________________
પ્રથમ ઉલ્લાસમાં ભરતે પિતાની આજ્ઞા માનવાનું કહેવરાવવાથી ઉદિન થઈને પ્રભુ પાસે આવેલા પુત્રોને ક્રોધ, માન, માયા ને લેભ આ ચારે કષાયનું ત્યાજ્યપણું બતાવી ભગવંત ઋષભદેવે તેની ઉપર એક સકવાયી કુટુંબનું સવિસ્તર ઉદાહરણ આપ્યું છે. અને તેની પ્રતે આવા કષાયી છતાં સ્વલ્પ કાળમાં કેમ વિસ્તાર પામ્યા ? એ પ્રશ્નના ઉત્તર પરત્વે એક ભવમાં અનેક ભવ કરનારે કામલક્ષીનું દષ્ટાંત આપવામાં આવ્યું છે.
બીજા ઉલ્લાસમાં મહતું ત્યાજ્યપણું બતાવી અભવ્ય, દૂરભવ્ય, ભવ્ય, આસન્નસિદ્ધ ને તદ્દભવસિદ્ધિક એ પાંચ કુળપુત્રોનું દષ્ટાંત ઘણું અસરકારક વર્ણવ્યું છે. તેમાં તે પાંચ પ્રકારના છની પ્રવૃત્તિ બહુ સ્પષ્ટ કરી બતાવી છે. ત્યાર પછી અતિમહથી દુઃખી અને નિર્મોહીપણાથી સુખી થવા ઉપર સરસ્વતી, દેવદિન ને પ્રિયંગુ શેઠનું દષ્ટાંત આપ્યું છે, અને તેના પ્રાંતભાગમાં છાગતિ ધર્મોપદેશ કરવાથી પણ પ્રાણી દુઃખ પામે છે તે ઉપર ધનશ્રીનું દષ્ટાંત ઘણું વિસ્તારે આપવામાં આવેલું છે. - ત્રીજા ઉલ્લાસમાં લક્ષ્મીનું ત્યાજ્યપણું બતાવી તેને અત્યંત પ્રિય ગણનાર રત્નાકરશેઠનું દષ્ટાંત આપી ત્યારપછી લક્ષ્મીને તીરસ્કાર કરનાર, તેને પૂજનાર, તેને તેજુરીમાં ગોંધી રાખનાર અને ઉદારતાથી વ્યય કરનાર અને નુક્રમે શુચીયા, શ્રીદેવ, સંચયશાળ અને ભંગદેવની કથાઓ બહુ અસરકારક રીતે આપવામાં આવી છે. * ચોથા ઉલ્લાસમાં ઈકિયેના વિષયોનું ત્યાજ્યપણું બતાવી તેમાંની મુખ્ય સ્પર્શેકીના વિષયના લુપી શ્રેષ્ટિ પુત્ર સુંદર ને સુંદરીનું અસરકારક ઉ. દાહરણ આપ્યું છે. ત્યારપછી સ્ત્રીના અતિ ચંચળપણા ઉપર પાતાળ સુંદરીનું મને હારી દષ્ટાંત આપ્યું છે. તેની અંતર્ગત અતિમોહી બહુધાન્ય ને કુરે. મીનું દષ્ટાંત આપ્યું છે. આ ઉલ્લાસના પ્રાંતભાગમાં ભગવંતે ૯૮ પુત્રને બહુ સંગીન ઉપદેશ આપ્યો છે, જેની અસરથી તેઓ તરતજ સંસારને તજી દઈ ચારિત્ર ગ્રહણ કરે છે. અને તેમને સ્વલ્પ કાળમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.'