SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ યુગાદિદેશના. ણીઓ આરંભથી વિરમતા નથી, તેઓ સ્વકૃત કર્મોના ઉદયથી નરકાદિક દુગતિમાં પરિભ્રમણ કરે છે. કેમકે કરેલાં કર્મો ભેગાવ્યા વિના જીવ મુક્ત થઈ શક્તો નથી. દેવતાઓ, ગંધર્વો, રાક્ષસ, અસુરો, - લચરે અને સર્ષાદિક તેમજ રાજાએ, સામાન્ય માણસે, શ્રેષ્ઠીઓ અને બ્રાહ્મણે એ બધાને દુખિત થઈને પોતપોતાના સ્થાનને ત્યાગ કરવો પડે છે. આયુષ્યને ક્ષય થયે તે પોતપોતાના કર્મ સહિત પ્રાણી અકાળે તાડ વૃક્ષપરથી ગુટેલા ફળની જેમ મરણ પામીને કામગથી અને સ્વજન પરિવારથી વિખુટે પડે છે. દેવગતિમાં અનુત્તરવિમાન સુધીનાં સુખ ભેગવતાં પણ જ્યારે તમને તૃપ્તિ ન થઈ આ મનુષ્યના તુચ્છ સુખથી તમે શું તૃપ્ત થવાના હતા? સર્ષની જેમ સદા ભયંકર, સમુદ્રના ચંચલ તરંગની માફક ક્ષણભંગુર અને પરિણામે દારૂણ એવા વિષયેને જાણુને તેમાં આસક્ત ન થાઓ. વિષયરૂપ માંસમાં લુખ્ય મનવાળા પ્રાણીઓ - ગાંધ, પરવશ, સ્થિતિ વિનાના પિતાના હિતથી પરિચુત (ભ્રષ્ટ) અને હતાશ થઈ બહુધા નાશ પામે છે. શ્રેષ્ઠ વીણુ અને વાંસળી વિગેરે વાછત્રના શ્રુતિ સુખદાયક શબ્દોમાં (સ્વરમાં) આસક્ત થઈ મૂઢ મનવાળા અનેક પ્રાણીઓ મૃગલાની જેમ નાશ (મરણ) પામે છે. શૃંગારના વિચારથી મનહર અને સુલલિત હાવભાવ તથા વિલાસથી પરિપૂર્ણ (પુટ) એવા રૂપમાં દષ્ટિ સ્થાપીને પ્રાણીઓ પતંગની માફક વિનિપાત (ભરણ) પામે છે. સરસ આહારના અભિલાષી અને માખણ, મદિરા, મધ અને માંસનું ભક્ષણ કરનારા પ્રાણીઓ બિડિશના માંસમાં લુબ્ધ બુદ્ધિવાળા મીન (માછલી) ની માફક મૃત્યુ પામે છે. શ્રેષ્ઠ કુસુમના આમદ (સુગંધ) માં મેહિતા થયેલા અને ગંધમાં અતિ લુબ્ધ થયેલા પ્રાણીઓ ભમરાઓની માફક વિનાશ પામે છે; છતાં મૂઢ મનવાળા છ સમજતા નથી. મૃદ અને મનહર સ્પર્શમાં આસક્ત, દોષ તથા ગુણને નહીં જાણનારા, સદા આલસ્યવાળા તથા રમણી (સ્ત્રી)ના રોગથી વ્યાહિત મન
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy