________________
૧૭૨
યુગાદિદેશના. અને તેમના નેતા એવા તમારો આ લધુબંધુથી જે પરાજય થાય, તે સમુદ્રથી પાર ઉતરેલાને ગેમ્પમાં ડુબવા જેવું છે. ભાઇની સાથે યુદ્ધ કરવા માટે સૈન્યયુક્ત જતાં મારે ખરેખર લેકમાં અવર્ણવાદ બેલાશે, એવી બેટી શંકા પણ તમે મનમાં લાવશે નહિ. કારણકે, બે શોકનું જે ભગિનીપણું અને તેમના પુત્રનું જે ભ્રાતૃપણું તેમાં સાક્ષાત વૈરજ દેખાય છે. તેથી માત્ર તે સંબંધ નામ જ હોય છે, વસ્તુત: ત્યાં સ્નેહ હેતો નથી. પરસ્પરના તેજને સહન ન કરનાર માણસમાં ઓરમાન ભાઈઓ પ્રાય: સ્વભાવથી જ શત્રુ હોય છે. તેમાં પણ રાજાઓમાં તે તે શત્રુભાવ વિશેષ હોય છે. આજ્ઞાનું અપમાન કરનાર ભાઈને વસ્તુત: શત્ર ગણુને તેની ઉપર રાજાઓએ ચડાઈ કરવી, તેને માટે લેકે અને શાસ્ત્રો પણ સંમત છે. માટે તેજના ભંડારરૂપ તે અનુજબંધુ તમારે તરત ઉછેદવા લાયકજ છે. કારણકે શત્રુ અને વ્યાધિની ઉપેક્ષા કરતાં તે મહા અનર્થકારી થાય છે. આ પ્રમાણેનું મુખ્ય સચિવનું બેલવું સાંભળી સર્વ સભાસદે, સ્વામીભક્ત સામત અને મહાઉત્સાહવાળા બીજા રાજાઓ વિગેરેએ પણ (એજ વાતને) ટેકે આ . પોતાને ભાઈ હોવાથી તેની ઉપર ચકીનું મન જે કે સ્નિગ્ધ (સ્નેહાળ) હતું, પણ સેનાપતિ વિગેરેએ આવા વિચારો બતાવીને તરત જ તેમનું મન વિધવડે વિરસ (નિઃસ્નેહી) કરી નાખ્યું. કહ્યું છે કે –
"वल्ली नरिंदचित्तं, वरकाणं पाणि च महिलाओ
तत्थय वचंति सया, जत्थय धुत्तेहिं निजति." “વેલડી, રાજાઓનું મન, વૃક્ષ, પાણી અને સ્ત્રીઓ એ બધાં જ્યાં ઘઊં (નેતા) લઈ જાય છે, ત્યાંજ જાય છે.
ત્યારબાદ લધુબંધુને જીતવા જવાની ઇચ્છાવાળા અને અમર્ષ (ઈર્ષ્યા) સહિત એવા ચકીએ તરતજ પ્રયાણને સૂચવનારી એવી