________________
૧૬૯
યુગાદિદેશના ના અવાજ (ગર્જના) ને અને જાત્ય ચાબુકના પ્રહારને કદાપિ સહન કરી શકતા નથી. બલિષ્ઠ એવા એ લધુબંધુથી હું સવથા શ્વાધ્ધ (પ્રશંસનીય) છું. કારણ કે એક બાહુ હલકી (ઓછા બળવાળી) હેય તે તેના પ્રમાણમાં બીજી બલિષ્ઠ લાગે (હય) છે. સ્ત્રીઓ, સંપત્તિ, પુત્ર અને સુભટો વિગેરે જગતમાં મળવા સુલભ છે, પણ વિશેષ રીતે આવા બળવાળો બંધુ કયાંય પણ પ્રાપ્ત થઈ શકતો નથી. વળી સેવાને માટે મેં પહેલાં નાના ભાઈઓને જે બેલાવ્યા અને તેઓએ તરત પ્રવજ્યા અંગીકાર કરી લીધી, એ શરમ અદ્યાપિ મારા હૃદયમાં માતી નથી. બળવાન એવા એણે મારી આજ્ઞા આ વસુધાપર વિસ્તૃત પ્રિખ્યાત] છે એમ જે માન્યું, તો પછી આવા ઉચા નીચા વચનેથી ભલે તે મારી અવજ્ઞા કરે. અથવા તે અપરાધ સહન કરતાં લેકે ભલે મને અશક્ત કહે, પણ આ બધુની સાથે હું વિરોધ કરવાને ઇચ્છતું નથી. આ પ્રમાણે કહ્યા પછી પતાના કથનની ગ્યાયેગ્યપણાની ફુટતાને માટે ભારતે સ્નેહરષ્ટિથી સભાસદોના મુખ સામે જોયું. એટલે બાહુબલિની કરેલી અવજ્ઞાથી અને સ્વામીએ બતાવેલી ક્ષમાથી મનમાં દુભાયેલ સુષેણ સેનાપતિ ઉભે થઈને ચકીને આ પ્રમાણે કહેવા લાગ્ય
હે દેવ! દીન, દુ:સ્થ [દરિદ્ર] પીડિત, ભયભીત, અંધ, કુણી (ઠ) અને પંગુ–દયાને લાયક એવા એ સર્વની ઉપર રાજાએાએ ક્ષમા કરવી યુક્ત છે, પણ પોતાના બાહુવીર્યથી ઉછુંખલ અને આજ્ઞાનું અપમાન કરનારા એવા દુષ્ટ બુદ્ધિવાળાઓને તો પ્રજાના હિતમાં તત્પર એવા રાજાઓએ સખ્ત શિક્ષા કરવી જોઇએ. દુષ્ટ બુદ્ધિવાળાઓનું દલન કરવું, સદ્દબુદ્ધિવાળાઓનું પાલન (રક્ષણ) કરવુિં અને આશ્રિતનું ભરણ-પોષણ કરવું એ રાજાઓનું લક્ષણ (તેમને ધર્મ) છે. કહ્યું છે કે