયેલા તે માતગ એકદા તેને કહેવા લાગ્યા—“હે ભદ્ર! તું આવા અયુક્ત ઉપચાર શા માટે કરે છે?” શુચિવાળે કહ્યું—“હે દીનજનની યામાં તપર એવા સ્વામિન! સાંભ ળે, દારિદ્રથી દુ:ખી થયેલા હુ ધનને માટે ઘણી ભૂમિ ભમ્યા, પરં'તુ એક કાણી કોડી પણ મેળવી શક્યા નહિ. તેથી છેવટે નિરાશ થઇને મે સ્વદેશ તરફ પ્રયાણ કર્યું. ત્યાં દેવદ્રિમાં તમારો મોટો પ્રભાવ .જોઇને ધનાશાના પારાથી અધાયલા હું તમારી સેવા કરવા લાગ્યે છું, માટે પ્રસન્ન થઇને આ દારિચરૂપ મોટા સમુદ્રમાંથી મારા ઉદ્ધાર કરે.” આ પ્રમાણે શુચિવાહન ખેલવું સાંભળીને માત’ગ તેને કહેવા લાગ્યા:— યક્ષિણીની સાધનાના ઉપાય ચુક્ત આ વિદ્યા તમે યા.” તે સાંભળી માટી મહેરબાની' એમ કહીને તેણે એ વિદ્યા હષની સાથે ગ્રહણ કરી. પછી પેાતાના આત્માને કૃતાર્થ માનતા તે પાતાને ઘેર ગયા, અને ત્યાં તેણે સર્વ સાધનની સામગ્રીપૂર્વક એક મડલ આળેખ્યુ. તેના મધ્યમાં યક્ષિણીનું ચિત્ર આળેખીને તેને પૂજીને જેટલામાં તે મંત્રનું સ્મરણ કરે છે, તેટલામાં તેનું એક પટ્ટ તે ભૂલી ગયા. પછી શાખાભ્રષ્ટ વાંઃરની જેમ વિજ્ઞક્ષ સુખ કરીને તેણે માત ંગની પાસે જઇ પાતાનુ યથાસ્થિત સ્વરૂપ કહી બતાવ્યુ. માતંગે કહ્યું: હે ભદ્ર! વિદ્યાથી અભિત્રિત આ પણ ગ્રહણ કર. જો આની પણ પૂજા કરીશ, તેા તને ઇષ્ટ પ્રાપ્તિ થશે.” પછી માતંગને નમન ફરી પટ લઇને સ્વપુરે જતાં શુચિયાના પણ ચારોએ લઇ લીધા. એટલે નિસ્તેજ મુખ કરી ત્યાંથીજ પાછા વળી તેણે માતંગની સે આવી પટના વ્યતિકર કહ્યો.
૯૮
Page #105
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. ફરી પણ અનુકંપા કરીને માતગે વિધિ બતાવીને એક વિદ્યાભિમં. ત્રિત ઘટ તેને આપે. એટલે માતંગને નમસ્કાર કરી ઘટ લઈને તે પિતાને ઘેર આવ્યા, અને યથાવિધિ તેનું પૂજન કરીને ઘટ પાસે તે ઈચ્છિત પદાર્થો યાચવા લાગ્યો. કુંભમાંથી તેના ઈચ્છિત પદાર્થો -
ળ્યા એટલે તેણે બધા મિત્રોને આદર સહિત જમાડ્યા અને પોતે પણ યથારૂચિ જ. પછી “અહે! કુંભના પ્રભાવથી મારું દારિ
ત્ય દૂર ગયું.” આ પ્રમાણે ખુશ થતે તે કુંભને માથે લઈને નાચવા લાગે. હર્ષથી ચંચળ ચિત્ત હોવાથી આ પ્રમાણે નાચતાં દૈવવશાતકુંભ તેના માથા પરથી પડી ગયો અને તરતજ ખડખંડ થઈગયે. ઘડે ભાગી જવાથી શુચિદ્ર મનમાં બહુજ ખેદ લાવીને પુન: માતંગની પાસે ગયો. એટલે માતંગ કહેવા લાગ્ય: મારી પાસે જેટલી વિદ્યા હતી તે બધી તને આપી ચુક્યો છું, હવે વધારે નથી, માટે હે ભદ્રા પુન: તારે મારી પાસે આવવું નહિ. માતંગે આ પ્રમાણે કહી તેને વિસર્જન કર્યો એટલે તે પોતાને ઘેર આવ્યા અને દુખિત થતો આર્તધ્યાનમાં તત્પર એવે તે રાત્રે સૂતો, એટલામાં વેત વસવાળી એક પ્રૌઢ પ્રમદાને જોઈને તે તેની સન્મુખ જઈ પ્રણામ કરીને પૂછવા લાગે--હે સ્વામિની! તમે કેણુ છે?એટલે તે બોલી કે –જેને તે પગ વડે ફેંકી દીધી હતી, તે હું તારા ઘરની લક્ષમી છું. તે સાંભળી શુદ્ધિ કહેવા લાગે – હે માત! આટલે લાંબે વખત તમે કયાં ગયા હતા? લક્ષ્મીએ કહ્યું – “આટલો કાળ હું માતંગને ઘેર ગઈ હતી. તેણે પૂછયું–“તે માતંગ કેણી એટલે તેણે કહ્યું કે --“ધનની ઈચ્છાથી જેની પછવાડે ભમીને તું જેના ખાસડા ઉપાડતો અને જેની ઘણે કાળ સેવા કરતે હતો તે શુચિકે કહ્યું “તે આજે અહીં તમે શા માટે આવ્યા છે?» લસ્ત્રીએ કહ્યું કે –“તારૂં શૌચ જેવાને. આ પ્રમાણે કહીને લક્ષ્મી તરત અદૃશ્ય થઈ ગઈ. આ પ્રમાણે પ્રથમ અંગીકાર કરીને પછી મૂકી દીધેલા શૌચથી લજજાને લીધે સ્કંધને નીચે નમાવી દેતે શુ
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૦૦
યુગાદિ દેશના.
ચિવાઃ સર્વત્ર હાસ્યાસ્પદ થયે. લક્ષ્મીથી તજાયલા તે પશ્ચાત્તાપ રૂપ અગ્નિથી મળવા લાગ્યા અને જીવનપર્યંત આજીવિકાથી પણ તે દુ:ખિત થયા.
હવે તે લક્ષ્મીને શ્રીદેવ તત્ત્વથી દેવતા માનતા હતા. કારણકે “તેજ સાક્ષાત્ અહીં દાન, ભાગ અને મહત્ત્વાદિ ફળ આપે છે. તે સિ વાય જેમના રાય, તેાષનું ફળ અહીં પ્રત્યક્ષ જોવામાં આવતુ નથી, તેવા અજાગલ સ્તન જેવા બીજા દેવતાઓથી શુ?” આ પ્રમાણે ખેલતા તે બીજા સર્વ દેવતાઓના ત્યાગ કરીને પ્રમાદપૂર્વક પુષ્પાદિવડે લક્ષ્મીની મૂર્ત્તિન!જ તે ત્રણ કાળ પૂજા કરતા હતા.
એક દિવસે લક્ષ્મીને હસતી જોઇને. તેણે પૂછ્યું- હે માત ! હસવાનું કારણ શું” ? ” લક્ષ્મીએ કહ્યું કે, “ તારૂ' વૃત્તાંત, ” તેણે પૂયુ` કે મારૂં શુ' વૃત્તાંત?' એટલે લક્ષ્મીદેવીએ કહ્યું. કે–“ જેમનાં વચના યથાસ્થિત અર્થ વાળાં છે, જેમણે આંતર શત્રુઓને હુણ્યા છે, સ’સાર સમુદ્રના પાર પમાડી ભવ્ય પ્રાણીઓને જે માક્ષમાં લઇ જનારા છે, સુરાસુર અને રાજાએ જેમના ચરણયુગલને નમે છે, જે જગમાં જંતુઓપર કરૂણાયુક્ત મનવાળા છે અને જે આલાક તથા પલાકનાં સુખને આપવાવાળા છે એવા દેવાધિદેવ સર્વજ્ઞ જિનેન્ધરને મૂકીને હું ભદ્ર ! તું મારી સ્થિરતાની ઈચ્છાથી મને આરાધે છે, પરંતુ મારૂ સ્થય તે પ્રાચીન પુણ્યે થીજ થાય તેમ છે, મારી સેવાથી થાય તેમ નથી.” આ પ્રમાણે લક્ષ્મીએ હાસ્યપૂર્વક કહ્યું એટલે શ્રીવ તેને પુન: કહેવા લાગ્યા હે માતા ! તારી સેવા કરતાં મને જે થવાનુ હાય તે થાઓ. ” તે સાંભળી લક્ષ્મી અદૃશ્ય થઇ ગઇ.
7)
પછી બહુ ભક્તિપૂર્વક લક્ષ્મીનુ આરાધન કરતાં કેટલેક દિવસે લક્ષ્મીને શ્યામ મુખવાળી જોઇને શ્રીદેવ તેને પૂછવા લાગ્યા“ હું અખા ! આજે તમારા સુખપર શ્યામતા કેમ દેખાય છે? ” એટલે તેણીએ કહ્યું–“ હે વત્સ ! તારે ધેર વિલક્ષણ પુત્ર જન્મ્યા છે. તેની
Page #107
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૧૦૧
વિલક્ષણતાના દોષથી, તું અતિભક્તિમાન છે, છતાં તારા થિસેવિત મદિરને પણ હુ' છેડી દેવા ઈચ્છું છું. કહ્યું છે કે:~
“ મળ્યો મતિ તિર્થંક્ યા, સ શ્રિદ્ધચણા, लक्ष्मीर्यदनुभावेन, गेहमभ्येति सर्वतः " “ મળ્યો મતિ તિય થા, સ ચિપક્ષળ, लक्ष्मीर्यदनुभावेन, सझनोप्यपगच्छति,
19
“ સારા લક્ષણવાળા કોઇ તિર્યંચ કે માણસના પ્રભાવથી લક્ષ્મી ચારે બાજુથી ઘરમાં આવે છે, અને કોઇ અપલક્ષણવાળા માણસ કે તિર્યંચના પ્રભાવથી લક્ષ્મી ઘરમાંથી પણ ચાલી જાય છે, ” માટે તારા ભાવી વિયોગથી હું... શ્યામ મુખવાળી થઇ છુ ” તે સાંભળી શ્રીદેવ ખેદસહિત કહેવા લાગ્યા- હવે કયાં જશે ?” એટલે લક્ષ્મી મેલી:– આજ નગરમાં પૂર્વ જન્મમાં કરેલા મુનિદાનના પ્રભાવથી જેણે અતુલ ભાગકમ ઉપાી છે એવા ભાગદેવને ઘેર જ– ઇશ, ” આ પ્રમાણે કહીને લક્ષ્મીએ તરતજ તેને તજી દીધા, એટલે શ્રીદેવ દુ:ખિત થયા અને ભાગદેવ સાર્થવાહુ હિરણ્યાદિકથી વૃદ્ધિ પામ્યો. પાતાના ઘરમાં ચારે બાજુ લક્ષ્મીના વિસ્તાર એને ભાગ્યશાળી ભાગદેવ પાતાની ભોગવતી પ્રિયાને આ પ્રમાણે કહેવા લા
ગ્યા: “ હે કાંતે ! વિધાતા જેવી ચપળ લક્ષ્મી જ્યાંસુધી આપણા ઘરમાં છે, ત્યાંસુધી દીન વિગેરેને દાન આપવુ અને યથેચ્છ ભાગ ભાગવવા.” તે તે પ્રથમથી પણ દાનશીલ હતી અને આ પ્રમાણે પતિએ પ્રેરણા કરી, એટલે વિશેષે કરીને મુનિ, દુ:સ્થિત અને દીનજનાને શ્રદ્ધાપૂર્વક યથાસ્થિતી દાન દેવા લાગી.
એક દિવસે તે નગરના ઉદ્યાનમાં કેવલી ભગવંત સમવસર્યા, એટલે શ્રદ્ધાળુ મનવાળા અનેક લોકો તેમને વંદન કરવા ગયા. પા૧ માગ્યા પ્રમાણે.
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૨
યુગાદિ દેશના.
તાની ભાગવતી પત્ની સાથે ભાગદેવ પણ ત્યાં આવ્યા. સર્વ લોકો વંદના કરીને બેઠા એટલે કેવલી મહારાજ ધર્મોપદેશ દેવા લાગ્યા:
“ ચારાશી લક્ષ જે જીવયેાનિ છે, તે બધી યાનિએમાં શરણ રહિત એવા પ્રાણીઓ અન’તીવાર ભમ્યા છે. અન'ત અવસર્પિણી અને ઉત્સર્પિણીના પ્રમાણવાળા જે પુદ્ગલ પરાવતા છે, તે પણ સજે સારમાં ભમતા પ્રાણીઓએ અન‘તીવાર પૂર્ણ કર્યાં છે; પરંતુ સંસારરૂપ જંગલમાં ભમતાં પ્રાણીઓને કૃષ્ણ ચિત્રાવેલીની માફક દુર્લભ એવા સદ્ગુરૂ કાંઈ પણ મળ્યા નથી. પુણ્યયેાગે તેવા ગુરૂના યોગ થતાં પણ અહા ! ઘણા અજ્ઞજના તા તેમના કહેલ ધર્મને પાથીમાંહેતા રીંગણા સમજી તેની અવજ્ઞા કરે છે. કેટલાક તે ધર્મને સમ્યગ્ રીતે હૃદયમાં શ્રદ્ધે છે; પણ તેમણે નરકનું આયુ પૂર્વે બાંધેલુ હોવાથી તેઓ ધમ નું આરાધન કરવાને સમર્થ થઇ શકતા નથી. માત્ર કેટલાક મહાત્માએ તેને હૃદયમાં સમ્યગ્ રીતે શ્રદ્ધીને સદ્ગુરૂભાષિત ધર્મીનું સત્ શક્તિપૂર્વક આરાધન કરે છે, એટલે ધર્મના મહિમાથી તેઓ ઉત્તરાત્તર અનેક પ્રકારના સુખા મેળવી મહાન≠ પદ સુધીની શ્રેષ્ઠ પદવીને મેળવે છે. છ
હવે અવસર જોઈ ભાગદેવે કેવલી ભગવાનને આ પ્રમાણે પ્રશ્ન કર્યાં કે - હે ભગવન્ ! મુનિદાનનુ' ફળ શું* ? ” એટલે કેવલી ભગવંત માયા:–“મહાન શ્રેષ્ઠીજનાથી વ્યાસ એવાવિશાલશાલ નામના નગરમાં માટી ઋદ્ધિવાળા સંચયશીલ નામને સાવાહુ વસે છે. તેના ઘરમાં તેર કોટી ધન છે; પરંતુ તે ખાંધી મુઠીના હોવાથી કદી કાઇને એક કોડી પણ આપતેા નથી અને ભાગવતે પણ નથી. તેના ઘરમાં એક દુતપતાક નામના નાકર છે, તે તને દાનનુ માહાત્મ્ય સ્પષ્ટ કહેશે. ” આ પ્રમાણે કેવલી ભગવંતનું વચન સાંભળીને તે વિસ્મય પામી હૃદયમાં વિચાર કરવા લાગ્યા:- કાઇ પણ કારણથીજ આ સજ્ઞ છતાં પણ આ પ્રમાણે કહે છે, તે તે નગર બહુ દૂર છતાં
Page #109
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના
૧૦૩ પણ પ્રિયા સહિત ત્યાં જઈને આ પ્રશ્નને ઉત્તર ભારે મેળવવો.” કોતુકીજ આળસુ હેતા નથી.”
પછી પ્રશ્નાર્થ જાણવા ઉત્સુક એ ભગદેવ, પિતાની પત્નીની સાથે તરતજ ત્યાંથી પ્રયાણ કરી અનુક્રમે વિશાલશાલ નગરે પહોંચ્યા. દેવગે નગરમાં પેસતાંજ દુર્ગતિપતાકની દુગિલા નામની ગહિનીને તેમણે જોઈ અને તેને પૂછ્યું કે અહીં સંચયશીલ નામના સાર્થવાહનું ઘર ક્યાં છે? તેણે કહ્યું કે અહીં આવે, હું તમને તેનું ઘર દેખાડું. પછી તેની સાથે ભેગદેવ સાથે અને વેર આવીને આદરસહિત નમન કરી ધનસુંદરી નામની તેની સ્ત્રીને તેણે પૂછયું: “તમારે ઘેર દુગતપતાક નામને કેઈ નેકરે છે?” તેણે કહ્યું કે તમારે તેનું શું કામ છે?” એટલે ભંગદેવ શેઠે કહ્યું કે“સર્વજ્ઞ ભગવંતે દાનફળના પ્રશ્નનો ઉત્તર તે અહીં કહેશે એમ કહ્યું છે, તેથી તેને પૂછવાને માટે જ અત્યારે દશથી હું અહીં આવ્યો છું.” આ પ્રમાણે સાંભળી તે ખેદ રહિત કહેવા લાગી કે “હે ભદ્રા અમારે તે નોકર હતો, પરંતુ તેના મરણ પામ્યાને અત્યારે નવમે માસ ચાલે છે.” દુર્ગતિપતાકનું મરણ સાંભળીને ખેદ ધરતે ભગદેવ ત્યાંજ સાથે શના ઘરની પાસે એક ઘરમાં રહ્યો. અને વિચારવા લાયે કે “જેને પૂછવાને માટે આટલે સુધી હું આવ્યું, તે તે દૈવગે મરણ પામ્યો છે તે મને પ્રશ્નાર્થ કેણ કહેશે?”
હવે એક દિવસે ધનસુંદરીએ શ્રેષ્ઠ પુત્રને જન્મ આપે. એટલે ધનની આશાથી દાસીએ તરતજ શેઠ પાસે જઈને તેની વધામણી આપી. પરંતુ તે તો ધનના વ્યયથી બીતે હતો એટલે મૈન ધારીને બેસી જ રહ્યું. દાસી નિરાશ થઈ વિલક્ષ મુખ કરીને જેમ આવી હતી તેમ પાછી ચાલી ગઈ. એકદા શેઠ બજારમાંથી ઘેર આવ્યા એટલે ધનસુંદરીએ ખેદ સહિત તેને કહ્યું કે “વલ્લભ! સાંભળે, પ મને પુત્ર ન હતો તે અત્યારે ભાગ્યયોગે થયે છે; છતાં તમે તેની
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૪
યુગાદિદેશના. વધામણું માત્ર પણ કરી નહિ. દાન અને ભેગમાં ધનનો વ્યય કરતાં તમે ડરે છે, તો કૃપણતાથી દુયશ પેદા કરી પૃથ્વીને ભારભૂત એવી આ લક્ષ્મીને તમે શું કરવાના છે? આ પ્રમાણે સાંભળી ખેદ પામીને શેઠ વિચારવા લાગ્યો-“આ પ્રિયા મારે ચિત્તને અનુસરનારી નથી, જેથી ધન મેળવવામાં થતા કષ્ટને તે મૂળથી જ જાણતી નથી. સ્વજને અને યાચકની અત્યંત યાચનાથી પણ મારા મનથી એક કેડીમાત્ર પણ ઉતરતી નથી. આ ખર્ચાળ પત્ની તે ધન કમાવાના કલેશથી અજ્ઞાત છે, એટલે પુણ્યકાર્યમાં અને વધામણું વિગેરેમાં છાની રીતે તે ધનને વ્યય કરશે. અને પાણીમાં રહેનાર માછલી ક્યારે પાણી પીએ છે એ જેમ જાણી શકાતું નથી, તેમ ઘરની સ્વામિની પત્ની કયારે અને શું વ્યય કરે છે તે પણ જણાતું નથી. ઘરની રક્ષામાં નિયુક્ત કરાયેલી પત્ની જે પિતાની ઇચ્છા મુજબ ધનને વ્યય કરી ઘરને ખેદે, તો પછી નિશ્ચયે કાકડી વાડને ખાય એ ન્યાય થાય. તો આ ભિન્ન સ્વભાવવાળી સ્ત્રીના સહવાસમાં સ્વભાવથી જ ચપળ એવી લક્ષ્મીને હું ઘરમાં શી રીતે સ્થિર કરી શકીશ?” આ પ્રકારના અત્યંત આધ્યાનને વશ થવાથી તેને આહારવિશુચિકા (અજીર્ણ) થઈ, જેથી તે સાર્થવાહ તેજ દિવસે મરણ પામે. પતિના મરણથી ધનસુંદરીના હૃદયમાં બળતે શેકાગ્નિ પુત્રને જેવાથી આવતા હર્ષાશ્રુરૂપ જળથી આતે આસ્તે શાંત થયે.
ગ્ય અવસરે ધનસુરીએ મહોત્સવ પૂર્વક સ્વજનની સાક્ષીએ પુત્રનું ધનદત્ત એવું નામ પાડ્યું. હવે સંચશીલ સાર્થવાહ તેજ નગરમાં નાગિલ નામને કેઇ દરિદ્ધી રહે છે તેને પુત્ર થયે. કારણ કે
કર્મ સવંદ બલવત્તર છે. એ શેઠને જીવ દૈર્ભાગ્યથી દૂષિત હોવાથી જન્મતાંજ માબાપને અનિષ્ટ થઈ પડ્યો. એટલે ક્ષુધાતુષાથી
૧ “વાડ ચીભડાં ગળે” એ પણ ન્યાય કહેવાય છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
યુગાદિ દેશના.
૧૦૫
પીડાતા તે અત્યંત ગરીબાઇથી. મહાવર્ડ જીવવા લાગ્યા. અહીં ધનદતને ઘર તથા પરિજન વિગેરે જોવાથી જાતિસ્મરણ થયું, તેથી હુ સહિત તે આ પ્રમાણે કહેવા લાગ્યા.
46
श्रद्धया यद् ददे दानं, मुनये तत्प्रभावतः; रङ्कस्यापि ममाभूवन्, धनकाटेयस्त्रयोदश. "
?
“ શ્રદ્ધાથી મેં જે મુનિને દાન દીધું, તેના પ્રભાવથી મને રકને પણ તેર કરોડ ધન મળ્યુ.” હાથ ઉંચા કરીને દરરોજ આ ફ્લેક ખેલતા તેને “આના ભાવાથ શા છે ? ” એમ ભગદેવે પૂછ્યું, એટલે તે કહેવા લાગ્યો કે હુ* મારા પિતાના દુતપતાક નામે નોકર હતા, પણ મુનિદાનથી થયેલા મુતથી અત્યારે તાતના ઘરના અધિપતિ થયે। છું.” આ પ્રમાણે તે માળકને પ્રાપ્ત થયેલ મુનિદાનનું ફળ સાક્ષાત્ જોઇને ભાગદેવને સજ્ઞના વચન ઉપર પૂર્ણ વિશ્વાસ આન્યા.
એકદા અતિશયયુક્ત જ્ઞાનવાળા કોઇ મુનિ ભિક્ષાને માટે ત્યાં પધાર્યા. તેમણે સહુ ઉપરના શ્લાક ખેલતા તે બાળકને આ પ્રમાણે કહ્યું કે “ હું ખાળ ! તારે એકાંત હ ન કરવા, કારણ કે ધન છતાં પણ દાન અને ભોગરહિત એવા તારા પિતા મરણ પામીને અહીંજ નાગિલ દરિદ્રીને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયા છે. તે અત્ય ́ત દુ:ખી છે, ક્ષુધાથી પીડિત છે અને માબાપને પણ અકારો થયા સતા દુ:ખે વિસા ગાળે છે. જેણે પ્રાપ્ત થયેલું ધન ગરીમાને દીધું નહિ અને પોતે ભાગથ્થુ નહિ, પરંતુ પૃથ્વીમાં દાટી રાખ્યુ, તે પુરૂષ ખરેખર ! ઉભય લાકના સુખથી ભ્રષ્ટ થાય છે. જીઓ નાકર તે શેઠ થયા અને શેઠ તે નાકર થયા.. આ કરચનાને અસ ભાવ્ય કાણ કહે ? (માને?y આ પ્રમાણે પેાતાના પતિનું વૃત્તાંત સાંભળીને ધનસુંદરી ખેઢ પામી. પછી તરતજ પત્ની અને પુત્રસહિત નાગિલને ખેલાવીને તે કહેવા લાગી કે તમે દ્રૂપતી હંમેશાં મારા ઘરનું કામકાજ કરો અને સ્નાન
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૬
યુગાદિદેશના. તથા અનાદિકથી સ્નેહપૂર્વક આ પુત્રનું પાલન કરે. આ તમારે પુત્ર પણ મટે થશે, ત્યારે ઘરનું કામ કરનારે થશે. આ પ્રમાણેનું તેનું કથન સ્વીકારીને તે દપતી સુખે ત્યાં રહ્યાં.
એક દિવસે રાત્રે પિતાના મંદિરમાં (મકાનમાં) ભગદેવે બે સુંદરીને પરસ્પર આ પ્રમાણે વાર્તાલાપ કરતી સાંભળી.
પહેલી–બીને) “હે સુંદરિ! તુ કેણું છે? તે કહે છે બીજી—“હે શુભે! હું ભગદેવની ગૃહલક્ષ્મી છું.” પહેલી–“હે મહેન! તને કુશલ છે? ”
બીજી-(દુ:ખ સહિત નિસાસે નાખીને ) “ હે હેન! અન્યઅન્યને દાન દેવામાં અને ભેગાદિ કાર્યમાં મનને પરેવીને ભગદેવ નિરંતર (સર્વદા) મને ફેરવ્યા કરે છે, તે આજ્ઞાપ્રધાન ભર્તાની દાસીની જેમ પરાધીન સ્વભાવવાળી એવી મારી કુશલતાની કથા શું કહેવી? પણ બહેન ! તું કેણું છે? તે તે કહે છે
પહેલી–“હું બંને રીતે નામથી અને ગુણથી (સંગ્રહ સ્વભાવી હેવાથી) સંચયશીલ નામના સાથે પતિની લક્ષ્મી છું
બીજી—તે બહેન! કહેતું ત્યાં સુખે રહેતી હશે!”
પહેલી–સખેદ) મહા ઘેર અંધકારયુક્ત ખાડામાં મને હમેશાં તેણે દાટી રાખી હતી. અત્યારે લાંબે વખતે હું સૂર્ય, ચંદ્ર, અને સપુરૂષોના કરને સ્પર્શ પામો છું. બંદીવાન તરીકે પકડાયેલી રિપુરીની માફક નિત્યના નિરોધથી ઉદ્વેગ પામીને હું અહીં દુએ નિવાસ કરું છું. બહેન સુખવાસ તે મને ક્યાંથી હોય? ”
આવા પ્રકારની તેમની વાત સાંભળીને ભગદેવ વિચારવા લાગ્યો કે–ખરેખર! પિતપતાના સ્થાનથી અત્યારે આ બંને લ
ક્ષ્મી ઉદ્વિગ્ન થઇ છે. જે એમ ન હોય, તો સંગ્રહ કરનાર સંચયશીલના અને વ્યય કરનાર મારા એમ બંનેના લક્ષ્મી દૂષણે શામાટે
Page #113
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૧૦૭ જુએ? ભેગથી, શૌચથી, ભક્તિથી કે સંગ્રહથી પણ આ ચપળ લક્ષ્મી કદિ સ્થિર થતી નથી, તેથી એનું દાન કરવું એજ શ્રેષ્ઠ છે. માટે સ્વભાવથી જ ચપળ એવી લક્ષ્મી મને જ્યાં સુધી તળ ન દે, ત્યાંસુધી પાત્રમાં એને વ્યય કરીને હું એનું ફળ મેળવી લઉં.”
પછી ત્યાંથી પિતાને નગરે આવીને ચૈત્યમાં અઠ્ઠાઈ મહેત્સવ કરીને તથા આદરસહિત ચતુવિધ સંધની અર્ચા કરીને, અનાથ, દીન અને દુ:ખી લેકેને યથાચિત દાન આપીને પોતાના મિત્રો, સ્વજને અને બધુઓને સન્માનપૂર્વક પૂછીને અને ભગદત્ત નામના પુત્ર - પર પિતાના કુટુંબને ભાર આરોપીને જેના શુભ ધ્યાનના અધ્યવસાથે વધતા જાય છે, જેની બુદ્ધિ વિશુદ્ધ થઈ છે, અને હું આવતી કાલે દીક્ષા અંગીકાર કરીશ એ જેણે મનમાં સંપ કરી લીધો છે એ ભગદેવ જ્યારે રાત્રે સૂતા, ત્યારે સ્ત્રીરૂપધારિણી લક્ષ્મીએ તેને કહ્યું “હે ભગદેવ! તે મારું દાન કર્યું અને યથારૂચિ મારે ઉપભેગ કર્યો, તેમજ હું તને છોડતી નથી, છતાં તેં મારે ત્યાગ કર્યો તેથી તે મને એક રીતે ઠગી છે. તે પણ હું તારું શું ઇષ્ટ કરૂં? તે કહેતે કહેવા લાગ્યું કે--મારી જેમ મારા પુત્રની સાથે પણ તારે વર્તવું (રહેવું.) આ બેલ સ્વીકારીને લક્ષમી અંતર્ધાન થઈ ગઈ.
- હવે પ્રાત:કાળે વિરક્ત બુદ્ધિવાળા એવા ભેગદેવે પિતાની સીની સાથે પ્રશાંતાચાર્ય ગુરૂની પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી. પવિત્ર ચારિત્ર પાળવામાં સદા ઉઘુક્ત અને સ્વાધ્યાય તથા અધ્યયનમાં અનુરક્ત (આસક્ત) એવા તે દંપતી દુષ્કર તપ તપવા લાગ્યા. પ્રાતે સર્વ જીવને ખમાવીને (આરાધના કરીને) અને અનશન અંગીકાર કરીને એકાવતારી એવા તે બંને સર્વાર્થસિદ્ધની સંપત્તિ પાયા, અર્થાત પાંચમા અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા,
હવે આ તરફ લક્ષ્મીએ શ્રીદેવને તરતજ તજી દીધો હતો, એ-. કલે તે આજીવિકાને માટે બીજાને ઘેર હલકું કામ કરતા અને “શ્રી
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૮
યુગાદેિશના.
દેવ! રાજ ત્રણવાર પૂજતાં પણ તારી લક્ષ્મી કેમ ચાલી ગઇ?' એ પ્રમાણે માણસોથી હાસ્ય કરાતા તે કષ્ટથી વખત ગાળતા હતા. હવે જે પુત્રના જન્મતાંજ એના ઘરમાંથી લક્ષ્મી પાતે કહીને ચાલી ગઇ હતી, તે વિલક્ષણ પુત્ર દેવયોગે મરણ પામ્યા. તે પછી પુણ્યયોગે લક્ષ્મી ફરી પાછી એના ઘરમાં આવી અને તેથી તે સ્વજન એમાં માનનીય થયા. હવે પુન: સત્પત્તિ પ્રાપ્ત થઇ એટલે ધનના ઉ સાદથી અને ઈચ્છાપૂર્વક પ્રાપ્ત થયેલ ભાગના સાધનથી તે બીજી સ્રો પરણ્યા. કહ્યું છે કે:--
“ વર્ધમાન: પુરુષ–ાવાળામાધાતા; पूर्वोपार्जितमित्राणां, दाराणामथ वेश्मनाम्. "
†
* લક્ષ્મીથી વધતા જતા પુરૂષ, પૂર્વ પરિચિત 'મિત્રા, સ્રીઓ અને ધરો-એ ત્રણેના અપધાતક થાય છે. ” અર્થાત્ તે ત્રણે વાનાં નવાં કરવાની તેને ઇચ્છા થાય છે.
એક દિવસે પુન: રાત્રે શ્રેષ્ઠ સુખશય્યામાં સૂતેલા શ્રીવે રૂદન કરતી કોઇ સ્ત્રીને જોઇને તેને પૂછ્યું કે:- તું કોણ છે અને શા નિમિત્તે આમ દુ:ખસહિત રડે છે ? ” તે કહેવા લાગી: “ હુ. તમારા ઘરની લક્ષ્મી છું અને અત્યારે પુન: તમારા ઘરના ત્યાગ કરવા ઇચ્છુ છું. કારણ કે, હે શ્રીદેવ ! તું જે બીજી સ્ત્રી પરણ્યા છે, તે ખરેખર ! સાક્ષાત્ અલક્ષ્મી ( દિરતા ) જ છે, માટે તેની સાથે મારે રહેવુ નહિ અને, એ નિમિત્તે ભકિત સહિત મનવાળા તારા ભાવી વિયાગથી દુ:ખત થઇને હું' રૂદન કરૂં' છુ ” એમ કહીને તે તત્કાળ અ દૃશ્ય થઈ ગઈ.
હવે સવારે ઉઠીને જેટલામાં તે પેાતાનુ ઘર જુએ છે, તેટલામાં ધન ધાન્યાક્રિકથી સર્વત્ર તે ખાલી થયેલુ તેના જોવામાં આવ્યું. એટલે ખેદ પામીને તે આ પ્રમાણે વિચારવા લાગ્યા: “ જેમ રાત્રે લ
Page #115
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૧૦૯
મીએ કહ્યું, તેમજ તેણે કર્યું. અહા ! બુદ્ધિવાળા હું બીજી સ્રી શા માટે પરણ્યા? કે જેની સાથેના અમર્યાદ વૈરથી લક્ષ્મી મારા ઘરમાંથી થાલી ગઇ. અથવા તા તેના ખેઢ કરવાથી શુ ! લક્ષ્મી જ્યારે પાતેજ જવાની ઇચ્છાવાળી થાય છે, ત્યારે તે ખરેખર ! આ પ્રમાણે ફાગઢનાં ખાનાં બતાવે છે. ” પછી તે દિવસથી દરદ્રતાથી દુ:ખી થઇને બીજાને ઘેર કામ કરતા શ્રીદેવ જીવનપર્યંત દુ:ખી રહ્યો.
જે નગરમાં લક્ષ્મીને લીધે જે બીજાઓને તૃણ જેવા પણ ન્હાતા માનતા, તેજ નગરમાં અહે ! તે કષ્ટથી બીજાને ઘેર કામ કરવા લાગ્યા. માટે સ્વભાવથીજ ચપળ એવી લક્ષ્મી અબળા છતાં, ધીમાન પુરૂષ પોતાના કાને માટે પ્રતિબ`ધ રહિત થઇને તેને અનુસરે છે. રે.. કરી પગથી મારતા લક્ષ્મીએ ચિદ્રને તજી દીધા અને તેની પૂજા કરતા પણ શ્રીદેવને જે તે કારણ બતાવીને મૂકી દીધા. ઉષ્ણ પવનથી પણ તેનું રક્ષણ કરતાં સચયશીલને પણ તેણીએ તજી દ્વીધા અને યથાયાચિત દાન દેતાં અને ભાગવતાં ભાગદેવને પણ છેડી દીધા. માટે ઉછળતા લાલ જેવી ચપળ લક્ષ્મીને સ્થિર કરવાને જગતમાં કોઇ પણ ઉપાય વિદ્યમાન નથી. જે આપતા નથી અને ભાગવતે પણ નથી, તે પુરૂષ પોતાની પાસે ધન છતાં પણ સચયશીલના જેવા ગરીબ ( દિક્ ) છે. આ જગમાં સચયશીલના જેવા ઘણા માણસા છે કે જેમને છળી ( ઢંગી ) ને લક્ષ્મીએ પેાતાનુ દાસકમાં કરાવ્યું છે, પરંતુ ભાગદેવ જેવા પુરૂષા તે માત્ર પાંચ છજ હશે, કે જેમણે સ્વેચ્છાપૂર્વક તેના દાન અને ભાગમાં ઉપયોગ કરી તેને પણ છળી ( તંગી ) લીધી હેાય છે. લક્ષ્મીને પાતે ભાગવે છે અને શ્રદ્ધાથી અન્યને આપે છે તથા આપનારની અનુમેાદના કરે છે, તે પુરૂષ ભગદેવની જેમ અને લેાકમાં સુખ પ્રાપ્ત કરે છે. ઘરમાંથી લક્ષ્મી પાતે ચાલી જાય તા ભારે પરિતાપ થાય છે; પરંતુ તેને તજી દીધી હોય તા પુરૂષોને તે અનંત સુખને માટે કલ્પી શકાય છે. વળી હે વત્સ ! આધિ, વ્યાધિ, વ્યથા, જન્મ, જરા અને મરણ રહિત એવું
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૧૦
યુગાદેિશના.
અવ્યય અને કલ્યાણકારી મેાક્ષપદ જો તમે ઇચ્છતા હો, તા સ્વભાવથીજ ચપળ એવી રાજ્યલક્ષ્મીના કુલટાની જેમ સર્વથા ત્યાગ કરી સયમલક્ષ્મીનુ જ આરાધન કરો.
॥ इति श्रीतपागच्छाधिराज श्री सोमसुन्दरसूरि पट्टप्रभाकर गच्छनायक परमगुरुश्री मुनिसुन्दरसूरि विनेयवाचनाचार्य सोममण्डनगणिकृतायां युगादिदेशनायां तृतीय उल्लासः ॥
चतुर्थ उल्लास.
ગણેશેા ( ગણધરો ) એ સેવ્ય, કામદેવના ભેઢક, કૈલાશ (સિદ્ધાચલ ) ના સ્વામી, વૃષભલાંછનથી લાંછિત અને શાધૃત મુખના કરવાવાળા ( શંકર ) પવિત્ર શ્રી યુગાદિનાથ (મહાદેવ) તમારી સ`પત્તિ માટે થાઓ.
હવે આવતીદેશના પતિ અને ઋષભદેવ સ્વામીના અવતી નામના પ્રખ્યાત પુત્ર, આ અવસરે અજળી જોડીને પ્રભુને પ્રણામ કરી આ પ્રમાણે કહેવા લાગ્યા:- હે ભગવંત ! જગજ્જતુના હિતકારી એવા તમે સવ` સંગના પરિત્યાગ કરી શુદ્ધ સંયમની આરાધના કરવાથી મેાક્ષની પ્રાપ્તિ ખતાવી, પરંતુ અહીં તદૃન અપ્રાપ્ય છતાં પણ કેટલાક પ્રાણીએ તેા તડુલમસ્ત્યની જેમ અનાદિ ભવના અભ્યાસથી વિષચાની સ્પૃહા કરે છે, તે પૂર્વ પુણ્યના ઉદયથી અયને પ્રાપ્ત થયેલા આ ભાગા ( વિષયા ) ને અમે એકદમ કેમ મૂકી શકીએ ? ” પુત્રનું આ પ્રમાણેનું કથન સાંભળીને તેમને પ્રતિ ધવા માટે ઉદ્યમવંત એવા ભગવત સુધા સમાન મધુર વાણીથી તેમની પાસે વિષયની વિરસતા બતાવતા સતા કહેવા લાગ્યા કે હું
Page #117
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૧૧૧
વત્સો ! તાત્કાલિકજ મધુર પણ પરિણામે અતિ ભયકર અને પિાક ફળ સટ્ટા એવા વિષયા સુજ્ઞ પુરૂષાને ત્યાગવા યાગ્યજ છે. વિષયામાં સામાન્ય માણસેાજ બ્યામાહુ પામે છે, પણ ઉત્તમ પુરૂષા તેમાં સુઝતા નથી. અત્યંત બીભત્સ એવા શ્લેષ્મમાં મક્ષિકાએજ માહુ પામે છે, પણ ભમરાઓ મેહુ પામતા નથી, કહ્યું છે કે:
“ विषयगणः कापुरूषं, करोति वशवर्त्तिनं न सत्पुरुषं; बध्नाति मशकमेव हि, लूतातन्तुर्न मातङ्गम् .
’
“ વિષયગણ નિષ્મળ પુરૂષને વરાવી મનાવે છે, પણ સત્પુરૂ ષને નહિ. કરાળીયાની જાળ મચ્છરને બાંધી શકે છે પણ માતંગ ( હાથી ) ને બાંધી શકતી નથી.” તુચ્છપણાથી અને ક્ષણિકપણાથી ઇંદ્રિય સુખ તે તત્ત્વથી સુખજ નથી. કારણ કે બુધજનાએ અન’ત અને શાશ્વત સુખનેજ ઇષ્ટ સુખ માનેલુ છે. મુગ્ધ બુદ્ધિવાળા બાળક જેમ અજ્ઞાનથી પાતાની વિટ્ટામાં પણ રમે છે, તેમ મેાંહાંધ પુરૂષ જીગ્રુપ્સનીય એવા વિષયરૂપ કાદવમાં રમે છે. ( આનંદ માને છે. ) જેમ ચત્તુરો ખાનારાને લહુ પણ સુવર્ણ લાગે છે, તેમ દુ:ખદ વિષયા પણ માહાંધ પુરૂષાને સુખકારી લાગે છે, જેનાથી લાંબા વખત પછી પણ દુ:ખ પ્રાપ્ત થાય છે અથવા તેા જે ક્ષણવારમાં વિનાશ પામે છે અને જેને અ`તે અવશ્ય મૃત્યુ છે, તે મુખ કેમ કહી શકાય ? વિષથકી પણ વિષયે ખરેખર વધી જાય તેમ છે. કારણ કે વિષથી તા પ્રાણી એકજ વાર મરે છે, પણ વિષયાથી તેા અન તીવાર તે મરણુ પામે છે. જ્યારે એક એક ઇંદ્રિયના વિષયથી પણ પતંગ આદિ મરણુ પામે છે, તા એકી સાથે પાંચ ઇંદ્રિયનુ સેવન કરનારા માણસને પચત્ય ( મરણ ) પ્રાપ્ત થાય, એમાં તેા આશ્ચર્ય જ શુ' ? તે તા નિશ્ચિતજ છે. હે વત્સ ! પાંચે દ્રિયના વિષયામાં અત્યંત આસકિત ધારણ કરનારા પુરૂષોને આ લાક અને પરલેાકમાં ભયંકર દુ:ખા પ્રાપ્ત થાય છે. તે વિષે એક કથા કહુર છુ. તે સાંભળે:--
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૨
યુગાદિદેશના “કલિગ દેશમાં મોટા પ્રાસાદની શ્રેણીથી સુશોભિત અને સુવર્ણ, મણિ, મુક્તાઓથી યુક્ત એવું સ્વર્ણપુર નામે નગર હતું. ત્યાં રાજા અને અમાત્યાદિકને માન્ય, ધનદાન અને દયામાં દક્ષ તથા દક્ષિણ્યાદિ ગુણોનું સ્થાન એ સુમંગલ નામે શેઠ હતો. તેને સ્વાબી વિગેરેના વિનયમાં તત્પર અને ગૃહકર્મમાં કુશળ એવી જયાવલી નામે પ્રેમપાત્ર પત્ની હતી. તેમને ચોસઠ કળામાં ચતુર અને રૂપ, સૌભાગ્યાદિ ગુણથી સાક્ષાત તિતુલ્ય એવી સુંદરી નામે પુત્રી થઇ.
એક દિવસે નાખીજનથી પરવારી સતી તે રાજમાર્ગે થઈને જતી હતી, તેવામાં સુરસુંદર શેઠના સુંદર નામના પુત્રે તેને જોઇ. તે વખતે તેને જોતાં સુંદર કામદેવના બાણોથી વિંધાઈ ગયો અને તન્મય મનથી સર્વત્ર તેને જોવા લાગ્યો. જનમાં કે વિજનમાં સ્વમમાં કે જાગ્રતીમાં પણ સ્વલ્પ જળમાં માછલીની જેમ તેને કેઈ પણ જગ્યાએ શાંતિ ન મળી. તેની આવી અવસ્થા જોઈ તેના મિત્રોથી તેનું વૃત્તાંત જાણીને સુરસુંદરશેઠે પુત્રને માટે સુમંગલશેઠ પાસેતે કન્યાની માગણી કરી. કુળ, ઘર અને વર વિગેરેની ગ્યતાને વિચાર કરીને સુમંગળ શેઠે તે માગણી કબૂલ રાખી એટલે સુંદર સ્વસ્થ થશે.
હવે બહુ સ્વજનથી સેવિત (મેટા પરિવારવાળે) અને કુબેર સમાન બદ્ધિવાળે કુબેર નામને બીજે શ્રેષ્ઠીવર્ય ત્યાં રહેતો હતો. તેણે પણ તેજ દિવસે સુમંગલને ઘેર આવીને ગૈારવપૂર્વક પિતાના પુત્રને માટે જયાવલીની પાસે સુંદરીની માગણી કરી એટલે તેણે એ માગણી કબૂલ રાખી. પછી લગ્ન દિવસ આવતાં સ્વજનેથી પરવર્યા સતા એક સાથે વિવાહને માટે સુમંગલાના ઘરદ્વાર આગળ તે બંને વર આવ્યા. નગરમાં સમાન માનને લાયક સરખા સ્વજન અને વૈભવવાળ અને દાનથી દુલલિત મદેન્મત્ત હાથીની જેવા નિરકશ તે બંને, બખ્તર સહિત, આયુધ સહિત અને સ્વાસ્વામીભક્ત એવા પિતાપિતાને દ્ધાઓ સહિત એક કન્યાની આશાથી પરસ્પર યુદ્ધ કરવા
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૩
યુગાદિદેશના. લાગ્યા. મહાજનમાંના મોટા ગૃહસ્થાએ તેમને યુકિતથી સમજ
વ્યા છતાં અહંકારને લીધે તેઓ યુદ્ધથી પાછા ન હડ્યા. ચારે બાજુ યોદ્ધાઓનું અત્યંત ભયંકર યુદ્ધ મચતાં કિંકર્તવ્યતાથી મૂઢ થયેલે (મુંઝાઈ ગયેલ) સુમંગળ શેઠ, તે વખતે મેટું ભેટર્ણ લેઈને સ્વજન સહિત રાજા પાસે જઈ ભેંટણું ધરી, પોતાના વૃત્તાંત કથનપૂર્વક તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ! આપ લગ્નમંડપમાં મારે ઘેર પગલાં કરે, કે જેથી તે બનેના કળહને ઉછેર થાય. બીજી કઇ રીતે શાંતિ થાય તેમ નથી. પ્રજાપર વત્સલભાવ હેવાથી તેનું કથન સ્વીકારીને રાજા તરતજ મંડપમાં આવી એક સારા પલંગ પર બેઠે. એટલે સુમંગળ શેઠ રાજાના પગમાં પડી પોતાની પુત્રીને દેખાડતે તો મંત્રી સામતની સમક્ષ આ પ્રમાણે વિગતે કરવા લાગ્યો કે “હે વિ! વેચ્છાથી આ બંને વરમાંથી કઈ પણ વરને આ કન્યા આપે. કારણ કે આદેશને જ્યોતિ હતી નથી, અર્થાત હુકમમાં વિચાર કરવાપણું હોતું નથી. આપની આજ્ઞા સવને પ્રમાણ છે. શેઠની આ પ્રમાણેની વિજ્ઞપ્તિ સાંભળ્યા છતાં લાવણ્ય અને સિભાગ્યથી સુરાગનાને પણ પાછી હઠાવે એવી તે સુંદરી કન્યાને જેઈને રાજાએ સ્મરદાહથી પીડિત થઇ તેને પરણવાની ઈચ્છાથી આ પ્રમાણે મૃષા જવાબ આપો કે-“અત્યારે અકસ્માત મને અતિવિષમ એવી માથાની પીડા થઈ છે, તેની વ્યથાથી વ્યાકુળ એવો હુ ઉદય અસ્તને પણ બરાબર જાણું શકતો નથી, તો યુક્તાયુકતમાં વિમૂઢ એ હું અત્યારે આને ઇનસાફ કરીને બેમાંથી એકને કન્યા શી રીતે આપી શકું? માટે હે શ્રેષ્ઠિન! અત્યારે લગ્ન બંધ રાખો અને બને વરને વિસર્જન કરો (રજા આપે). પછી વિચાર કરીને જે
ગ્ય હશે તે હું પોતે કહીશ.” આ પ્રમાણે કહેવાથી લગ્ન બંધ રહ્યા, વરવાળા પોતપોતાને સ્થાનકે ગયા અને રાજા પોતાના આવાસમાં આવ્યો, પણ તન્મયચિત્ત હોવાથી તે સુંદરીને જ સર્વત્ર જેવા લાગ્યો. સુંદરીનું સ્મરણ કરતાં રાજા ધ્યાનરૂપ કષ્ટમાં પ્રાપ્ત થયેલા
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૪
યુગાદિદેશના. પિગીની જેમ નિશ્ચળ આત્માવાળે, અન્ય વ્યાપારથી મુક્ત અને શૂન્ય મનવાળે થઈ ગયે, અને જેમ ઓકારી આવતી હોય તે વખતે સારૂં ભેજન પણ પ્રિય ન લાગે તેમ તે સુંદરી હૃદયમાં આવતાં - જાને બીજી એક પણ પ્રિયા રૂચી નહિ ધારું છું કે, દેવતાઓમાં સાચા પરચાવાળે દેવ તે એક સ્મર (કામદેવ) જ છે, કે જે પોતે અનંગ (અંગ રહિત) છતાં સકલ (કલા સહિત) રાજાને પણ જેણે વિકલ (વ્યાકુળ) કરી નાખે છે. કહ્યું છે કે –
"विकलयति कलाकुशलं, हसति शुचिं पण्डितं विडम्बयति; - अधरयति धीरपुरुषं, क्षगेन मकरध्वजो देवः."
મકરધ્વજદેવ, કલાકશલ માણસને વિક્લ (ભાન રહિત) બનાવી દે છે, પવિત્રતાને હસી કહાડે છે, પડિત પુરૂષને વિડંબના પમાડે છે અને ધીર પુરૂષને ક્ષણવારમાં નીચે પાડે છે.” - હવે સેવાને માટે આવેલા મંત્રીએ રાજાને તેવી સ્થિતિમાં જેઇને પૂછયું કે “હે સ્વામિન! આજે તમે આમણમણું કેમ દેખાએ છે?” એટલે રાજાએ કહ્યું કે “હે મહામાત્ય! કામદેવના બાણથી પીડાયલા એવા મને તે શ્રેષ્ઠી કન્યાનું શરણ છે અથવા તો મરણનું શરણ છે. આ પ્રમાણે સાંભળીને પ્રધાન વિચાર કરવા લાગે કે:-“ચિંતા, સંગમેચ્છા, નિ:શ્વાસ, જવર, અંગમાં દાહ, અન્નપર અરૂચિ, મૂચ્છ, ઉન્માદ, પ્રાણદેહ અને મરણ-કામીઓની આ દશ અવસ્થાઓ હેય છે. માટે પ્રથમ રાજાને યુકિતથી આશ્વાસન આપીને પછી હું સુમંગળ શેડ પાસે જાઉ. કારણ કે પાણી ગયા પછી સેતુબંધ નિરર્થક છે. આ પ્રમાણે વિચાર કરી તેણે રાજાને કહ્યું:
હે રાજન ! આ કાર્ય તે આપણા હાથમાં જ છે. કારણ કે આ સુમંગળ શેઠ આપણું આજ્ઞાને વશવર્તી છે. હું તેને ઘેર જઈને સુમન ગળને એવી રીતે મીઠાં વચનથી સમજાવીશ, કે જેથી હે સ્વામિન!
Page #121
--------------------------------------------------------------------------
________________
યુગાદિ દેશના.
૧૧૫
તે ખુશી થઇને માતાની કન્યા તમને આપશે. ” આ પ્રકારનાં વાક્રયાથી રાજા સ્વસ્થ થઇને કહેવા લાગ્યા કે “ હે બુદ્ધિના સાગર ! તું મંત્રી છતાં મને શું દુષ્પ્રાપ્ય છે ? ”
પછી સુમતિ મત્રી સ્વામીના કામમાં ઉત્સુક થઇ સુમગળ શેઅને ધેર ગયા. શેઠે તેના અભ્યુત્થાનાદિવડે સત્કાર કર્યા. એટલે અમાત્ય કહેવા લાગ્યા:– હું શ્રેષ્ઠન ! પરિણામે હિતકારી એવુ મારૂ કથન સાંભળેા. રાજાએ જ્યારથી માહનવેલી સમાન તમારી પુત્રીને જોઇ છે, ત્યારથી તે હૃદયમાં તેનું જ સ્મરણ કરતા, રાગરૂપ સના વિષાવેગથી બીજી બધી ક્રિયાઓ ભૂલી ગયા છે, માટે હું શેઠ ! તેને તમારી પુત્રીરૂપ ઔષધી જો કોઇ રીતે તમે નહિ આપે. તા સ્મરના
,,
વ્યાધિથી રાજા અવશ્ય મરણ પામશે, અને તેનું મરણ થતાં આ સ્વામી હિત થયેલી પ્રજા નારા પામરો. માટે હું શેઠ ! આ ગામતના હૃદયમાં વિચાર કરીને જે ચેાગ્ય લાગે તે કરે. ” મત્રીનાં આવાં વચના સાંભળીને શેઠ મેલ્યા કે મારા પ્રાણ પણ રાજાનેઆધીન છે, તો પછી પુત્રીની તે શી વાત ? માટે રાજા એને ખુશીથી પણે. આ પ્રમાણે તે વણિકે પ્રધાનને કહ્યું, એટલે મંત્રીએ રાજા પાસે જઇને કાર્યસિદ્ધિ જણાવી. પછી તરતજ ગાંધર્વ વિવાહથી રાજા તેને પયા. અને તેના રૂપ, લાવણ્ય અને સાભાગ્યથી પ્રસન્ન મનવાળા રાજાએ તે સુંદરીનેજ સકળ અંત:પુરની અધિકારિણી બનાવી.
હવે મહા તેજસ્વી રાજાએ જ્યારે તે કન્યાનું પાણિગ્રહણ કર્યું ત્યારે કુબેર શેઠના પુત્રે તેની આશા મૂકી દીધી. પરંતુ સ્મરાંધ સુંદર તા રાજાને તે પરણી છતાં શેષનાગના માથાપર રહેલ દુષ્પ્રાપ્ય મણિની જેમ તેને ઇચ્છતાજ રહ્યો. ાગરૂપ અધકારના પડળથી - તર લેાચન જેના ઢંકાઇ ગયા છે એવા તે પાતાનુ ભાવી અશુભ જોઇ નજ શકો. કહ્યું છે કે:
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૬.
યુગાદિદેશના. "नही पश्यति जात्यन्धः, कामान्धो नैव पश्यति;
न पश्यति मदोन्मत्तो, दोषमीं न पश्यति." "न पश्यति दिवा घूका, काको नक्तं न पश्यति; कामान्धः कोपि पापीयान् , दिवा नक्तं न पश्यति."
જાત્યંધ (જન્માંધ) જોઈ શકતા નથી, કામાંધ તે જોઈજ શકતો નથી, મન્મત્ત જોઈ શક્તો નથી અને અર્થી દેશને જોઈ શક્લે નથી.“દિવસે ધૂડ જોઈ શકતું નથી, રાત્રે કાક (કાગડ) જોઈ શકતા નથી અને કામાંધ તે એ પાપી છે કે જે રાત્રે કે દિવસે જોઈ શકતા નથી. આ પ્રમાણે હેવાથી સમરને વશ છે આત્મા જેને એવે તે સુંદર અન્ય સર્વ ક્રિયાઓને છોડી દઈને સર્વદા સુંદરીના સંગમના ઉપાયનીજ વિચારણા કરવા લાગ્યો. - હવે એક દિવસે સુંદરીની દાસી તેને એકાંતમાં મળી, એટલે પોતાના સ્વાર્થને માટે તેણે વસ, અલંકાર અને તાંબૂળવડે તેને બહુજ સંતુષ્ટ કરી. તેથી સુંદરી પાસે જઈને તેણે સુંદરનું એવી રીતે વર્ણન કર્યું કે જેથી તે તેના પર અત્યંત અનુરાગવાળી થઈ ગઈ અને તે પિતાની દાસીને કહેવા લાગી કે “જો સુંદર સખી વેષે સ્ત્રી વેષે) કઈ રીતે આવે તો દરરોજ તેને અહીં લઈ આવ.” પછી રાણીએ રાજાને કહ્યું કે “હે દેવ ! સૂહવા નામે મારી સખી છે, તે જો આપની આજ્ઞા હોય તે કંચુકીઓની અટકાયત વિના તે મારી પાસે હમેશા અહીં અત:પુરમાં આવે.” રાજાએ હા કહી, એટલે દાસીની સાથે સુંદર સખી વેષે સુંદરીના આવાસમાં દરરોજ આવવા લાગ્યો. અને સ્વેચ્છાપૂર્વક સુંદરીની સાથે દરરેજ કીડા કરતાં એક ક્ષણની માફક સુંદરને ઘણા દિવસે વ્યતીત થયા.
૧ અંત:પુરના પહેરેગીરે.
Page #123
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૧૧૭ એક દિવસે સુંદરીએ તેને કહ્યું કે –“મારે માટે યમના ઘર જેવા આ રાજમહેલમાં તું હમેશા આવે છે, તે મારા દેહમાં તે શું એવી અધિકતા જોઈ છે? વળી અત્યંત વિષયમાં આસક્ત થઇને અહીં સંકટમાં આવતાં બિલાડે જેમ દૂધ જુએ પણ લાકડી ન જુએ, તેની માફક તું સંકટ તે નથી.” આ પ્રમાણેનાં વચને સાંભળી જશે હસીને સુંદર કહેવા લાગ્યું કે હે સુંદરી! સાંભળ-ગુણની અધિકતા વિના યમના મુખમાં કઈ પ્રવેશ કરે ? જે સુવૃત્ત અને અમૃતને-ઝરનાર એવું શરદઋતુનું ચંદ્રમંડળ પણ જે અકલંક થઈ જાય તે જ તારો મુખની તુલનાને લાયક થાય, અર્થાત નિષ્કલંક ચંદ્ર જેવું તો તારૂં મુખ છે. કાન પર્યંત વિશાલ અને જેમાં બે કૃષ્ણ તારા (કીકી) શોભાયમાન છે, એવા તારા નેત્રે કે જેમાં અંદર ભ્રમર
ક્ષાઈ રહેલ હોય એવા બે કમળ હોય તેવા મને લાગે છે. જેમાં જાત્ય ચંદન, કપૂર અને કસ્તૂરીની સાર સુગધ છે, એવો તારે પાસવાય તે હે સુભ્ર ! અલ્પ પુણ્યવાળા કદિ પણ મેળવી શકતા નથી. સુધા (અમૃત) ખરેખરૂં પાતાલકુંડમાં છે, એવી કવિઓની રૂઢી છે (એમ કવિઓનું કહેવું છે, પરંતુ વસ્તુત: તે સુધા તે તારી જીલ્લાના અગ્રભાગ ઉપર અને તારો અધર (હઠ) પર છે, એમ હું માનું છું. માખણ અને આકડાના ફૂલ વિગેરેમાં કેમળ અને મનોહર
સ્પર્શે છે પણ તે તારા શરીરસ્પશની તુલનાએ શર્તાશે પણ પામી શકે તેમ નથી. વધારે શું કહું ! પૂર્ણિમાના ચંદ્ર જેવું તારૂં મુખ છે, ત્રસ્ત મૃગલાના નેત્ર જેવાં તારાં નેત્ર છે, ગજના જેવી તારી ગતિ છે, બાળ હસ્તિના કર (મું) જેવા તારા ઉરૂ (સાથળ) છે, પ્રવાલના જેવા રક્ત તારા ઓષ્ટ છે, ગજકુંભના જેવા ઉન્નત તાર સ્તન છે અને સર્વ અવયામાં રહેલા સૌંદર્યના અભંગ સૌભાગ્યથી શેભાયમાન એવી હે વલભે! બધી કામિનીઓમાં તુંજ શૃંગારરસની સરિતા છે. આ પ્રમાણેનાં સુંદરનાં વચને સાંભળી પુન: સ્મિતમુખી સુંદરી તેને કહેવા લાગ–“હે સુંદર! સાંભળ-તું કહે
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૮
યુગાદિદેશના.
છે તે બધી વાત ઠીક પણ પિતાનું પરિણામે હિત તું જોઈ શક્ત નથી, તે સારું ન કહેવાય. પરની આપત્તિમાં (થી) સંતેષ પામનાર કુષ્ટિ દુર્જને અનેક હોય છે. બીજાઓ પર સદસદુદોષને આપ કરે, એજ તેમની એક પ્રકારની કીડા હોય છે. કદાચ તું અહીં આવે છે તે વાત દુર્જનના મુખથી રાજાના જાણવામાં આવે તે એ કેંધોધ થઈ તને દારૂ વિડંબના પમાડે. માટે હે સુંદર ! આ કાર્ય ભવિષ્યમાં તેને લાભદાયક નહિ થાય. દરેક બિલમાં હાથ નાખે તેને કુશળ ક્યાંથી હોય?” આ સાંભળી સુંદર કહેવા લાગ્ય“હે સુભ્ર ! રાજા તો મને મારશે કે નહિ મારે પણ તારે વિયેગ થતાં આ મારા પ્રાણ તે અત્યારેજ ચાલ્યા જાય તેમ છે. માટે હે કોત! તું ખેદ ન પામ. જે થવાનું હશે તે થશે, પણ આપણે સાગ યાવાજીવ નિશ્ચળ રહો.”
આવા પ્રકારની સુંદર અને સુંદરીની ઉકિત પ્રયુક્તિને વિ. સ્તાર બધો ભીંતને આંતરે રહીને રાજાએ પોતે જ સાંભળી લીધે. પછી મનમાં અતિશય કેધ લાવીને રાજા આ પ્રમાણે વિચામ્યા લાગે કે “અહ! ગહન સ્ત્રીચરિત્રને ચતુર પુરૂષે પણ જાણી શકતા નથી. કહ્યું છે કે –
" प्राप्तुं पारमपारस्य, पारावारस्य पार्यते; શ્રીનાં પ્રકૃતિવાળાં, સુચરિત્ર નો પુનઃ”
અપાર સમુદ્રને પાર પામી શકાય છે, પણ સ્વભાવથી જ વક એવી સ્ત્રીઓના ચરિત્રને પાર પામી શકાતો નથી. ” કુલીન અને શીલવતી અન્ય રાણુઓની અવગણના કરીને જેને મેં પટરણી બનાવી, અહા ! તેનું આવું ચરિત્ર? પરંતુ એના પર આસક્ત થઈને જે પુરૂષ અહીં સખીના મિષથી હમેશા આવે છે, તેજ પુરૂષને પ્રથમ તો સભામાં પ્રગટ કરીને શિક્ષા કરવી. આ પ્રમાણે વિચારીને ક્રોધથી હદયમાં બળતાં છતાં બહારથી આકાર ગોપવીને રાજા
Page #125
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૧૧૯
સભામાં આવીને બેઠા. હવે કપટથી સ્રીવેશ ધારણ કરનાર સુદર જ્યારે રાજદ્વારમાંથી બહાર નીકળતા હતા, ત્યારે રાજાના સ`કેતથી વિદૂષકે તેનું નિચેનું વજ્ર ખેચી લીધું, અને તે સ્થિતિએ રાજસભામાં લઈ ગયા એટલે આ પુરૂષ છે એમ બધા સભાસદોના જાણવામાં આવ્યું. તેથી તરતજ તેને અન્યાચી સમજીને રાજપુરૂષાએ બાંધી લીધેા. પછી રાજાએ તેના નાક અને કાન છેઢાવીને તથા જીભ અને લેાચન ખેચાવીને તથા ચામડી ઉતરાવીને તેના સવ અગે ક્ષાર ચાળાવ્યું. પછી જેના શરીરે મસીનું વિલેપન કર્યું છે, ઝરતા રૂધિરથી જેનુ શરીર પાલિ થયેલુ છે અને જેને માથે પાંદડાંનું છત્ર ધરવામાં આવેલ છે . એવા તેને કાન વિનાના ગધેડાપર બેસારીને ખળ જતા જેને હર્ષથી જોઇ રહ્યા છે, સજ્જનો જેને ખેદથી જોઈ રહ્યા છે અને બાળકો જેને કોલાહલ તથા કૌતુપૂર્વક જોઈ રહ્યા છે તેવી સ્થિતિએ કાહલ તથા ડિડિમાદિ વાદ્ય વગાડતા વગાડતાં આખા નગરના સ માટે રસ્તે ફેરવીને નગર બહાર લઇ ગયા, અને રાજાની આજ્ઞાથી શૂળી ઉપર ચઢાવવામાં આવ્યા. આવી રીતે ઉગ્ર પાપકસથી અહીં પણ વિડંબના સહન કરવી પડે છે. પછી રૌદ્રધ્યાનવડે તે સુંદર મરણ પામીને સાતમી નરકે ગયા અને તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા અત્યંત દુ:ખી નારકી થયા.
હવે રાજાએ સુ’ઢરી પર રોષ લાવીને તેના શ્રવણ અને નાસિકા છેદીને તેને અ’ત:પુરની બહાર કહાડી મૂકી, એટલે તે ભારે દુ:ખ પામી સતી પિતાને ઘેર ગઇ. ધેર આવેલી મુદરીની તેવી હાલત જોઇને તેના મામાપ હુ દુ:ખિત થયા અને અત્યંત વિલાપ કર્યા લાગ્યા. પ્રધાન, શ્રેણી અને રાજાની પ્રથમ પ્રાનીય થઇને હું વત્સે! અત્યારે તુ આવુ` માટું દુ:ખ કેમ પામી! પ્રથમ તું સરસ ઇક્ષુલતાની જેવી રાજાને ઇષ્ટ હતી અને અત્યારે વિષવધની જેવી એકાએક અનિષ્ટ કેમ થઇ પડી! પૂર્વે જે ભુતાને વસ્ત્રાભુષણવ વિભૂષિત જોઇ હતી, તેને અત્યારે આવી રીતે કથિત જોતાં છતાં જે માબાપ
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૨૦
યુગાદિદેશના નું હૃદય તરતજ કુટી ન ગયું, તે હૃદય ખરેખર વજથી ઘડાયેલુંજ હેય એમ લાગે છે. પુત્રી દુ:શીલ હેય, સપત્નીવાળી હેય, ભર્તાને અભિમત ન હોય અથવા નિરપત્ય (પુત્ર વિનાની) હેય તે તે માબાપને દુ:ખ દેનારીજ થાય છે. પરમંદિરનાજ મંડનભૂત, કલકના
સ્થાનરૂપ અને પિતાના ધનને હરનારી એવી પુત્રી જેમને નથી, તેઓજ આ જગતમાં સુખી છે. ઇન્દ્રિયની ચપલતાથી આ સુંદરીએ કદાચિત કોઈ અકૃત્ય કર્યું, તોપણ હે પ્રજા પાળ! તમને આના પર આવું કરવું ઉચિત નહોતું. કહ્યું છે કે
" अपराधशतं साधुः, सहेदेकोपकारतः;
शतं चोपकृतीनींचो, नाशयेदेकदुष्कृतात्." સપુરૂષ એક ઉપકાથી સે અપરાધ સહન કરે છે અને નીચ પુરૂષ સો ઉપકારેને એક દુષ્કત (અપરાધ) થી નાશ કરે છે. અને પરાધી માણસ પર પણ ઉત્તમ પુરૂષો ખરેખર કૈધ રહિત હોય છે, મધ્યમ પુરૂષ મધ્યમ કૈધ કરે છે અને અધમ પુરૂષે મહાકૅધ કરે છે. પૂર્વે સમરાંગણમાં તમારે જે હાથ દડાઓની જેમ મન્મત્ત હાથીઓના કુંભસ્થલથી કીડા કરતા હતા, હે વીર! તે હાથ આજે આ અબલાજનપર કેમ ચાલી શક્યા?
આ પ્રમાણે વિલાપ કરીને અને પુત્રીને ગળે વળગીને તેના મા બાપ એવી રીતે રયા કે જેથી પાસેના બધા માણસોની આંખમાં પણ આંસુ આવી ગયા. પછી આહાર પાણુને ત્યાગ કરીને વિષાદથી મનમાં વ્યાકલ થતી દુ:ખના ભારથી દબાઇને સુંદરી પોતાના પિતાને સગદુગર કહેવા લાગી કે વિસ્તાર પામતી યશરૂ૫ - તેનાથી જેમણે ભૂતલને વિશદ (ઉજવળ) કરેલ છે, એવા તમને હે તાત! મૃગ જેમ શશીને કલંક્તિ કરે તેમ મેં કલક્તિ કર્યા છે. દુષ્કર્મના પરિતાપરૂપ અગ્નિવડે જેનું મન જવલત (બળતું) છે એવી જે હું તેને હે સર્વદા અપત્યવત્સલ માતાપિતા! તમે બધો અપરાધ ક્ષમાં
Page #127
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૧૧
કરો. (તમે ક્ષમવા ચેાગ્ય છે). હું અંબ! તમારી પુત્રી અને રાજાની પટરાણી થઇને હું આવી લઘુતા પામી, તેથી મારૂં મન હું દૂભાય છે. મારા આ પ્રાણા હવે પાંચ દિવસના પરોણા છે, તેમાં મારે કશા પ્રતિબંધ નથી; પરંતુ આ સકલક મરણજ મને વધારે દૂભવે છે. જ્યારે ઇંદ્રિયરૂપ તસ્કરોએ મારૂ નિમળ શીલરૂપ ધન લુંટી લીધું, ત્યારથીજ વસ્તુતઃ તે। હું મરણ પામેલીજ છું. હવે જો માગ્યું મળતું હાય તા ભવાભત્ર વત્સલ એવા તમે મારા માબાપ થાઓ; અને આવા પ્રકારનું દુ:ખ પ્રાપ્ત ન થાઓ, એમ હું ઇચ્છું છું ( માથું છુ.”
આ પ્રમાણે કહ્યા પછી સ્વયમેવ ધાસના નિરોધ કરીને સુ દરી મરણ પામી. નરકમાં નારકી થઇ અને અનેક પ્રકારની દુ:સહુ વેદનાઆ પામી. આ પ્રમાણે સુંદર અને સુંદરીને અત્ય‘તવિષયાસક્તિથી આ લાક અને પરલાકમાં દારૂણ દુ:ખવેદના પ્રાપ્ત થઇ. તેથી વિષયાના આવા ભીષણ દુ:વિષાક જાણીને હું સામ્યા! વિષની માફક વિષયની આશ’સા દૂરથીજ ત્યજી દ્યા. એ વિષયા મુખ્ય તા પ્રમદાને અનુસરીને રહેલા છે અને તે પ્રમદા પ્રાય: અતિચચળ હોય છે માટે એ વિષયાને પણ જયંતસેન રાજાની માફક સુજ્ઞપુરૂષે તજી દેવા જોઇએ. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે:
“ સર્વ સપત્તિની શાળારૂપ વિશાલા નામની મહાપુરીમાં, પ્રબળ સામતાને સેવનીય, પોતાના પરાક્રમથી સત્કીતિ મેળવનાર, મહેાંતેર કળાઓમાં દક્ષ, દુષ્ટ દુ નાને દમાવનાર અને વિદ્વાન્ લાકાનું મન રજત કરનાર જય'તસેન નામના રાજા હતા. એક દિવસે નાના પ્રકારની કળાઓમાં કુરાળ અને પેાતાને ડાહ્યો માનનાર એવા તે રાજા સભામાં બેસી સભાસદાને અહુ કાર સહિત કહેવા લાગ્યાઃ– “અહા! સભાસદે ! કહેા: કળા, વિદ્યા અને વિજ્ઞાન–એવુ કોઇ અદ્ભુત છે કે જે હુ· જાણતા ન હેાઉં?” રાજાના આવે પ્રશ્ન સાંભળી રાજાના મનને અનુસરનારા પ્રિયવાદી બધા મેલ્યા કે:- હે નરાધીશ ! સાક્ષાત્ સરસ્વતી તુલ્ય તમે બધુ જાણા છે. ” તે વખતે એક
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૨
યુગાદેિશના.
વૃદ્ધ અમાત્ય વિચારવા લાગ્યા—“ અહે। આ રાજાની કેટલી બધી મૂર્ખાઈ છે, કે જે ગવ થી પાતે પાતાની કુશળતાને વખાણે છે. ગવ થી ફુલાઇ ગયેલા આ રાજાની આગળ જે મીઠું': ખેલનારા છે, તે ખરેખર! મળતા દાવાનળને વાયુના મેલાપ સદ્દેશ છે. પ્રિયવાદી મત્રી વખણાતા નથી; તેથી કડવુ પણ પરિણામે હિતકારી એવુ કઇ પણ હું આ રાજાને કહ્યું. કહ્યું છે કે
“વૈદ્યો પુથ્થ મન્ત્રી જ, ચણ્ય રાજ્ઞ: ત્રિયંવતા; शरीरधर्मकोशेभ्यः, क्षिप्रं स परिहीयते.
“ જે રાજાના વૈદ્ય, ગુરૂ અને મત્રી મીઠું ખેલનારા હોય, તે રાજાનાં શરીર, ધર્મ અને ભ’ડાર તરત ક્ષીણ થાય છે.” આ પ્રમાણે હૃદયમાં વિચારીને રાજાના હિતાન્વેષી એવા તે મત્રી તેના ગવ ભાંગવા માટે અથવા તેા તેના દિલમાં સવેગ રંગ લાવવા માટે આ પ્રમાણે ખેલ્યા:- હે ધર્મશાસ્ત્ર અને કલાશાસ્ત્રમાં કુશળ! હે ધન્ય! હું લક્ષ્મીના નિધિ ! અત્યંત દુર્ગંધ એવા સ્ત્રીચરિત્ર સિવાય બીજી મધુ' હે મહીપતે ! તમે જાણા છે.. જે પુરૂષ પત્નીથી સમુદ્રના પાણીતું પ્રમાણ કરવાને સમર્થ હોય તે પણ ગહન એવા સ્રીચરિત્રને સમ્યગ્ રીતે જાણતા નથી.” કહ્યું છે કે:--
“ ઉપનિષં મુળ, પુના વ્યવહારનિપળા રોયા, धूर्निकषा गोषभाः, स्त्रीणां तु न विद्यते निकषः, "
“ સુવર્ણની કસોટી ઉપલ (પત્થર) છે, પુરૂષાની કસેાટી વ્યવ હાર છે અને ગાય અળદાની કસોટી ધેાંસરી છે, પણ સ્ત્રીઓની કાઈ જાતની કસોટીજ નથી.” મત્રીનાં આવાં વચનથી પેાતાની ઉક્તિને આધાત થયેલા જાણી લજિત થઇને રાજા વિચાર કરવા લાગ્યા કે “ દુર્ગંધ એવા સ્રીચરિત્રને પણ હું... જોશ અને જન્મતાંજ એક કન્યાને ભોંયરામાં રાખીને તે લક્ષણાથી દુ:શીલ હશે છતાં તેને સુશીલ
Page #129
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના
૧૨૩ બનાવીશ.” આ પ્રમાણે વિચારીને તે પિતાના સામને કહેવા લાગ્ય-“તમારે જે કન્યા થાય, તેને જન્મતાંજ અહીં મારી સમક્ષ લાવી મને બતાવવી.”
એક દિવસે પવન નામના સામતે તરતની જન્મેલી પિતાની બાળકી લાવીને રાજાને બતાવી, એટલે રાજાએ શાસવેત્તાઓને તેનું રૂપ બતાવ્યું. શાસવેત્તાઓએ એના જન્મ, લગ્ન અને અંગના લક્ષણેથી વ્યભિચારિણું થશે એમ સમજીને રાજાને કહ્યું કે “હે રાજન! આ બાલિકા ભવિષ્યમાં ક્રમે ક્રમે ત્રણ ભર્તાને ત્યાગ કરી પરદેશમાં જીવનપર્યત વેશ્યા થશે. આ પ્રમાણે સાંભળી તેનું બેલડું મિથ્યા કરવાને માટે અને તે બાલિકાને પતિવ્રતા રાખવાને માટે તેજ વખતે પરણીને રાજાએ તેને ભયરામાં રાખી. • - હવે રાજાને હુકમથી ત્યાં ભેંયરામાં રહીને ઘાવ તેનું પોષણ કરવા લાગી. અને અનુક્રમે તે મન્મથના કીડાવન સદશ વનને પામી. પછી રાજાએ તે ધાત્રીને ભેંયરામાંથી બહાર કહાડીને તે નવયુવતિને શનૈ: શનૈ: વિજ્ઞાનચિત્યમાં કુશળ બનાવી. યેવનથી પ્રગટ થતાં લાવણ્ય, રૂપ અને સૌભાગ્યથી શોભાયમાન એવી તેને રાજા દરરોજ પ્રેમથી રમાડવા લાગ્યો. અર્થાત તેની સાથે કામક્રીડા કરવા લાગ્યો.
એક દિવસે તે યુવતિએ રાજાને પ્રશ્ન કર્યો કે-“હે રાજન! આ પૃથ્વીપીઠ કેટલી (કેટલા પ્રમાણની) છે? મારી માતા કયાં ગઈ? અને તમે અહીં આવીને આમ ક્યાં જાઓ છો? એટલે રાજાએ ધૂર્તતાથી હૃદય કપિત જવાબ આપે કે “હે પ્રિયે! આ ભૂપીઠ આટલીજ છે, તારી જનેતા મરણ પામી છે અને હું દેવની જેમ સ્વેચ્છાથી - વત્ર અખલિત રીતે જાઉં આવું છું. અત્યારે આ ભૂપીઠ૫ર આપછે અને સ્ત્રી પુરૂષજ છીએ. આ પ્રમાણે સાંભળીને જેણે અન્ય દેશ - જે નથી અને જે જન્મથીજ યરામાં રહી છે, એવી તેણુએ કુવાના દેડકાની જેમ તે બધું સત્ય માની લીધું.
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૪
યુગાદિદેશના. પાતાલમાં વસવાથી રાજાએ તેનું પાતાલ સુંદરી નામ રાખ્યું. તે બીજા પુરૂષનું નામ પણ ન જાણતી હોવાથી શુદ્ધ શીલવતી થઈને રહી હતી. કિંતુ રાજા સર્વ અંત:પુરને ત્યાગ કરીને અને રાજકાર્યમાં પણ મંદ આદરવાળો થઈને તેના રૂપાદિથી મોહ પામ્યો સતે નિરંતર તેને વિષેજ આસકત થઇ ગયું હતું અને વધારે વખત તેની પાસે જ વ્યતીત કરતો હતે.
હવે એક દિવસે ત્યાં રૂપમાં અનંગદેવ (કામદેવ) જે અને મેટી ઋદ્ધિવાળો અનંગદેવ નામ કે ચતુર સાથે વાહ આવ્યું. કિંમતી મુક્તામણિના હાર વિગેરેનું ભંટણું ધરવા વડે અનેક રાજાએનું મન રજન કરનાર એ તે દેવની જેમ આ રાજાને પણ ભેટયું ધરીને નમ્યો. રાજાએ પણ પ્રસન્ન મુખ કરી તેની જકાત (દાણ) માફ કરી અને તેને અભિનંદન આપીને ગુણવંતને પ્રિય એવા રાજાએ
સભામાં તારે હમેશાં આવવું ” એ રીતે તેને કહ્યું. રાજાની મહેરબાની મેળવીને સાથે શ મનમાં મુદિત થઈ ભાડે લીધેલ મોટા ઘરમાં પિતાને પરિવાર સાથે રહ્યો. અને બીજા દેશેથી લાવેલ મહા કિં. મતી ચારે પ્રકારના કરિયાણુથી શુદ્ધ વ્યાપાર કરતાં તેણે બહુ દ્રવ્ય ઉપાર્જન કર્યું. જેણે ઘણું સ્થાન જોયા છે એ અન્યનું મન પારખવામાં કુશળ અને વાર્તા કરવામાં વિચક્ષણએ તે યથા અવસરે રાજાપાસે આવીને તેનું મન પણ રંજન કરવા લાગ્યો
હવે રાજા પાતાલ સુંદરીના રૂપાદિકમાં અત્યંત વ્યાકુળ થયેલ હેવાથી સચિવાદિકની અનુવૃત્તિ માટે જ મન વિના સભામાં આવતા હતું, અને ઉત્સુકતાથી સચિવાદિએ કહેલ રાજ્યકાર્યોને વિચાર કરવા માટે ક્ષણવાર બેસીને પુન: તરતજ ચાલે જતો હતો તેના ઇંગિતાકારથી તેને વિમનસ્ક (મન રહિત) જાણીને તેનું કારણ જાણુવાની ઇચ્છાથી કૌતુકી સાર્થવાહે એકદા રાજાને ચામર ઢેળવાવાળી
૧ તાળાને, માપીને, ગણીને અને કાપીને વેચાય તેવા.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૫
યુગાદિદેશના. કામ પતાકા નામની વેશ્યાને ધનાદિ આપવા વડે સંતુષ્ટ કરીને એકતમાં આ પ્રમાણે પૂછયું કે હે ભદ્ર! આ રાજાને વ્યસન તો કઇ પણ જોવામાં આવતું નથી; છતાં સભામાં અસુરે (મોડે) આવે છે અને તરતજ ઉઠીને પાછો ચાલ્યો જાય છે તેનું શું કારણ છે? અહીં જે કારણ હોય તે જિજ્ઞાસુ એવા મને તું કહે.” તે સાંભળી વેશ્યાએ કહ્યું-“હે સાર્થવાહ! એ તો હું પણ સમ્ય રીતે જાણતી નથી. પરંતુ અંત:પુરમાં હમણું એવી વાર્તા ચાલે છે, કે જન્મથી જોયરામાં રાખેલી કે સુંદરી સાથે તે કુડા કરવા જાય છે. આટલું સાંભળવા માત્રથી જ તે સાથેશ કામ વિહવળ બની ગયો. અને યૌવન તથા દ્રવ્યના ઉન્માદથી તે આ પ્રમાણે ચિત્તમાં ચિંતવવા લાગ્યું કે આ અહે! લાવણ્યાદિ ગુણેથી જે પ્રમદા સભામાં બેઠેલા રાજાના હૃદયમાં પણ પ્યુરી રહે છે, તે કેવી હશે? માટે ખરેખર! જ્યાં સુધી આ નેત્રેથી તે પાતાલ સુંદરીને હું ન જેઉ, ત્યાં સુધી મારૂં ધન, યેવન અને જીવિત બધું નિષ્ફળ છે. આ પ્રમાણે તે અંતરમાં મન્મથવડે તપ્ત થયેલ હતો. છતાં બહારથી આકાર ગોપવી ધૂર્તપણે અવજ્ઞાથી હસતો હસતે ગણિકાને કહેવા લાગ્યો કે “જેણે બાલ્યવયથી બીજા માણસને જોયા નથી અને જે બિચારી ભેંયરામાંજ પડી રહી છે, તે કામિની વિલાસૌચિત્યમાં (કામભેગની ગ્યતામાં) કુશળ ક્યાંથી થવાની હતી? – આ પ્રમાણે કહીને તેને વિસર્જન કરી.
હવે તે સુંદરીને જોવાને માટે પ્રથમ તે ભેયરૂં કયાં છે તે જાણુવાની ઇચ્છાથી અનંગદેવ રાજાની આજ્ઞાને લીધે રાજમહેલમાં સવત્ર અખલિતપણે રસ્તો હતો અને ભેંયરાનું સ્થાન જાણવા માટે ભૂમિને પગથી આઘાત કરતે ચાલતો હતે. એ પ્રમાણે ચાલવાથી
આ અર્થ લે છે, તેથી નાચતો ફરે છે. એ રીતે લેકેએ માની લીધું હતું. અનુકમે એક ઠેકાણે પોલી જમીન જણાવાથી ત્યાં ભેંયરૂં હોવું જોઈએ એમ જાણીને અનંગદેવ સાથે કડક હર્ષિત
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૬
યુગાદિદેશના. થશે. પછી તે ધૂને પિતાના ઘરથી તે ભેયર સુધી પિતાના માણસે પાસે મૂળ અને સાધે ન દેખાય તેવી સુરંગ ખેદાવી.
એકદા રાજા જ્યારે ભેંયરાની બહાર નીકળેલ હતો ત્યારે કામવિવળ એ અનગદેવ સુભિત શૃંગાર ધારણ કરીને સુરગના રસ્તે તે ભૂહમાં ગમે ત્યાં રતિના શ્રમથી સૂતેલી એવી તેને આસ્તેથી તેણે જગાડી. ત્યારે તે જાણે લજિત થઈ ગઈ હોય તેમ તરત સસંભ્રમથી ઉઠી, અને સુરૂ૫, બહુ ભૂષણભૂષિત અને જાણે સાક્ષાત મન્મથ હેાય એવા તેને જોઈને ખુશ થતી પાતાલ સુંદરી તેને રાજા સમજીને આ પ્રમાણે બોલી કે “હે સ્વામિન! આજે નવીન રૂ૫ અને વસવાળા તમે કેમ દેખાઓ છે ? આ પ્રશ્ન સાંભળીને તે કેમળ ગિરાથી કહેવા લાગ્ય:-“હે ભદ્ર! હું તારે પતિ રાજા નથી, પરંતુ સમૃદ્ધિવાળે અનદેવ નામે સાથે છું. તારણ ગુણેથી આwઇને કમલિની પાસે જેમ મધુકર આવે તેમ હું તારી પાસે આવ્યો છું. લેચનને અતૃપ્તિરૂપ સ્વરૂપવાળી હે શુભે! આજે તારા દર્શનથી વિધાતાને મારી ચક્ષુ સરજવાને પરિશ્રમ સફળ થયે છે. ઇત્યાદિ મધુર વચનેથી તેને ખુશ કરીને એવી વશ કરી લીધી કે જેથી તે દિવસે જ તે તેના પર અનુરાગવાળી થઈ અને તેની સાથે રમી. રાજાના આવવાના વખત સુધી ત્યાં સુખે રહીને પછી સુરગનું દ્વાર બંધ કરી સાથે શ જેમ આવ્યા હતા તેમ ચાલે ગયે. આ પ્રમાણે દરેજ આવતાં દિવસે દિવસે તેમને સ્નેહ વધતો ગયે અને ભેગસુખમાં એક સમયની જેમ કેટલેક વખત ચાલ્યા ગયે. - હવે અજ્ઞાનના વશથી કદાચિત ભુજંગના મુખમાં મૂષક ( ઉદર) ની જેમ ભોંયરામાં બેઠેલ રાજાના મુખમાં અકસ્માત હું ન આવી પડું એટલા માટે રાજાના અભાવને સૂચવનાશે અને વાળમાં બાંધેલી એવી ઘુઘરી વિરહને સહન ન કરવાવાળી એવી તેની પાસે તે વગાવતે હતે. અર્થાત રાજા જ્યારે બહાર જાય તે વખતે પાતાળ
Page #133
--------------------------------------------------------------------------
________________
યુગાદિદશના.
૨૭ સુંદરી માથું હલાવી તે વાળ સાથે બાંધેલી ઘુઘરીને અવાજ કરતી હતી.
એકદા તે અનગદેવને પૂછવા લાગી કે-“હે કાંત ! આ પૃથ્વી તે આટલીજ છે, તે તમો ક્યાં જાઓ છો અને કયાંથી આવે છે” આ પ્રમાણે સાં મળતાં જરા હસીને શેઠ કહેવા લાગ્યો:-“હે વલભે! તું કપની દેડકી જેવી લાગે છે, તેથી ખાણ, આકર પુરાદિ પદાર્થોથી વિશોળ એવી પૃથ્વીને તું જાણતી નથી. ” પછી તેણે કૂપ, પુર, આરામ (બગીચે) પુરૂષ, સ્ત્રી, હાથી અને અમથી વ્યાપ્ત એવી પૃથ્વીને મહીપટપર આળેખીને તેને બતાવી. લેચનને અમૃતના પારણા તુય તે ચિત્ર જોઈ જોઇને અષ્ટ કલ્યાણવાળી તે બિચારી અત્યંત પ્રમોદ પામવા લાગી. અને કહેવા લાગી કે હે પ્રિય ! તુ ખરેખર અન્યનું હિત કરવામાં નિરત (આસક્ત ) છે કે જેથી આ અદષ્ટ વસ્તુઓ આલેખીને તેં મને બતાવી છે, પરંતુ હવે કે વખતે આ વસ્તુઓ અને સાક્ષાત દેખાડ, કે જેથી તે સ્વામિન ! હું મારી ચક્ષુની સફળતા માનું.”
પછી એકદા જ્યારે રાજા રવાડીએ નીકળ હતો, ત્યારે સમયજ્ઞ એવા શ્રેણીએ તેને બેલાવીને પિતાના ઘરના ગવાક્ષમાં બેસારી. એવામાં માથે ધારણ કરાતા મેઘાડંબર છત્રથી સુશોભિત, બંને બાજુએ વારાંગનાઓથી વીંજાતા વિશાળ ચામરેથી વિભૂષિત, ભદ્રજાતિના હાથી પર બેઠેલ, સર્વ પ્રકારના આભણેથી દેદીપ્યમાન, મંત્રી અને સામંતોથી સેવિત, ચતુરગિણી સેનાથી પરિવૃત, રાજમાર્ગે જતાં બંદીલેકે જેને જયધ્વનિ બેલી રહ્યા છે એવા, જેની આગળ વિવિધ વાજથી સંયુક્ત બત્રીશ બદ્ધ નાટક થતા જાય છે તેવા અને કેતુથી જાણે સ્વર્ગલેકમાંથી ભૂપીઠપર આવેલ દેવેંદ્ર હેય એવા રાજાને ગવાક્ષમાં રહીને આશ્ચર્ય સહિત તેણે જોયે. અને આ પ્રમાણે તે વિચાર કરવા લાગી કે આ પતે સર્વત્ર ઉપવનાદિમાં સ્વેચ્છાથી સંચરી નિરંતર નાના પ્રકારની ક્રીડાઓ કરે છે
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૮
•
અને બીજા પી
આ પ્રમાણે માનું છું અને મીઠા
યુગાદિદશના. અને મને બાલ્યાવસ્થાથી કેદખાનાના જેવા ભેંયરામાં નાખીને
આટલીજ પૃથ્વી છે ” ઈત્યાદિ વાક્યથી ઠગે છે. પરદુ:ખને ન જાણનાર આ દુરાત્મા મને આ પ્રમાણે દુ:ખસાગરમાં નાખવાથી ખરેખર! મારે પૂર્વભવને શત્રુજ છે, એમ હું માનું છું. ભાગના સાધતેથી જો કે તે મને પ્રેમ ઉપજાવે છે, પરંતુ એ દુર્જન મુખને મીઠો અને મનને કપટી છે. આ પ્રમાણે રાજા ઉપરથી તેનું મન વિરત થઇ ગયું. વળી તે વિચારે છે કે આ સાથેશ ખરેખર મારે પૂર્વભવને સંબંધી છે કે, જેણે ચિત્રથી આશ્ચર્યમયી આ વસુંધરા મને બતાવી. જે આ પ્રીતિપાત્ર સાથે શ મને મળ્યો ન હેત, તે કૃષણની લક્ષ્મીની જેમ હું ભેંયરામાંજ ક્ષય પામી ગઈ હત. દુ:ખી પ્રાણીના મિત્રતુલ્ય એણે આ શુચિ ગુપ્રિયુહમાંથી મને છોડાવી છે. ” આ પ્રમાણે સાથે શપર તે બહુ અનુરક્ત થઈ. પછી જ્યારે રાજા ભોંયરામાં આવતો, ત્યારે તે હૃદયમાં દંભ અને દ્વેષ છતાં બાહ્યવૃત્તિથી તેનું નિરંતર વિનય ઔચિત્ય સાચવતી હતી.
એક દિવસે આના જીવતાં આ ભેંયરામાંથી મારે છુટકારો થવાને નથી' એમ ધારીને દુષ્ટાશયવાળી તે પાપિણીએ વિષથી મિશ્રિત બીજે રાજાને ખાવા આપ્યું. તેના સ્વાદથી વ્યાકુળ થઈને તે તરતજ બહાર નીકળી ગયું. ત્યાં તેના અંગત માણસોએ તેના પર શક્તિ જળને છંટકાવ કર્યો એટલે તે સ્વસ્થ થયે. આ પ્રમાણે બન્યા છતા સનેહને લીધે પાતાળસુંદરીની લુચ્ચાઈની તેણે મનમાં લેશ પણ શંકા ન કરી. ત્યારપછી બીજા ઉપાય કરતાં પણ જ્યારે રાજા તેવી જ રીતે મરણ ન પામે, ત્યારે ભૈયામાંથી મુક્તિ ( છુટકારો) ઈચ્છતી તે સાર્થપતિને આ પ્રમાણે કહેવા લાગી કે હે પ્રિય ! તમે એક દિવસ ભેજનને માટે રાજાને નિમંત્રણ કરે, કે જેથી હું તેની સમક્ષ મારી પ્રતિકૃતિ નકલ) કરું.” આ સાંભળી તે કહેવા લાગે છે દેવી! નિમિત્ત વિના હું રાજાને શી રીતે નિમંત્રણ કરૂં? કારણકે કૌ
Page #135
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૧૨૯ તુક વિના તે હસવું (હાસ્ય) પણ નથી આવતું.” તેણે કહ્યું કે
એક માસ સુધી તમે કપટથી માંદા થાએ અને પછી ઉલ્લાધ સ્નાનના હેતુથી એને નિમંત્રણ કરો.” પ્રેમપાશથી બંધાયેલા અને તેની આજ્ઞા પ્રમાણે ચાલનારા સાથે વાહે તેનું વચન સ્વીકાર્યું (કબુલ રાખ્યું) અને તેવી જ રીતે માંદા પડ્યો. તે વખતે વિશ્વભૂત રાજસે વાથી રહિત એવા પાતાલ સુંદરીના ભાગને તે આનંદ આપનારા માનવા લાગ્યા.
હવે કઈ વખતે તે વૈદ્યને બોલાવે અને કઈ વખતે ઔષધો મં. ગાવે તેથી નાગરિકે તેને ઘેર આરોગ્ય પૂછવા આવવા લાગ્યા. કેટલાક દિવસ પછી “આ સાથે અને હવે કંઈક ઠીક છે. આ પ્રમાણે સ
ત્ર લેકે માં વાત ચલાવી અને એક માસ થયે, ત્યારે શુભ દિવસે નાના પ્રકારની વધામણી અને ઉત્સવોથી તેણે ઉલ્લાઘસ્નાન કર્યું. પછી સારું વચ્ચે પહેરીને અને દેવ ગુરૂનું સ્મરણ કરીને રાજમંદિરમાં જઈ તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે રાજન! તમારા પ્રસાદથી હનિરોગી થયો છું, માટે એકદિવસ ભેજનને માટે મારે ઘેર પધારે. મારાપરપ્રસન્ન થઈ એટલી મારી ઉપર કૃપા કરો. આ પ્રમાણે સાંભળી સમસ્ત રાજમદિરોમાં માન્ય એવા તે સાથવાહના દાક્ષિણ્યથી રાજાએ તેના બેજનનું નિમંત્રણ કબુલ રાખ્યું. એ પછી સાર્થવાહે હર્ષિત થઇને પિતાને ઘેર પાંચ વર્ણનાં વસ્ત્રોથી વિભૂષિત, વિશાળ અને મનેહરએ મંડપ તૈયાર કરાવ્યો. સત્તર જાતનાં ભેજન અને અઢાર જાતનાં શાક તૈયાર કરાવ્યાં. અને પા. તાલસુંદરીને તે હકીકત નિવેદન કરી. તે કહેવા લાગી કે -“હુ પિતેજ રાજાને પરિવેષણ (પીરસવાનું) કરીશ.” આ સાંભળી ભયથી
પતો તે બો -બજે રાજ તને ઓળખી જશે, તે મારું બધું દ્રવ્ય લુંટી લઇને મને અવશ્ય મરાવી નાખશે.” આ પ્રમાણે સાંભ
૧ લેક વ્યવહારમાં માથે પાણી નાખવું એમ કહેવાય છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૩૦
યુગાદિંદેશના.
"
,,
ળીને તે કહેવા લાગી કે- મરણથા ભય પામતા તુ સાચેસાચા વાણીયેા છે. પણ હે મૂઢ! મારૂ વાકય અન્યથા કરવાથી પશુ તું મરીશ, ” પછી તેને કુપિત થયેલી જાણીને પુન: તે સભય કહેવા લાગ્યે :“હે દેવી ! આ તા મે' માત્ર હાસ્યથી કહ્યું છે, માટે તું કાપ ન કર. કારણ કે તારી આજ્ઞાને વશ એવા મારૂ` મન લેશ પણ તારાથી જુદું નથી.” પછી ખુશી થયેલી પાતાલસુંદરી ઉંચા શૃંગાર ધારણ કરીને તે ગુપ્ત માર્ગ સાથે વાંહને ઘેર આવી.
હવે ગૈારવ સહિત ખાલાવેલ રાજા, સામત અને સચિવ સાથે સાથે શને ઘેર આવીને ભોજન કરવા બેઠા. એટલે સાથ વાહે તરતજ પાતાલમુ દરીને આ પ્રમાણે આજ્ઞા કરી કે હે પ્રિયે ! આજ તા રાજાને તુ જ પરિવેષણ કર.” આથી કુળખાલિકાની માફ્ક લજ્જા સ હિત પીરસતી એવી તે, ભાજન કરતા રાજાની આગળ વાર વારે ગમનાગમન કરવા લાગી. તેને જોઇને રાજા ચકિત થઇ હૃદયમાં ચિતથવા લાગ્યા કે—આ પાતાલસુ દરી મારી પત્ની અહીં શી રીતે આવી હશે? અથવા તે તેવા ભોંયરામાંથી તે અહીં શી રીતે આવી શકે? પરંતુ તેના જેવીજ આ સાથૅવાહની સ્રી હરી, તા પણ ભયરામાં તરતજ જઇને હું તપાસ કરૂં. કારણ કે અન્યથા કઇ રીતે મને શાંત થવાની નથી.” આ પ્રમાણે ત્યાંથી ઉઠો જવાને બહુ ઉત્સુક થયા છતાં લેાકલજ્જાથી તેણે વેઠની માફક મન વિના ભેાજન કર્યું. રાજાને તેવા પ્રકારના ઉત્સુક જોઇને સાથે શે તેને આ પ્રમાણે કહ્યું કેહું નાથ! આટલી બધી ઉતાવળ શી! ક્ષણવાર અહીં વિસામા તા ૯યા.” આથી રાજાએ તેના સમાધાનને માટે કહ્યું:- અત્યારે રયકાર્યાની વ્યગ્રતા હોવાથી વિલંબ થઇ શકે તેમ નથી.” આમ કહીને રાજા ઉતાવળથી ભેાંયરામાં ગયા, તે પહેલાંજ પાતાલમુકરી ત્યાં આવી અને ચુસદ્દાર તરત બંધ કરી કપનિદ્રાથી સુઇ ગઇ. હુવે પોતાનું સીલ કરેલું બારણું ઉઘાડીને રાજા ભૂમિગૃહમાં આવ્યા, એટલે તેને સુતેલી જોઇ તેથી આસ્તેથી તે જગાડી. તેને પણ એચિ'તી
Page #137
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૧૩૧
ઉડી અને તરત બગાસાં ખાવા લાગી તથા પૂર્વની માફક યાવિધ તેનુ* વિનયૈાચિત્ય સાચવવા લાગી. રાજાએ અસાધારણ (નેપથ્યા) વસ્ત્રા પહેરાવવા પૂર્વક સમ્યગ્ રીતે તેની પરીક્ષા કરી, છતાં કઇ પણ અ`તર તેના જાણવામાં ન આવ્યું. તેથી જે ભોંયરામાં પવનના પણ પ્રચાર નથી, ત્યાં એક અમળાનું ગમનાગમન કેમ સભવે
આ પ્રમાણે મનનું સમાધાન કરીને રાજા ચિતવવા લાગ્યો કે:“અરે ! ખરેખર! ખાટી ભ્રાંતિ કરીને મે કેટલુ* પાપ માંધી લી? આના રૂપ અને લાવણ્ય સદૃશ ખરેખર તે વાણીયાનીજ પ્રિયા હતી. કારણ કે પરાપૂર્વથી લાકોક્તિ એવી ચાલી આવે છે કે, 'જગત્માં સરખે સરખા માણસો પણ હેાય છે.’ પછી તે વિશેષ રાગાંધ થઇને તેને મહાસતી માનવા લાગ્યા. કારણકે રાગાંધ પુરૂષા સાક્ષાત્ જોયેલા ટાયાને પણ દોષ તરીકે માનતા નથી.
ત્યારબાદ એક માસ વ્યતીત થયા પછી ભૈયરામાં રહેવાથી પાતાલસુંદરી અત્ય’ત ઉદ્વેગ પામી અને સા વાહને એકાંતમાં કહેવા લાગી કે: હવે લેવડદેવડની ચાખવટ કરી વ્યાપારને જલદી બધ કરો અને સારા વહાણાના સંગ્રહ કરો, કે જેથી આપણે બીજા દેશમાં ચાલ્યા જઇએ. રાજાને માઢુ ભેટણ કરી તેની મહેરબાની મેળવા કે જેથી તે પેાતાના બંદર સુધી (સમુદ્ર કિનારા સુધી) આપણને વળાવવા ( મૂકવા) પાતે જાતે આવે.” આ પ્રકારના તેના કહેવાથી સાથ વાહે બધી સામગ્રી તૈયાર કરી અને હાથમાં માટુ' બેઝુ· લઇ નમસ્કાર કરી તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી. હે રાજન! તમારી મીઠી નજરથી અહીં રહેતાં મે ધણું દ્રવ્ય મેળવ્યુ અને સત્ર સારો યશ પણ મેળળ્યા. હવે અત્યારે મને ખેલાવવાના મારા પિતાના કાગળ (લેખ) આવ્યા છે, તા હું પ્રભા! માતપિતાને મળવાને ઉત્સુક એવા મને આપ સ્વદેશ જવાની આજ્ઞા આપે.” આ પ્રમાણે સાંભળી રાજાએ કહ્યું કે: “હું સાથ વાહ! તુ' માટા દાતા, વિતચી, ન્યાયાન,
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩ર
યુગાદિદેશના. ચિત્તશ પરમપ્રીતિપાત્ર અને મારો મિત્ર છે તે માબાપને ઉત્કંઠિત થઈ મળવાને સ્વદેશમાં જતાં તું યથેચ્છિત કાંઈક માગી લે, તે આપવામાં કઈ રીતે આનાકાની નહિ કરું. સાથે બે-“હે વિભે! આપની મહેરબાનીથી મને કાંઇ ન્યૂન નથી, છતાં પણ તે સેવકન્સલ! જે આપ મારાપર સંતુષ્ટ છે, તો સમુદ્રતટ સુધી તમે પિતે મને મૂક્વા આવે છે, જેથી દેશ વિદેશમાં મારી પ્રસિદ્ધિ થાય.”
બહુ સારું એમ કહીને તે માંગણી સ્વીકારી રજાએ સાર્થવાહને કહ્યું:-“હે મિત્ર! તારે પિતાને ચાલવાને અવસર મને જણાવ.” આ પ્રમાણે રાજાના કહેવાથી સાથ વાહનું મન સંતુષ્ટ થયું અને તે બધુ તેણે જોયરામાં જઈને પાતાલકુંદરીને જણાવ્યું,
પછી પાતાલ સુંદરીના હુકમથી બધા વહાણમાં કરિયાણા ભરી સાથે વાહ પાલખી પર બેસી પિતાના આવાસની બહાર નીક
. સાર્થવાહનું પ્રયાણ જાને જેટલામાં રાજા ત્યાં આવ્યું, તેટલામાં પ્રસ્તાવને જાણનારી પાતાલ સુંદરી પણ ત્યાં આવી. તે વખતે ત્યાં માર્ગે જતાં રાજા અને સાર્થવાહની પાછળ પાલખીમાં બેસીને પાતાલ સુંદરી ચાલતી હતી. અવસર જઇને રસ્તામાં પાતાલકુંદરીએ રાજાને કહ્યું-“હે સ્વામિન! મારા ભત્તરે અહીં જે કાંઈ તમારે અપરાધ કર્યો હોય, તે આજે ક્ષમા કરશે અને કેઈવખત તેને યાદ કરશે. આ પ્રમાણે સાંભળતાં તેને જોઈને રાજા વિચાર કરવા લાગે-“અહો! ખરેખર ! તેજ આ મારી પ્રિયા એની સાથે જાય છે. અથવા તે હા ! વૃથા મેં બેટે વિચાર કર્યો; કારણ કે આ તેની સમાન આકૃતિવાળી એનીજ ગહિની છે અને પવે પીરસતી વખતે મેં તેની ખાત્રી કરેલી છે. તેમ છતાં એકવાર ત્યાં ભેંયરામાં જઇને તેને નજરે જોઉં, પરંતુ અત્યારે અધે રસ્તેથી પાછા વળતાં લેકમાં લજજા પામું. તે પણ સાથે પતિને સમુદ્ર કિનારે મૂકી તરતજ પાછા વળીને મનની સ્વસ્થતા માટે તે પ્રિયાને જોઇશ.”
Page #139
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૧૩૩ પછી દરીઆ કિનારે આવતાં રાજાને જણાવીને (તેની રજા મેળવીને) પાતાલ સુંદરી સાથે સાર્થવાહ તરતજ વહાણપર બેઠે. અને તમે હવે ખુશીથી ઘેર પધારો” એમ રાજા વિગેરેને તેણે કહ્યું. પછી તરતજ તે માગથી બીજે રસ્તે વહાણેને વેગથી ચલાવરાવ્યા. રાજાએ પણ તરતજ પાછા આવીને યરૂ જેયું, પણ તે પાતાલસુંદરીના જવાથી શૂન્ય તેના જેવામાં આવ્યું. “હા! તે ધૂણે મને ક!” એ રીતે હાથ ઘસતાં તેણે પ્રારંભથી માંડીને પોતાની પત્નીનું વૃત્તાંત મંત્રી વિગેરેને કહ્યું. “આ ભેંયરામાંથી તે વાણી એને શી રીતે હરણ કરી ગયો” એમ વિસ્મય પામી તેઓ રાજાની સાથે તે ભેંયરામાં ગયા. ત્યાં બારીક નજરથી તપાસ કરતાં બંધ મુખવાળી એક સુરંગ તેમણે જેઈ અને તે રસ્તેથી તેઓ સાર્થવાહના ઘરમાં ગયા. ત્યાં તે ઘર શૂન્ય જોઈને રાજાએ કેપથી રાતી આંખ કરી પોતાના યોદ્ધાઓને આ પ્રમાણે આજ્ઞા કરી કે “તે દુરાત્માને બાંધીને અહીં લઈ આવે. પછી “ અહે! આ પરદેશી વાણીયાની ખરેખર અદ્દભુત કળા હતી. અમે પણ જેને જાણતા નહેતા એવી રાજાની પ્રમદાનું તે હરણ કરી ગયો.” આ પ્રમાણે અંતરમાં વિરમય પામતા મંત્રી, સામંત અને સુભટ સહિત રાજા પોતે પણ અત્યંત ક્રોધમાં આવી સાથેની પાછળ દોડ્યો. તરતજ દરીઆ કિનારે આવતાં તે સ્થાન શુન્ય જોઈને પત્ની પ્રેમથી નિબદ્ધ થયેલા રાજાએ નાવિકને આ પ્રમાણે આદેશ કર્યો કે “અરે વહાણે તૈયાર કરીને તરત સમુદ્રમાં ચાલે. તેઓ કહેવા લાગ્યા કે:-“અત્યારે સમુદ્રમાં સફર કરી શકે એવા વહાણે અમારી પાસે તૈયાર નથી. કારણ કે જતાં જતાં, સાર્થવાહે તે મોટાં વહાણે બધાં લઈ લીધાં છે. આ પછી વિલક્ષણ મુખ કરી અને અંતરમાં ઉત્તાપ લાવી રાજા ચિંતવવા લાગ્યો કે “અહો ! રૂપમાં તિ કરતાં પણ વધે એવી મારી જીવિતેશ્વરીનું હરણ કરતાં તે પાપી પૂર્વે મારું કંઇ પણું ન મૂકહ્યું. બીજા પુરૂષને જેણે નથી જોયે એવી અને ભત્તરના વિનોચિ
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૪
યુગાદિદેશના. ત્યને જાણનારી એવી હે પ્રાણપ્રિયે! તું એ કામણગારા વાણીયાની સાથે શા માટે ચાલી ગઈ? નિપુણ્ય માણસની લક્ષ્મી જેમ પાતાલમાંથી બહાર નીકળીને ચાલી જાય છે, તેમ હે કાંતે ! મારા અપુ
સ્થા પાપો) થી પ્રેરાયેલી તું પણ તાળમાંથી નીકળીને ચાલી ગઈ. હે વિનયને બતાવનારી ! હે ચંદ્ર જેવા મુખવાળી! હે પ્રિય બેલનારી! હે દેવી! દેવે તારો વિગે કરાવ્યું. અહા ! હવે તું ક્યાં મારા જોવામાં આવીશ ?” આ પ્રમાણે વિલાપ કરતા રાજને સામંત અને સચિવે કહેવા લાગ્યા:-“હે સ્વામિન્ ! ગયેલાને, મને રણ પામેલાને અને નષ્ટ થયેલા ઉત્તમ જને એ શક ન કરે. હે પ્રલે! પવનથી પ્રેરાયેલા પાંદડાના સમૂહની જેમ કમાયેગે જીવોને સગ વિયોગ થયાજ કરે છે. અને વળી સ્ત્રી તો દ્રવ્યથી ખરીદાય તેવી વસ્તુ છે, તો તેને માટે વિલાપ કરતાં સારા માણસોમાં હંમેશને માટે તમે હસીપાત્ર થશે.”
ભગવતે આટલે સુધી વાત કહી એટલે વિમલાયવાળાકમારેએ હાસ્ય, વિસ્મય અને ઉલ્લાસ સહિત તાતને નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરી કે “હે તાત ! એના સાક્ષાત દેશ જેવા છતાં કુશલ - જાએ તેને ગુણ માની લીધા તેનું કારણ શું હશે?” આ પ્રમાણે તેમને પ્રશ્ન સાંભળી સર્વ પ્રાણુઓ પર ઉપકાર કરવામાં ઉસુક મનવાળા અને સંશયરૂપ અંધકારને નાશ કરવાવાળા એવા પ્રભુ કહેવા લાગ્યા કે “વિવરૂપ દષ્ટિને આચ્છાદિત કરનાર અને લેકમાં દુર્યશને ફેલાવનાર એ નિબિડ એક રાગજ ત્યાં કારણભૂત સમજો.
"रत्ता पिच्छंति गुणा, दोसे पिच्छंति जे विरजंति; मज्झत्था वि य पुरिसा, गुणे य दोसे य पिच्छंति." જે પુરૂષ જે વસ્તુમાં (જેનામાં) રકત (રાગી) હેય
Page #141
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના
૧૩૫ તે બધા ગુણજ જુએ છે અને જ્યાં જે વિરકત હોય છે ત્યાં તે બધા દેષજ જુએ છે. મધ્યસ્થ પુરૂષો તે ગુણ અને દેષ બને જોઈ શકે છે.” કેટલાક પુરૂષ તે સીને એટલે સુધી માને છે કે – “લા મિત્ર નવ શૈવ, સી તર્જ જીવિત્ત લા;
સા સ્વામિની શૈવ, સૈવ વોહિય સા,” " दिवारात्रौ च सर्वत्र, सा सैवं स्त्रीवशात्मनाम् ।
महतामपि हा चित्तं, विचाराद्मश्यति ध्रुवम्." બતે ચીજ મિત્ર, તેજ સચિવ, તેજ તત્વ, તેજ જીવિત તેજ સર્વસ્વની સ્વામિની, તેજ રવ અને તેજ ગુરૂ, દિવસ અને રાત્રે સર્વત્ર તેને તેજ–આવી રીતે સ્ત્રીને વશ થયેલા એવા મેટા માણસેનું ચિત્ત પણ ખરેખર વિચારથી ભ્રષ્ટ થાય છે. વળી રાગાંધ મનવાળા જડ પુરૂષ ધનધાન્યયુક્ત પોતાનું આખું ઘર સ્ત્રીને સોંપીને પછી બહુ ખેદની વાત છે કે તે તેની પાસે દાસના જેવું આચરણ કરે છે. સ્ત્રીને વશ થયેલા રાગાંધ પુરૂષે કદાચ બુદ્ધિમંત હેય, છતાં શુભાશુભને વિવેક કરવાને તેઓ અસમર્થ હોય છે. તે સંબંધમાં બહુધાન્યનું દૃષ્ટાંત છેતે આ પ્રમાણે છે:
“રેવાનદીના દક્ષિણ કિનારાપર સીમાંત નગમાં બહુ દ્રવ્યવાળા બહુધાન્ય નામને ગામને મુખી (ગામેતી) રહેતો હતો. તેને સરલ, પતિવ્રતા અને ભકિતવાળી એવી પ્રથમની સુંદરી નામે પ્રિયા હતી અને બીજી કુટિલ સ્વભાવવાળી અને કુલટા કુરંગી નામની કાંતા હતી. આઠ બળદ, બે ગાય, બે દાસ, બે દાસી, બે ખેડુત અને સરસામાન સહિત ઘર આપીને તેણે સુંદરીને જુદી કરી હતી. અને પોતે કરગીપર વિમેહિત થઈને તેની સાથે મનવાંછિત ભેગ ભેગવતો હતો. મદિરાથી મદીરાપાનીની જેમ જતા વખતની પણ તેને ખબર પડતી નહોતી. વિલાસ અને હાસ્યમાં કુશળ એવી
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૬
યુગાદિદેશના. તે નવવનાને પામીને ઈદ્રાણુથી આલિગિત ઈદ્રને પણ તે પતાથી અધિક માન ન હતું.
એક દિવસે રાજાએ બહધાન્યને બેલાવીને કહ્યું:- બધી ચિગ્ય સામગ્રી તૈયાર કરીને તરત લશ્કરની છાવણીમાં આવી જાએ. એટલે તે પણ નમસ્કાર કરીને આવું છું” એમ કહી ઘેર આવ્યા. ત્યાં કરંગીને ગાઢ આલિંગન કરીને સ્નેહ સહિત આ પ્રમાણે કહેવા લાગે:-“હે કાંતે ! આજે તને ઘરે એકલી મૂકીને મારે છાવણમાં જવું પડે તેમ છે; જે તેમ ન કરૂં તો પ્રચંડ શાસનવાળે સ્વામી (રાજા) મારી પર કોપાયમાન થાય.આ પ્રમાણેનાં વચન સાંભળીને તે તન્વી મનમાં વિષાદ લાવી કહેવા લાગી:-“હે જીવિતેશ ! હું પણ તમારી સાથે આવીશ. કારણ કે વાળાની શ્રેણવાળે અગ્નિ સુખે સહન થઈ શકે, પણ હે નાથ ! નિત્ય શરીરને સંતાપ એ તમારે વિયેગ સહન થઈ શકે નહીં. આ પ્રમાણે સાંભળી પ્રામકૂટે તેને કહ્યું કે:-“હે મૃગેક્ષણે ! એ બધું સત્ય છે, તથાપિ તું અહીંજ રહે, મારી સાથે આવવાને વિચાર ન કર. કારણ કે પચ્ચી. લંપટ રાજા કદાચિત તને જુએ, તે તને સ્વાધીન કર્યા સિવાય રહે નહીં. આવું ચીરત્ન જોઈને શકિતમાન પુરૂષ તેને કેમ અનાદર કરે? આ પ્રમાણે કરગીના મનનું સમાધાન કરીને તેને ધનધાન્યયુક્ત ઘર સેંપી બહુધાન્ય તરત છાવણીમાં ચાલ્યા ગયે.
હવે પતિના ગયા પછી કુરગી જાર પુરૂષની સાથે નાના પ્રકારને ભેગ ભેગવતી સતી સ્વૈરિણી થઈને નિશકપણે જ્યાં ત્યાં ફરવા લાગી. નાના પ્રકારના વસ અને ભેજનાદિકથી જાર જનોને ઉપચાર કરતી તેણીએ થડા વખતમાં ઘરને ધન ધાન્યાદિથા ખાલી કરી મૂકયું. પછી છાવણીથી પિતાના પતિને નજીક આવેલે સાંભળીને જરપુરૂષથી સર્વસ્વ લુંટાયેલી એવી તેણી ભયથી મુંઝાવા લાગી. પછી સતીને યોગ્ય વેશ પહેરીને લજજા સહિત તે પિતાના
Page #143
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૧૩૭
ઘરમાં આવીને રહી. કારણ કે વંચના ( ઠગાઇ ) કરવી એ તેા સ્ત્રીઆના સ્વાભાવિક ગુણજ છે. મન્મથની આજ્ઞાને વશ થયેલા એવા મહુધાન્ચે પણ ત્યાં આવતાંજ તરત એક માણસને આગળથી કુરગીને ઘેર માકલ્યા. તેણે આવીને રગીને આ પ્રમાણે કહ્યું કે “ હું શુભે ! તારા પતિ આવે છે, તેથી તેને માટે સારૂ' ભાજન તૈયાર કર કારણ કે તે આજે અહીં જમશે. તારી પ્રીતિને વશ થઇને તેણે તને ખબર કહેવા સારૂ મને આગળથી મેલેલ છે. ” આ પ્રમાણે સાંભળીને કપટ કરવામાં ચાલાક એવી તેણીએ તેને આ પ્રમાણે કહ્યું કે હે ભદ્રે ! આ સમાચાર તેની માટી સ્રીને કહે, કે જેથી તે આજે તેને ધેર ભાજન કરે. કારણ કે મર્યાદાનું ઉલ્લંધન કરવુ એ ચોગ્ય ન કહેવાય. ” પછી કુરગી પણ તેની સાથે આવીને સુંદરીને કહેવા લાગી:– હું વ્હેન !તુ આજે સારૂ’ ભાજન તૈયાર કર. કારણ કે સ્વામી આજે તારે ઘેર જમશે. ” આ પ્રમાણે સાંભળી સુંદરીએ કહ્યું-મહેન! હું તેા નાના પ્રકારની રસાઇ તૈયાર કરીશ, પણ તારા" સ્વામી મારે ઘેર જમવાને નથી. ” આમ સાંભળીને કુંરગી જરા હસીને કહેવા લાગી:– જો મને તે પ્રિય માનતા હશે તે હું કહું છું કે તે અવશ્ય અહીંજ ભાજન કરશે. માટે સારૂં સારૂ ભાજન તૈયાર કરો. ” આ પ્રકારનાં કુર્ગીનાં વચનથી સરલ આરાયવાળી સુદરીએ ષટ્સથી સુદર અને સાર એવુ· ભેાજન તરતજ તૈયાર કર
પછી ગ્રામકૂટ ઉત્કંઠિત થઇ કુર ́ગીને ઘેર આવ્યા અને તે ઘર ધનધાન્યથી ખાલી હતું, છતાં તેણે તે સંપૂર્ણ જ માની લીધું. હવે તે તેના ઘરના બારણા આગળ ક્ષણવાર ઉભા રહ્યા, પછી ચાકી ઉપર બેસીને તે ખેલ્યા:- હું પ્રિયે ! ભાજન આપ! ઉતાવળ કર.”
૧ સ્વામી તેા પોતાના પણ છે પરંતુ કુરંગી ઉપરજ પ્રીતિવાળા છે તેથી તારા સ્વામી એમ કહ્યું છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૮
યુગાદિદેશના. આ પ્રમાણે સાંભળીને તે ગુટી ચડાવીને બેલી કે-“હે દુમતિ ! જેને પહેલાં તે કહેવરાવ્યું છે, તે તારી માને ઘેર જાય ત્યાં જઈને ભાજન કર.” આ સમાચાર જો કે સુંદરીને પિતે કહેવરાવ્યા હતા, છતાં તે બેટી રીતે પતિ ઉપર કુપિત થઈ. અહે! સ્ત્રીઓ પતિને વશ કરીને પોતાને દોષ તેની ઉપરે ચડાવે છે. એ રીતે તે જ્યારે કપાયમાન થઈ, ત્યારે બિલાડી આગળ ઉદરની જેમ તે પિતાનું શરીર સ કેચીને ભય અને કંપસહિત બેસી રહે. એટલામાં “હે તાત! ભેજન કરવા ચાલે. આ પ્રમાણે સુંદરીના પુત્રે આવીને આદર સહિત બોલાવ્યા. છતાં પણ તે મૂઢ ક્ષણવાર તો મુંગાની માફક બેસીજ રહ્યો. એટલે કરગી આવેશથી બેલી:- અરે આ શું પાખંડ માંડયું છે? પ્રિયાને ઘેર જઇને ભેજન કર. આથી તે બીતાં બીતા સુંદરાને ઘેર ગયે. તેના આવતાજ તેણીએ બેસવાને માટે તરત સારું આસન આપ્યું અને ભેજનને માટે તેની આગળ સુવર્ણને થાળ મૂકે. પછી સુસ્વાદિષ્ટ નાના પ્રકારની ભેજ્ય વસ્તુઓ તેને પીરસી, છતાં પણ રાગધ હેવાથી શૂન્ય મનવાળાની જેમ તેણે કંઇ ખાધું નહિ અને કામદેવની આજ્ઞાને આરાધક થઈ આ પ્રમાણે ચિત્તમાં ચિંતવવા લાગે:-“આ મારી પ્રાણપ્રિયા કુરંગી અત્યારે કેમ (મારી ઉપર) કે પાયમાન થઈ છે? જ્યાસુધી કુરંગી સ્નેહ નજરથી મને ન જુએ, ત્યાં સુધી સ્થળ પર જળચરની જેમ મને કયાં પણ રતિ પ્રીતિ) થવાની નથી. અસરને જીતે એવા સૌભાગ્યવાળી, સર્વત્ર ઔચિત્ય સાચવનારી અને વિનીત એવી તે જીવિતેશ્વરીને હું શી રીતે મનાવીશ? આ પ્રમાણે વિચાર કરતો તે બેકડાની જેમ માથું ઉચે કરીને રહ્યો, એટલે સુંદરીએ તેને કહ્યું કે “હે સ્વામિન! કેમ જમતા નથી? તે કહેવા લાગ્યો કે-“અરે! શું જમું? જમવાને ઉચિત કંઈ પણ નથી. માટે મારી કુરંગીને જોરથી કઈક ખાવાનું લઈ આવ. આ પ્રમાણેનું ભત્તરનું વચન સાંભળી સરલ એશયવાળી સુંદરી તરતજ કુરંગીને ઘેર જઈને તેને કહેવા લાગી:-“હે
Page #145
--------------------------------------------------------------------------
________________
યુગાદિ દેશના.
૧૯૯
4
હું
શુભે! તારા ભર્તારના ભાજનને ઉચિત કંઇક ખાવાનુ` આપ.” એટલે તેણે કહ્યું: “બહેન ! આજે કઇ પણ મે રાખ્યું નથી.” પછી “જો ગામય ( છાણ) આપીશ, તા પણ તે તેને પ્રિય લાગશે. કારણ કે મારાપર અતિ રક્ત હૃદયવાળા છે, તેથી મારૂ સદૂષણ સહન કરી લેશે,” આ પ્રમાણે વિચાર કરીને તાજી, કંઇક ગરમ, ઘઉંના કેટલાએક દાણા જેમાં ફુગી ગયા છે એવું, જુગુપ્સા કરવાલાયક અને બહુ નરમ એવુ ગામય (છાણુ) તે લઇ આવી અને એક ભાજનમાં નાખીને તરત સુંદરીને આપીને ખેલી:- આ લે ભત્તુરનું જમણુ, ” સુદરીએ તે લઇને તરત તેને આપ્યું, એટલે તે સુખશિરોમણિ, ‘આ કુર’ગીતું માલેલ છે માટે પરમ અમૃત જેવું હુશે’એમ સમજીને તે બધું ખાઇ ગયા. તે પુરૂષે રાગી થઇને ગામય ખાધું, તેમાં આશ્ચ શું ! અરે! રાગી (રક્ત, જન તા સ્ત્રીના જઘન અને મુખમાં રહેલ અશુચિ વિગેરે પણ ખાઇ જાય છે.
પછી તે ગામય માત્ર ખાદને પાતાની શાળામાં ગયા, ત્યાં આદર સહિત તેણે એક બ્રાહ્મણને કુરંગીના કાપનું કારણ પૂછ્યું. તે વિષે પ્રથમથીજ કુર’ગીનુ મહત્તર ચરિત્ર જાણતા હતા એટલે તે કહેવા લાગ્યું કેઃ– હે ભદ્ર ! કુર્ગી તારે ઘેર સાક્ષાત્ તારી વૈરિણી છે, કે જેણે વિટ પુરૂષાની સાથે મળીને પાતાનું શીલ, કુળ, યશ અને તારા ઘરનું ધન એ બધું એકી સાથે ના કર્યું છે. જે સ્વચ્છંદચારિણી પાપિનીએ આ પ્રમાણે તારૂ ધન ઉડાડી દીધુ છે, તે કદાચિત તારા વિતને પણ હરે, તા તેને કોણ અટકાવી શકે તેમ છે?” આ પ્રમાણે પરિણામે હિતકારી તે વિપ્રનું વચન સાંભળીને તે કુબુદ્ધિએ કરગી પાસે જઇને તે બધું કહી દીધું. એટલે તે કહેવા લાગી: “હે સ્વામિન! એ મૂર્ખ બ્રાહ્મણ એક દિવસે શેષનાગના માથાપર રહેલા મણિની માફક મારૂ શીલ હરવાને તૈયાર થયા હતા, તે વખતે મે' તેના તિરસ્કાર કર્યા હતા એટલે તે ખેદ પામીને મારા ઢાષા તમારી આગળ કહે છે. તેથી એ હવે આપણા ઘરને લાયક નથી. હે પ્રભુ! એને
-
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૪૦
યુગાદિદેશના હવે દૂરજ કરી છે. આ પ્રમાણેના અસત્ય વાક્યને સત્ય કરીને માનનાર તે કુબુદ્ધિ રાગાંધે, પરિણામે હિતકારી એવા તે બ્રાહ્મણને તરતજ નેકરીથી દૂર કર્યો. પછી કુટિલ અને કુલટાના આચારવાળી કુરગી એ દુર્મતિને પરમ પ્રીતિપાત્ર થઈ પડી. “રાગની આવી ચેષ્ટાને ધિકાર થાઓ!
“હે વત્સ! આ પ્રમાણે રાગનું માહાત્મ મેં તમને કહ્યું. હવે પ્રસ્તુત (ચાલુ) વાત કહું છું તે સાંભળે –
પાતાલ સુંદરીના ગયા પછી રાજા વિચારે છે કે “અરે! હવે હું શું કરું? ક્યાં જાઉ? અને એ પ્રિયાને શી રીતે મેળવું?” આ પ્રમાણે ચિંતા કરતાં દુંદુભિને મધુર અવાજ તેના સાંભળવામાં આવ્યું.
આ મધુર અવાજ ક્યાં થાય છે તેને વિચાર કરતાં મનમાં વિસ્મય પામીને રાજા સામંત અને મંત્રીઓ સહિત તે અવાજને અનુસરે નગરબહાર જતાં, તત્કાળ કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી દેવતાઓ જેમને ઉત્સવ કરી રહ્યા છે અને જે સુવર્ણકમળપર બેઠેલા છે એવા મુનિને દીઠા. તેમને જોઇને નમસ્કાર કરી રાજાએ પૂછ્યું: “હે સ્વામિન ! સ્મિતમુખી, રૂપમાં રંભા જેવી અને પતિવ્રતા પાતાલ સુંદરી મને ક્યારે મળશે?” આ પ્રમાણે રાગવિઠ્ઠલ એવા રાજાનું બેલવું સાંભળી તેને પ્રતિબંધ આપવા મુનિ બેલ્યા-”હે રાજન! તે સુંદરીઆ જન્મમાં તે તને નહીં મળે, પરંતુ બીજા જન્મમાં પણ તને મળનાર નથી.” “હા! ત્યારે તેને મારી જીવિતેથી ખરેખર ગઇજ!P:આ પ્રમાણે ખેદ પામતા રાજાને પુન: કેવલી મુનિએ કહ્યું:-“હે રાજન ! પ્રત્યક્ષ રાક્ષસી જેવી એ ચાલી ગઈ તેથી શું શોક કરે છે? એ તો પોતાની મેળે
ગથી (શીંગડાથી) સાંકળ ઉતર્યા જેવું થયું. વળી તે ભૂપ! તને યાદ છે ? એક વખતે તને વિષયુક્ત બીજે એણે આપ્યું હતું, તેથા તું વ્યાકુળ થઇ ગયા હતા, પણ તું ચરમ શરીરી હેવાથી મરણ ન પામે. પછી બીજી વાર એણે પીરસવાના વખતે તને ઠો હતો
Page #147
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૧૪૧
અને વળી તને જાહેરમાં જણાવીને તે ચાલી ગઇ, એટલે તુ· લાકમાં હાંસીપાત્ર થયા. ઇત્યાદિ એના સાક્ષાત્ દુષ્કૃત્યા જોઇને પણ હે રાજન્ ! હજી પણ તુ તેનામાં આસક્ત થઇ શું મુઝાય છે ? કેમ કંઇ સમજમાં નથી ? સાક્ષાત્ કાળરાત્રિ જેવી એ જેને ઘેર જરો, તેને પણ તે અત્યંત કષ્ટ આપનારી થશે. નૈમિત્તિકે તેના જન્મ વખતે કહેલ હકીકત અધી યથાર્થ બનવાની છે,તેથી તેની ખાત્રી માટે હે રાજન્ ! હવે પછીનુ એનું વૃત્તાંત સાંભળ.-પાતાલસુદરી છ માસ સુધી નાના પ્રકારના દ્વીપામાં અન‘ગદેવની સાથે સ્નેહ સહિત ક્રીડા કરશે.
હવે ગીતશાસ્ત્રમાં કુશલ અને મધુર સ્વરવાળા સાથ વાહના સુકંઠ નામના એક કાણા મિત્ર છે, તેની સાથે નિર'તર ધ્રુવર સબધી અશ્કરી કરતી તે કાઇ કોઇવાર કામિવકારનાં વાકયા આલશે અને પછી અવસર મેળવીને સ્વચ્છંદ પ્રકૃતિવાળી તે આસ્તે આસ્તે આગળ વશ્રીને એકાંતમાં તે મુકડની સાથે કામક્રોડા પણ કરશે. પછી “ આ સાવાતુ જીવતા હરી ત્યાં સુધી સુકની સાથે સ્વચ્છ રતિવિલાસ કદી પણ ભાગવી શકાશે નહીં, માટે એને કઇ રીતે મારી નાખું, ' એવી તે કૃતઘ્ર સ્વભાવવાળી અને ઉપકારી સાથે વાહન પણ મુરૂ ચાહનારી પેાતાના મનમાં વિચાર કરશે, પછી એક દિવસે રાત્રે શરીરચિંતાને માટે વહાણના પ્રાંત ભાગે ગયેલા તે વિશ્વાસુને આસ્તેથી તે સમુદ્રમાં નાખી દેશે. ત્યારપછી વહાણ જ્યારે દૂર જશે, ત્યારે કપટથી પાકાર કરો અને શ્યામ મુખ કરીને નાવિકાને આ પ્રમાણે કહેશે કે–“ શરીરચિતાને માટે ગયેલા હું નિ:પુણ્યાના પતિ, કંઇક પગ સ્ખલિત થવાથી હમણાજ એકાએક સમુદ્રમાં પડી ગયા. માટે વહાણેને અહી થ‘ભાવીને સત્થર મારા પ્રાણપતિની તપાસ કરી. જે તેને સમુદ્રમાંથી બચાવશે તેને હું મનાવાંછિત આપીશ. ” આ પ્રમાણેનાં તેનાં વચના સાંભળી નાંવકા પણ ઉત્સાહ સહિત તેને સમુ૬માં જોવા લાગશે, પણ તે દૂર પડેલ હેાવાથી અમૂલ્ય રત્નની માફક
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪ર
યુગાદિદેશના. તેને શેધી (મેળવી) શકશે નહિ. તે વખતે “ હા ! જીવિતેશ્વર ! હા ! નાથ ! હા! હૃદયવલ્લભ ! હા! આશાવિશ્રામ ! હા ! રૂપમન્મથ! હવે તું કયારે દર્શન દઈશ? હે પ્રિય ! મારે એક તારૂં જ શરણ હતું, તે અકસ્માત મને કેમ મૂકી દીધી?” આવી રીતે માયામુક્ત થઈને તે વખતે તે વિલાપ કરશે. પછી પ્રીતિપાત્ર એવા એ મારા પ્રાણપ્રિય
જ્યાં સુધી અતિ દૂર ચાલ્યા ન જાય, ત્યાં સુધીમાં તેની પછવાડે સમુદ્રમાં પડીને હું તેની સહચારિણી થાઉં.” આ પ્રમાણે કહીને સંભધિમાં પડવાની તે બેટી તૈયારી કરશે અને જેટલામાં તે પડવા જશે તેટલામાં નાવિક લેકે તેને કહેશે કે હે દેવી! અકસ્માત તમે અમને અનાથ શા માટે કરો છો દૈવયોગે સાર્થવાહકદી ગયા (મરણ પામ્યા તે તમે હવે સાથે શા (સ્વામિની) થાઓ.” આ પ્રમાણે સાર્થિક લકેના કહેવાથી તે પણ આ ઈષ્ટ અને વૈદ્યો પદિષ્ટ જેવું મનમાં માનતી હર્ષથી માનપૂર્વક તે કબૂલ કરશે. પછી સાથિકેએ મળીને સ્વામિની બનાવેલી એવી તે વહાણેને આગળ ચલાવરાવતી જુદા જુદા દ્વીપિમાં ફરશે. દાન અને માન વિગેરેથી સાથિંકલેકેને તે પ્રસન્ન કરશે અને નિ:શંક થઈ સુકની સાથે તે સ્વેચ્છાથી વિલાસ કરશે. પછી ઇંગિતવેદીપણુથી સુકંઠ જાણી લેશે કે “અવશ્ય આ પાપિ એજ સાથે અને સમુદ્રમાં નાખી દીધો જણાય છે. યુવાન, ધનિક, રૂપ, સૈભાગ્ય અને ઔદાર્ય ગુણથી શોભાયમાન અને અત્યંત અનુરક્ત મ નવાળા એવા રાજા અને સાર્થનાયકે સારા અલંકારાદિ આપવાવડે બહુવાર સત્કાર કરતાં પણ દુર્જન સ્વભાવવાળી અને કૃતઘ એવી આ પાપિણુએ જ્યારે તેમને પણ તજી દીધા, તેની થઈ નહીં, તો એક સામાન્ય, રૂપ અને લાવણ્ય રહિત તથા નિધન એવા મારી તે એ કદી થવાનીજ નથી. કાનમાં નાખેલ સળીની માફક એને સ્ત્રીકાર કરતાં કે ત્યાગ કરતા બંને વખત એ પાપિની ચેડા કાળમાંજ
૧ ભાવતું હતું ને વૈદ્ય કહ્યું.
Page #149
--------------------------------------------------------------------------
________________
યુગાદિદશના.
૧૪૩ મને મહા અનર્થકારી થશે. આ પ્રમાણે દોષ સમજવાથી સુકડ પણ હૃદયથી વિરક્ત થઈ મીઠું બોલવામાં કુશળ વતેતો સત બાહ્યભાવથી તેની સાથે વિલાસ કરશે
હવે સમુદ્રમાં પડેલે સાર્થવાહ પુણ્યયોગે ફલક (પાટીયું) પામીને તરતો તરતે કેટલેક દિવસે સિંહલદ્વીપે નીકળશે. ત્યાં મિષ્ટ જળથી અને અતિ પકવ ફળોથી સ્વસ્થ શરીરવાળે થઇને તે આ પ્રમાણે મનમાં વિચાર કરશે કે –“અહો! હુ એકાંત અનુરક્ત, ત્યાગી (દાતા), ભેગી અને લક્ષ્મીને ભંડાર છતાં એ દુષ્ટાએ મને કેવી દુરવસ્થાએ પહોંચાડ્યો? તે પ્રીતિ, તે મીઠાં વચને, તે ઔચિત્યાદિ સત્યારે, અહા! આ પાપનીએ તે બધું એકી સાથે નષ્ટ કર્યું. જેનો સ્વીકાર કરતાં મેં પિતાના કુળ અને શીળની મલિનતાની અને લોકનિંદાની પણ દરકાર ન કરી તેનું આવું ચરિત્ર! જે પુરૂષ અમાવાસ્યા
ની રાત્રે બધા તારાઓની સંખ્યા કરી શકે તે પુરૂષ પણ રસીઓના રાનું પ્રમાણ સ્પષ્ટ (સમ્ય) રીતે કરી શકતો નથી. નાના પ્રકારના સ્થાનમાં રહેલા દોને પરસ્પર ન જોઈ શકનારા માણસો પર દયા લાવીને વિધાતાએ સ્ત્રીના મિષથી તેનેજ એક ગોણસ્થાન (વાત્તસ્થાન) બનાવ્યું લાગે છે. તે મુક્તિમાં પણ અતિ વક્ર એવી તે સ્ત્રીઓની હયાતી હોય તે ઠોક (મેક્ષમાં પણ સ્ત્રીઓની હયાતી હોય તે ઠીક) એમ જેઓ ચાહના કરે છે, તે પુરૂષ આખે જોતાં છતાં પણ જાત્યંધ છે, એમ મારું માનવું છે. અથવા તો હે આત્મા! બીજાના દોષ જેવા કરતાં તે પોતે જ નિર્દોષ થઈ જા. કારણ કે ઉષાનહથી જેમના પગ સંયુકત છે, તેમને બધી પૃથ્વી ચામડાથી મઢેલી જ છે. મિત્રહ, કૃતતા, ચેરી, વિશ્વાસઘાત અને પરસ્ત્રીગમન-આ પાંચે મહાપાપ મે કર્યો છે, અને તેથી જ તેનું આવા પ્રકારનું દુ:ખરૂપફળ મેં તરતમાંજ મેળવ્યું છે. કારણ કે અતિ ઉગ્ર પુણ્ય અને પાપનું ફળ અહીંજ પ્રાપ્ત થાય છે અથવા રાજાને કેહ કરનાર જે હું તેને એણે હ કર્યો તે તો યોગ્ય જ થયું છે. કારણ કે જે જેવું કામ કરે છે, તે તેવું ફળ પામે
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૪
યુગાદિદેશના. છે. આ પ્રમાણે વિચાર કરતા અને શુદ્ધ ધર્મબુદ્ધિવાળે તે લેગેથી વિરક્ત થઈને ચારણમુનિની પાસે ત્યાંજ દીક્ષા અંગીકાર કરશે. પછી તીવ્ર તપ તપતાં નાસિકાના અગ્રભાગપર દૃષ્ટિ રાખીને શુભ આશયથી તે ત્યાંજ કાયોત્સર્ગમાં સ્થિત થશે. - હવે કેટલાક દિવસે પાતાલસુંદરીના વહાણે દેવગે તેજ કીનારાપર આવશે. ત્યાં વહાણમાં બેસનારા લેકે ધન પાણી લેવાને માટે નીચે ઉતરશે, તે વખતે સ્વેચ્છાથી વિલાસસુખ મેળવવાને ઈચ્છતી પાતાલસુંદરી સુકંઠની સાથે સ્નેહપૂર્વક રમતી રમતી વિવિધ વૃક્ષોની શ્રેષ્ઠ છાયાવાળી કુસુમાકર નામના ઉદ્યાનમાં પ્રવેશ કરશે. કૌતુક સહિત તે બગીચાની શોભા જોતાં કાયોત્સ
માં નિશ્ચળ રહેલા અનંગદેવર્ષિ સુકંઠના જોવામાં આવશે. તે વખતે પિતાના પૂર્વના સ્વામી અને મિત્રને જેવાથી સરલ આશયવાળે તે મનમાં પ્રમોદ પામી તેમના ચરણમાં મસ્તક રાખી તે મુનિને વંદન કરશે. મુનિ પણ પિતાના પૂર્વ મિત્રને જોઈ મનમાં હર્ષ પામી તરત કાત્સગ પારીને તેને બેલાવશે. તે વખતે પાતાલસુંદરી વૃક્ષની આડે રહીને તેને જોઈને વિચાર કરશે કે “અહા ! એને સમુદ્રમાં નાખી દીધો હતે છતાં પણ તે તે હજી જીવે છે. તે હવે આ વૈરી સુઠ અત્યારે એની પાસેથી મારું દુષ્કત જાણુને જેટલામાં નાવિક લેકેની અંદર મને ઉઘાડી ન પડે, તેટલામાં એ દુષ્ટને અહીંજ મૂકીને ખરેખર હું મારા સ્વાથ સાધી લઉં! કારણ કે પાણી આવ્યા પૂર્વે કરેલે સેતુબંધ જ વખણાય છે. પછી તે એકદમ દરીઆ કાઠે જઇને “અરે! લેકે ! વહાણમાં બેસીને સત્વર ભાગે. કેમકે યુમ જેવો ભયંકર રાક્ષસ મારી પેઠે આવે છે, તે પાપી સુકને તે એકકેળી કરીને ખાઇયે, અને હું મહાકઝે પુણ્યયેગે અહીં આવતી આવી છું.” આ પ્રમાણે આકસ્મિક ભય ઉત્પન્ન કરીને અત્યંત ઉત્સુક
૧ જુઓ ! ઘડીમાં વહાલો હતા તે વેરી થઈ ગયો.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૫
યુગાદિદેશના. એવી તે તેની સાથે તરત નાવમાં બેસીને વહાણને હકરાવશે. પછી બીજા દ્વીપમાં જઈને કેઈ મેટા નગરમાં વહાણ વિગેરે બધી બાહ્ય વસ્તુઓને સંવરી લેશે (વેચી નાખશે). અને ત્યાં નટ વિટ લેકેની સાથે સ્વેચ્છાથી નાના પ્રકારના ભેગ ભગવતી પાતાલકુંદરી વેશ્યાપણાને પામશે. પછી અભક્ષ્યના ભક્ષણથી અને અપેયના પાનથી પુષ્કળ પાપ ઉપાર્જન કરો મરણ પામીને તે નારકી થશે અને ત્યાં મહા દુખે ભેગવશે.
હવે અહીં અનંગદેવમુનિના મુખથી પાતાળસુંદરીના તથાપ્રકારના દોષ જાણુને સુકંઠ ભેગોથી નિવૃત્ત થઈ ત્યાંજ ચારિત્ર લેશે. પછી તે બને મુનિ નિરતિચાર ચારિત્ર પાળીને સ્વર્ગે જશે અને ત્યાંથી એક અવતાર (ભાવ) કરી મોક્ષે જશે.
હે રાજન ! હ કરવાવાળી અને સ્વચ્છેદચારિણી એવી તે પિતાની મેળે ચાલી ગઈ છતાં હજી પણ તું તેને પ્રાપ્ત કરવાને ઇચ્છે છે, તો તેવા પ્રકારની તારી મૂઢતાને ધિક્કાર છે! તે આનું ચરિત્ર સાંભળ્યું, તે તે પ્રમાણે બધી સ્ત્રીઓનું ચરિત્ર એવું જ જાણી લે. કારણ કે એક દાણે જોતાં આખી હાંડલીની પરીક્ષા થઈ જાય છે. આ પ્રમાણે સર્વ લલનાઓ દોષના પ્રવેષરૂપ (ઉદુષણરૂપ) છે, માટે હે રાજન ! સ્ત્રીયાદિક ઉપરના વ્યાહને સર્વથા તછ દઈને શીધ્ર આત્મહિત સાધવા તત્પર થા.” આ પ્રમાણેના સર્વાના વાયરૂપ સુધારસના સ્વાદથી સજાને સીવ્યામોહરૂપ વિષને આવેગ તરતજ શાંત થઈ ગયો. તેથી એવા પ્રકારનું સ્ત્રીચરિત્ર જાણીને વિષયોથી વિરક્ત થઈ રાજાએ તે કેવલી ભગવંતની પાસે તરતજ દીક્ષા ગ્રહણ કરી. પછી વધતા વૈરાગ્યના રંગવાળા અને નિ:સંગ હૃદયવાળા તે મુનિ શુભધ્યાનથી સાતમે દિવસે કેવલજ્ઞાન પામ્યા, સવજ્ઞ થયેલા તે રાજર્ષિ ઘણા વર્ષો સુધી ભવ્યજીવોને પ્રતિબંધીને સર્વ કર્મને ક્ષય થતાં અનુકમે પરમ પદને પામ્યા.
૧ ૦
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૬
યુગાદિ દેશના.
“
“ હે વત્સા ! આ પ્રમાણેનું સ્ત્રીઓનું ચાપલ્ય સમજીને તેને આધીન એવા કામભેગાથી હવે વિરામ પામે, ધ્રુવ અને મનુષ્યના મનેાવાંછિત સુખા અનેકવાર ભગવ્યા છતાં આ જીવ જરા પણ સતુષ્ટ થતા નથી. સ્વપ્નમાં અનુભવેલા વિષયા જેમ અત્યારે સ્મૃતિ-માત્ર છે, તેવીજ રીતે પૂર્વ ભાગવેલા વિષયા પણ આગળ ઉપર સ્મૃતિશેષજ રહે છે. નર અને અમરપણામાં ઘણીવાર વિષયે ભાગવ્યા છતાં પણ બહુ ખેદ્યની વાત છે કે પ્રાણીઓ માહુના વાથી તે વિષયાને જ્યારે મળે છે ત્યારે અપૂ ( પૂર્વ નહિ પ્રાપ્ત થયેલા ) જ માને છે. કહ્યું છે કે:
“વત્તા ય ામમોળા, જાજમળતું રૂ સવમોળા; अपुव्वंपित्र मन्न, तहवि अ जोवो मणे सुकं.
,,
૮૬ ઉપભોગ સહિત અન’તકાળ સુધી કામભોગા પ્રાપ્ત થયા છતાં પણ આ જીવ મનમાં તે સુખને અપૂજ માને છે. ” હે વત્સ ! પૂર્વે અગારદાહક જેમ પાણીથી સંતુષ્ટ (તૃપ્ત ) ન થયા, તેમ જીવને અ નંતકાળથી કામભેગા મળ્યા છતાં તે તેનાથી તૃપ્ત થતા નથી. તે અં ગારદાહકનું દૃષ્ટાંત આ પ્રમાણે છે:~
“ કાઇક અગારદાહક ઉનાળામાં પાણીને ઘડા સાથે લઇને અંગારા બનાવવાને માટે નિર્જળ અરણ્યમાં ગયા. ત્યાં તે આમ તેમ ફરી ઘણાં લાકડાં છેદી બપારે જુદા જુદા ઢગલા કરીને ખાળવા લાગ્યા. તે વખતે ભમવાથી, મહેનતથી, લૂ ( ગરમ પવન ) થી અગ્નિની પાસે રહેવાથી, ભય'કર ગ્રીષ્મૠતુના અનુભાવથી અને દુ:સહુ આતપ ( તડકા ) થી અત્યંત તૃષાકાંત થયેલે અને શરીરમાં વ્યાકુળ થયેલા તે કુંભમાં લાવેલુ' પાણી મધું પી ગયા, છતાં લેશ પણ તે સ્વસ્થતા ( શાંતિ ) ન પામ્યા. તેની તૃષા જરા પણ શાંત ન થઈ. પછી ભ્રમિત દૃષ્ટિથી તે ચારે બાજુએ પાણી જાતેા સુઇગયે અને
૧ કાયલા બનાવનાર.
Page #153
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૧૪૭ આર્તધ્યાનના વશથી સ્વપ્નમાં પોતાને નગરે ગયો. ત્યાં તૃષાત એ તે પિતાના નગરના તમામ ઘરમાંનું બધું પાણી પી ગયે, છતાં વોને તેજ તુષિત રહેવાથી બધી વાવ, કૂવા અને સરેવનું જળ પણ પી ગયે, છતાં તેલથી જેમ અગ્નિ અતૃપ્ત રહે, તેમ તે જળથી પણ જ્યારે તેની પિપાસા શાંત ન થઈ, ત્યારે તે બધી સરિતાઓ અને સમુદ્ર પણ પી ગયે, તથાપિ તુષિત રહી પાણીની શોધમાં ભમતાં ભમતાં તેણે મરુસ્થલ (મારવાડ) માં અતિ ઉંડા જળવાળો એક કવે છે. ત્યાં લાંબી લતાએ વડે કુવામાંથી ખેંચી કહાલા દર્ભના પૂળામાંથી ઝરતા જળના બિંદુઓને તે તૃષાની શાંતિને માટે જીભ થી ચાટવા લાગ્યો.” હે વત્સ! હવે આ દષ્ટાંતને તાવાર્થ સાંભળો -“વાવ, કૂપ, સરોવર, નદી અને સમુદ્રનું તમામ પાણું પીતાં પણ શાંત ન થયેલી તેની તૃષા દર્ભના અગ્રભાગથી ટપક્તા પાણીનાં ટીપાં ચાટવાથી જેમ શાંતિ ન પામે, તેમ સમુદ્ર સદશ સ્વગના ભેગથી જે અતૃપ્ત રહ્યા તે પછી કુશાગ્રના જળ સમાન મનુધ્યના ભાગેથી તમે કેમ પ્તિ પામી શકશે?” પુન: પ્રભુએ કુમારને સંસારની અસારતા.ભિત સિદ્ધાંતના સારરૂપ ઉપદેશ આપ્યો તે આ પ્રમાણે –“હે ભવ્ય ! પ્રતિબંધ પામે ! શા માટે પ્રતિબોધ પામતા નથી ? કારણ કે વ્યતિકાત થયેલી રાત્રિઓની જેમ પુન: મનુબ્દભવ પામ સુલભ નથી. જુઓ-કેટલાક પ્રાણુઓ બાલ્યાવસ્થામાં જ મરી જાય છે, કેટલાક વૃદ્ધ થઈને મરે છે અને કેટલાક ગભમાં રહ્યા રહ્યાજ ચવી જાય છે. જેમ સીંચાણે તીતરપક્ષીને છળીને તેના પ્રાણનું હરણ કરે છે, તેમ કાળ મનુષ્યનું જીવિત હરી લે છે. જે મનુષ્ય માતપિતાદિકના મેહમાં મુગ્ધ થાય છે, તેને પરભવમાં સુગતિ સુલભ નથી. તેથી દુર્ગતિગામનાદિકના ભયને જોઈને સદાચરણું એવા ભવ્યજીએ સર્વ આરંભથી વિરમવું જોઈએ. જે મા
૧ આ ઉપદેશ શ્રીસૂત્રકૃતાંગસૂત્રના વૈતાલિક અધ્યયનમાં છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૮
યુગાદિદેશના. ણીઓ આરંભથી વિરમતા નથી, તેઓ સ્વકૃત કર્મોના ઉદયથી નરકાદિક દુગતિમાં પરિભ્રમણ કરે છે. કેમકે કરેલાં કર્મો ભેગાવ્યા વિના જીવ મુક્ત થઈ શક્તો નથી. દેવતાઓ, ગંધર્વો, રાક્ષસ, અસુરો, - લચરે અને સર્ષાદિક તેમજ રાજાએ, સામાન્ય માણસે, શ્રેષ્ઠીઓ અને બ્રાહ્મણે એ બધાને દુખિત થઈને પોતપોતાના સ્થાનને ત્યાગ કરવો પડે છે. આયુષ્યને ક્ષય થયે તે પોતપોતાના કર્મ સહિત પ્રાણી અકાળે તાડ વૃક્ષપરથી ગુટેલા ફળની જેમ મરણ પામીને કામગથી અને સ્વજન પરિવારથી વિખુટે પડે છે. દેવગતિમાં અનુત્તરવિમાન સુધીનાં સુખ ભેગવતાં પણ જ્યારે તમને તૃપ્તિ ન થઈ આ મનુષ્યના તુચ્છ સુખથી તમે શું તૃપ્ત થવાના હતા? સર્ષની જેમ સદા ભયંકર, સમુદ્રના ચંચલ તરંગની માફક ક્ષણભંગુર અને પરિણામે દારૂણ એવા વિષયેને જાણુને તેમાં આસક્ત ન થાઓ. વિષયરૂપ માંસમાં લુખ્ય મનવાળા પ્રાણીઓ - ગાંધ, પરવશ, સ્થિતિ વિનાના પિતાના હિતથી પરિચુત (ભ્રષ્ટ) અને હતાશ થઈ બહુધા નાશ પામે છે. શ્રેષ્ઠ વીણુ અને વાંસળી વિગેરે વાછત્રના શ્રુતિ સુખદાયક શબ્દોમાં (સ્વરમાં) આસક્ત થઈ મૂઢ મનવાળા અનેક પ્રાણીઓ મૃગલાની જેમ નાશ (મરણ) પામે છે. શૃંગારના વિચારથી મનહર અને સુલલિત હાવભાવ તથા વિલાસથી પરિપૂર્ણ (પુટ) એવા રૂપમાં દષ્ટિ સ્થાપીને પ્રાણીઓ પતંગની માફક વિનિપાત (ભરણ) પામે છે. સરસ આહારના અભિલાષી અને માખણ, મદિરા, મધ અને માંસનું ભક્ષણ કરનારા પ્રાણીઓ બિડિશના માંસમાં લુબ્ધ બુદ્ધિવાળા મીન (માછલી) ની માફક મૃત્યુ પામે છે. શ્રેષ્ઠ કુસુમના આમદ (સુગંધ) માં મેહિતા થયેલા અને ગંધમાં અતિ લુબ્ધ થયેલા પ્રાણીઓ ભમરાઓની માફક વિનાશ પામે છે; છતાં મૂઢ મનવાળા છ સમજતા નથી. મૃદ અને મનહર સ્પર્શમાં આસક્ત, દોષ તથા ગુણને નહીં જાણનારા, સદા આલસ્યવાળા તથા રમણી (સ્ત્રી)ના રોગથી વ્યાહિત મન
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૯
યુગાદિદેશના. વાળા એવા અજ્ઞ પ્રાણીઓ ગજની જેમ (સંસારના બંધનમાં બંધાઈ જાય છે. ઇત્યાદિ અઠ્ઠાણું કાવડે અઠ્ઠાણુ પુત્રને પ્રતિબોધ આપીને પ્રભુએ તેમને વૈરાગ્યવાસિત કર્યા પછી ભગવંતની વાણીને વિચાર કરતાં તે બધા જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. તેથી જાણે ગઈ કાલેજ ભેગવેલ હેય, તેમ પૂવે ભેગવેલા દેવતાઓના સુખનું તેમને સ્મરણ થયું. એટલે તેઓ ચિંતવવા લાગ્યા કે –“સર્વાર્થસિદ્ધ કવિમાનમાં જે અતુલ સુખસંપત્તિ છે, તે એકાંત અને અત્યંત એવા મેક્ષસુખની વાનકી જેવી છે તે કયાં, અને નવ પ્રવાહ (દ્વાર)થી વહેતી દુર્ગધથી બિભત્સ શરીરવાળા એવા મનુષ્યોને આ તુચ્છતર (અત્યતે તુચ્છ) એ સુખાભાસ કયાં! ” આ પ્રમાણે જ્ઞાન થવાથી પૂર્વે ઘણા કાળ સુધી અનુત્તર વિમાનનું સુખ ભગવેલું હોવાથી આ ભાવના તુચ્છ વિષયમાં તેમનું મન લેશ પણ રજા ન રહ્યું. કહ્યું
"अविदितपरमानन्दो, विषयसुखं मन्यते हि रमणीयम् ; तस्यैव तैलमिष्टं, येन न दृष्टं घृतं क्वापि."
પરમાનંદની જેમને ખબર નથી, તેજ પ્રાણી વિષયસુખને રમણીય માને છે. જેણે ઘી (વ્રત) કયાં પણ જોયું કે અનુભવ્યું નથી, તેનેજ તેલ પ્રિય લાગે છે. તેઓ સ્વર્ગમાં અહમિંઢપણે નિત્ય સુખ ભોગવતા લાંબે વખત રહેલા હતા તેથી તેમના હૃદયમાં ભારતની આજ્ઞાને આધીન એવું રાજ્યસુખ કિચિત પણ રૂક્યું નહિ
"क्रीडिता ये चिरं हंसा, निर्मलाम्भसि मानसे; तेषां रूचिर्न सेवाल-जटिले खातिकाम्भसि." .
જે હસેએ નિર્મળ જળવાળા માનસરોવરમાં લાંબે વખત કીડા કરી છે, તેમને સેવાલથી વ્યાસ એવા ખાઈના પાણીમાં કદી
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૫૦
યુગાદિદેશના પણ નિજ થાય. પછી પ્રવધમાન છે શુદ્ધ ભાવ જેમને એવા તે સ્વામિપુત્રે હાથ જોડી ભગવંતને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે “હે નાથ! આ સંસારમાં જન્મ, જરા, મરણ અને રેગથી પ્રાણી ત્યાં સુધી જ પીડાય છે, કે જ્યાં સુધી તમારી વાણીરૂપ શુદ્ધ રસાયનનું તે સેવન કરતો નથી. હે તાત! ચાર ગતિના દુ:ખરૂપ આતપ આત્માને ત્યાં સુધી જ તપાવી શકે છે કે, જ્યાં સુધી તમારા ચરણરૂપ વૃક્ષની શીતલ છાયાને તે મેળવતો નથી. હે ભગવન! જ્યાં સુધી ભવ્ય છ જંગમ કલ્પવૃક્ષ એવા તમને પામતા નથી, ત્યાંસુધી તેઓ દુઃસ્થિત થઈને સંસારમાં પરિભ્રમણ કરે છે. હે સ્વામિન! તમે તારવાવાળા છતાં જે ભવ્ય જીવ સંસારસમુદ્ર તરી શકતા નથી, તેમાં મહામેહનું પ્રબળ માહાયજ કારણભૂત છે. ભરતક્ષેત્રનું અખિલ ઐશ્વર્ય ભલે ભરતેશ્વર ભેગવે, અમે તે હવે આત્મહિત કરનારી એવી દિક્ષાનેજ અંગીકાર કરશું.” આ પ્રમાણે વિષયથી ઉગ પામી અત્યંત વૈરાગ્યયુક્ત થઈ, તૃણની માફકરાજ્યને ત્યાગ કરીને તરત જ તેમણે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી અને ગ્રત લીધા પછી થડા વખતમાંજ ક્ષપકશ્રેણિપર આરૂઢ થઇને ઘાતિકર્મના ક્ષયથી તે સ સર્વજ્ઞ થયા (કેવલજ્ઞાન પામ્યા છે. ॥ इति श्री तपागच्छाधिराजश्रीसोमसुन्दरमूरिपट्टप्रभाकरगच्छनायकश्रीमुनिसुन्दरमरिविनेयवाचनाचार्यसोममण्डनगणिकृतायां श्रीयुगादिजिन
देशनायां चतुर्थ उल्लासः ॥
Page #157
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના
૧૫૧
पञ्चम उल्लास.
અનંત સિદ્ધિવાળા, સમાનદષ્ટિવાળા, સુવર્ણ સમાન વર્ણવાળા જેમને સર્વ દુસ્તમ અસ્ત થયેલ છે અને જે સર્વ પ્રકારના વિષાદથી રહિત છે એવા નવીન આદીશ (ત્રષભદેવપ્રભુ) તમને સપત્તિની પ્રાપ્તિ નિમિત્ત થાઓ.
હવે પિતાના ૯૮ બંધુઓ ભગવંત પાસે ગયા. એમ ચરપુરૂષના મુખથી જાણુને ખેદ પામી ભરતેશ્વર આ પ્રમાણે વિચાર કરવા લા:–“ઐશ્વર્યથી ઉન્મત્ત થયેલા ચિત્તવાળા એવા મેં સેવાને ઉદ્દેશીને સામાન્ય માણસની જેમ આ ભાઈઓને પણ બોલાવ્યા, તેથી ખરેખર! દુભાઈને તેજસ્વિપણાથી તે બધા મારું અનૈચિત્ય કહેવાને પિતાની પાસે ગયા. અહો ! દેવ અને અસુરોની સભામાં બેઠેલા તાત પણ તેમના મુખથી આ મારૂ અનૈચિત્ય સાંભળીને મનમાં જરા ખેદ પામશે અને મોટા ભાઇએ રાજ્યના લાભથી કનિgબંધુઓને તેમના રાજ્યની બહાર કહાડી મૂક્યા. એ રીતે પિતાછે અને દેવતાઓ પણ મનમાં સમજી લેશે. આયુધશાળામાં ચકના અપ્રવેશરૂપ હેતુથી મંત્રી સામે એ પ્રેરણા કરાયેલા મેં ખરેખર! તે ખોટું કર્યું. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
"बालभावाल्लधिष्ठाभेन चलन्त्यग्रजाज्ञया;
तथापि स शुभान्वेषी, परूषं तर्जयेन्न तान्." “નાના ભાઈએ બાલભાવથી કદાચ મોટાભાઇની આજ્ઞા પ્રમાણે ન ચાલે, તથાપિ શુભાન્વેષી એવા તેણે કઠોર રીતે તેમની તજના ન કરવી. )
૧ અજ્ઞાનાંધકાર.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫ર
યુગાદિદેશના. "अतितर्जना न कार्या, शिष्यसुहृद्भुत्यसुतकलत्रेषु;
दध्यपि सुमथ्यमानं, त्यजति स्नेहं न सन्देहः."
“શિષ્ય, મિત્ર, ચાકર, પુત્ર અને સ્ત્રી-એમની અતિ તજના ન કરવી. કારણ કે બહુ વલોવતાં દહીં પણ સ્નેહ (સ્નિધતા) અને થવા માખણને તજી દે છે. અર્થાત અતિ તજના કરવાથી નિસહ સ્નેહનો લોપ થાય છે. માટે હવે તાતની પાસે જઈ તેમને સમજાવીને અહીં લઈ આવું અને પિતાતાના રાજ્યપર તેમને પાછા સ્થાપું.”
આ પ્રમાણે વિચારીને ભરતે અષ્ટાપદપર જઈ ઝડપભદેવ સ્વામી (તાત) ને નમસ્કાર કર્યો અને ભાઈઓની પાસે પિતાને અપરાધ ખમાવ્યું. પછી કહ્યું કે –“હે બંધુઓ! રાજ્યમાં પાછા આવીને વિવિધ પ્રકારના સુખ ભેગવતા સતા તમારા મોટા ભાઇની લ
ક્ષ્મીને તમે કૃતાર્થ કરે.” આ પ્રમાણે વડિલ બધુ ભરતે બોલાવ્યા છતાં રાગદ્વેષરહિત અને નિસંગ એવા તેઓ બેલ્યા પણ નહિ. એટલે ખરેખર ! એ મારાથી દુભાયા છે, તેથી મારી સાથે બેલતા નથી. એમ માનીને દુ:ખાગ્નિથી બળતા ભરતને સ્વામીએ આ પ્રમાણે વચનામૃતનું સિંચન કર્યું -“હે રાજન ! એઓ તારાથી દુભાયા છે, એવી શંકા લાવી તુ ખેદ ન પામ, કારણ કે આ મહર્ષિ મહાત્માઓ રોષ અને તેને વશ નથી. કહ્યું છે કે –
"शत्रौ मित्रे तृणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि
मोक्षे भवे च सर्वत्र, समचित्ता महर्षयः." “શને મિત્ર, તુણને સ્ત્રી, સુવર્ણ ને પત્થર) મણિ ને માટી, માક્ષ અને સંસાર–આ બધી વસ્તુઓમાં મહાત્માઓ સમાન ચિતવાળા હોય છે, અર્થાત સમભાવી હોય છે. માટે પાપ રહિત અને સમતારૂપ સુધારસમાં જેમનું મન મન થયેલું છે એવા એમને રાજ્યસંપત્તિની કે મનહર વિષયની કિચિત પણ તૃષ્ણ નથી. એટલું જ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૭.
યુગાદિદેશના. નહિ પણ જેઓ આહાર પણ માત્ર સંયમના નિર્વાહ માટેજ ગ્રહણ કરે છે, તો એ સંસારના અંકુરરૂપ એવા વિષયેથી શી રીતે મેહિત થાય? પ્રભુના આ પ્રમાણેના વચનામૃતથી રાગદ્વેષથી રહિત, સંસાર સુખમાં નિ:સ્પૃહ અને તાતના ઉપદેશથી સંયમી થયેલા સવ બંધુઓને જાણીને ભરતભૂપતિએ તે સર્વને નમસ્કારપૂર્વક વદના કરી.
પછી વ્રતના પકવાન અને ચેખા, દાળ પ્રમુખ ભેજન નાના ભાઇઓને આપવાને માટે ભરતે રયાઓ પાસે મગાવ્યું. તે ભરત રાજાએ પોતાને હાથે આપતાં છતાં આ અષણીય (અકલ્પનીય) છે એમ કહી તેઓએ તેની તરફ દૃષ્ટિ પણ ન કરી. એટલે આ મહાત્માએ મારૂં આપેલું ભોજન પણ શા માટે નહિ લેતા હોય?” આ પ્રમાણે ચિંતામગ્ન ભૂપને પુન: જગદ્ગુરૂ કહેવા લાગ્યા:-“હે - જન્ ! આ તો રાજપિંડ છે, તેથી તે તો કપેજ નહીં, પણ અન્યપિંડ હેય છતાં તે અભ્યાદત (સામે લાવેલે) પિંડ હેય તે તે પણ સાધુએને કપે નહિ.” આ પ્રમાણે ભગવંતના વચન સાંભળીને ભરત ખેદ સહિત વિચાર કરવા લાગ્યો કે “અહો અત્યારે પિતા અને ભાઈઓએ, હું અયોગ્ય હોવાથી ખરેખર સર્વથા મારે ત્યાગ કર્યો જણાય છે, તેથી આ મારૂં અભુત રાજય પણ વધ્ય વૃક્ષની જેમ નિફળ છે. કારણ કે જે રાજ્ય આહારના દાનથી પણ ભાઈઓને ઉપયોગી નથી. ખરેખર ! સાધુરૂપ સત્પાત્રના દાનરૂપ આલંબન વિના આટલા બધા પરિગ્રહ અને આરભના ભારથી હું પતિત થઈ ગયો છું! કહ્યું છે કે
" नरकं येन भोक्तव्यं, चिरं तत्पापपूर्तये;
नियुक्ते तं विधी राज्ये, बहारम्भपरिग्रहे."
જેને ચિરકાળ નરક ભોગવવું છે, તેને તેટલા પાપની પૂર્તિને માટે બહુ આરંભ અને પરિગ્રહવાળા રાજ્યમાં વિધાતા જેડી દે છે.”
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫૪
યુગાદેિશના.
મારા કરતાં તા જેમનું આપેલુ' ભેાજ્ય વજ્રાદિ શ્રમણા (સાધુ)ના ઉપયાગમાં આવે છે, તેવા સામાન્ય પુરૂષાને પણ ધન્ય છે.”
આવી રીતે અત્યંત ખેદ થવાથી જેનુ* મુખ નિસ્તેજ થયેલું છે એવા ભરત ભૂપતિને જોઇને તેના પેઢ દૂર કરવા માટે સુરે, પ્રભુને આ પ્રમાણે પૂછ્યુ કે “ હું સ્વામિન! અવગ્રહ કેટલા છે? અને તેના દાનથી ફળ શુ’!” આવા પ્રશ્ન સાંભળી પ્રભુ મેલ્યા કે:- હે સૌમ્ય! અવગ્રહ પાંચ કહેલા છે. તે આ પ્રમાણે:-મેરૂ પર્વતની ૬ક્ષિણ દિશામાં સૌધર્મેદ્રના અવગ્રહ અને ઉત્તર દિશામાં ઈશાને”દ્રના અવગ્રહ-એ પ્રથમ દેવેદ્રાવગ્રહ કહેવાય છે. ચક્રવર્તીનું છે ખરું . પૃથ્વીનું સ્વામીપણુ ́ છે તેના બીજો અવગ્રહ, સ્વદેશના રાજાના ત્રીજો અવગ્રહ, શય્યાતર (મકાનના સ્વામી) ના ચેાથેા અવગ્રહ અને સામિ સાધુ કે જે પહેલાં આવીને રહેલા હોય તેમના પાંચમા અવગ્રહુ સમજવે, તે પાંચ પાતપાતાના અવગ્રહનું દાન આપતાં ઇજ઼ાથસિદ્ધિને પામે છે. ” તે વખતે સાધર્માધિપતિએ પ્રમુદ્રિત થઇને ભગવ’તને આ પ્રમાણે કહ્યું કે:— હે નાથ! સવ શ્રમણ મહાત્માતે મારા સર્વ અવગ્રહની હું અનુજ્ઞા આપુ છું.” આ પ્રમાણે સાંભળતાં ભરતેશ્વરને વિચાર થયો કે: હું પણ સાધુઓને મારા અવગ્રહની અનુજ્ઞા આપું, કારણકે એટલું કરતાં પણ હું... ધન્યતા ચાઉં!” પછી પેાતાના અવગ્રહની અનુજ્ઞાથી થનાર પુન્યના ફળની આશાથી ભરતે કાંક અંત:કરણમાં પ્રમુદ્રિત થઇ ભગવતને કહ્યું કે:- હું તાત! છ ખંડ ભરતભૂમિમાં સત્ર નિર્દેશક થઇને સાધુ મહાત્માઓ પાતાની ઇચ્છા પ્રમાણે વિચરે. એવી રીતે હુ મારા અવગ્રહની તેમને અનુજ્ઞા આપુ છું. પરંતુ હે તાત! આ ભાજનનુ હવે મારે શું કરલુ!” ભગવત ખેલ્યા:- હે રાજન! શુદ્ધ ધર્મ અને ક્રિયામાં ઉદ્યુક્ત હોય, સ્વલ્પ આર્’ભ અને પરિગ્રહવાળા હાય, પાંચ અણુવ્રતને ધારણ કરનારા હોય અને જેઓ સવ ચારિત્રને ઈચ્છતા હેાય એવા
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૫
યુગાદિદેશના. શ્રમણપસકે (શ્રાવકે) પણ સત્પાત્ર કહેવાય છે.” (અહીં ભગવીતે તે અન્ન શ્રાવકેને આપવાનું સૂચવ્યું છે.)
પછી પ્રભુની વાણીથી શ્રદ્ધાયુક્ત થઇને નરાધિપ ભરત કેઈનું પણ નિવારણ કર્યા સિવાય સર્વ શ્રાવકેને દરરોજ ઉત્તમ ઉત્તમ ભેજન જમાડવા લાગ્યા. પછી રસસહિત આહારની લાલચ (આસક્તિ) થી આસ્તે આસ્તે ઘણું લેકે દંભ (પટ) થી શ્રાવક બનીને પૂર્વ ને શ્રાવકમાં ભળતા ગયા એટલે તેની સંખ્યા વધી પડી. એક વખતે મનમાં કંટાળે લાવીને રસોઇયાઓએ ભરત મહારાજાને વિનંતિ કરી કે:-“હે દેવ ! સંખ્યામાં ઘણું વધી જવાથી આ શ્રાવકે હવે જમાડી શકાતા નથી. તે સાંભળી તાત્કાલિક બુદ્ધિશાળી એવા રાજાએ દાનશાળાના રસ્તા ઉપર સૂક્ષ્મ બીજ વિખેરીને શ્રાવકેની પરીક્ષા કરી. પછી જેઓ પરીક્ષામાં પાસ ન થયા, તેમને રાજાએ શ્રાવકેથી પૃથક (અલગ) કર્યા અને જેમાં પાસ થયા તેમના હૃદય ઉપર કાકિણી રત્નથી ત્રણ ત્રણ રેખાનું ચિન્હ કર્યું. પછી દર છ છ મહિને રાજા નવા શ્રાવકેની પરીક્ષા કરતા અને તેમાં જે પાસ થતા તેમને પુન: નિશાની કરતા હતા. આ પ્રમાણે ખરા શ્રાવકે દરરોજ ભરતચીને ત્યાં ભોજન કરતા હતા.
ચકીની પ્રેરણાથી નિતો માન રાતે પીતHન્મદિનમદિનતમે છતાયા છે, ભય વધ્યા કરે છે, માટે આત્મગુણને તમે મા હણે મા હણે આ પ્રમાણે રાજાને સાવધાન કરવા માટે તેઓ પ્રતિદિન બેલતા હતા. સર્વદા એ પ્રમાણે બોલવાથી શુદ્ધ શ્રાવકધર્મમાં સ્થિત એવા તેનું અનુક્રમે માહનારે એવું નામ પ્રસિદ્ધ થયું. શ્રાવના અનુષ્ઠાનગતિ ભરતેશના બનાવેલા વેદને ભણતાં અને ભણાવતાં તેઓ શ્રાવકધર્મને વિસ્તાર કરવા લાગ્યા. આ પ્રમાણે તેમના વશમાં ઉત્પન્ન થયેલા (બ્રાહ્મણ) અનુક્રમે સૂત્ર (સુતર)ની
૧ જે ખરા શ્રાવકે હતા તે તેના પર ન ચાલ્યા. બીજા ચાલ્યા. ૨ બ્રાહ્મણ
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૬
યુગાદેિશના.
જમાઈને ધારણ કરનારા થયા. સુવિધિનાથ ભગવતના તી સુધી તા તેઓ મહા આસ્તિક હતા, પરંતુ સુવિધિનાથ અને શીતલનાથ ભગવંતના આંતરામાં કાળના પ્રભાવથી પચેપમના ચેાથા ભાગ જેટલા કાળ સાધના વિચ્છેદ્ર થયા. તે વખતે સાધુઓના ભાવથી લાકા આ માહનાને ધમ ભાગ પૂછવા લાગ્યા. કેટલાક વખત સુધી તા તેઓએ યથા માગ કહ્યા, પણ પછીથી આસ્તે આસ્તે સાધુઓના અભાવથી નિરંકુશ બની ગયેલા તેઓ, સદા પોતાના સંતાનના મુખનિર્વાહની કામનાથી સુવર્ણ, ગાય, ભૂમિ અને બીજી પણ પ્રિય વસ્તુ માહુનાને દાનમાં આપવાથી મહાધમ થાય છે. ’ એ રીતે ભાક લોકોને સ્વેચ્છાથી કહેવા લાગ્યા, અને પોતે પરિગ્રહ અને આરંભમાં મગ્ન તથા અબ્રહ્મ ( મૈથુન ) માં આસકત હોવા છતાં પોતામાં બ્રહ્મબીજપણ હોવાથી તેઓ પાતામાં પાત્રપણ સ્થાપન કરવા લાગ્યા. મુખ્ય લેાકેાને ઠગવાને માટે પેાતાને ઇષ્ટ એવાં દાન, ક્રિયા અને આચાર ભિત નવા શાસ્રા તેઓ પેાતાની ઇચ્છા મુજબ રચવા લાગ્યા. સાધુઓના અભાવ હેાવાથી અજ્ઞ લાક તેમને સદ્ગુરૂ તરીકે માનવા લાગ્યા. કારણ કે વૃક્ષ વિનાના દેશમાં એરડા પણ મોટા વૃક્ષ સમાન માન પામે છે ( મનાય છે ). મુગ્ધ લોકો તેમના વચનને વેઢપદની માફ્ક સત્ય માનવા લાગ્યા. જન્માંધ માણસને ખેડુતે બતાવેલા માર્ગમાં પણ શું સદેહ હાય અર્થાત્ નજ હેાય. ’ આ પ્રમાણે રફતે રસ્તે તે માહુા જિનમતના દ્રોહુ કરનારા થઇ પડ્યા. ‘ સ્વામી વિનાના રાજ્યમાં શુ કોટવાળ ચાર નથી થતા ( ચારી નથી કરતા ) ? –
આ રીતે પ્રથમ પ્રભુના અઠ્ઠાણુ પુત્રીના ભરતે પ્રતિષેધ કર્યો તેનુ' વર્ણન કર્યું, હવે બાહુબલિના પણ તેણે કેવી રીતે પ્રતિષેધ કર્યા તે સખથી વૃત્તાંત કહેવામાં આવે છે.
૧ પ્રથમ સુવણૅની, પછી રૂપાની અને પછી સૂત્રની થઇ.
Page #163
--------------------------------------------------------------------------
________________
યુગાદિદશના.
૧૫૭ એક દિવસે રાજાએ, અમારી સાથે શે, શ્રેષ્ઠીઓ, નટલેકે અને ભાટલેકેથી સેવાતા અને રાજસભામાં બેઠેલા શ્રી ભરતેવરને નમસ્કાર કરીને સેનાપતિએ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામિન ! ચક હજી પણ આયુધશાળામાં પ્રવેશ કરતું નથી.” તે વખતે ભરત આ પ્રમાણે બોલ્યા “ભરતક્ષેત્રમાં મારી આજ્ઞા ન માનતા હોય એ હજી પણ કર્યો વિરોધી વીર (મોટે શત્રુ ) જીતવો બાકી રહી ગયો છે ?” તે સાંભળી વૃદ્ધ અમાત્ય બે –
હે દેવ! પ્રતાપમાં સૂર્ય સમાન એવા તમારે ભરતક્ષેત્રમાં મનુષ્ય કે દેવ કે પણ જીતવા લાયક જેવામાં આવતો નથી. છતાં દેવતાઓથી અધિતિ એવું ચક્ર આયુધશાળામાં પ્રવેશ કરતું નથી તો કંઇક વિચારવા જેવી બાબત છે. અથવા તો ઠીક અત્યારે સાંભર્યું. બલિષ્ટના બળને દબાવનાર અને મહુલીદેશના સ્વામી એવા તમારા નાનાભાઈ બળવાન બાહુબળિ હજી પણ તમારી આજ્ઞા માનતા નથી. એક બાજુ આપની સર્વ સેના હેય અને એક બાજુ એક બાહુબળિ હેય, તે પણ આખા તિશ્ચક સાથે સૂર્યની સમાનતા ન થાય, તેમ સમાનતા થઈ શકે એવું નથી.
પૃથ્વી પર આપ મહાબલવાન સ્વામી છે, અને સ્વર્ગમાં ઇંદ્ધિ સ્વામી છે; પરંતુ હે દેવ! અત્યારે તે તે તમો બને કરતાં મહાબાહુ (જબરજસ્ત) છે, “ખરેખર આ એક ન છતાતાં ભરતભૂમિમાં મેં શું જીત્યું ?” એમ માનીને આ ચક લજ્જિત થઇ આયુધ શાળામાં પેસતું નથી, એમ હું ધારું છું. સાઠ હજાર વર્ષ સુધી સંગ્રામ કરી સમગ્ર રાજાઓને સાધનારા (વશ કરનાર) એવા તમારી જે ના ભાઈ આવી રીતે અવહીલના કરે તો લેકમાં તમારી હાંસી થાય એ ઉઘાડી વાત છે.” કહ્યું છે કે –
" स्वेष्ववज्ञास्पदं तन्व-नाज्ञैश्वर्यं परेषु यत् नरोऽनास्तृतखबार्बो-लोचवद्धस्यते जनैः, "
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૮
યુગાદેિશના.
“ પલંગ ઉપર કંઇ પણ પાથર્યા વિના તેના માથા ઉપર ચદ્રવા માંધનાર માણસની જેમ, પાતાના સબંધીઓમાં અવજ્ઞા ( અપમાન) પામતા છતાં પર શત્રુ ) ઉપર આજ્ઞાનુ ઐય ચલાવનાર માણસ લેાકેામાં હાસ્યાસ્પદ્મ થાય છે, ”
આ પ્રમાણેની અમાત્યની ગિરા ( વાણી ) થી પ્રેરાયેલા અને નાના ભાઇના દુવિનયથી દુભાયેલા તથા વૈરભીર હોવાથી સામભેદથીજ નાના ભાઈને વશ કરવાને ઇચ્છનારા ભરતે દૂતકળાને સારી રીતે જાણનાર એવા સુવેગ નામના દૂતને શિખામણ આપી સારા પરિવાર સહિત બાહુબળ પાસે માયા. તે વખતે ઉઠતાં પહેલાંજ એને જમણી છીંક થઇ, રથપર ચઢતાં વસ્ત્રના છેડા ખીલામાં ભરાયા, ‘આ કાય કરવામાં દેવ અવળુ છે' એમ જાણે કહેતુ હાય તેમ રસ્તે જતાં તેનું વામ ( ડાબું ) નેત્ર વારંવાર કવા લાગ્યુ, અશુભસૂચક હિરણા જમણી બાજુએથી ડાબી બાજુએ ઉતાવળથી ઉતર્યાં, કને સૂચવનારી દુર્ગા તેની ડાબી બાજુએ ઉતરી, તેના ગમનને રોકવા માટે જાણે દેવે આજ્ઞાજ આપી દીધી હોય, તેમ લાંખા કાળા સ તેની આગળ થઇને આડા ઉતર્યો. આવા પ્રકારના વિઘ્નને સૂચવનારા અપશુકનાથી સ્ખલના પામ્યા છતાં સ્વામીના આદેશમાં અત્યંત કાલજી રાખનાર સુવેગ જરાપણ અટકયા વિના ચાલતા થયા.
રસ્તામાં યમરાજની રાજધાની સમાન ભયકર અને વાલ તથા સિ’હાર્દિકથી વ્યાસ એવી વિશાલ અઢવીઓનુ ઉલ્લુ'ઘન કરીને પછી સર્વત્ર અતિશય બળવાન એવા માહુબલિ રાજાની અન્યાયની અગલા તુલ્ય આજ્ઞાથી મૃગલાએ પણ જ્યાં એક પગે ઉભા થઇ રહ્યા છે, સર્વાં ગામ, પુર, પત્તન અને ` જ્યાં સમૃદ્ધ (સમૃદ્ધિમાન ) છે અને સુખ (શતિ) તથા સૌ (સ્વસ્થ) રાજ્યથી જેવિકસિત (ષિ ત) છે એવા મહુલી દેશમાં તે આભ્યા. ત્યાં દરેક ઠેકાણે તે આદિનાથ
Page #165
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
ભગવતની તથા બાહુબળિ રાજાની, પૂર્વક ગાવાળીયાઓથી ગવાતી ગુણાવળીને સાંભળતા, ભરતરાજાના ભયને લીધે અના દેશામાંથી નાશીને જાણે તે દેશના આશ્રય કર્યાં હેાય એવા કોડા સ્વેચ્છાને જોતા, જેમનું દાનજ એક વ્રત છે એવા શ્રેષ્ઠી લેાકેાથી મીઠાં વચન પૂર્વક દાન લેવા માટે વીનવાતા એવા યાચકોને દરેક ગામ અને શહેરમાં અવલેાકતા, ભરતક્ષેત્રના સ્વામી એવા ભરતને પણ ન જાણતા એવા, સુનદાસુત બાહુબલિ નેજ સર્વ જગના સ્વામી તરીકે માનતા અને પેાતાના પ્રાણા આપીને પણ સ્વસ્વામીનું પ્રિય (હિત) કરવાને ઇચ્છતા તથા સદા પ્રસન્ન રહેતા એવા મહુલીદેશના લાકાને રસ્તામાં વારવાર મેલાવતા એવા તે સમૃદ્ધિથી સ્વ પુરી સમાન તથા ખાઇ અને સુવર્ણના ઉંચા કિલ્લાથી પરિવેષ્ઠિત (ઘેરાયેલી) એવી તક્ષશિલા નગરીએ પહોંચ્યા.
'
૧૫૯
ત્યાં વિસ્તીર્ણ છતાં આવતા જતા માણસોથી સાંકડા લાગતા રાજમાર્ગનું અવલાકન કરતા,પરદેશી લોકોએ નાના પ્રકારની વસ્તુઓથી મરેલા અને તે તે વસ્તુઓની રાશિએ રાજાના ભાગ્યાઢયથીજ જાણે અહીં આવી હૈાય એમ દુકાનાને જોઇને કલ્પના કરતા, સારા અલ’કારવાળા, રૂપ અને સૌભાગ્યથી શાભાયમાન અને હાટપર આવીને બેઠેલા જાણે દેવતાએ હેાય એવા મહેલ્યા ( મોટા શ્રેષ્ઠીએ ) ને વિસ્મયસહિત જોતા, રસ્તામાં વ્યાક્ષેપ થવાથી ભૂલી ગયેલ પેાતાના સ્વામીની શિખામણને સભારા એવા વેગ દૂત આસ્તે આસ્તે રાજાના સિંહદ્વાર (મુખ્યદ્વાર) આગળ આવ્યા. પછી જગતમાં અદ્વિતીય બાહુબળવાળા, વિશાલ ઐશ્વર્ય અને સ“પદાવાળા, અકૃત્રિમ (સ્વા ભાવિક ) તેજની શાભાથી સૂર્યની જેવા દુપ્રેક્ષ્ય દુ:ખે જોઈ શકાય એવા), કુમાર, અમાત્ય, સામત અને સાથે રોા જેના ચરણ સેવી રહ્યા છે એવા, રારે બાજી પેાતાના સેવકાને માયાળુ નજરથી જોતા એવા તથા શત્રુરૂપ કંદનું નિકંદન કરનારા એવા ચુનંદાના નંદન
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૬૦
યુગાદિદેશના ની આજ્ઞાથી સભામાં દાખલ થયેલા સુવેગે પૂર્વ વર્ણવેલા એવા બાહુબલિ રાજાને પ્રણામ કર્યા.
આ મારા ભાઈને માણસ છે.” એમ જાણી સ્નેહા દરિથી જેતા બાહુબળિએ ઉતાવળથી તેને આ પ્રમાણે પૂછયું:- હે ભદ્ર! ચતુરગણી સેના અને ચકથી જેણે સર્વ રાજાઓને તાબે કર્યા છે અને લાંબે વખત દિગ્વિજય કરીને અયોધ્યામાં આવેલા છે તથા સ્ત્રી પુત્ર અને પૌત્રાદીથી જે પરવરેલા છે એવા વિજયવંત માર મોટા ભાઈ ભરતેશને કુશળ છે ?” આ પ્રમાણેને પ્રશ્ન સાંભળી પિતાના સ્વામીને ઉત્કર્ષ અને શત્રુઓને અપકર્ષ કરવાની ઇચ્છાવાળે, જેને ભ માત્ર ગળી ગયો છે એ અને બોલવામાં ચાલાક એવે સુવેગ કહેવા લાગે કે-“હે રાજન ! જેની આજ્ઞારૂપ વજપંજરને આશ્રય લેનારા એવા માણસનું યમરાજ પણ કઈ વખતે અનિષ્ટ કરવાને સમથ નથી, તો સમુદ્રત વસુધાના સ્વામી એવા તમારા મેટા ભાઈના અભદ્ર (અશુભ) ની તે શંકા પણ કયાથી સંભવે? દિવ્યાત્રા કરીને લાંબે વખતે ઘેર આવેલા તેમણે મળવાની ઉત્કંઠાથી નાના ભાઈઓને સુપૂર્વક બેલાવ્યા હતા પણ તેઓ મોટા ભાઈનું કઇક અનુચિતપણું મનમાં ક૯પાને રાજ્યને ત્યાગ કરી પિતાજીની પાસે ગયા અને તેમણે તરતજ દિક્ષા અંગીકાર કરી લીધી. તેમના વિયેગાગ્નિથી તે અત્યારે મનમાં બહુ જ સંતાપ પામે છે, તે તમે
ત્યાં આવીને સ્વસમાગમરૂપ જળથી તેને શીતલ (શાંત) કરો. તમે તેના સગા ભાઇજ છે અને અત્યારે તેના સાપભ્ય (ગુ) પણ છે, હે રાજન ! ચકીના આખા રાજ્યની અંદર ભાઈ તરીકે આંધળાની લાકડી સમાન તમે એકજ છે. બંધુઓના વિયોગથી વ્યથિત થતા મેટા ભાઈને મળવાને માટે તમારી ત્યાં આવવાની અત્યંત રાહ જેવાય છે. કહ્યું છે કે
" स निःस्वोऽपि प्रतिष्ठावान्, सेव्यते यः स्वबन्धुभिः, तैः समृद्धोऽप्यवज्ञातः, प्रतिष्ठां तु न विन्दति."
Page #167
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૧૬૧
“
“ જે પેાતાના અડધુઓથી સેવાય છે, તે નિધન છતાં પ્રતિષ્ઠાવાળે છે, અને જે સમૃદ્ધ ( શ્રીમાન ) છતાં બંધુએથી અવજ્ઞા પામે છે તે પ્રતિષ્ઠાને પામી શકતા નથી. ” વળી ઇંદ્રની જેવા તેજસ્વી અને અખંડ શાસન ( હુકમ ) વાળા એવા ભરતેશના તેની સેવા કરનારા સર્વ રાજાઓએ બાર વરસ સુધી નિર’તર અસાધારણ ઉત્સવપૂર્વક છ ખંડ ભરતના ઐશ્ર્વર્યના અભિષેક કર્યા, તેને શુભ પ્રસ`ગે પણ સવ ઔચિત્યમાં કુશળ છતાં તમે લઘુ બધુ ત્યાં ન આવ્યા તેથી કેટલાક લેાકેા તમારા અને વચ્ચે પરસ્પર લહુ છે. ’ એવી શકા કરે છે. અને તે હકીકત હે રાજન !મિત્રાના હૃદયમાં અત્યંત દાડુતુલ્ય છે અને પરતે વિશ્વ જોઇને સતુષ્ટ થનારા શત્રુઓના મનને સતાષકારક થયેલ છે. માટે હે ભૂપતે ! સાર્વભૌમ એવા તે વિલ 'ધુની પાસે તરત આવીને તેની સેવા કરો, કે જેથી શત્રુઓના મનોસ્થા મનમાંજ વિલય પામે. વિજ્ઞ, દાતા, તેજસ્વી, ન્યાયનિષ્ઠ, લક્ષ્મીના ભડાર એવા મેાટા ભાઇને જો તમે સ્વામી તરીકે સ્થાપા, તા તે ખરેખર ! સુવર્ણ અને સુગધ જેવું થાય. વળી સાર્વભૌમપણાથી પણ જો એની સેવા કરશે તેા તે સેવા માટાભાઇ ઉપરના વિનય અને સ્નેહને લેાકેામાં પ્રકાશિત કરો. વળી એનુ અપમાન કરતાં તેમની સાથે ભ્રાતૃભાવ હોવાથી એ મારૂ અપ્રિય નહિ કરે; એમ પણ મનમાં સમજશે! નહિ, કારણ કે સગ્રામના પ્રસંગમાં સ્વજનસમ’ધ ગણાતા નથી. જે સ્વામીના રોષ અને તેાત્રનુ ફળ સાક્ષાત્ જોવામાં આવે, તેવા સ્વામીની આહિતૈષીએ ( પેાતાનું ભલું ચાહનારાએ) તા રાદા આરાધના ( સેવા ) જ કરવી, વિરાધના કદી પણ ન કરવી. સગ્રામમાં સમગ્ર રાજાને લીલામાત્રથી જીતીને ક્ષુદ્ર હિમવત તસુધી એણે ભારતભૂમિ સાધી લીધી છે, અને અયસ્કાંત મણિ જેમ લેખડને ખેચે તેમ પ્રકૃષ્ટ પુણ્યથી ખેચાયેલા મનુષ્યા, સુર અને અસુરો સેવા કરવાને
૧૧
Page #168
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. ભરતેશ્વરની પાસે આવે છે. મનુષ્ય અને દેવે તે દૂર રહે પણ પિતાનું અધ આસન આપવાથી સધર્મેદ્ર પણ પ્રમોદથી તેનું બહુમાન કરે છે. ગર્વથી તેની અવજ્ઞા કરનાર સૈન્યસહિત રણસં. ગ્રામમાં તેના સૈન્યરૂપ સમુદ્રની ભરતી આવતાં સાથવાના ચૂર્ણની મુઠીની જેમ ઉડી જાય છે. આખી પૃથ્વીને લાવયમાન કરતા એવા જેના હાથીઓ, અવ, રથે અને સુભટે સમુદ્રના કલોલની માફક કેનાથી અટકાવી શકાય તેમ છે? એકદમ આવતી સંખ્યાબંધ શત્રસેનાને અટકાવવવાને તેને એક સુષેણ સેનાપતિ પણ સમર્થ છે. જેણે લીલામાત્રમાં સર્વ શત્રુઓને પરાજિત કર્યા છે એવું જેણે મૂકેલું ચકાયુધ કાળચક્રની માફક આવતું કેનાથી રોકી શકાય તેમ છે? વાંછિત સર્વ વસ્તુઓના ઢગલારૂપ અને ભાગ્યથી આકર્ષાયેલ એવા નવે નિધાન સદાકાળ તેમના પગની નીચે સંચરે છે. તેથી હે રાજન! કણ કટક છતાં પણ પરિણામે હિતકારી એવું મારું કહ્યું જે તમે માનતા હે, તે એકાગ્રભાવથી ત્યાં આવીને તે સામ્રાટ ની સેવા કરો. તમે મારે સ્વામીના લઘુ બંધુ છો માટે સ્નેહથી આ પ્રમાણે કહેવું પડે છે. હવે તમને ભાસે (ઉચિત લાગે) તેમ કરે. કારણ કે બુદ્ધિ કર્માનુસારિણી છે.”
આ પ્રમાણેનાં સુવેગતનાં કેમળ અને કર્કશ વચને સાંભળીને. ઋષભસ્વામીના પુત્ર બાહુબલિ રાજા આ પ્રમાણે કહેવા લાગ્યા કે
હે સુવેગ. સર્વાગ સંપૂર્ણ છતાં બહુ દૂર રહેનાર પિતાના સંબંધીના કુશળ સમાચાર તેમની પાસેથી આવેલ માણસને પૂછવા એ દૂષણરૂપ નથી. બીજું લેભાર્ત ચિત્તવાળા એ ભરતને નાના ભાઈઓ પ્રતિને સ્નેહ તો તેમના રાજ્ય ગ્રહણ કરવાવડેજ જણાઈ આવ્યું છે, તો આ તારાં મૃષાવચથી શું વિશેષ છે? અન્ય અન્ય રાજ્ય ગ્રહણ કરવામાં વ્યગ્ર હોવાથી તે મોટાભાઈએ આટલે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૩
યુગાદિદેશના. વખત સુધી નાના બંધુઓનાં રાજ્ય ન લીધાં, એમ મારું માનવું છે. કારણ કે અન્ય રાજ્ય ગ્રહણ કરવારૂપ વ્યાપારને અભાવ થતાં બીજા આહારના અભાવમાં જઠરાગ્નિ જેમ આંતર ધાતુઓને પણ ગ્રહણ કરે છે, તેમ તેણે અત્યારે તે ભાઇઓના રાજ્યો લઈ લીધાં છે. મોટાભાઇએ તુછતા કર્યા છતાં મોટાભાઈની સાથે યુદ્ધ કેમ થાય?? આ પ્રકારના દાક્ષિણ્યથીજ નિભી થઈને તે નાનાભાઈઓએ દીક્ષા અંગીકાર કરી લીધી છે. હું તે લે ભરહિત 'કૃતિવાળે અને દા. શિષ્યવાળે નથી. અણ એવે તારે સ્વામી અત્યંત લેભાભિભૂત થયેલ જણાય છે કે જેથી પિતાએ આપેલ આ મારા રાજ્યને પણ તે છીનવી લેવાને તૈયાર થયા છે. પણ હે ભક! તેમ કરવાથી તે પોતાના ઘરના ઘીથી પણ અવશ્ય ભ્રષ્ટ થશે. નાનાભાઈઓના રાજ્યોને લઈ લેવાથી જ એણે કુટુંબમાં લહરો છે, તે હવે હું તેની સાથે કલહ કરું તો તેમાં મારે શું દોષ છે? તે તુજ કહે. નાનાઓ જે પતાનાપર મેટાને અકૃત્રિમ સ્નેહ જુએ, તો ગાયની પછવાડે વાછડાની જેમ તેઓ તેમની પાછળ પાછળ ફર્યા કરે, પણ ભરતને તે સ્નેહ નથી. વળી પ્રથમ તીથેશ, પરમ બ્રહ્મસ્વરૂપ અને સ્વર્ગ માક્ષના સાક્ષીરૂપ એવા એક પિતાજ અમારા સ્વામી છે. કિંતુ મિથ્યાભિમાની અને ધાન્યના કીટ સમાન ભરત અમારા સ્વામી એવી કિંવદંતી પણ અમારા હૃદયમાં બ્રીડા (લજજા) ને વ્યામોહ ઉત્પન્ન કરે છે. હવે તે કદિ ભ્રાતૃસ્નેહથી પણ હું એની સેવા કરૂં તે પણ ખરેખર લેકના મુખે ઢાંકણું ન હોવાથી આ ચકીપણુથી એને સેવે છે” એમ બેલતા તેઓ શી રીતે અટકી શકે? સંગામના પ્રસંગમાં સ્વજનસંબંધના અભાવથી તે કદાચ મારા રાજ્યને સહન નહિ કરશે, તો તેનું આવું છ ખંડનું રાજ્ય હું પણ સહન કરીશ નહિ. હું માનું છું કે સેનાપતિ જેમ સર્વ રાજાઓને લાંબે વખતે જીતીને તે ઐશ્વર્ય પોતાના સ્વામીને આપે, તેમ મારા માટેજ એણે આટલું ઐશ્વર્ય ઉપાર્જન કર્યું છે. કહ્યું છે કે --
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૪
યુગાદિદેશના.
“ ઇનિતાયા નિમાયૈ:, ત્રિયો મોત્તા મવેરવ, दलितेक्षो रदैर्दुःखा-ज्जिह्वैवाप्नोति तद्रसम्.
19
“ ભાગ્યરહિત પુરૂષાએ કષ્ટથી ઉપાર્જન કરેલ લક્ષ્મીના ભાગવનાર બીજોજ થાય છે. દાંત કષ્ટથી શૈલડીને ચાવે છે, પણ તેના રસ ( સ્વાદ ) તેા છભનેજ મળે છે. ” તારા રાજાની જેમ જો હું તૃષ્ણાત્ત થઇને ભ્રમણ કરૂં, તા માહિમવંત પર્યંત સુધી ભૂમિને સાધી શકું, પરંતુ નિબળ પુરૂષાપર દિલમાં દયા હોવાથી તથા સ્વરાજ્યના મુખમાં સ`તુષ્ટ હાવાથી બીજા રાજ્યોને ગ્રહણ કરવામાં હું ઉઢાસીનતાજ ધારી બેઠા છેં. લાભથી પરાભવ પામેલા એવા હજારા રાજાએ ભલે તેની સેવા કરે, પરતુ સંતુષ્ટ મનવાળા એવા અમે તેની શા માટે સેવા કરીએ ? જો કે દીન વચન ખાલીને, નમીને અથવા વારવાર બીજાની ખુશામત કરીને માટુ· રાજ્ય પણ મેળવી શકાય, પરંતુ તેવા રાજ્યનુ... અમારે કશું પ્રયેાજન નથી. તાતના ચરણમાં ભક્તિમાન હેાવાથી સાધર્મેદ્ર, તેમના આદ્ય ( પ્રથમ ) પુત્ર હોવાને લીધે ભરતનું બહુમાન કરે છે, પણ તેના વીય કે એયના ગુણાથી તે તેનુ બહુમાન કરતા નથી. તેના અલ ( સૈન્ય ) રૂપ સમુકુમાં ખીજા રાજા સૈન્યસહિત ભલે સાથવાની મુઠી જેવા થાય; પણ હું તે ત્યાં તેજથી દુ:સહુ એવા વડવાનલ થઇશ. સેવકા રાજાને વખાણે, માતા પુત્રને વખાણે અને યાચક દાતાને વખાણે, છતાં તેથી તે પ્રતિષ્ઠાપાત્ર થતા નથી, જે પોતે નપુસફ જેવા છે, તેના સેનાપતિ, આયુધ અને ગાદિ મળનું વર્ણન કરવુ, તે અધની પાસે દીવાના ઉદ્યત કરવા જેવું નિષ્ફળ છે. શૂરપુરૂષોને સેનાદિ આડંબર તે શાભામાત્ર છે. રસ ગામમાં ચડતાં તે પેાતાના પ્રચંડ બાહુદડ નેજ હૃદયમાં સહાયકારક માને છે. મારા ભાઈના બાહુમળને તેા હું
(
૧ ભરતે તે સુહિમવંત સુધીજ સાધી છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૫
યુગાદિદશના. પહેલેથી જ જાણું છું. કારણ કે બાલ્યાવસ્થામાં ક્રીડા કરતાં હું તેને સેંકડેવાર આકાશમાં ઉડાડતો હતો, અને પછી “અરે આ બિચારો મુ ” આ પ્રમાણે દેવતાઓના કહેવાથી નીચે પડતાં હું દયા લાવી તેને બે હાથથી અધર ઝીલી લેતો હતો. અત્યારે તે એશ્વર્યથી આ
ચ્છાદિત થઈ ગયેલ છે, તેથી તે બધું ભૂલી ગયો હોય એમ મને લાગે છે કે જેથી તે આ પ્રમાણે મને આજ્ઞા કરે છે. આટલા તેના ઐશ્વર્યાને જે હું સહન કરૂં છું, એજ મારી સેવા છે. કારણ કે વાઘની પાસે તો એવુંજ મોકલવું, કે જેનું તે ભક્ષણ ન કરે. હવે છેવટે કહું છું કે, વી. રાભિમાની ભરત જે મારી સેવાને ઇચ્છતા હોય, તે એકવાર પિતા ની વીરવૃત્તિ સંગ્રામમાં મને બતાવે. માટે હે સુવેગ ! તુ વેગથી જઈને તારા સ્વામીને કહે કે, કેસરીસિંહ જેમ પલાણ ન સહે, તેમ બાહુબળિ તમારૂં શાસન (આશા) સહન કરતું નથી.”
કમાણે, અમાત્ય અને સામાએ શોર્યથી સંગ્રામને સૂચવનારી એવી પિતાને સ્વામીની વાણી હર્ષોલ્લાસપૂર્વકજ કબુલ કરી લીધી.
હવે પિતાના સ્વામીની આજ્ઞાથી ક્રોધાયમાન થયેલા છતાં અંગરક્ષકેએ તેને જીવતે જવા દીધે. એટલે સુવેગ કંઈક વૈર્ય પકડીને તરતજ સભામાંથી ઉઠી ચાલતો થયો. રસ્તે ચાલતાં તેણે આ પ્રમાણે નાગરિકેનું પરસ્પર બલવું સાંભળ્યું: આ નવે પુરૂષ કેણુ છે? એ ભરતને દૂત છે. તે ભરત કેણુ? બાહુબલિનો મોટેભાઈ. ત્યારે તે અત્યારે કયાં છે? અયોધ્યામાં રાજ્ય ભોગવે છે. તેણે અહીં આને શા માટે એક પિતાની સેવા કરવા બાહુબલિને બોલાવવા માટે. ત્યારે તે દુદેવથી હણાયેલો લાગે છે. કેમકે ત્રણ જગતને જીતનાર પિતાના નાનાભાઈના બાહુબળને શું તે મૂખ જાણતા નથી ? તે અનુભવજ્ઞાન તેને બાલ્યાવસ્થામાં હતું; પણ અત્યારે મીઠું બેલનારા પિતાના માણસેનાં વાક્યોથી ઉત્તેજિત થયેલે તે બધું ભૂલી
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૬
યુગાદિદેશના. ગયે લાગે છે. પરંતુ મીઠી મીઠઃ બેલનારા બધા યુદ્ધમાં ખરેખર ભાગી જશે અને તે એકલે બાહુબલિના બાહુબળની વ્યથા સહન કરશે. અરે વિચારપૂર્વક સુબુદ્ધિ (સલાહ) આપનાર એની પાસે કઈ મૂષક પણ મંત્રી નથી? તેની પાસે તો ઘણુ બુદ્ધિશાળી પ્રધાને છે. ત્યારે આવું પિતાનેજ અહિતકારી કામ કરતાં તેમણે એને વાર્યો કેમ નહિ? અરે ! તેમણે જ આ કામમાં એને પ્રવર્તાવ્યો છે. કારણ કે જે થવાનું હોય છે તે અન્યથા થતું નથી. ત્યારે તે આ મૂઠે ખરેખર આજે સૂતો સિંહ જગાવ્યો છે અને પવનની સામે અર્ચિ સળગાવ્યો છે. બલિષ્ઠ બાહુબલિ સમગ્ર પૃથ્વી જીતવાને સમર્થ છતાં પિતાને ઠેકાણે તે સુખે બેસી રહ્યું હતું, છતાં તેને આવી રીતે તેણે પિતાને શત્રુ બનાવ્યો તે ઠીક કર્યું નથી. આવા પ્રકારની નગરવાસીઓની ઉક્તિ પ્રત્યુકિત સાંભળતા સાંભળતે તે દૂત તક્ષશિલામાંથી સત્વર બહાર નીકળી ગયે.
હવે માગે ચાલતાં તે દૂત આ પ્રમાણે વિચાર કરવા લાગે કે“અહો ! આપણા રાજાએ આ વિચાર વિનાનું કામ આરહ્યું છે! છ ખંડના રાજાઓથી સેવાતાં તેને શું ઓછું હતું કે, વાહનને માટે કેસરીસિંહની જેમ પોતાની સેવાને માટે આને બેલા! અરે પિતાને કશળ માનનારા અને કુલકમાગત એવા તે મંત્રીઓને પણ ધિકાર થાઓ; કે જેમણે પોતાના સ્વામીને અત્યારે આવા અત્યંત દુ:સાધ્ય કામમાં પ્રેર્યો. હવે આ કામ કરતાં અથવા મૂક્તાં બંને રીતે એને શુભકારી થવાનું નથી. કહેવત છે કે “સાપે છછુંદરી પકડી એટલે પછી તેને મૂકે તે આંધળો થાય અને ગળે તે મરી જાય. કહ્યું છે કે
"जइ गलइ गलइ उयरं, पच्चुगालिए गलंति नयगाई, हा विसमा कज्जगइ, अहिणा छच्छंदरी गहिया."
“જો ગળી જાય તે ઉદર ગળે અને બહાર કહાડે તો ને ગળી જાય (નષ્ટ થાય છે. અહા! સાપે છછુંદરી પડ્યાની જેમ કાર્ય
Page #173
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૧૬૭ ની ગતિ વિષમ (વિકટ) થઈ છે. વળી એણે જઈને બને ભાઈએમાં પરસ્પર વિરોધ કરાવ્યું ” આવા પ્રકારને મારે પણ અવર્ણવાદ બેલાશે. માટે ગુણને દૂષણલગાડનાર એવા આ દૂતપણાને ધિક્કા૨ થાઓ.” આવા અનેક સંકલ્પ વિકલ્પથી વ્યાકુળ મનવાળે તે અનુક્રમે અયોધ્યામાં આવીને શ્યામ મુખવડે તે પિતાના સ્વામીને ન. “બાહુબલિ પાસેથી આ અપમાન પામીને આવ્યું લાગે છે? એમ તેનું મુખ જેવાથી સમજી ગયા છતાં મનમાં ક્ષોભ પામ્યા વિના ભરતેશે તેને પૂછ્યું કે “હે ભદ્ર! શાખા અને પ્રશાખાથી વટવૃક્ષની માફક વિસ્તાર પામેલે બલિષ્ઠ બાહુબલિ કુશળ છે ? તે તું કહે, કે જેથી મને હર્ષ થાય.”
આ પ્રમાણે આદસહિત પિતાના સ્વામીથી પૂછાયેલ તે સુવેગ મનમાં જરા સંતોષ પામીને વિનયથી મતક નમાવી કહેવા લાગ્યો કે ખરેખર ચક્રવર્તીના ચક્રને અને ઈદ્રના વજને પણ સેકેલા પાપડની જેમ એક મુઠીમાત્રથી ચૂર્ણ કરી નાખે એવા એ બાહુબલિ છે. પ્રસંગોપાત્ત તમારા સેનાપતિ અને સૈન્યાદિકનું મેં વર્ણન કર્યું, એટલે “એ શું માત્ર !” એમ કહીને દુધથી જેમ નાક મરડે તેમ તે પોતાની ગ્રીવા મરડવા લાગ્યા. પુત્ર, પત્ર અને પ્રપાત્ર વિગેરે કરડે જ્યાં અત્યંત બાહુબળવાળા છે, વળી ખરેખર! પડતા (તૂટી પડતા) આકાશને પણ અટકાવવાને થોભી રાખવાને સમર્થ એવા તેના કુમારે છે. તે વિધિવીર તમારા નાના ભાઇનું અમંગલ (ખરાબ) કરવામાં દેવને દેવ(%) પણ અસમર્થ છે, એમ હું માનું છું.” આ પ્રમાણે તેની કુશળતાને અંગે ચકાએ કરેલા પ્રશ્નને ઉત્તર આપીને પછી બાહુબલિના તે તે પ્રકારના ઉચા નીચા વચનનો વિસ્તાર સ્વામીની પાસે સમ્યગ રીતે તેણે નિવેદન કર્યો. પ્રાંતે આ પ્રમાણે તેનું તને તે કહેવા લાગ્યો કે “ આપની સેવાને માટે કેમળ અને કર્કશ વાકયોથી તેને મેં બહુ કહ્યું; છતાં ગંભીરવેદી હાથી જેમ અંકશને
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬૮
યુગાદિદેશના ન ગણકારે, તેમ તેણે તે માન્યું નહિ. ગર્વથી જેના હાથને નિરંતર ખરજ આવે છે એવા પ્રબળ બાહુદંડવાળે તે પ્રતાપી તમારે નાને ભાઈ અહીં યુદ્ધ કરવાની ઈચ્છાથી આવે તેમ છે, બાકી તમારી સેવા કરવાની ઇચ્છાથી તે આવે તેમ નથી. વળી હે પ્રભે ! અતિ ભક્તિવાળા, તેજસ્વી અને મહા ઉત્સાહી એવા સામંત, રાજાઓ અને સુભટે તેના વિચારથી લેશ પણ ભિન્ન નથી. યુદ્ધમાં શ્રદ્ધાવાળા અને તેજથી જલંત થતા હોય એવા તેના કુમારે શત્રુઓની સાથે વૈર ઉભું કરીને પણ વિગ્રહ કરે તેવા છે. આજીવિકાના કારણથી આધીન વર્તતા એવા સામંત રાજાઓ અને સુભટે તે દૂર રહે, પરંતુ ખરેખર! તેની સઘળી પ્રજા પણ પિતાના પ્રાણ આપીને તેનું ઈષ્ટ કરવાને ચાહે છે. જેઓએ કદી દૃષ્ટિથી પણ તેને જોયેલ નથી એવા છતાં ગુણેથી તેને વશ વર્તતા એવા પર્વતવાસી ભિલ લેકે પણ તમારી સેનાને હણવાને ઈચછે છે. આ તમને ઇષ્ટ હોય કે કદી અનિષ્ટ હોય પણ હું તે સત્ય કહું છું. કારણ કે સેવકેએ સ્વામીને મિથ્યા વાક્ય થી ઠગ (છેતરે) ન જોઈએ. અનુજબંધુનું આવા પ્રકારનું વૃજાત જાણીને હવે તમને રૂચે તેમ (યચિત) કરે. કારણ કે સત્ય વાચાના બેલનારા દૂત હોય છે, પણ મંત્રી હતા નથી.”
દૂતના મુખથી પિતાના લઘુબંધુના આવાં અવજ્ઞાકારક વચને સાંભળીને પણ ખેદરહિત એ નરાધીશ તેને કહેવા લાગ્યો કે“જગતને જીતી શકે એવા અતુલ ક્ષાત્ર (ક્ષત્રિય સંબંધી) તેજવાળા એ નાના બંધુએ બીજા રાજાના શાસનને સહન ન કરવું, એ ખરેખર યુકતજ છે. કહ્યું છે કે – " आलानं शरभः श्रेष्ठः, सिंहोऽन्यश्चापदस्वनम् । जात्यवश्व कशाघातं, सहते यंन कर्हि चित्."
શ્રેષ્ટ એ અષ્ટાપદ આલાનર્થંભને, સિંહ અન્ય સ્થાપ૧ આઠ પગવાળું શ્વાપદ વિશેષ, હાથી કરતાં અત્યંત બળવાન,
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૯
યુગાદિદેશના ના અવાજ (ગર્જના) ને અને જાત્ય ચાબુકના પ્રહારને કદાપિ સહન કરી શકતા નથી. બલિષ્ઠ એવા એ લધુબંધુથી હું સવથા શ્વાધ્ધ (પ્રશંસનીય) છું. કારણ કે એક બાહુ હલકી (ઓછા બળવાળી) હેય તે તેના પ્રમાણમાં બીજી બલિષ્ઠ લાગે (હય) છે. સ્ત્રીઓ, સંપત્તિ, પુત્ર અને સુભટો વિગેરે જગતમાં મળવા સુલભ છે, પણ વિશેષ રીતે આવા બળવાળો બંધુ કયાંય પણ પ્રાપ્ત થઈ શકતો નથી. વળી સેવાને માટે મેં પહેલાં નાના ભાઈઓને જે બેલાવ્યા અને તેઓએ તરત પ્રવજ્યા અંગીકાર કરી લીધી, એ શરમ અદ્યાપિ મારા હૃદયમાં માતી નથી. બળવાન એવા એણે મારી આજ્ઞા આ વસુધાપર વિસ્તૃત પ્રિખ્યાત] છે એમ જે માન્યું, તો પછી આવા ઉચા નીચા વચનેથી ભલે તે મારી અવજ્ઞા કરે. અથવા તે અપરાધ સહન કરતાં લેકે ભલે મને અશક્ત કહે, પણ આ બધુની સાથે હું વિરોધ કરવાને ઇચ્છતું નથી. આ પ્રમાણે કહ્યા પછી પતાના કથનની ગ્યાયેગ્યપણાની ફુટતાને માટે ભારતે સ્નેહરષ્ટિથી સભાસદોના મુખ સામે જોયું. એટલે બાહુબલિની કરેલી અવજ્ઞાથી અને સ્વામીએ બતાવેલી ક્ષમાથી મનમાં દુભાયેલ સુષેણ સેનાપતિ ઉભે થઈને ચકીને આ પ્રમાણે કહેવા લાગ્ય
હે દેવ! દીન, દુ:સ્થ [દરિદ્ર] પીડિત, ભયભીત, અંધ, કુણી (ઠ) અને પંગુ–દયાને લાયક એવા એ સર્વની ઉપર રાજાએાએ ક્ષમા કરવી યુક્ત છે, પણ પોતાના બાહુવીર્યથી ઉછુંખલ અને આજ્ઞાનું અપમાન કરનારા એવા દુષ્ટ બુદ્ધિવાળાઓને તો પ્રજાના હિતમાં તત્પર એવા રાજાઓએ સખ્ત શિક્ષા કરવી જોઇએ. દુષ્ટ બુદ્ધિવાળાઓનું દલન કરવું, સદ્દબુદ્ધિવાળાઓનું પાલન (રક્ષણ) કરવુિં અને આશ્રિતનું ભરણ-પોષણ કરવું એ રાજાઓનું લક્ષણ (તેમને ધર્મ) છે. કહ્યું છે કે
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૭૦
યુગાદિ દેશના.
'शठदमनमशठपालन - माश्रितभरणानि राजचिह्नानि; अभिषेकपट्टबन्धो, वालव्यजनं व्रणस्यापि . "
64
“ શરૂનું ક્રમન કરવું, અશઠ (સરલ) માણસનું રક્ષણ કરવુ અને આશ્રિતનુ′ ભરણપાષણ કરવું, એ રાજાના મુખ્ય લક્ષણા છે. બાકી માત્ર અભિષેક, પટ્ટબધ અને વાલવ્યંજન (ચામર વિંજાવા) એ રાચિહ્ન હોય, તા તે તેા ત્રણ (ગુમડા) ને પણ હેાય છે. અર્થાત્ જળવડે પ્રક્ષાલન, પાટાનુ' બધન અને પ'ખાથી નખાતા પવન, એટલું તે। ત્રણને પણ કરવુ પડે છે.” વળી મેાટા પુરૂષા ધન, સેવક, પુત્ર, મિત્ર, કલત્ર અને છેવટે પોતાના પ્રાણના પણ ભાગ આપીને પેાતાનું તેજ વધારવા ઇચ્છે છે. હે દેવ! જો એમ ન હેાય તેા પેાતાના રાજ્યમાં તમને શી ન્યૂનતા હતી, કે જેથી આટલા મોટા િિગ્વજય તમે કર્યા? પણ તે સ^ વૃદ્ધિને માટેજ કરેલુ છે. માની પુરૂષા શત્રુ તરફના પરાભવના ભયથી કાઈ રીતે પણ પેાતાનું તેજ કાયમ રાખી જીવિતને સુખે તજી દે છે, કારણકે માનનું મૂળ તે સ્વતેજ જ છે. વણિજ્જના જેમ ધનના યાગ (નવુ' મેળવવુ') અને ક્ષેમ (મળેલાનુ ૨ક્ષણ કરવુ’) ના વિચાર કર્યા કરે છે, તેમ મેટા પુરૂષાએ પણ હમેશાં સર્વ ઉપાયથી પોતાના તેજના યોગ ક્ષેમનુ' વિધાન વિચારવુ* જોઇએ. હે સ્વામિન્ ! શીતલ પ્રકૃતિવાળા એવા વાણીયાઓની નરમારા જ વખણાય છે, પણ તેજ:પ્રધાન એવા ક્ષત્રિયા જો નરમાશ રાખે, તા તેઆ તા હાસ્યાસ્પદ થાય છે. તેજસ્વી પ્રકૃતિવાળા પુરૂષથી શત્રુઆ પ્રાય: હંમેશાં ડરતા રહે છે અને મૃદુસ્વભાવી હાય, તે શત્રુઓથી સદા પરાભવ પામે છે. કહ્યું છે કેઃ—
tr
“ तुल्येऽपराधे स्वर्भानु-र्भानुमन्तं चिरेण यत् ; हिमांशुमाशु ग्रसते, तन्त्रदिन्नः स्फुटं फलम् . '
'
Page #177
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૧૭૧
“બંનેના તુલ્ય અપરાધ છતાં રાહુ ચંદ્રમાને વાર‘વાર ગ્રહે છે અને સૂર્યને લાંબે વખતે ગ્રહે છે. એજ નરમાશનું સ્ફુટ (સાક્ષાત્ ) ફળ છે.” હે પ્રભો ! રાજાના મુગટના સ્પર્શ કરતા ચરણવાળા અને તીવ્ર તેજવાળા એવા તમારા એ બાહુબલિ મધુ, રાહુ જેમ સૂર્યના તેજના વિધાતક થાય છે તેમ તમારા તેજના નિશ્ચય વિધાત કરનાર છે. સવ' રાજાએ પુષ્પમાળાની માફક તમારી આજ્ઞા પાતાના મસ્તકે ધારણ કરે અને તે આજ્ઞાને માન્ય ન રાખે, તેથી એ તમારે અનુજ ખંધુ પણ ખરેખર શત્રુરૂપજ છે. પોતાની ભુજાના બળના દૂ (ગ)થી એ તમને તણખલા જેવા ગણે છે. માટે હું વિભા! જો ભારતવર્ષના સમ્રાટ્ ( ચક્રવર્તી) હા, તે આ દુરામા (દુષ્ટ) ને ઠેકાણે લાવા (તાએ કરો). હે સ્વામિન! સવ શત્રુઓને નિષદન (નાશ) કરનાર એવુ' આ ચક્ર પણ આયુધશાળામાં પ્રવેશ ન કરવાવડે મારા કહેલા ભાવનેજ દૃઢ કરે છે, હે ભરતેશ! હું જો કાંઇ અયુક્ત ખેલતા હાઉ”, તેા બુદ્ધિના નિધાન એવા આ અમાત્યા મને ખુશીથી ચુક્તિ પૂર્વક વારે (અટકાવે).”
સેનાનીનુ' આ પ્રમાણેનુ કથન સાંભળીને નીતિજ્ઞ એવા મુખ્ય પ્રધાન ઉડીને સ્વામીને કહેવા લાગ્યા કે હેઢવ! પરાક્રમી, અને સ્વામીભક્ત એવા આ સેનાપતિ ચુક્તજ કહે છે, હે સ્વામિન્! સ્નેહ વિનાના આ લઘુબંધુ ઉપર જે તમારા સ્નેહુ છે, તે વેશ્યાજન ઉપરના સ્નેહ જેવા છે. તેથી હું વિશે! ખરેખર તમે એક હાથથી તાલી પાડવા જેવું કરે છે. મુખે મિશ્ર અને મનમાં દુષ્ટ એવી વેશ્યાએ કરતાં પણ મુખમાં અને મનમાં તેમાં દુષ્ટ એવા આ તમારો કનિષ્ઠ ભાઈ તા તેનાથી પણ વધી જાય તેમ છે. વળી સ` રાજાઓને જીતનાર
૧ રાહુ સાથે ચંદ્ર ને સૂર્ય બંનેને સમાન વૈર છે એમ અન્ય શાસ્ત્રોમાં કથન છે. તેમાં સૂ પ્રતાપી હાવાથી તેનું ગ્રહણ ક્વચિત્ થાય છે અને ચંદ્ર નરમ હાવાથી તેનું ગ્રહણ વારવાર થાય છે, એ સાર છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૭૨
યુગાદિદેશના. અને તેમના નેતા એવા તમારો આ લધુબંધુથી જે પરાજય થાય, તે સમુદ્રથી પાર ઉતરેલાને ગેમ્પમાં ડુબવા જેવું છે. ભાઇની સાથે યુદ્ધ કરવા માટે સૈન્યયુક્ત જતાં મારે ખરેખર લેકમાં અવર્ણવાદ બેલાશે, એવી બેટી શંકા પણ તમે મનમાં લાવશે નહિ. કારણકે, બે શોકનું જે ભગિનીપણું અને તેમના પુત્રનું જે ભ્રાતૃપણું તેમાં સાક્ષાત વૈરજ દેખાય છે. તેથી માત્ર તે સંબંધ નામ જ હોય છે, વસ્તુત: ત્યાં સ્નેહ હેતો નથી. પરસ્પરના તેજને સહન ન કરનાર માણસમાં ઓરમાન ભાઈઓ પ્રાય: સ્વભાવથી જ શત્રુ હોય છે. તેમાં પણ રાજાઓમાં તે તે શત્રુભાવ વિશેષ હોય છે. આજ્ઞાનું અપમાન કરનાર ભાઈને વસ્તુત: શત્ર ગણુને તેની ઉપર રાજાઓએ ચડાઈ કરવી, તેને માટે લેકે અને શાસ્ત્રો પણ સંમત છે. માટે તેજના ભંડારરૂપ તે અનુજબંધુ તમારે તરત ઉછેદવા લાયકજ છે. કારણકે શત્રુ અને વ્યાધિની ઉપેક્ષા કરતાં તે મહા અનર્થકારી થાય છે. આ પ્રમાણેનું મુખ્ય સચિવનું બેલવું સાંભળી સર્વ સભાસદે, સ્વામીભક્ત સામત અને મહાઉત્સાહવાળા બીજા રાજાઓ વિગેરેએ પણ (એજ વાતને) ટેકે આ . પોતાને ભાઈ હોવાથી તેની ઉપર ચકીનું મન જે કે સ્નિગ્ધ (સ્નેહાળ) હતું, પણ સેનાપતિ વિગેરેએ આવા વિચારો બતાવીને તરત જ તેમનું મન વિધવડે વિરસ (નિઃસ્નેહી) કરી નાખ્યું. કહ્યું છે કે –
"वल्ली नरिंदचित्तं, वरकाणं पाणि च महिलाओ
तत्थय वचंति सया, जत्थय धुत्तेहिं निजति." “વેલડી, રાજાઓનું મન, વૃક્ષ, પાણી અને સ્ત્રીઓ એ બધાં જ્યાં ઘઊં (નેતા) લઈ જાય છે, ત્યાંજ જાય છે.
ત્યારબાદ લધુબંધુને જીતવા જવાની ઇચ્છાવાળા અને અમર્ષ (ઈર્ષ્યા) સહિત એવા ચકીએ તરતજ પ્રયાણને સૂચવનારી એવી
Page #179
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૧૭૩ ઢકા (ભભા) વગઢવી. એટલે ભભનિષના સંકેતથી સમગ્ર લશ્કર ચારે બાજુથી એકદમ એકઠું થઈ ગયું. શર્યાદિક ગુણેથી - જાના જાણે પ્રતિરૂપ (બીજા રૂ૫) હોય એવા આદિત્યયશા પ્રમુખ કરેડ કુમારે પણ ત્યાં ભેગા થયા. સ્વામીના કામમાં ઉત્સાહવાળા, શત્રુઓના હૃદયમાં દાહ દેવાવાળા અને રત્નના મુગટને ધારણ કરવાવાળા એવા હજારે રાજાઓ, સર્વ સામગ્રીથી સંયુક્ત અને શત્રુઓથી સહન ન કરી શકાય એવા પરાક્રમવાળા ચેરશીલાખ રથવાળા, ચારશીલાખ ઘેડેસ્વારે અને ચોરાશીલાખ હાથીની સ્વારી કરનારાઓ ત્યાં એકઠા થયા. આકાશમાં લીલાપૂર્વક ઉછાળી ઉછાળીને શોને ગ્રહણ કરતા એવા, ભક્ત અને શ્રમને જીતનાર એવા કોડ (૯ ક્રેડ) શૂર સુમ (પાળાઓ) ત્યાં આવીને મળ્યા
આ પ્રમાણે સવ સિન્યથી પરવરેલા અને ચારે દિશાઓમાં શરુ ત્રુઓને કપાવતા એવા ચક્રવર્તીએ બહલી દેશ તરફ પ્રયાણ કર્યું. તે વખતે સર્વ શત્રુઓના વિધ્વંસની ઉત્કંઠાથી જાણે ત્વરા ઉત્પન્ન થઈ હેય, તેમ ચરિત્ન ચક્કીની આગળ આકાશમાગે ચાલવા લાગ્યું.
આટલા કટકના સંરંભવાળો આ રાજા કયાં ચા? આ તે સ્વેચ્છાથી વસુધાનું અવલોકન કરવા નીકળ્યો હશે.” “તો સર્વ શત્રુઓના પગ જેણે સીધા કરી દીધા છે અર્થાત જેણે સર્વ શત્રુઓને વશવર્તી બનાવ્યા છે એવું આ ચક શા માટે આગળ ચાલે છે?
ત્યારે તે ભરતક્ષેત્રમાં પણ એને કે શત્રુ જીત બાકી હશે “પણું આને શત્રુ તો કોઈ દેખાતો નથી. “અરે! આ સમ્રાસ્તે કઈ બીજે જેતવ્ય (છતવા લાયક) હેય, કે ન હોય પણ એને જ નાનાભાઈ ઇંદ્ર જે બળવાન બાહુબલિ તો તેને જેતવ્ય છે.” “ત્યારે તો તેને જીતવાને માટેજ ખરેખર આ રાજાની તૈયારી લાગે છે.” “અહો! ત્યારે તો એ ખરેખર વિચાર્યા વિનાનું કામ કરે છે. કારણ કે અહીં એને વિજય થશે, તે પણ તેની અપેજ પ્રતિષ્ટ્ર થશે; પરંતુ જે પરાજ્ય થયે, તો એને મોટાઈમાં ઘણી મોટી હાની થશે. કહ્યું છે કે –
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૭૪
યુગાદિદેશના. “અન્ય બ્રાણપુત્રાયા, રક્ષે વન ટુન
शिक्षणीया रहस्येव, द्वयानां लघुताऽन्यथा."
કદાચ ભાઈ કે પુત્રાદિકની કેઈ ઠેકાણે ભૂલ થતી હોય, તે ડાહ્યા માણસોએ તેમને એકાંતમાંજ શિખામણ (શિક્ષા) આપવી; નહિ તો બંનેની લઘુતા થાય છે. છખંડનું રાજ્ય જેણે પોતાને સ્વાધન કર્યું છે એવા આ રાજાને પોતાના અનુજ બંધુના રાજ્ય વિના શી ન્યૂનતા આવી ગઈ હતી ?“અહો! આટલા બધા ઐશ્વયવાળો છતાં હજી પણ એને કેટલે બધો લેભ છે? અથવા તે ખરેખર! મેટા પુરૂષોને પણ કષાયોને મારવા તે બહુ કઠણ છે.” રાજાના પ્રયાણ વખતે ગામે ગામ અને શહેરે શહેરે ભાગમાં સર્વત્ર માણસે પરસ્પર આ પ્રમાણે વાત કરતા હતા.
સૈન્યના ઘણા ભારથી શેષનાગની ગ્રીવાને નમાવતા અવિચ્છિજ વાઘના નિષથી વસુંધરાપર શેષાદ્વૈત (ઘેષમતા) કરતા,સૈન્યની બહુલતાથી સર્વ સીમાડામાં ઘાસ અને જળને દુલભ કરતા, પરંતુ શત્રુઓના મુખમાં અને તેમની સ્ત્રીઓની આંખમાં તે ઘાસ પાણીને સુલભ કરતા (અર્થાત શત્રુઓ મુખમાં તૃણ લઇને બેસતા અને તેમની સ્ત્રીઓ આંખમાં આંસુ લાવતી હતી), કલ્પાંતકાળના ક્ષભિત સમુદ્રની વેલની માફક પિતાની સેનાથી “તે રાજા તે તરત પરાજિત થયો એમ માનતા, કનિષ્ઠ બધુને મળવાને માટે જ જાણે ઉ. ત્કંઠિત થયા હોય અને અત્યંત હઠમાં આવ્યા હોય તેમ રસ્તે અનવચ્છિન્ન પ્રયાણ કરી વેગથી ચાલતા અને સર્વત્ર પોતાને જય થવાથી અહીં પણ પિતાને જયશીલ માનતા એવા તે નરેદ્ર બહલીદેશની સીમા પાસે આવી પહોંચ્યા.
બલિષ્ઠ એવા બાહુબલિ રાજાએ પણ વિજય પામવાની ઇચ્છાવાળા એ વડિલ બંધુ પિતાના સીમાડા નજીક આવી પહેલ
Page #181
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૧૭૫ છે એમ પિતાના ચરલેકે પાસેથી જાણીને તે જ વખતે રણભભા વગડાવી અને નગરમાંથી બહાર નીકળી તે પણ તેની સન્મુખ આ
વ્યા. કારણ કે બલિષ્ઠ મનુષ્ય શત્રુઓએ કરેલ સ્વસીમાનું અતિક્રમણ સહન કરતા નથી.
તે વખતે કેક સ્ત્રીએ, સંગ્રામમાં ઉત્કંઠિત એવા પિતાના પુત્રને પતિની સમક્ષમાં આ પ્રમાણે કહ્યું:-“હે વત્સ! યુદ્ધમાં તેવા પ્રકારનું શૈર્ય ધારણ કરજે, કે જેથી કઈ પ્રકારને વિકલ્પ ઉત્પન્ન ન થાય. કેઈક કાંતાએ પુત્રને કહ્યું:-“હે પુત્ર! પહેલાં હું વીર પુરૂષની સુતા અને પછી વીર પુરૂષની પત્ની છું, માટે સંગ્રામમાં તું તેવી રીતે લડજે, કે જેથી હું વીરપ્રસૂતા થાઉં.” કેઈ સ્ત્રી પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગો:-“હે કાંત! રણાંગણમાં મને દદયમાં ધારણ કરીને પાછું પગલું કરશે નહિ. કારણ કે આ લેક અને પલેકમાં તમે જ મારી ગતિ (શરણ) છે. (અર્થાત અહીં તમારી પાછળ સતી થઈશ અને પરભવમાં તમારી દેવી થઇશ.સૈન્યમાં ચાલવાને ઈચ્છતા એવા કે પુરૂષે પોતાની પ્રિયાના મુખ ઉપર નેહપૂર્વક પત્રવલ્લી રચી, એટલે તેના કેઈ મિત્રે હાસ્યપૂર્વક તેને આ પ્રમાણે કહ્યું:-“હે મિત્ર ! આજે તે અવેજ શણગારાય, પણ સ્ત્રીઓ શણગાય નહિ. કારણ કે લડાઇમાં તે અવની સાથે જ શત્રુઓના પ્રહારે આપણે સહન કરવાના છે. તે સાંભળીને પેલી સ્ત્રી કહેવા લાગી:-ચેકડાથી બંધાયેલા અને તે સંગ્રામમાં બેળાત્કારથી મરાય છે, પણ સ્ત્રીઓ તે પોતાની મેળે પતિની પછવાડે મારે છે. તેથી તેમની આ બલિક્રિયા યોગ્ય છે. કેઈક બાલક શાયથી પોતાના હાથમાં કષ્ટના કૃપાણ(ખડગ) ને કપાવત (ચલાવતો) લડવાને જતા પોતાના પિતાને “હું પણ તમારી સાથે આવીશ એ પ્રમાણે કહેવા લાગ્યો. આ પ્રમાણે માતા, પત્ની વિગેરેથી રણકર્મમાં ઉત્તેજિત કરાયેલા અને સ્વસ્વામીભકત એવા કરે: સુભ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૬
યુગાદિ દેશના.
બાહુબળિની પછવાડે ચાલ્યા. સત્ત્વ, શાર્યાઢ ગુણાથી સચુત અને ચતુર'ગિણી સેનાયુકત એવા સુનદાસુત (બાહુબલિ ) પણ તરત પેાતાના દેશને સીમાડે આવી પહોંચ્યા.
પાતપોતાની સ્ક્રુ ધાવાર ( છાવણી ) માં સામસામે ઉતરેલા તે અને ઋષભપુત્રો, પ્રલયકાળમાં ઉદ્યત થયેલા પૂર્વ પશ્ચિમ એ અ ભોધિ ( પુર્વ સમુદ્ર તે પશ્ચિમ સમુદ્ર) જેવા દીસવા લાગ્યા. હવે બાહુબલિએ રાત્રે સેવ રાજાઓની સમતિથી શૂરવીર એવા પાતાના સિંહરથ નામના પુત્રને સેનાપતિની જગ્યાએ સ્થાપ્યો અને પાતે સ રાજાઓની સમક્ષ એના મરતકપર જાણે સાક્ષાત્ પેાતાના પ્રતા૫ હેાય એવે સુવર્ણ પટ્ટ ખાંધ્યા. તે વખતે સ્વામીના સત્કારથી તે કુમાર, અમાત્ય અને રાજાઓમાં તારાઓમાં જેમ ચંદ્ર શાલે તેમ પાતાના તેજથી અધિક શે ભવા લાગ્યો. તે વખતે ભરતેશ પણ પેાતાના કુમાર, અમાત્ય અને સાંમાને આ પ્રમાણે શિખામણ આપવા લાગ્યા:- હે સ્વામીભકતા ! તમેાએ આ સમગ્ર ભારતભૂમિ સાધી છે પણ તેમાં પૃથ્વી, પાણી કે પ તામાં, તેમજ વિદ્યાધર કે દેવતાઓમાં બળવંત એવા તમારો કોઇ પણ પ્રતિમલ્લુ ( સામે થાય તેવા ) નીકળ્યા નથી, પરંતુ અહીં તા જે એક એક પણ સગ્રામમાં શત્રુ એની અક્ષહિણી સેનાને હુડાવવાને સમર્થ છે. એવા માહુમાંલના પુત્રપૌત્રાદિક તા દૂર રહે, પણ તેના મહાબલિષ્ઠ અને મહાઉત્સાહી એવા એક પદાતિમાત્રના પણ થીય ધૈર્યાદિ ગુણાની તુલ્ય થઇ શકે એવા પણ કાઇ જણાતા નથી. માટે અત્યારે જે આાના સૈન્ય સાથે લડરો, તેજ વસુધરાપર ખરા વીર ગણાશે. કારણ કે “ જે મહા લક્ષ્મીની દૃષ્ટિમાં સથયુ. તેજ સાચું સમજવું. ” આના સૈન્ય સાથે યુદ્ધ કરનારાઓની સ્વામીભક્તિ, સગ્રામ ઉત્કંઠા અને બાહુશક્તિ હવે યથા જણાશે, માટે એ બળવાન બાહુબલિના આ યુદ્ધમાં ક્ષત્રિય તેજના ભંડાર એવા આ મુષેણ સેનાની ( સેના
A
''
Page #183
--------------------------------------------------------------------------
________________
યુગાદિ દેશના.
૧૭૭
પતિ ] રૂપ રત્નને ભક્ત, કૃતજ્ઞ, પરાક્રમી અને પોતાના સ્વામીના જય કચ્છવાવાળા એવા તમારે હવે સ કૃત્યામાં મારીમાજ જોવા. [ સમજવા ]. ” એ રીતે કુમાર, અમાત્ય અને સામતાને શિખામણ આપીને તેજ વખતે ભરતમહારાજાએ તે સુષેણના મસ્તક ઉપર સૈન્ય ભારની માફ્ક મુગટ સ્થાપન કર્યાં. આ પ્રમાણે પેાતાના સ્વામીના સત્કાર પામીને તે મહાબળવાન સેનાપતિ શત્રુઓના ઉચ્છેદ કરવામાં દ્વિગુણ ઉત્સાહવાળા થઇ ગયા.
હવે યુદ્ધના શ્રદ્ધાળુ એવા તે અને સૈન્યના સુભટા પ્રાત:કાળે સેનાપતિના આદેશની પહેલાંજ પરસ્પર યુદ્ધ કરવાને તૈયાર થઇ ગયા. તે વખતે સગ્રામના ભ’ભાનાદ સાંભળવાથી શૂરવીર સુભટાના ફુલાઇ ગયેલા શરીરપર સ’નાહ [બખ્તર] પણ સમાયા નહિ. પછી હાથીઆવાળા હાથીવાળાઓની સાથે, અવાવાળા અવાવાળાની સાથે, પદાતિ પાતિઓની સાથે અને રથારૂઢ રથારૂઢની સાથે આ પ્રમાહું મુભા ન્યાયયુદ્ધથી લડવા લાગ્યા. દીન વચન ખેલનારા, અન્યત્રમનવાળા [ લડવા ન ઇચ્છતા ], મુખમાં આંગળી કે તણખલુ નામનારા, નાસીપાન્ન થયેલા [ નાસતા ], પતિત થયેલા [પડેલા], એવા યાદ્ધાઓને એક બીજાના સુભટા મારતા ન હતા. કેટલાક તા ત્યાં શત્રુથી ભયભીત થઇ કાયર ની ભાગવાને ઈચ્છતા એવા યાદ્ધાઆને સામેના સુભટા પિતાના વશાદિ કીનથી ઉત્તેજિત કરીને પછી મારતા હતા. આવી રીતે દરરોજ પાતપાતાના સ્વામીના જય ઈચ્છવાવાળા એવા અને પરસ્પર યુદ્ધ કરતા એવા બંને પક્ષના ચાદ્ધાઆમાંથી સંખ્યાબંધ સુભટા નાશ પામ્યા, પરંતુ પાતપાતાના સેનાપતિપર સર્વ કામના એજો સ્થાપવાથી ધીર લલિત (ધીરમાં શાભાયમાન) એવા તે અને રાજાને ખરેખર તેની કઈ ખબર પણ ન પડી.
આ પ્રમાણે કેટલાક કાળ વ્યતીત થયા પછી આટલા બધા પ્રાણીઓને ક્ષય થતા જાણીને તેનુ નિવારણ કરવાને માટે દયાળુ એવા કેટલાએક દેવતાઓ ત્યાં આવ્યા અને જયના અર્થી તેમજ ક્રોધ લા
૧૨
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭૮
યુગાદેિશના.
વીને પરસ્પર લડતા એવા મુઠ્ઠાને તેમણે શ્રીઋષભદેવની આજ્ઞા દઇ ચુદ્ધ કરતા નિવાર્યાં. જિનાજ્ઞાથી નિવૃત્ત થયેલા ચાદ્ધા તે વખતે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે “ આ દેવતાઓ આપણા પક્ષના છે કે શત્રુપક્ષના છે ? કારણ કે યુદ્ધમાં ઉત્કંતિ મનવાળા એવા આપને યુદ્ધમાં અંતરાય કરનારા આ પાપીઓએ અથવા તેા તેના પ્રેરકે ઉલટુ વૈરનુ' પાષણ કર્યું છે. ” હવે તે દેવતા પ્રથમ ભરતેશ પાસે આવીને ‘ વિનય ’ આવા આશીર્વાદપૂર્વક વિનયથી આ પ્રમાણે કહેવા લાગ્યા:- હે રાજન ! છ ખંડ ભરતના રાજાઓને લીલામાત્રથીજ જીતી લેતાં સિહની ઇચ્છા શૃગાલેથી પૂરાય નહીં તેમ એમનાથી તમારી યુદ્ધશ્રદ્ધા પૂરાઇ નહિ કે જેથી તેને પૂરવા માટે આ અલિષ્ઠ એવા કનિષ્ઠ સાથે આ ભય'કર મહાયુદ્ધ તમે આર બ્લ્યુ છે. પણ હે વિચારજ્ઞ ! આ ખરેખર તમને ચુત નથી. આ તા જમણી ભુજાથી ડાબી ભુજાને કાપવા જેવુ' કા તમે કરો છેા, સજનાનું હિત કરવાવાળા એવા સજ્ઞ પ્રભુના પુત્ર હેાવાથી તમને તે। સખ્યામધ માણસાના ક્ષયના આ ઉદ્યમ વિશેષે કરીને યુકત નથી. વળી નિભ અને નિરીહ ( ઇચ્છા રહિત ) એવા તે અરિહંતના પુત્ર ને હે રાજન્ ! રાજ્યના લાભથી પરસ્પર યુદ્ધ કરતાં તમે શરમાતા પણ નથી ? ચાટુ વચન ખેલનારા એવા લાખા રાજાઓથી સેવાતા છતાં આ અનુજ ખંધુની સેવા વિના શુ. તમારે ન્યૂન હતુ...? માટે હે નરાધીશ ! અકાળે પ્રલયકાળ જેવા આ યુદ્ધથી નિવૃત્ત થાઓ અને પાતાની રાજધાનીમાં પાછા ચાણ્યા જાઓ. તમે અહીં આવ્યા એટલે સમયજ્ઞ એવા માહુબલિ પણ સામે આવ્યા છે; પણ જો તમે ચાલ્યા જશા તે। એ અનુજ પણ પાછા ચાલ્યા જશે, અને સંગ્રામના આરંભનો ક્રમ નિવૃત્ત થતાં તમારા અને સૈન્યના પરસ્પર થતા સહાર પણ તરતજ અટકી જશે. હે રાજન્! વસુંધરા પર અકાળે ઉપસ્થિત થયેલું આ યુદ્ધ એ રીતે શાંત થાઓ, સવ રાજાએ સ્વસ્થ થઇને રહેા અને પ્રજા સુખી થાઓ.”
ܕ
Page #185
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૧૭ આ પ્રમાણે દેવતાઓનું કથન સાંભળીને ભરતેશ્વર બેલ્યા“હે દેવી! હિતેચ્છુ એવા તમારા વિના બીજ કેણ આ પ્રમાણે કહે
“ri #જ ગાવા, સર્વ શૌતુષિા ;
यजनो मिलति क्षिपं, कोऽपि भङ्ग न तं पुनः" ।
સર્વ લેકે પ્રાય: બીજાઓના કલહમો કૌતુક જેવાને માટે તરતજ એકઠા થાય છે; પણ તે કલહને તોડવાને માટે કઈ પણ આવતું નથી.” હે દેવો! બહુ બળવાન છું” એવા ગર્વથી અનુજ બધું સાથે યુદ્ધ કરવાની મારી ઇચ્છા જ નથી. કારણકે સુવર્ણની કટારી પણ પિતાના કલેજામાં ભોંકાતી નથી. “આનું રાજ્ય હું ગ્રહણ કરી લઉંએ પણ હ થયો નથી. હું તો જે એને નથી તેવું બીજું રાજ્ય પણ ઉલટું એને આપવાને ઇચ્છું છું. પરંતુ લાંબા વખત દિગ્વિજય કરીને ઘેર આવેલ એવા મોટાભાઇને એ માન્મત્ત મળવા પણ ન આવ્યો. અવર્ણવાદની ભીરતાથી એને એ અપરાધ પણ મેં તે સહન કરી લીધો, પરંતુ સ્વામીભક્ત એવા શૂરા સેવકો તે સહન કરી શક્તા નથી. કદાચ તે પણ સહન કરી લે, પરંતુ આયુધશાળામાં પ્રવેશ ન કરતું ચકરસ શત્રુને સપૂણ ઉછેદ કર્યા વિના સંતુષ્ટ થતું નથી. પોતાની ભુજાના બળના ગવથી મને એ નમતો નથી; પરંતુ એક પણ નમ્યા વિના રહે ત્યાં સુધી ચક્ર આયુધશાળામાં આવતું નથી, અને ચક આયુધશાળામાં પ્રવેશ ન કરે તો ચક્રવર્તીને બહુ જ શરમાવા જેવું છે. માટે વિરૂદ્ધ (નિષિદ્ધ) છતાં પણ બંધુની સાથે મેં યુદ્ધ આરહ્યું છે. આ પ્રકારનું ભરતેશનું વચન યુક્તિયુક્ત (વ્યાજબી) સમજીને દેવતાઓ ત્યાંથી રજા લઈ યુક્તિપૂર્વક બાહુબલિને સમજાવવા માટે તેની પાસે ગયા.
પિતાની પાસે આવતાં જ બાહુબલિએ પણે તેમનું સ્વાગત કર્યું. કારણ કે સજજનો કે પોતાને ઘેર આવે ત્યારે તેનું વિચિત્ય ક
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૮૦
યુગાદિદેશના. રવામાં કદિ પણ ચૂકતા નથી. હવે તેઓ બલવાન બાહુબલિને વિનયથી કહેવા લાગ્યા–“હે બાહુબલિ! મારા ભાઈની સાથે તમારે આ અનુચિત કલહ કે? કારણ કે કુશલ, કુલીન અને અતિ બલિષ્ટ એવા તમારું પણ આ પૂજ્યના સંબંધમાં વિનાચિત્યવાળું વર્તન દેખાવું જોઈએ. કહ્યું છે કે –
નમનિ પછિતા વક્ષા, નત્તિ નર, शुष्कं काष्ठं च मुखाश्च, भज्यन्ते न नमन्ति च." “કલિત વૃક્ષ અને કુશલ માણસે નમે છે, બાકી શુષ્ક કાષ્ટ અને ભૂખ માણસે ભાંગી જાય (પાયમાલ થાય) છતાં પણ નમતા. નથી. માટે તમે તરત આવીને નમવા યોગ્ય એવા એ ભરતને નમે. કારણ કે પૂજ્યના સત્કારની મર્યાદાનું ઉલ્લંઘન કરવું એ કદાપિ આગામી લાભદાયક થતું નથી. અદ્દભુત ઐશ્વર્ય પામ્યા છતાં કુલીન માણસો નમ્રજ રહે છે અને તેવા પ્રકારના વૈભવને અભાવ છતાં હક લકા માણસે કદાપિ નમ્ર રહેતા નથી. કહ્યું છે કે –
“દિતિયા, સશ ધr,
अवंशजः शरः स्तब्धो, लक्षस्यापि हि लिप्सया." “બંને કટિ (પક્ષ) ને લાભ છતાં સારા વશ (વાંસ) થી ઉત્પન્ન થયેલ ધનુષ્ય નત (નમ્ર) રહે છે અને અવંશજ (વાસથી ન બનેલું) શર (બાણ) લક્ષ (નિશાન) મેળવવાની ઈચ્છાથી સ્તબ્ધ (અડ) રહે છે. અર્થાત બે કટીવાળું ધનુષ્ય-પક્ષે બે ફેડ દ્રવ્યવાળા મનુષ્ય નામે છે. કારણ કે તે સુવંશથી સાગ વાંસથી (પક્ષે સાર કુળથી) ઉત્પન્ન થયેલ હોય છે અને લક્ષની ઈચ્છાવાળું બાણુપક્ષે લાખની ઈચ્છાવાળે મનુષ્ય સદ્ગશી નહેવાથી-વાંસથી ઉત્પન્ન થયેલ ન હોવાથી (પક્ષે સારા કુળમાં ઉત્પન્ન થયેલ ન હોવાથી) નમતું નથી.” હે રાજન ! જે એના અદ્ભુત ઐશ્વર્યાની તમે ઈચ્છા
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૮૧
યુગાદિદેશના. કરતા હેતે લીલામાત્રથી જીતેલા અતુલ ઐશ્વર્યવાળે એ ભરતેશ તે પણ તમને આપવા સમર્થ છે (તૈયાર છે). પોતાના ભુજબળથી મેળવેલ આટલું ઐશ્વર્ય તે સ્વજનવત્સળ ભરત પોતાના ભાઈઓને તેને સંવિભાગ આપીને (હેંચી દઈનેજ) ભોગવવા ઈચ્છે છે. માટે હે સામ્ય! દ્રવ્ય અને ભાવથી સ્તબ્ધતા (ગવ) ને ત્યાગ કરી ઘરે આવેલા અને સેવકને સુરતરૂ સમાન એવા પિતાના મેટા બંધુની સેવા કરે (તેને સત્કાર કરે.) કે જેથી તમારા સગામથી થતે આ લેક અને પરલોકમાં અહિતકારી કરોડો માણસ, હાથીઓ અને અને સંહાર અટકે.”
આ પ્રમાણે દેવતાઓની હિતશિક્ષા સમ્ય રીતે સાંભળીને વીરાધિવીર એ બહલીપતિ (બાહુબલિ) ગંભીરતા પૂર્વક આ પ્રમાણે છે:–“હે દેવો! અધિક અધિક રાજયલક્ષ્મીમાં લુખ્ય એવો તે અનેક રાજાઓથી પરવારીને સુખે બેઠેલા એવા મારી સામે
જ્યારે યુદ્ધ કરવાને માટે અહીં આવ્યું, ત્યારે એવા મેટા ભાઇની સાથે પણ યુદ્ધ કરતાં મારે શો દોષ છે? તેને તમે પોતે જ વિચાર કરે. વળી એ વિજયશીલ રહેવાથી સર્વત્ર પિતાને તે (વિજયી) માને છે. કારણ કે ભાદરવા મહિનામાં જેની આંખે ગઈ હોય તે સમગ્ર વસુધાને લીલી અને આજ માને છે. લીલામાત્રથી વૃક્ષોને ઉખેડી નાખનાર હાથી જેમ પર્વતને ભેદવા જાય, તેવાજ અભિમાનથી એ મને પણ જીતવા માટે આવ્યો છે, પરંતુ સંગ્રામમાં લીલામાત્રથી તેને પરાજય કરીને સુવૈદ્યની જેમ અહંકારથી એને થયેલ એ જવર અને અપસ્મારને હું ભાંગી નાખીશ (દૂર કરીશ). મનેહર એવા ગુણેથીજ ગૈારવ (મેટાઈ) પ્રાપ્ત થાય છે, પણ અવસ્થાને તેની સાથે સંબંધ નથી. કારણ કે સવથી પણ પવત વાવૃદ્ધ હેય છે, છતાં તે કાંઇ ગેરવ્ય (બહુમાન કરવા લાયક) નથી. શરીર પર ઘણા વખતથી લાગેલ દુધી મેલને ત્યાગ કરવામાં આવે છે અને
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૮૨
યુગાદિદેશના. તરતના ખીલેલા કુસુમને માણસ મસ્તાર ધારણ કરે છે. પિતાએ આપેલ નાના ભાઈઓનાં રાજ્યને છીનવી લેતાં એણે પોતાના ગુણે તે પ્રથમથી જ પ્રગટ કરી દીધા છે. અમર્યાદ (મર્યાદ રહિત), લુબ્ધ, દાક્ષિણ્યરહિત અને મદન્મત્ત એવા એને ક્યા ગુણને અનુસરીને હું નમું હે મધ્યસ્થ દે! તે તમે જ કહે. ચતુર પુરૂષ માહુસેની નમ્રતાને ગુણ તરીકે વખાણે છે, પણ ગુણના અભાવમાં તે પણ દોષસૂચક થાય છે, કહ્યું છે કે-- .. " अर्जयत्यद्भुतां लक्ष्मी, गुणं प्रति नमद्धनुः;
विना गुणं नमत्काष्ठं, वक्रं त्वपयशः पुनः"
ગુણ પ્રતિ નમતું ધનુષ્ય અદ્દભુત લક્ષ્મીને ઉપાર્જન કરે છે, પણુ ગુણ વિના નમતું કાષ્ઠ વક અને અનાદરણેય (અપ્રિય) થાય છે. અર્થાત પણછ સાથે નમતું ધનુષ્ય લક્ષ્યવેધ કરે છે, પણ સામાન્ય કાષ્ઠ વાંકું વળેલ હોય તો તે ઉલટું વક કહેવાય છે. એણે ઉપાર્જન કરેલ એથે મારે ભેગવવું એ સિંહને બીજાએ મારીને આપેલ માંસની જેવું છે, તેથી તે મને લેશ પણ સંતોષને માટે નથી. કારણ કે ભારતવર્ષના છ ખંડનું સર્વ ઐશ્વર્યા સ્વાધીન કરતાં અને એને સત્વર નિગ્રહ કરતાં મને એક ઘટિકા (ઘડી) માત્રજ લાગે તેમ છે, પરંતુ સ્વરાજ્ય અને સ્વદારાથી સંતુષ્ટ એવા મારૂં મનપસ્ત્રી અને પરલક્ષ્મીને તૃણતુલ્ય માને છે. પાપનું આગામિ દુસ્સહ ફળ હૃદયમાં જાણનાર એક રાજ્યમાત્રને માટે બીજાપર નિ:શંકપણે કેણ દેહ કરે ? નાના ભાઈઓપને જેને પ્રેમ જોવામાં આવ્યું છે એવો એ સંવિભાગ કરવાને(વહેચી આપવાને) ઇચ્છતેજ નથી; પણ નિરતારવાને ખોટો ડોળ બતાવનાર મારું રાજ્ય લેવાને માટે જ અહીં આવ્યું છે. અતિ ખેંચતાં તરત તૂટી જાય, અતિ ભરતાં તરત કુટી જાય અને અતિ વલોવતાં વિષતુલ્ય થાય–આટલું પણ શું એ જાણતા નથી ?
Page #189
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૧૮૩
બીજા સમગ્ર રાજાઓનાં રાજ્ય એણે લઈ લીધાં તેથી અતિલાભથી પરાભવ પામેલા એવા એ મને પણ રાજ્યને માટે ( મારૂ રાજ્ય લેવાતે માટે ) જ એલાવે છે, પરંતુ ઘેર બેઠેલા એવા મને એનુ રાજ્ય અપાવવા માટેજ તેના મત્રીએ જામીનની જેમ એને અહીં ખેચી લાવ્યા છે એમ હું માનું છું. હજી પણ અન્યના કહેવાથી પ્રેરાયેલા એવા એ જો પાસે પાછેા ચાલ્યા જાય, તા ખુશીથી એ જાઓ; માણ હૃદયમાં લેશ પણ લાભ નથી. મેં એની રાજ્યલક્ષ્મીની ખરેખર ઉપેક્ષાજ કરી છે. માટે હજી પણ એ અનાત્મજ્ઞ ( વધારે અજ્ઞ ) ને યુદ્ધથી અટકાવે. ઉદીરણા કરીને કેાઇની સાથે પણ હું કદી યુદ્ધ કર તાજ નથી; પણ મુખમાં પ્રાપ્ત થયેલ ગ્રામ ( કાળીયા ) ની જેમ અનાયાસે પ્રાપ્ત થયેલ યુદ્ધની હું ઉપેક્ષા કરતા નથી. ”
આ પ્રમાણે શાય થી ઉત્તેજિત અને યુક્તિ ગર્ભિત તેના વચનાથી દેવતાઓ નિરૂત્તર થઇ પુન: આ પ્રમાણે કહેવા લાગ્યા:—ચકરત્ન આયુધાગારમાં પ્રવેશ કરે, એટલા માટેજ અત્યારે તમારી સાથે યુદ્ધ કરતા ચઢીને કેાણ નિષેધી ( નિવારી ) શકે ? અને અના યાસે પ્રાપ્ત થયેલા યુદ્ધને ન મૂક્તા એવા તમને પણ કેમ અટકાવી શકીએ? કારણકે તેજના ભ’ડારરૂપ ક્ષત્રિયાનું એ કુળવ્રતજ છે ( કુળ ક્રમાગત આચાર છે. ) પર’તુ સાજન્યથી સુશાભિત એવા તમે મને ભાઈઓનું પરસ્પર યુદ્ધ ખરેખર જગતના દુર્ભાગ્યથીજ ઉપસ્થિત થયું છે. તા પણ હે યાચિતા કલ્પવૃક્ષ! ( માગેલું આપવામાં કલ્પવૃક્ષ સમાન ) અમે તમને પ્રાથના કરીએ છીએ કે, તમે। અને જાતે પરસ્પર ઉત્તમ યુદ્ધથી લડા અને લોકનુ વિરોધી અને સખ્યા અંધ પ્રાણીઓનું વિધાતક ( નાશ કરનાર ) એવું આ મધ્યમ યુદ્ધ તમને ચુકત નથી. સ્વલ્પ આર‘ભપણાથી દૃષ્ટિ વિગેરેનું યુદ્ધ અહી ઉત્તમગણાશે, અને એ યુદ્ધથી પણ તમારો જય પરાજય સ્પષ્ટ સમજી શકાશે. ” આ પ્રમાણે દેવાનુ વચન માહુબલિએ કૃપાની રાહે સ્ત્રી
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮૪
યુગાદિદેશના. કાર્યું અને પછી ભરત ભૂપતિ પાસે જતાં તેણે પણ તે ગર્વ સહિત કબૂલ રાખ્યું.
પછી બાહુબલિના વેત્રીએ (છડીદારે) હાથી પર બેસીને ઉચા બાહુ કરી સંગ્રામને માટે સજજ થયેલા પિતાના સુભટને આ પ્રમાણે કહીને યુદ્ધથી અટકાવ્યા:–“સંગ્રામનું કંપ્નયન (ચળ) જેના બાહુદંડમાં આવેલ છે એવા આપણું સ્વામીને દેવતાઓએ પ્રાર્થના કરી, તેથી તે ભરતરાજાની સાથે શરીર માત્રથી (શસ વિના) જ યુદ્ધ કરશે. તો હે સુભટે ! હવે યુદ્ધ સંબંધી શત્રુઓ ઉપરનો શ્રેષ છેડી અને ક્રૂર સંગ્રામકમથી નિવૃત્ત થાઓ. સ્વામીની રણકલતા પવે તમે ક્યારે પણ જોઈ નથી, માટે આજે વિસ્મયથી વિકસિત નયન (નેત્ર) રાખી તટસ્થ થઈને તે જુઓ. » આ પ્રમાણે સ્વામીની આજ્ઞાએ છડીદારથી અટકાવ પામેલા છતાં યુદ્ધમાં ઉત્કંઠિત મનવાળા તેઓ ખેદસહિત દયમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા:–“ચિરકાળથી રાહ જોતાં આ યુદ્ધને પવ દિવસ આજે આપણને પ્રાપ્ત થયે; પણ અહે! મુખમાંથી ગ્રાસની જેમ દવે એ પ્રસંગે વિખેરી નાંખે અથવા તો આખા ભારતવર્ષમાં ભરત સિવાય બીજો કેઈએ નથી કે જે પિતાના ભુજબળથી યુદ્ધ કરવા માટે આપણું સ્વામીને લાવે. માટે ખરેખર! આપણે આટલો બધો શસ્ત્રપરિશ્રમ વૃથાજ કર્યો અને સ્વામીને ગ્રાસ પણ ભાગીદારની માફક શેગટ ખાધો. કેમકે દૈવયેગે સ્વામીના બંધની સાથે આ રણસંગ્રામ પ્રાપ્ત થતાં પણ આજે શત્રુવિર્વસમાં આપણે તેમને ઉપયોગી થયા નહીં.”
એજ પ્રમાણે તે વખતે ભારતના વેત્રીએ પણ શત્રુના પરાજય માટે તૈયાર થયેલા પિતાના સુભટને તરતજ સંગ્રામમાંથી પાછા વાળ્યા. ચકીની આજ્ઞાથી પાછા ફરતા એવા તેઓ પગલે પગલે ભેગા થઈને આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા:–“ અરે! ક્યા વૈરીના
Page #191
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૧૮૫ વિચારથી અત્યારે સ્વામીએ બે બાહુમાત્રથી જ યુદ્ધ કરવાનું આ માની લીધું? કારણકે પીરસતાં હાથ ન બળી જાય તેટલા માટે જેમ કડછી રાખવામાં આવે છે, તેમ સંગ્રામમાં અંગરક્ષાને માટેજ રાજા સેવકેને સંગ્રહે છે. હવે જ્યારે સેવકે વિદ્યમાન છતાં પણ જે રાજા પાતે યુદ્ધ કરવાને તૈયાર થાય, તો અજા (બકરી) ના ગળાના સ્તન સદણ નિરૂપયોગી એવા સુભટો શા કામના? કદાચ સેવકે ભાગી જાય, વિનાશ પામે અથવા જીતાઈ જાય, તે પછી સ્વામીએ જાતે યુદ્ધ કરવું યોગ્ય છે; પણ તેમ ન હોય ત્યારે તો પોતે લડવું યોગ્ય નથી. વળી મહા પરાક્રમી એવા આપણું સ્વામીનું યુદ્ધ એક બાહુબલિને મૂકીને જે બીજા સાથે હાથ તે તેમના પરાજયની આશંકા જ ન રહે, કારણકે તે અદ્વિતીય વીરની આગળ ધાન્યના કીડા દશ એવા બીજા તે દૂર રહે, પરંતુ ઈંદ્ર પણ યુદ્ધમાં ઉભા રહેવા સમર્થ નથી. પરંતુ બલિષ્ઠ બાહુબળીની સાથે સ્વામીનું દ્વંદ્વયુદ્ધ આપણને પરિણામે સુંદર લાગતું નથી. આ પ્રમાણે પરાજયની શંકારૂપ શલ્યથી વ્યાકુલ મનવાળા એવા પોતાના સૈનિકોને અગિતચિહેથી જાણીને ભરતેશ કહેવા લાગ્યા:- અસાધારણ બળના સ્થાનરૂપ એવા તમારાથી હું પરવરેલો છું, જેથી કેઇ બલવાન રિપુ પણ સંગ્રામ કરવા મારી પાસે આવ્યો નથી, તેથી તમે ક્યારે પણ મારું બાહુબળ જોયું નથી, તેથી અહીં પરાજયની શંકા કરે છે. કારણકે પ્રીતિ અસ્થાને પણ ભયની શંકા કરે છે. માટે શત્રુઓથી સહન ન કરી શકાય એવું મારું બાહુબળ તમે એક વખત જુઓ, કે જેથી તમારા મનની એ શંકા તરતજ નષ્ટ (દૂર) થાય.”
આ પ્રમાણે કરીને ચકીએ પિતાના માણસો પાસે એક મેટ ખાડો ખેદા, અને તેના કાંઠે સિંહાસન મૂકાવીને તેની ઉપર પોતે બેઠા. પછી અતિ નિબિડ (સજજડ) અને લાંબી એવી હજારે લેહની શૃંખલા અને પ્રતિશૃંખલાઓ ભરત મહારાજે પોતાના
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૮૬
યુગાદેિશના.
હાથે મધાવી અને ખત્રીશ હજાર રાજાને તેણે આ પ્રમાણે આ દેશ કર્યા કે સર્વ સૈન્યયુક્ત સમગ્ર બળથી મહા અલિષ્ઠ એવા તમારે મારા ભુજમળની પરીક્ષાને માટે મને શીઘ્ર ખેંચીને આ ખાડામાં પાડી ધ્રુવેા. આ કાર્યમાં તમારે મારી અવજ્ઞા થરો એવી શકા ન કરવી. વળી આજરાત્રે આવા પ્રકારનું દુ:સ્વપ્ર મારા જોવામાં આવ્યુ છે, તેથી પોતાથીજ ચરિતાર્થ કરાયેલ એવા તે દુ:સ્વપ્તના પણ આ પ્રમાણે કરવાથી પ્રતિઘાત થશે. ”
પોતાના સ્વામીના આવા પ્રકારના દઢાદેશથી તેઓ સવે તે સાંકળેાને વળગીને એકી સાથે પૂર્ણ` જોસથી ખેં'ચવા લાગ્યા. એવામાં ભરતેશે પોતે પાનની બીડી લેવા માટે હાથ પસાર્યા, એટલે ૬ સ્વામી આટલા ખેંચાયા ’ એમ જાણી તેઓ મનમાં સ ંતુષ્ટ થયા. પછી તે હાથ પાન બીડી સુખમાં મૂકવાને પાછે! વાગ્યે. એટલે તે સવે એકદમ ખેંચાઇને તરતજ ખાડામાં પડ્યા. આવી રીતે સ્વામીતું અતુલ માહુબળ જોઇને તેઓએ મનમાંથી આશકા અને હાથમાંથી સાંકળા તજી દીધી.
હવે યુદ્ધ કરવાને તૈયાર થયેલા અને નિખાલસ એવા તે અને ઋષભકુમાર પ્રથમ જિનેશ્વર ભગવંતની અર્ચા કરવાને માટે પેાતપાતાના દેવગૃહમાં ગયા. કારણ કે:—
“ ધર્મ ન હિ મદાજાયો—તેઽવ્યુન્તિ વજ્જિતાઃ; सर्वत्र श्रयते ह्येवं, “ यतो धर्मस्ततो
ܙ
નયઃ
“ કાઇનું માટું કાર્ય આવી પડતાં પણ પતિ પુરૂષો ધર્મના ત્યાગ કરતા નથી. કારણ કે એમ સત્ર સંભળાય છે કે જ્યાં ધર્મ ત્યાં જય, ” પાતપાતાના દેવગૃહમાં પરમ શ્રાવક એવા તેમણે શ્રી ઋષભદેવસ્વામીની પ્રતિમાની દિવ્ય પુષ્પ અને અક્ષતાદિ વડે ભક્તિપૂર્વક પૂજા કરી. પછી વિધિપૂર્વક આરત અને મગલદીપ (મંગલ
Page #193
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના.
૧૮૭
દીવા) કરી શ્રદ્ધાપૂર્વક સ્વામીની આ પ્રમાણે યથાર્થ ગુણસ્તુતિ કરવા લાગ્યા. ધમ ક સંબધી માના બતાવનારા, આઠ કમ થી વિમુક્ત અને મુક્તિવધુના કાંત એવા હે પ્રથમ તીર્થંશ ! તમે જયવંતા વર્તા. કેવલજ્ઞાન વડે સૂર્ય સમાન અને સ`સાર સાગરમાં ડુબતા પ્રાણીઓને તારનાર એવા હે ત્રિભુવનાધીશ ! તમે જયથતા વર્તા, તાપમાંથી નીકળેલા સુવર્ણના જેવી કાંતિવાળા હે ત્રૈલાયલેાચન ! તમે જય પામે, રાજા અને દેવેદ્રોથી સેવિત એવા હૈ વૃષભધ્વજ ! તમે વિજય પામે. ” આ પ્રમાણે સ્તવી નમસ્કાર કરી મહા ઉત્સાહી અને મહા બલિષ્ઠ એવા તે મને સર્વાંગે સજ્જ થઇ રણભૂમિમાં આવ્યા.
.
પ્રથમ દૃષ્ટિયુદ્ધમાં નિનિમેષ અને અરૂણ ( રક્ત ) એવાં નેત્ર જેમણે એકબીજાની સામે સ્થાપન કરેલા છે એવા તે મને પ્રતિજ્ઞાપૂર્વક દૃષ્ટિયુદ્ધ કરતા સતા ઘણા વખત સુધી સ્થિત રહ્યા. તે વખતે આકાશમાં રહેલા દેવતાએ, પછવાડે રહેલા દેવતાઓએ અને પછવાડે રહેલા સૈનિકોએ જેમણે અન્ય સર્વ વ્યાપારના ત્યાગ કર્યા હાય એવા યાગીઓની જેવા તેમને આશ્ચય સાથે જોયા. પછી પાણીને ઝરતા. એવા ચક્રીનાં અને નેત્રા જાણે માહુબલિના નેત્રનુ‘ તીવ્ર તેજ સહન કરવાને અસમર્થ હોય તેમ મીચાઈ ગયા. તે વખતે બાહુબલિ જીત્યા એ પ્રમાણે ચક્રવર્તીની ક્રીત્તિના પ્રવાસના પહ ( પાહુ ) રૂપ દેવકૃત ધ્વની આકાશમાં થયે, બાહુબલિના લશ્કરમાં માટે હર્ષ કોલાહલ થઇ પડયા અને ચક્રવત્તીનુ’ મુખ તથા સૈન્ય વિ ષાઢથી નિસ્તેજ થઇ ગયું. તે વખતે ભરતભૂતિને લજ્જાથી વિલક્ષ મુખવાળા જોઇને મનમાં અભિમાન લાવી બાહુબલિએ આ પ્રમાણે કહ્યું:—“ આ ધૂણાક્ષર ન્યાયથી થયેલા જય તે જય ન કહેવાય, માટે
, મહાભુજ ! । અને વાગ્યુદ્ધથી યુદ્ધ કરો. ” પછી ચક્રીએ મનમાં જરા સતાષ પામીને કલ્પાંત ફાળના મેઘની ગર્જનાના ધ્વનિ
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૮
યુગાદેિશના.
સદૃશ સિ’હુનાદ કર્યા. તે વખતે તે સિંહનાદથી વ્યાકુલ થયેલા ખળા રાશની દરકાર કર્યા વિના, મક્રમત્ત હાથીએ અકુશને ગણકાર્યા સિવાય અને ધાડાઓ ચાબુકના આઘાતને અનાદર કરીને આમ તેમ નાસવા લાગ્યા. ત્યારપછી મહામાહુ બાહુબલિએ પ્રતિધ્વનિથી આકાશ અને પૃથ્વીને ચાતરફ પૂરી દેતા એવા સિંહનાદ કર્યાં, તે નાદના પ્રતિઘાતથી વસુધા ચારે બાજી કપાયમાન થઈ, સમુદ્ર ક્ષેાભ પામ્યા, પતા ચલાયમાન થયા, અને દિગ્ગજો ત્રાસ પામ્યા. તે વખતે અત્યંત દુ:શ્રવ નાદ સાંભળીને આકાશમાં રહેલા દેવતાઓ પણ ક્ષણવાર કાંડે ( અકાળે ) બ્રહ્માંડ ફૂટી જવાની શંકાથી આકુલ વ્યાકુલ થઈ ગયા. એ રીતે પુન: પુન: સિંહનાદ કરતાં તે બંને વીરમાંથી ચટ્ઠીના નાદ અધમ પુરૂષની મૈત્રીની જેમ આસ્તે આસ્ત ક્ષીણ થતા ગયા અને અતિ બલિષ્ઠ એવા બાહુમિલના નાદ દિવસના પશ્ચાદ્ ભાગની માફક અનુક્રમે અધિક અધિક વધવા લાગ્યા. આ પ્રમાણે વાગ્યુદ્ધમાં ચઢી જીતાયા પછી માડુંયુદ્ધ કરવાની ઇચ્છાવાળા એવા તેમણે ગાપુર (નગરના મુખ્યદ્વાર ) ની અર્ગલાના જેવી પાતાની ભુજા પસારી. એટલે માહુમલિએ ચઢીની ભુજાને કમળનાળની માફક તરત નમાવી દીધી અને વજ્ર જેવી યાતાની ભુજા સારી. પાતાના તમામ બળથી તેને નમાવવાના ચક્રીએ પ્રયત્ન કર્યો, છતાં લાંબે વખતે પણ તેને તે સ્થાનથી જરા પણ ચલાવી શક્યા નહિ. બાહુયુદ્ધમાં પણ આ પ્રમાણે પરાજય પામવાથી ભરતચક્રીનું મુખ શ્યામ થઈ ગયું. એટલે તેજના ભડાર એવા માહુબલિ પુન: તેને કહેવા લાગ્યા:--“ હે ભરતેશ મધુ ! આ યુધ્ધમાં પણ પૂર્વવત્ કાતાલીય ન્યાયથીજ મારા જય થયો છે, એમ તમારે ન કહેવું હજી પણ તમારી ઇચ્છા હોય તે। આપણે સુષ્ટિયુધ્ધથી લડીએ. ” તે સાંભળીને સતુષ્ટ થયેલા ચક્રી મુષ્ટિયુધ્ધથી ચુધ્ધ કરવાને ઉઠ્યા. કારણકે જુગારની માફ્ક યુધ્ધમાં પણ પરાજય ( હાર ) સ્વાદિષ્ટ હોય છે. અર્થાત્ હાર્યા જુગારી બમણુ` રમે છે. તે
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૯
યુગાદિદેશના વખતે રાજાના ઉચિતવાદી ભાટ (ચારણ) કૂર્મ, દિગજ, શેષનાગ અને વરાહાદિકને ઉચે સ્વરે આ પ્રમાણે કહેવા લાગ્યા: “વજ જેવા મજબૂત શરીરવાળા બાહુબલિની સાથે જ જેવા મજબૂત શરીરવાળા ચક્રવર્તી મલયુધથી લડવાના છે, તેમના પ્રહારથી વારેવાર આઘાત પામતી આ વસુંધર સંધિભંગ પામીને પાતાલમાં પસી ન જાય, માટે તમે સર્વે એકઠા થઇને તમામ બળથી એ વિશાલ વસુધાને સાવધાનતાપૂર્વક ધરી રાખજે.” પછી મહા બલિષ્ઠ એવા તે બને મલ્લયુદધથી લેડતા કાંસાના તાલ (ઝાંઝ) ની માફક ક્ષણે ક્ષણે સંયુક્ત થઈને પાછા વિયુક્ત (છુટા) થવા લાગ્યા. પક્ષીની જેમ તેઓ ક્ષણવારમાં આકાશમાં ઉછળતા અને ક્ષણવારમાં પાછા નીચે પડતા. એવી રીતે પરસ્પરની મુષ્ટિ ચુકાવવા માટે તેઓએ ઘણા વખત સુધી કીડા કરી. પછી બાહુબલિએ પોતાના બંને હાથવતી ભરતને ઉંચકીને યંત્રથી જેમ પત્થરને ગોળ દૂર ઉછાળે તેમ આકાશમાં બહુ ઉચે ઉછાળી દીધા. અનુજ બંધુથી આકાશમાં ઉછળેલા એવા તે જાણે સ્વર્ગને જીતવાને જતા હોય તેમ ધનુષ્યથી છુટા પડેલા બાણની જેમ ક્ષણવારમાં અદૃશ્ય થઈ ગયા. તે વખતે “અહા! ખરેખર! આજે આ નરરતન ચક્રવર્તી મરણ પામ્યા.' એમ બંને સિન્યમાં હાહાકાર થઈ રહ્યા. તે વખતે બાહુબલિ ખેદપૂર્વક આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા:–“ આ માર અવિચારિત કાર્યને ધિક્કાર છે! અને આ પરૂષ (બી-પુરૂષાથ) ને પણ ધિકાર છે! ક્ષત્રિયોથી વખાણવા લાયક એવી આ પરતેજની અસહિષ્ણુતાને પણ ધિક્કાર છે કે જેથી ભાઈના મૃત્યુ પતને આ મારે વિગ્રહાંત થયો. અથવા તો હમણું એવો અનુતાપ કરવાથી શું ? હમણાં તો આકાશથી પડીને એ ખંડ: (ભગ્ન) ન થાય તેટલામાં એને અધરજ ઝીલી લઉ. » આ પ્રમાણે વિચારીને તેણે આકાશમાં સ્થિર દૃષ્ટિ રાખી, એટલે ઘણીવાર પછી પડતા એવા તેને જોઈને અધરથી ઝીલી લઇ આસ્તેથી નીચે મુક્યા. વૈર છતાં પણ ભાઈપરના આવા સ્નેહથી
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૯૦
યુગાદેિશના
અને બળથી વિસ્મય પામેલા દેવતાઓએ તે વખતે બાહુબલિના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરી. પછી તેવા પ્રકારના પરાભવથી લજ્જિત થયેલા ભરતરાજાએ ક્રેાધથી બાહુબલિની છાતીપર તરતજ મુષ્ઠિપ્રહાર કર્યાં. તે પ્રહાર દૃઢ છતાં પણ યજ઼પર જેમ ધણના પ્રહાર નિષ્ફ ળ જાય અને કૃતાપરનો ઉપકાર જેનિષ્ફળ જાય તેમ વજ્રતુલ્ય વક્ષ:સ્થલમાં તે વિલ થયા. પછી પુન: જેને કાપાગ્નિ પ્રદીપ્ત થયા છે એવા અલિષ્ઠ બાહુબલિએ ચઢીની છાતીમાં વજતુલ્ય એવા મુષ્ઠિ પ્રહાર કર્યાં. તેના ઘાતથી ભરતને ચકરી ( ભમરી ) આવી ગઇ અને અત્ય ત વ્યથિત થતા એવા તે જાણે વિશ્વ બધું ચક્રપર પડ્યુ હોય તેમ તેને ક્ષણવાર સત; જોઇ રહ્યા. પછી તત્કાળ એશુદ્ધ થયેલા અને મુર્છાથી જેની આખા ઢંકાઇ ગઈ છે એવા તે પેાતાના સેવકોના આંમુઓની સાથે પૃથ્વી પર ઢળી પડ્યા. મલી અને સામતાથી શીતલ ચંદનજળે સિ`ચન કરાતા અને ચળાયમાન વસ્રના છેડાથી વારવાર વીંજાતા એવા પેાતાના ડિલ બહુને, ભ્રાતૃહત્યા થવાના ભયથી જેને પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો છે એવા અને સ્નિગ્ધ આશયવાળા બાહુબલિ પણ આંખમાં આંસુ લાવીને પવન નાખવા લાગ્યા. ક્ષણવાર પછી સાવધાન થઈને ચક્રીએ આંખ ઉઘાડી અને સૈન્યના કાલાહુલ વચ્ચે ઉભા થયા. તે વખતે વજ્રથી સેવકની જેમ પેાતાને પવન નાખતા માહુબલિને આગળ ઉભેલા જોઇને ભરત લજ્જિત થઇ નીચે જોઇ રહ્યા. એટલે લજ્જાથી જેનું સુખ વિલક્ષ થઇ ગયુ છે. એવા તેને બાહુબલિ આ પ્રમાણે કહેવા લાગ્યા: હું ખરેખર પરાભવ પામ્યા ! ” એવી રીતે હે વીર! તમે મનમાં ખેદ લાવશે નહિ. જેણે સમગ્ર પૃથ્વી લીલામાત્રથી જીતીને સ્વાધીન કરી છે એવા તમારી આગળ જંગમાં પણ કાઈ તુલ્યમળવાળો નથી. આ સ્થળે જૈવવશાત્ તમારો પરાજય થયે, તા પણ ખરેખર તમે તા વીરપુરૂષજ છે. કારણ કે દેવ અને અસુરોએ વલાવ્યા છતાં સમુદ્ર તા સમૃદ્રજ છે. ” આ પ્રમાણે તેની પ્રશંસા
Page #197
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
કરી છતાં જાણે મર્મ સ્થાનમાં વિંધાયા હેય તેમ અધિક ધાયમાન થયેલા ભરતરાજાએ પુન: યુદ્ધ કરવાને માટે દંડરત્ન હાથમાં લીધું. તે જોઈને “અહો ! મનમાં અભિમાન લાવી આ ભરત હજી પણ ચુધના વ્યવસાયને મૂકતા નથી, માટે ખરેખર ! મને એ બ્રાહત્યા આપશે. આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરતા એવા બાહુબલિને, ભરતચક્રીઓ ક્રોધાયમાન થઈ કંઇ પણ વિચાર કર્યા વિના માથામાં દંડને પ્રહાર કર્યો. તે દંડના આઘાતથી વ્યથિત થતા અને ક્ષણવાર આંખમાં ઘેરાતા (અંધારી ખાતા) એવા બાહુબલિ આજાનુ (ઢીંચણ સુધી) પૃથ્વીમાં પેસી ગયા. પાછા ક્ષણવારમાં સ્વસ્થ થઇને અને પૃથ્વીમાંથી બહાર નીકળીને ફ્રેંધાયમાન થતા એવા તેણે ભરતેશના માથામાં સરીતે દંડને પ્રહાર કર્યો, એટલે વજની માફક દુસહ એવા તેના ઘાતથી અત્યંત પીડિત થતા ભરતભ્રપતિ અચેત થઇને આકંઠ (કંઠ સુધી) પૃથ્વીમાં પેસી ગયા. તે વખતે ગાઢ પીડાના આવેશથી ધૂણુમાન (વેરાતા) અને માત્ર જેનું મસ્તક જ બહાર રહેલું છે એવા ભરત સૂર્યને ક્ષણભર ભયપૂર્વક રાહુની જેવા લાગ્યા. પછી શીતલ પવનથી સાવધાન થઈ ઘણુવારે પૃથ્વીમાંથી બહાર નીકળ્યા અને વિજ્યની આશા છોડી દઈ ખેદપૂર્વક વિચારવા લાગ્યા:–અહો! સુર અસુર અને મનુષ્ય સમક્ષ એ મહા બલિષ્ઠ મને પાંચે યુદ્ધમાં જીતી લીધી અને જીવિતના સંશયને પણ પમાડ્યો માટે ખરેખર! હવે જેમ ચમરેંદ્રથી વૈમાનિકને ઇંદ્ર જીતી ન શકાય તેમ એ મહાબાહુ પણ મારાથી છતા અશકય છે. આવું કાંઇ પણ જોયું નથી અને લોકમાં કે શાસ્ત્રમાં સાંભળ્યું નથી કે બીજા રાજાઓથી રાજાધિરાજ ચક્રવર્તી છતાય ! માટે આ મહાબાહુજ ખરેખર ! આ વસુધાપર ચઠી છે અને હું એની આજ્ઞામાં રહેનારા સેનાપતિ તુલ્ય છું.” આ પ્રમાણે મેદસહિત વિ. યાર કરતા ચકીના હાથમાં તે વખતે ચકાધિષ્ઠિત દેએ ચક મૂકયું. પિતાના હાથમાં ચક્ર આવવાથી તેને પોતાના ચકીપણાને નિશ્ચય
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૯૨
યુગાદિદેશના.
==
થયા. પછી પુન: જયની આશા ધરાવતા ભરત મનમાં આનંદ પામ્યા. હવે ચક્ર જેણે હાથમાં લીધેલુ છે એવા તેને જોઇને બાહુબલિ વિચાર કરવા લાગ્યા! અહા ! ન્યાયયુધ્ધના માર્ગથી ભ્રષ્ટ થયેલા આ નૃપાધમને ધિક્કાર થા! કારણ કે સમાન યાન ( વાહન ) અને આયુધથી લડવુ એવા ક્ષત્રીના ન્યાય છે, અને અહીં તે। મારા હાથમાં હુછ દંડ છે છતાં એણે લડવાને માટે ચક્ર લીધુ‘ છે, ” આ પ્ર માણે ચિત્તમાં ચિતવતા એવા તેને ભરતરાજાએ કહ્યું: હે વત્સ ! હજી કાંઇ બગડવું નથી, માટે આવ, મારી સેવા સ્વીકાર. મને વૃથા ભ્રાતૃત્યા ન આપ. કારણ કે દાન્મત્ત શત્રુઓને ઉચ્છેદ્ન કરવાને માટે અમાઘ એવા આ ચક્રરત્નને પાછું વાળવાને કોઇ પણ સમય નથી. ” આ પ્રમાણેના વચના સાંભળીને કાંઇક અવજ્ઞાપૂર્વક બાહુબલિએ હસતાં હસતાં કહ્યું:— હૈ ભ્રાત ! આ લોખંડના કંટકાના અને શું ભય દેખાડે છે? કારણ કે આવી બીકથી ડરે તે બીજા માણસા, આ કાં કાઠનુ ફળ નથી કે જે વાયુથી તરત પડી જાય. આટલા વખત તમે પેાતાના બાહુન્નુ વિપુલ મળ તે જોયુ.... હું વીર્ ! હવે એકવાર આ ચક્રનુ બળ પણ જુઓ ! ” આ પ્રમાણે અનુજ મ ધુએ કહ્યું એટલે ભરત અત્યંત કોપાયમાન થયા અને પૂરતા ખળપૂર્વક પેાતાના મસ્તક પર ચક્ર ભમાવીને તરત જ બાહુબલિ ઉપર છેડ્યું. તે વખતે “પૂર્વના પરાજયની લુપતા હવે ધાઇ નાંખી. ” એ પ્રમાણે આનંદપૂર્વ કે ભરતનુ સૈન્ય ઉંચે જોઇ રહ્યું અને “ શકત્યાદિક અસ્ત્રાથી દૃનિવાર એવુ' આ ચક્ર શુ· સ્વામીના શરીરપર આવે છે? ” આ પ્રમાણે બાહુબલિનું' મળ ( લશ્કર ) વિષાદ પામતું જોઇ રહ્યું, તથા રાજ્યલુબ્ધ એવા ચક્રીએ આ અયુક્ત આચયું.” એ રીતે દેવતાઓ આકાશમાં હાહાકાર કરતા જોઇ રહ્યા. તે વખતે ચારે તરફ અગ્નિના તણખા ઉડાડતા અને પોતાની પાસે આવતા એવા ચક્રને જોઇને બાહુબલિ મનમાં વિચાર કરવા લાગ્યા કે“ શુ
Page #199
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના.
૧૯૩ આને દૂરથી જ મુદગરના પ્રહાર વડે અટકાવું ! અથવા તે પાસે આવે ત્યારે મુષ્ટિના સુખ પ્રહારથી એને ચૂર્ણ કરી નાખું! કે નજીક આવતાજ કપતના બરચાની માફક હાથમાં પકડી લઉં! અથવા એ અહીં આવીને શું કરે છે તે એકવાર જોઉં. આ પ્રમાણે નિર્ભય મનથી બાહુબલિ વિચાર કરતા હતા, એટલામાં તેને પ્રદક્ષિણા દઈને ચક્ર જેમ આવ્યું હતું તેમ પાછું ભરત પાસે ચાલ્યું ગયું. હવે કાર્ય સાધ્યા વિના નિષ્ફળ થઈને ચક જ્યારે પાછું આવ્યું, ત્યારે અકબર મનમાં ખેદ લાવીને વિચાર કરવા લાગ્યા કે—“અરે! નિર્દાક્ષિણ્ય અને જગતને નિંઘ એવા પ્રકારનું કામ કર્યા છતાં પણ મારી ઇચ્છિત કાર્યસિદ્ધિ કંઇપણ ન થઈ. તેથી ખરેખર! “ચંડાળના પાડામાં પેઠા છતાં પણ હાડકાની ભૂખ ન ભાંગી” એ કહેવત જેવું મારે થયું, એ લોકવાયકા સાચી ઠરી.” આ પ્રમાણે પિતાના અનુજ બધુપરના તમામ ઉપક્રમ (પ્રયત્ન) નિષ્ફળ થયા, એટલે લાથી વિલખું મુખ કરીને ભરત કિંકર્તવ્યમૂઢ થઈ ગયા. અર્થાત હવે શું કરવું તેની તેને કંઇ ગમ ન પડી. હવે બાહુબળી વિચારે છે કે –
અત્યારસુધી ખરેખર! ભ્રાતૃભાવથી જ મેં ઉપેક્ષા કરી, છતાં હજી પણ એ પાપાત્મા પોતાના દુષ્ટ રવભાવને ત્યાગ કરતો નથી. માટે હવે કંઇપણ દરકાર કર્યા વિના એક મુષ્ટિથી જ એને ચૂર્ણ કરી નાખુ ! કારણકે એ મૂઢાત્માને શરીર પર અનુભવ થયા વિના વિશ્વાસ બેસવાને નથી.” આ પ્રમાણે વિચાર કરી ધથી ધમધમિત થઈને બાહુબલિ દૂરથી મુઠી ઉપાડીને ભરતને મારવા દોડ્યા. ભાઇને મારવા દોડતાં કેપથી જેનાં નેત્ર રતાં થઈ ગયાં છે એવા અને સારાસારને વિચાર કરવામાં બૃહસ્પતિ સમાન તે બાહુબલિ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે “જગતને નિંદવાલાયક એવા આ અવિચારિત કાર્યના કરવાપણને ધિક્કાર થાઓ કે જેથી પિતા૧૩
Page #200
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. તુલ્ય મોટાભાઇને મારવાને માટે હું તૈયાર થયે છું. જ્યાં બધુઓને પણ લુબ્ધ રાજાએથી આવી રીતે વાત થાય છે. તેવું મલિન રાજ્ય
નરકાંત (નરકે લઈ જાય એવું ) હેય છે. એવું શાસ્ત્રકારે કહ્યું છે તે ઠકજ કહ્યું છે. આ પ્રમાણે મેટાભાઈને વિઘાત કરીને જે મેટું રાજ્ય પણ મળતું હોય તે દુષ્કર્મ મૂળ એવા તે રાજ્યથી મારે કશુ પ્રજન નથી! માટે લેભાભિભૂત અને મારાથી ઉપેક્ષા કરાયેલે આ બિચારો ચિરકાળ છે અને નિ:સંપન્ન (કંટક રહિત) રાજ્યને ભેગ. હું તે હવે સર્વ સાવદ્ય અને આરભક્ત યોગનો ત્યાગ કરી પરમાત્મા એવા તાતની પુણ્ય પદ્ધતિ (પવિત્ર માગ)ને જ સ્વીકાર કરું.”
આ પ્રમાણે અભંગુર વૈરાગ્યના રંગથી રગિત થઈને આતરે રીઓને જીતવાની ઈચ્છાવાળા બાહુબળી દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા. અને ભરતેશ્વરને હણવાને માટે દૂરથી જે મુષ્ટિ ઉપાડી હતી, તે મુષ્ટિ કેશ લોચ કરવાને માટે તેણે પોતાના મસ્તસ્પરજ ચલાવી. અને ચિરકાળથી ઉત્પન્ન થયેલ જાણે સાંસારિક કલેશના કંદ હોય એવા પિતાના મસ્તક અને દાઢી મૂછના કેશને પંચમુષ્ટિથી લેચ કરીને જેને દેવતાઓએ સહાયતા કરેલી છે એવા બલિષ્ઠ સાર્વભમને (ચક્રીને) સર્વ યુદ્ધમાં જીત્યા છતાં પણ રાજ્યલક્ષ્મી અને રાજ્યસુખમાં નિ:સ્પૃહ એવા આવા પ્રકારના રણારંભની અંદર પણ સત્વરે શાંત સ્વભાવવાળા થઈ ગયેલા અને અહે! આ મોટું આશ્ચર્ય છે એ પ્રમાણેના વિસ્મય વડે આકાશમાં રહેલા દેવતાઓથી જેવાતા, સર્વના ભંડારરૂપ બાહુબલિએ સર્વ સાવદ્ય વિરતિ એટલે સર્વ ચરિત્ર અંગીકાર કરી લીધું.
પછી જે અત્યારે પિતા પાસે જઈશ તો પૂર્વ દીક્ષિત અને કેવળજ્ઞાની એવા લઘુ બંધુઓને મારે વંદન કરવું પડશે, માટે જ્યાંસુધી મને ઉજનલ એવું કેવલજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાંસુધી ચાર
૧ રાજેસરી તે નરકેસરી.
Page #201
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના. પ્રકારના આહારનો ત્યાગ કરીને અહીંજ સ્થિત રહ્યું. આ પ્રમાણે નિશ્ચય કરીને મનમાં જરા અભિમાન લાવી બાહુબલિમુનિ કયેત્સર્ગ કરી ત્યાંજ પવતની જેમ નિશ્ચલ થઈને રહ્યા ,
હવે દેવતાઓએ જેમને યતિવેશ આપેલ છે એવા મત્સર રહિત અને આત્માગમમાં રમણ કરનાર એવા તેમને જોઈને ભરતેશ લજા પામી આ પ્રમાણે વિચારવા લાગ્યા–“અહે! સમગ્ર યુદ્ધમાં પિતાના ભુજબળથી મને પરાજિત કરીને પોતાને સ્વાધીન થઈ શકે એવા મહા રાજ્યને આ પ્રમાણે લીલા માત્રથી એમણે ત્યાગ કરી દીધો. અને હું તે યુદ્ધમાં બહુવાર એમનાથી પરાભવ પામ્યા છતાં અખંડ પૃથ્વીના રાજ્યની કદાશા (ખરબ આશા) ને હજુ પણ તજતો નથી. તો એક જગદીશ્વરના પુત્રો છતાં કમ વૈચિત્ર્યથી અમો બંનેમાં કેટલું અંતર પડયું, તે તે જુઓ!” આ પ્રમાણે મનમાં વિચાર કર્યા પછી સર્વ સામંત અને સચિથી પરવલે લારતેશ્વર તે લધુ બંધુના ચરણમાં પડીને આખમાં આંસુ લાવી આ પ્રમાણે કહેવા લાગ્ય:–“હે ક્ષમાધન ! અતિ લોભથી પરાભવ પામેલ અને દુરાત્મા એવા મેં અત્યારે જે કાંઈ આપને અપરાધ કર્યો છે તે ક્ષમા કર. હે બંધુ! પ સર્વે બંધુઓના વિયોગથી વ્યથિત થએલા એવા મને તમારે વિયાગ ક્ષત પર ક્ષારક્ષેપ જે દુ:સહ થઈ પડશે. માટે હે બધુ! બાંધના વિયેગાગ્નિથી તમે થયેલા એવા મને સ્નેહ સહિત આલિંગન અને આલાપરૂપ જળથી સિંચીને શીખ શીતલ કરો. વળી હે મહાવીર!તમેજ એક જેમનું જીવિત છો એવા આ પત્ની, પુત્રો અને સેવકેને એકવાર સ્નેહભરી દૃષ્ટિથી જુએ » ઈત્યાદિક નોક્તિથી ચકીએ બહુવાર કહ્યા છતાં પણ શત્રુ કે મિત્ર, સુવર્ણ કે લેણ અને રસી કે તેણમાં જેમની સમાન દષ્ટિ છે એવા અને વાસને ચંદનમાં તુલ્ય હદયવાળા, શુભ ધ્યાનમાં આરૂઢ (નિમગ્ન) અને નાસિકાના અગ્ર ભાગ પર જેમણે પિતાની દૃષ્ટિ સ્થાપી છે એવા તે બાહુબલિ મુનિએ તેમની સન્મુખ પણ જોયું નહીં. પછી સમસ્ત
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૯૬
યુગાદિદેશના. સંસારને જેમણે સંસર્ગ છોડી દીધે એવા તે મહા મુનિની વિનયથી મસ્તક નમાવીને ભરતેશ આદર સહિત આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા:–“સર્વ શત્રવર્ગને જીતના એવા હે જગદ્વાર બંધુ! તમે જ્યવંતા વર્તો. પાપરજને દૂર કરવામાં પવન સમાન એવા હે તરવા કેટર! (તત્વજ્ઞમાં મુગટ સમાન) તમે જય પામે છે પિતાને માર્ગે ચાલનારા ભ્રાતા ! તમે વિજય પામે ! હે સંસારપારગ! તમે જ્યવંત થાઓ ! અને રાગદ્વેષ રહિત હૃદયવાળા એવા હે શાંતરસના આધાર ! તમારે વિજય થાઓ ! ” આ રીતે સ્તવ્યા પછી ભ્રાતૃપુત્ર સમયશાને સ્નેહથી બોલાવી ભરતેશ્વરે મેટો ઉત્સવ પૂર્વક તેને તક્ષશિલાના રાજ્યપર બેસાર્યો, અને પોતે તે અનુજ બંઉના લેકેર ચરિત્રથી હદયમાં વિસ્મય પામતા પિતાની રાજધા. નીમાં ગયા.
હવે પ્રભુના પુણ્યોપદેશથી પ્રતિબધ પામી ભરતેશની ભગિન ની બ્રાહ્મીએ તે પ્રથમજ પ્રવજ્યા અંગીકાર કરી લીધી છે. તે વખતે સુભાશયવાળી એવી સુંદરી પણ ચારિત્ર લેવાને તૈયાર થઈ હતી, પણું આ મારૂં સ્ત્રીરત્ન થશે” એવા હેતુથી ભરતચકીએ તેને દીક્ષા લેતાં અટકાવી હતી. તેથી દીક્ષા લેવામાં અતિ ઉત્કંઠાવાળી સુંદરી. એ સાઠ હજાર વર્ષ સુધી નિરંતર આંબિલનું તપ કર્યું. ભરતચકી સઠ હજાર વર્ષે દિગ્વિજય કરીને ઘેર આવ્યા અને સર્વ રાજાઓએ મહા ઉત્સવ પૂર્વક બાર વરસ સુધી તેમને રાજ્યાભિષેક કર્યો પછી નિશ્ચિત થઇને પોતાના સમગ્ર કુટુંબની સંભાળ લેતાં હિમ ઠાર થી દધ થયેલી કમલિનીની માફક સુંદરીને અતિ કૃશ જોઈને તેમણે રયાઓને પૂછયું કે- આ સુંદરી આવી દુબલ કેમ થઈ ગઈ છે?
શું અમારે ઘેર ભાજનની કોઇ પણ ન્યૂનતા છે? કે આના શરીરને કઈ વિષમ વ્યાધિ અધિક પીડે છે? અથવા તો ઘરમાં કેઈએ પણ આ માનનીય સુંદરીનું અપમાન કર્યું છે?” આ પ્રમાણેને પ્રશ્ન
Page #203
--------------------------------------------------------------------------
________________
યુગાદેિશના
૧૯૭
-
""
સાંભળીને તેઓ કહેવા લાગ્યા કે:- હે દેવ ! આની દુલાનુ કારણ એમાનું કશું' પણ નથી, પરંતુ દીક્ષા લેતાં આપે એને અટકાવી ત્યારથી એ સંસાર વ્યવહારના આસગથી રહિત થઇને દેહનો દરકાર કર્યા વિના નિર"તર આંબિલનું તપ કરે છે. ” આ પ્રમાણે તેની કુરાતાના હેતુ પાતાનેજ સમજીને ચિત્તમાં સતાપ પામી ભરતેશ સભ્યતાપૂર્વક સુધરી પ્રત્યે કહેવા લાગ્યા કે હું શુભાશયે ! તે વખતે પ્રત્રજ્યાને અંગીકાર કરવાની ઇચ્છાવાળી એવી તને મેાહોંધ . મનવાળા એવા મેં અંતરાય કર્યો છે, તે મારો અપરાધ ક્ષમા કર. વિષયાથી સ*સાર સાગરમાં ડુમતા એવા મેં' તને પણ આ પ્રમાણે ડુબાડવા પ્રયત્ન કર્યા. માટે એ મારા અજ્ઞાનચેષ્ટિતને ધિક્કાર થાઓ ! પ્રત્રજ્યાની પ્રાપ્તિને માટે અભિગ્રહવાની એવી હે મુશ્રુ ! તેં આવું દુ:સાક્ય તપ આચર્યું ! અહા ! એ કેટલી તારી ભવભીરતા ? માટે હવે સત્વર પિતાની પાસે સયમ લઇને સ`સાર સાગરના પાર પામી પરમ પદને પ્રાપ્ત કર ” અભચુર વૈરાગ્યવાળી સુદ્નરી ભરતેશની આ પ્રમાણે અનુમતિ પામીને જેમ નિધન નિધાન પામી ખુશી થાય તેમ હૃદયમાં અત્યંત હર્ષ પામી. પછી શુભ દિવસે વધતા જતા વેરાજ્યથી શુભ આશયવાળી એવી તેણે તાતના ચરણ સમીપે ચક્રીએ કરેલા મહા ઉત્સવપૂર્વક દીક્ષા અંગીકાર કરી.
હવે કિચિત અહંકાર સહિત કાયાત્સગ માં નિશ્ચલ મન કરીને રણભૂમિમાંજ સ્ટેલા બાહુઅલિમની પાસે વને અ ંતે તેને પ્રતિષષ આપવા માટે યથાજ્ઞ એવા પ્રભુએ તેનુ વૃત્તાંત કહેવા પૂર્વક શ્રી અને સુદરીને મેકથી. ત્યાં જઈને સત્ર તપાસ કરતાં પણ માહુબલિ જોવામાં ન આવવાથી ત્યાં કોઈ જોવામાં આવતુ નથી
".
એ રીતે તેમણે આવીને ભગવંતને કહ્યું, “ હે વત્સે ત્યાંજ સાવધાન થઇને જીઆ. ” એ રીતે પુન: પ્રભુએ તેમને નિશાની ખત્તાવા પૂર્વક કહ્યું. પછી ત્યાં સાવધાનતાપૂર્વક જોતાં વનવૃક્ષની માફક વેલ
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૮
યુગાદેિશના.
("
ડીની ઘટાથી અે માજી વીંટળાયેલા ઇચ્છાનુસાર ફરતા સર્પથી જેનુ” શરીર વેષ્ટિત છે એવા, અત્યંત વિશ્વાસ પામેલા પક્ષીઓએ જેમના ખ'ને કાનમાં માળા નાખેલા છે એવા, વર્ષા, શીત અને આતપના દુ:સહુ કલેશાને સહન કરતા, ભૂમિને ભેદીને બહાર નીકળી આવેલા તીક્ષ્ણ દાંથી જેમનાં અને ચણુ વીંધાઇ ગયા છે એવા, નાના પ્રકારના ઉપસના પ્રસંગમાં પણ પતની જેમ જેમનુ શરીર અચળ છે એવા અને નાસિકાના અગ્રભાગપર જેમણે પાતાના નેત્રયુગલ સ્થાપ્યાં છે એવા તે બાહુબલી મુનીશ તે બ ંને બહેનેાના જોવામાં આવ્યા. પછી અહંકારહિત હૃદયવાળા તે બાંધવ મુનિને દૂરથી નમસ્કાર કરી તે બને બહેના પરિણામે હિતકારી એવું આ પ્રમાણે વાકય મેલી:—“ હું ભાત ! હાથીના ધપર બેઠેલા માણસને ઉજ્વલ એવુ કેવલજ્ઞાન કદી ઉત્પન્ન થતું નથી; માટે એ ગજપરથી શીઘ્ર નીચે ઉતરશે. ” આટલું સાંભળતાં પેાતાની હેંનાનુ તે વાકય ઓળખીને તે વિચાર કરવા લાગ્યા:— આ મહારી બહેના સાધ્વીઓએ અત્યારે અસ‘ભાગ્ય જેવુ' આ શું કહ્યું ? કારણ કે, ઘણા વખતથી સમગ્ર સાવદ્ય યાગના ત્રિકરણે જેણે ત્યાગ કર્યો છે એવા અને વનમાં તપસ્યા કરતા એવા મને અહીં હાથીના સંભવ પણ નથી. પરંતુ નિષ્ઠ એવી આ સાધ્વીઓની ઉકિત પણ મિથ્યા હોય એમ સભવતુ નથી. માટે અહીં તાત્પ શુ હુરી? અથવા તા ઠીક એ મારા જાણવામાં આવ્યુ ! · વ્રતથી મેાટા અને જ્ઞાનવત એવા લલ્લુ બને હું' શી રીતે વંદન કરૂ ? ’ એ પ્રકારના વિચારરૂપ ગ`ગજના સ્કંધપર હું બેસી રહ્યો છું. અહા ! મૂઢ એવા મે’ અહંકારરૂપ કાઢવના સંસર્ગથી આવુ· પવિત્ર ચારિત્ર મલિન કર્યું ! માટે મને ધિક્કાર થાઓ ! જે શાંતરસથી પરિપૂર્ણ ( પરિપુષ્ટ ) છે અને અહંકારના રજ:પુજથી મનને મલિન કરતું નથી, એજ સા ત્કૃષ્ટ પરિજ્ઞાન છે. વળી એક ક્ષણવાર પણ જો હૃદયમાં સમ્યગ્રરીતે દીક્ષા પરિણમી હાય, તા માણસાના અનેક ભવમાં ઉપાજેલા પાપને
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯
યુગાદિદેશના. તે શીધ ખપાવે છે. એટલા માટે જ ક્ષણવાર પહેલાં દીક્ષા લઇ યતિ થયેલ હોય તે કદાચ સામાન્ય હોય છતાં પાછળથી દીક્ષા લેનાર સાઈભૈમ તેને નમે છે. કહ્યું છે કે:
"अभिगमणवंदणनमंसणेण पडिपुच्छणण साहणं
चिरसंचिअंपि कम्म, खगेण विरलत्तणमुवेइ. "
સાધુની સામે જતાં, તેમને વંદન કરતાં, નમસ્કાર કરતાં અને સુખસાતા પૂછતાં ચિરસંચિત પાપ પણ ક્ષણવારમાં વિખરાઈ જાય છે. આ પ્રમાણે અહંકારરહિત થઈ, પ્રભુ પાસે જવાને ચરણ ઉપાડતાં તેમને ધાતિકના ક્ષયથી તરતજ ઉજવેલ એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુને પ્રદક્ષિણ દિને પિતાની પ્રતિજ્ઞા જેમણે નિવહી છે એવા તે કેવલી કેવલજ્ઞાનીઓની પર્ષદામાં જઇને બેઠા.
હવે મેહનિદ્રામાં સૂતેલા એવા ભવ્ય જનોને ચિરકાલ પ્રતિબોધ આપીને કેવલજ્ઞાનના પ્રકાશથી ભાસ્કર તુલ્ય એવા શ્રી યુગાદિ જિનેશ, બહુબલિ વિગેરે સેવે (૯) કુમાર અને આઠ પત્રએવી રીતે એકસે આઠ સવે સાથેજ અષ્ટાપદ પર્વત પર સિદ્ધિપદને પામ્યા, બ્રાહ્મી અને સુંદરી પણ દુતપ તપ તપતાં સમગ્ર કમ ખપાવી અનુક્રમે મુકિત પામી.
- - હવે જે ભારતેશ્વરના બંને ચરણે નીચે નેવે નિધિઓ સંચરે છે અને દેવતાઓને સેવ્ય એવા ચાદર જેમના સધમાં ચરે છે, જેમને છતુ કરેડ ગામ તથા છતુ કરડ પદાતિઓ છે અને ચોરાશી લાખ ર, ગજ અને અવે છે, (૨૫૦૦૦) પચીશ હજાર યક્ષ જેની સેવામાં રહે છે અને બત્રીસ હજાર મુગટબંધ રાજાએ જેની
૧ ચૌદ રત્નોના ૧૪ હજાર, નવનિધાનના ૯ હજાર અને ચક્રીના અંગરક્ષક બે હજાર કુલ ૨૫ હજાર,
Page #206
--------------------------------------------------------------------------
________________
યુગાદિદેશના સેવામાં સદા હાજર છે, ચોસઠ હજાર ભોની ભૂમિરૂપ જેને રમણીય રમણઓ છે અને સવાલાખ જેને વરાગનાઓ છે, વીશ હજાર વજ અને રત્નાદિની જેને ખાણે છે અને શ્રેષ્ઠ રાજ્યથી જેમાં સમગ્ર પ્રજા આનંદિત છે એવા બત્રીશ હજાર જેને મહાદેશ છે, દ્રવ્યના સ્થાનરૂપ એવા (૩૬૦૦૦) જેને વેબાકળે છે અને (૭૨૦૦૦) મોટા શ્રેષ્ઠ શહેરો છે, વળી જેને (૪૮૦૦૦) પત્તન છે, (૧૬૦૦) ખેટ (ખેડા) છે, સમૃદ્ધિવાળ એવા (૨૪૦૦૦) જેને મટુંબ છે, (૨૪૦૦૦) કર્બટ છે, (૯૯૦૦૦) જેને દ્રાણમુખ છે અને (૧૪૦૦) સંબોધન છે. એ પ્રામાદિકનાં લક્ષણે આપ્રમાણે છેવાડથી વીંટાયેલું હોય તે ગામ કહેવાય છે. કિલે અને મેટા ચાર ગોપુર (દ્વાર) થી ભીતું હોય તે નગર કહેવાય છે, સમુદ્ર કીનારે હોય તે વેલાકુલ કહેવાય છે, નદી ને પર્વતના ઘેરાવાવાળું હેય તે ખેટ કહેવાય છે, ચારે બાજુ પર્વતથી પરિવૃત હોય તે કબી. કહેવાય છે, એક હજાર ગામેથી યુક્ત હોય તે મટુંબ કહેવાય છે, જ્યાં રનની ખાણ હેય તે પત્તન કહેવાય છે. સમુદ્રની વેલાથી ઘેરાયેલું હેય તે શું કહેવાય છે, અને પર્વતના શિખરપર વસેલું હોય તે સંબોધન કહેવાય છે. એ ઉપરાંત સેળ હજાર પ્લેચ્છ રાજાએ જેના સેવકે છે, ઇત્યાદિક ઉત્કૃષ્ટ ઐશ્વર્ય પૃથ્વી પર તેનું એટલું છે, બાકી તેની સામાન્ય સમૃદ્ધિ (ઐશ્વર્ય નું તો વર્ણનજ થઈ શકે તેમ નથી.
હવે તે ચકવર્તી સ્નાન વિલેપન કરી, સર્વાગે વિભૂષિત થઈ, આરિલાભુવનમાં દરરોજ પોતાના શરીરની રોભા જતા હતા. એક દિવસે મુદ્વિકારહિત અને શેભા વિનાની એવી પિતાની એક આંગળી જેઈને કેતુથી અનુક્રમે શરીર પરના સવ આભરણે તેણે ઉતારી નાખ્યા. તે વખતે ફાગણ માસમાં જેમ સમગ્ર પાંદડાં ખરી પડ્યાં હોય એવા વૃક્ષની જેવા પિતાના શરીરને અત્યંત શોભા રહિત જોઈને ભરતેશ દદવમાં બહુ ખેદ પામ્યા. તેણે વિચાર્યું કે –
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦૧
યુગાદિદેશના. અહો ! પુસ્તાદિ કર્મથી જેમ ભીંતની શોભા દેખાય છે, તેમ ભૂષણ દિથીજ જે શરીરની અસાધારણ શોભા દેખાય છે. તેને ધિક્કાર છે. અંદર વિષ્ટાદિક મળથી વ્યાસ અને બહાર નવ દ્વારથી નીકળતા મળથી મલિન એવા આ શરીરને વિચાર કરતાં કંઈપણ તેમાં સારું (શભાસ્પદ) નથી. જો કે બહાથી કદાચ કઈ રીતે તે રમણીય લાગે, તથાપિ અંદર તે તે કૃમિગણથી વ્યાપ્ત એવા વટવૃક્ષના ફળ (ટેટા) ની માફક દુધાળજ હેય છે, આ શરીર કપૂર, કસ્તૂરી વિગેરે ચીજોને પણ ક્ષારભૂમિ જેમ વરસાદના જળને દૂષિત કરે, તેમ દૂષિતજ કરે છે. માંસ, વિષ્ટા, મૂત્ર, મેલ, સ્વેદ અને રેગમય એવા આ શરીરનું સેવન, તે ગૃહની ખાળના સેવન જેવું છે. વિષયથી વિરત થઇને જેઓએ મેક્ષના ફળરૂપ તપ તપ્યું, તે તત્વજ્ઞ પુરૂષોએજ આ શરીરનું ફળ મેળવ્યું સમજવું. ક્ષણવારમાં દષ્ટ નષ્ટ એવી વીજળીથી માગ જોઈ લેવાની જેમ વિનર એવા આ શરીરથી મેક્ષ સધાય તે તેજ ઉત્તમ છે. અહે! અઘટના ઘડાની જેમ સંસારમાં ગમનાગમન કરતા જંતુઓ અદ્યાપિ નિવેદ પામતા નથી.”
આ પ્રમાણે વૃદ્ધિ પામતા એવા શુભ ધ્યાનરૂપ નિર્મળ જળથી અંત:કરણનું સમગ્ર મળ જેણે ધોઈ નાખ્યું છે એવા તે રાજહંસ (ભરતેશ્વર) પવિત્ર થઈ ગયા. ઊંચા પ્રકારની લક્ષ્મી અને સંપત્તિના સંગમાં પણ મહા મનવાળા અને પપત્રની માફક નિલે૫ પ્રકૃ તિવાળા, જેમની ઉપર છત્ર ધારણ કરવામાં આવેલ છે એવા તથા વારાંગનાઓ જેમને સુંદર ચામર વીંછ રહી છે એવા શ્રી ભરતેશ્વર તરતજ ભાવયતિ થઈને કેવલજ્ઞાન પામ્યા. પછી દેવતાઓએ જેમને સાધુવેશ આપીને જ્ઞાનનો મહત્સવ કરે છે એવા ભરત મહારાજા ઘણા કાળ સુધી પૃથ્વીપર વિચરી અનેક ભવ્ય જીને પ્રતિબંધ આપી પ્રાંતે પરમપદને પામ્યા. પછી પ્રધાનએ પ્રભુના પિત્ર અને ભરતરાજાના પુત્ર પરાક્રમી એવા આદિત્યયશા કુમારને ભરત મહારાજાને માટે અભિષિક્ત કર્યા (રાજ્યપર બેસાય.
Page #208
--------------------------------------------------------------------------
________________ 202 યુગાદિદેશના. - અહીં પ્રસંગોપાત્ત ભરતેશ્વરચકી બાહુબલિ રાજા અને બ્રાહ્મી તથા સુંદરીના પ્રતિબંધવિગેરેની હકીક્ત કહેવામાં આવેલ છે. મુખ્યતાએ અહાણુ પુત્રને પ્રતિબંધ કરવાવાળી અને આ ભવ તથા પરભવાં પ્રાપ્ત થતાં અનેક પ્રકારનાં દુષ્કર્મના ફળને દર્શાવનારી તથા પાપને નાશ કરનારી એવી શ્રી આદિનાથ પરમાત્માની આ ધમશના સાંભળીને હે ભવ્ય છે ! શ્રી જિનપ્રણીત ધાને માટે નિરતર (સાત) પ્રયત્ન કરે. પાવલી. બૃહદગચ્છમાં ગુણ, તીવ્રપનિષ્ઠ અને શ્રી તપ એવા બિરૂદથી પ્રખ્યાત શ્રી જગચંદ્રસૂરિ થશે. અનુક્રમે તેમની પછી ભાગ્ય અને સૌભાગમાં અદ્વિતીય તથા તપાગચ્છના સ્વામી એવા શ્રી સેમસુંદરસૂરિ થયા. તેમને માટે સહસાવધાની અને વિસ્તૃત મહિમાવાળા યુગપ્રધાન શ્રી મુનિસુંદરસૂરિ થયા. તેમના ચરણકમળમાં ભમર સમાન શ્રી રોમમેડનગણિએ સ્વારના ઉપકારને માટે આ શ્રી યુગાદિજિનદેશના રચી છે. તેમાં અજ્ઞાન કે અનાગથી જે કાઇ શાસ્ત્ર વિરૂદ્ધ કહેવાયું હોય તેનું અરિહંત અને સિદ્ધાદિની સાક્ષીએ મિથ્યાદુષ્કૃત થાઓ. પરોપકારમાં લીન એવા બુદ્ધિ મને આ સાક્ષેપ (આક્ષેપ પૂર્વક) સુધારવા લાયક છે અને જય તથા અભ્યદયને આપવાવાળી એવી આ દેશના તેમને વાંચવા લાયક છે. શ્રી મુનિસુંદરસૂરીશને પાટે અત્યારે વિજયવંત એવા શ્રીરત્નશે. ખરસૂરિ વસે છે તે તમે મેક્ષલક્ષમીની પ્રાપ્તિ નિમિત્તે થાઓ.’ .. // इति श्रीतपागच्छाधिराजश्रीसोमसुन्दरसूरिपट्टालङ्कारतपा गच्छनायकपरमगुरुश्री मुनिसुन्दरसूरिविनयवाचनाचार्यसोममण्डनगणिकृतायां श्रीयुगादिजिनदेशनायां पश्चम उल्लासः //