________________
યુગાદિદેશના. તમારા ઇષ્ટ સકતસ્થાને બીજા રાજ્યમાં અત્યારે રત્નસહિત આ પુત્રને મોકલી દે, પછી આપણે પણ ત્યાં જઈશું, અને આજથી સાતમે દિવસે રાત્રે સ્મશાનમાં આવેલા ચંડીગૃહમાં હું કેઈરીતે પણ આવીશ માટે તમારે પણ ત્યાં અવશ્ય આવવું. પછી તેના કહેવા પ્રમાણે તેણે પુત્રને ઇષ્ટ સ્થાને મેકલી દીધો અને સંકેતની રાતે ચંડીગૃહમાં આવીને તે સુઈ ગયો. હવે કામલક્ષ્મી ધૂતાથી સાતમે દિવસે રાજાને વિનવવા લાગી હે સ્વામિન! એક દિવસે તમને માથામાં ભયંકર પીડા થઈ હતી, તે તમને યાદ છે? તે વખતે ઘણાં મંત્ર, તંત્ર અને ઔષધે કયો છતાં તે શાંત ન થવાથી હું અન્ન, પા
ને ત્યાગ કરીને બહુજ વ્યાકુળ થઈ ગઈ હતી. પછી તેની શાંતિને માટે પ્રસિદ્ધ મહિમાવાળી અને સ્મશાનમાં રહેવાવાળી ચંડીદેવીની મેં આ પ્રમાણે માનતા માની હતી કે “હે માત! જે રાજાની શિરવ્યથા શાંત થઈ જશે, તો મારી સાથે રાજા ત્યાં આવીને અમુક દિવસે રાત્રે તમારી પૂજા કરશે. તો આપણે બંને આજ રાત્રે ચડીનું અર્ચન કરવાને ત્યાં જઈએ. તેની આજ્ઞાને વશવર્તી હેવાથી રાજાએ તરતજ તેનું કહ્યું માની લીધું. પછી સાયંકાળે રાજા ચંડીની પૂજા કરવાને કામલક્ષ્મીની સાથે અધપર બેસીને અને પૂજા સામગ્રી લઇને સ્મશાન ભણી ચાલે. સેયથી ન ભેદી શકાય એ અંધકાર ચારે તરફ પ્રસ છતે નગરની બહાર નીકળીને માગે ચાલતાં ક્યાંક શિયાળીયા શબ્દ કરી રહ્યા હતા, ક્યાંક રાક્ષસેને કેલાહલ મચી રહ્યો હતો, કયાંક ભયંકર ઉઘાત થતો હતો, ક્યાંક ધૂવડપક્ષીઓ બેડેલા હતા, કયાંક શબ સંસ્કાર કરવા આવેલા લેકે પ્રેતથી ત્રાસ પામતા હતા, કયાંક ડાકિની અને શાકિનીઓ મોટેથી રાસડા લેતી હતી, ક્યાંક ચપલ પિશાચ અટ્ટહાસ્ય કરી રહ્યા હતા, કયાંક કાપાલિક લાકે સારા માણસોનાં પવિત્ર મસ્તકે ગ્રહણ કરતા હતા, ચારે બાજુથી પ્રસરતા દુધના પૂરથી નાક પૂરાઈ જતું હતું અને ઉપરઉપરી પડેલી ખોપરીઓથી જ્યાં ગમન પણ અટકી પડતું હતું એવું ભયંકર સ્મશાન નિર્ભય એવા રાજાના જોવામાં આવ્યું. કામલક્ષ્મી