________________
પાંચમા ઉલ્લાસમાં ભરતને થયેલા પશ્ચાત્તાપ, તેનુ પ્રભુ પાસે જવું, તેની મુનિદાનની પ્રબળ ઈચ્છા, ભગવતે બતાવેલ અવગ્રહનું સ્વરૂપ, ભરતે કરેલી સ્વામીવાત્સલ્યની શરૂઆત તે તેનું પરિણામ ઇત્યાદિ વર્ણવ્યા પછી ભરતે બાહુબળિ પાસે મોકલેલ દૂત, તેનું કથન, બાહુબલિના ઉત્તર, દૂતે ભરતચક્રીને કહેલી હકીકત, સુષેણ સેનાપતિની સલાહ, યુદ્ધ કરવા કરેલ પ્રયાણુ, ખાહુમળિનું સામે નીકળવું, યુદ્ધની શરૂઆત, દેવાએ કરેલ પ્રતિખાધ, તેણે સ્થાપેલ પોંચ પ્રકારનુ ( દષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, બાહુયુદ્ધ, મુયુિદ્ધ, અને દડયુદ્ધ) 'યુદ્ધ, તે પાંચેમાં થયેલ ભરતની હાર, ભરતે મૂકેલ ચક્ર, તેનું પાછું કરવુ’, બાહુબળિએ ઉપાડેલ મુષ્ટિ અને તેને થયેલા સવિચારથી તેણે કરેલ તેજ મુષ્ટિથી કેશ લુંચન, ગ્રહણ કરેલ ચારિત્ર, ઉત્પન્ન થયેલ માન, તેમનું કાયાત્સગે સ્થિત થવુ, બ્રાહ્મી સુંદરીના કહેવાથી તેને થયેલ મેધ ને ત્યાંથી પગ ઉપાડતાં થયેલ દેવળજ્ઞાન, ભગવંત સહિત ૧૦૮ મહાપુરૂષાનું સમકાળે નિર્વાણુ, ભરતચક્રીને અરીસાજીવનમાં થયેલ કેવળજ્ઞાન, તેની તથા બ્રાહ્મી સુંદરીની મુક્તિ ઈત્યાદિ હકીકત પ્રદર્શિત કરી પાંચમા ઉલ્લાસ પૂર્ણ કરવામાં આવ્યા છે.
આ ગ્રંથની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઘેાડી છે. આ બુક સાઘન વાંચવાથી તેની ખુબી તરત સમજી શકાય તેમ છે, એટલુ જ નહીં પણ.’ વાંચવા માંડ્યા પછી અધુરી મૂકી શકાય તેમ નથી. પ્રારંભમાં વાંચકાને વધારે ન રાકતાં તેને સાદ્યંત વાંચી અમારા પ્રયાસ ક્લીભૂત કરવાની ભલામણુ કરી આ પ્રસ્તાવના ટુકામાં સમાપ્ત કરવામાં આવે છે.
}
ફાગણ શુદિ. ૮
સવત ૧૯૧૨
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
"