SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના. હોય છે, દુર્જનની મિત્રાઈની જેમ અને તે વિરસજ થાય છે, સપના કરડીઆની માફક નિરંતર તે અપ્રમત્તપણે જાળવવા જેવું છે, એક શાખાએથી બીજી શાખાએ ઠેક્તા વાંદરાની જેમ તે ગુણે રડી) થીકબજે કરવા ગ્ય છે, ફલિતક્ષેત્રની માફયત્નથી નિત્ય રક્ષણ કરવા યોગ્ય છે અને પથ્ય ભેજનની જેમ પરિણામે તે ભયંકર છે. તેમજ પ્રાય: વનથી ઉન્મત્ત મનવાળા મનુષ્યોને સર્વ પ્રકારની લક્ષ્મી વિકારકારિણી થાય છે, તેમાં પણ રાજ્યશ્રી તો વિશેષે વિકાર કરે છે. રાજ્યશ્રીની સંપ્રાપ્તિથી ઉન્મત્ત થયેલા રાજાઓ સારા નેત્રવાળા છતાં જન્માંધની માફક સન્મુખ રહેલા પુરૂષને પણ જોઈ શકતા નથી. તથા પતે લાંબા કાનવાળા છતાં બહેરાની માફક તેઓ પાસે રહેલા મા સેનું વાક્ય પણ શ્રવણ કરતા નથી. ખેલ જોવડે પરાભવ પામેલા પુરૂષથી સ્વાર્થસિદ્ધિને માટે વીનવાતા એવા તેઓ બલવાને સમર્થ છતાં મુંગા માણસની જેમ બોલતા પણ નથી. રાજ્યલક્ષ્મીના મદથી ઉન્મત્ત થયેલા તેઓ નિરંકુશ હાથીઓની જેમ સંતાપિત કરેલી પ્રજાના ધર્મરૂપ બગીચાને ઉખેડી નાખે છે. ધનમાં અંધ એવા ચાકરે (સેવક) ના ચાટવચનોથી સ્તુતિ કરાયેલા રાજાઓ પિતાને દેવતાઓ કરતાં પણ અધિક માને છે, અને તેથી જ પૂજ્ય એવા દે, મુનિઓ, સ્વજન બાંધવ અને માતાપિતાને પણ તેઓ ગર્વથી નમતા નથી. પિતાનું કથન માલ વિનાનું હોય છતાં તેને અતિ સુંદર કરીને સ્થાપે છે અને બીજાનું બેલેલું સુંદર હોય છતાં તેઓ તેને નિર્માલ્ય ગણી હસી કહાડે છે. જે તેમને અંજલ જોડે, મીઠાં વાકથી તેમની સ્તુતિ કરે અને તેમના યુક્ત કે અયુકત વચનને તથતિ એમ બોલી જે અંગીકાર કરે તેને જ તેઓ બહુમાન આપે છે, તેનું જ વચન હિતકારી સમજે છે, મિત્રપણામાં કે સેવપણામાં તેનેજ સ્થાપે છે, તેનીજ તેઓ પ્રશંસા કરે છે, તેને જ ધન આપે છે, તેની સાથેજ મસલત કરે છે અને તેની સાથે જ ગોષ્ટી કરે છે. ચાટગ્રાહ્ય એવા રાજા
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy