________________
યુગાદિદેશના. अथ तृतीय उल्लासः.
જે પિતાના સમુવલ આશયને વિષે નરકાદિ દુર્ગતિનું ઉ૨છેદન કરનાર રાયમાન અલૈકિક તેજરૂપ સુદર્શનને (ક્ષાયિક ભાવને) ધારણ કરે છે એવા મેક્ષ લક્ષ્મીના સ્વામી શ્રીયુગાદિજિન અમને લક્ષ્મીની પ્રાપ્તિ નિમિત્ત થાઓ.
હવે કેવલ નામના કુમારે ત્રણ જગતના નાથને પ્રણામ કરીને કહ્યું કે - “હે સ્વામિન! મોહનો ત્યાગ કરવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે એમ આપે ઉપદેશ કર્યો અને તે મેહને ત્યાગ મહાગનું વજન કરવાથી જ થઇ શકે છે. આ સંસારમાં ડાહ્યા માણસેએ મોહનું પ્ર. થમ અંગ લક્ષ્મીજ કહી છે કે જે મોહનલતાની માફક પ્રાણીઓને મેહ પમાડે છે. (મુઢ બનાવી દે છે.)” ભગવંત તેને એવાં વચન સાંભળીને આદરપૂર્વક પુત્રના હિત માટે કહેવા લાગ્યા કે “ આ લેક અને પરલોકસંબંધી અનર્થનું કારણ એ લક્ષ્મીજ છે. તે ચતુરંગિણી સેનારૂપ, રમણ્ય, ઇન્દ્રિયો સંબધી સર્વ સુખ આપનારી અને ત્રિવર્ગનાં સાધનરૂપ છે, તેથી તેને ત્યાગ કરે છે કે અશક્ય છે, પરંતુ પ્રથમ તો તે કલેશથી મેળવી શકાય છે, અને પ્રાપ્ત થાય તો પણ તેના રક્ષણમાં અનેક પ્રકારના વિને હવાથી લકે તેનું મુશ્કેલીથી રક્ષણ કરી શકે છે. કહ્યું છે કે
" अर्थानामजने दुःख-मर्जितानां च रक्षणे
आये दुःखं व्यये दुःखं, घिगर्थे दुःखभाजनम्. " “ ધન કમાવામાં દુ:ખ છે અને મેળવેલનું રક્ષણ કરવામાં પણ દુખ છે. લક્ષ્મી આવતાં પણ દુખ છે અને જતાં પણ દુ:ખ છે. અહે! વિત્ત એકાંત દુ:ખનું ભાજનક છે, માટે તેને ધિક્કાર છે. હે સામ્ય! અથના ઉપાર્જનમાં અને તેના વ્યયમાં સાક્ષાત જેણે