________________
૧૨૬
યુગાદિદેશના. થશે. પછી તે ધૂને પિતાના ઘરથી તે ભેયર સુધી પિતાના માણસે પાસે મૂળ અને સાધે ન દેખાય તેવી સુરંગ ખેદાવી.
એકદા રાજા જ્યારે ભેંયરાની બહાર નીકળેલ હતો ત્યારે કામવિવળ એ અનગદેવ સુભિત શૃંગાર ધારણ કરીને સુરગના રસ્તે તે ભૂહમાં ગમે ત્યાં રતિના શ્રમથી સૂતેલી એવી તેને આસ્તેથી તેણે જગાડી. ત્યારે તે જાણે લજિત થઈ ગઈ હોય તેમ તરત સસંભ્રમથી ઉઠી, અને સુરૂ૫, બહુ ભૂષણભૂષિત અને જાણે સાક્ષાત મન્મથ હેાય એવા તેને જોઈને ખુશ થતી પાતાલ સુંદરી તેને રાજા સમજીને આ પ્રમાણે બોલી કે “હે સ્વામિન! આજે નવીન રૂ૫ અને વસવાળા તમે કેમ દેખાઓ છે ? આ પ્રશ્ન સાંભળીને તે કેમળ ગિરાથી કહેવા લાગ્ય:-“હે ભદ્ર! હું તારે પતિ રાજા નથી, પરંતુ સમૃદ્ધિવાળે અનદેવ નામે સાથે છું. તારણ ગુણેથી આwઇને કમલિની પાસે જેમ મધુકર આવે તેમ હું તારી પાસે આવ્યો છું. લેચનને અતૃપ્તિરૂપ સ્વરૂપવાળી હે શુભે! આજે તારા દર્શનથી વિધાતાને મારી ચક્ષુ સરજવાને પરિશ્રમ સફળ થયે છે. ઇત્યાદિ મધુર વચનેથી તેને ખુશ કરીને એવી વશ કરી લીધી કે જેથી તે દિવસે જ તે તેના પર અનુરાગવાળી થઈ અને તેની સાથે રમી. રાજાના આવવાના વખત સુધી ત્યાં સુખે રહીને પછી સુરગનું દ્વાર બંધ કરી સાથે શ જેમ આવ્યા હતા તેમ ચાલે ગયે. આ પ્રમાણે દરેજ આવતાં દિવસે દિવસે તેમને સ્નેહ વધતો ગયે અને ભેગસુખમાં એક સમયની જેમ કેટલેક વખત ચાલ્યા ગયે. - હવે અજ્ઞાનના વશથી કદાચિત ભુજંગના મુખમાં મૂષક ( ઉદર) ની જેમ ભોંયરામાં બેઠેલ રાજાના મુખમાં અકસ્માત હું ન આવી પડું એટલા માટે રાજાના અભાવને સૂચવનાશે અને વાળમાં બાંધેલી એવી ઘુઘરી વિરહને સહન ન કરવાવાળી એવી તેની પાસે તે વગાવતે હતે. અર્થાત રાજા જ્યારે બહાર જાય તે વખતે પાતાળ