SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના. ૧૦૭ જુએ? ભેગથી, શૌચથી, ભક્તિથી કે સંગ્રહથી પણ આ ચપળ લક્ષ્મી કદિ સ્થિર થતી નથી, તેથી એનું દાન કરવું એજ શ્રેષ્ઠ છે. માટે સ્વભાવથી જ ચપળ એવી લક્ષ્મી મને જ્યાં સુધી તળ ન દે, ત્યાંસુધી પાત્રમાં એને વ્યય કરીને હું એનું ફળ મેળવી લઉં.” પછી ત્યાંથી પિતાને નગરે આવીને ચૈત્યમાં અઠ્ઠાઈ મહેત્સવ કરીને તથા આદરસહિત ચતુવિધ સંધની અર્ચા કરીને, અનાથ, દીન અને દુ:ખી લેકેને યથાચિત દાન આપીને પોતાના મિત્રો, સ્વજને અને બધુઓને સન્માનપૂર્વક પૂછીને અને ભગદત્ત નામના પુત્ર - પર પિતાના કુટુંબને ભાર આરોપીને જેના શુભ ધ્યાનના અધ્યવસાથે વધતા જાય છે, જેની બુદ્ધિ વિશુદ્ધ થઈ છે, અને હું આવતી કાલે દીક્ષા અંગીકાર કરીશ એ જેણે મનમાં સંપ કરી લીધો છે એ ભગદેવ જ્યારે રાત્રે સૂતા, ત્યારે સ્ત્રીરૂપધારિણી લક્ષ્મીએ તેને કહ્યું “હે ભગદેવ! તે મારું દાન કર્યું અને યથારૂચિ મારે ઉપભેગ કર્યો, તેમજ હું તને છોડતી નથી, છતાં તેં મારે ત્યાગ કર્યો તેથી તે મને એક રીતે ઠગી છે. તે પણ હું તારું શું ઇષ્ટ કરૂં? તે કહેતે કહેવા લાગ્યું કે--મારી જેમ મારા પુત્રની સાથે પણ તારે વર્તવું (રહેવું.) આ બેલ સ્વીકારીને લક્ષમી અંતર્ધાન થઈ ગઈ. - હવે પ્રાત:કાળે વિરક્ત બુદ્ધિવાળા એવા ભેગદેવે પિતાની સીની સાથે પ્રશાંતાચાર્ય ગુરૂની પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી. પવિત્ર ચારિત્ર પાળવામાં સદા ઉઘુક્ત અને સ્વાધ્યાય તથા અધ્યયનમાં અનુરક્ત (આસક્ત) એવા તે દંપતી દુષ્કર તપ તપવા લાગ્યા. પ્રાતે સર્વ જીવને ખમાવીને (આરાધના કરીને) અને અનશન અંગીકાર કરીને એકાવતારી એવા તે બંને સર્વાર્થસિદ્ધની સંપત્તિ પાયા, અર્થાત પાંચમા અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા, હવે આ તરફ લક્ષ્મીએ શ્રીદેવને તરતજ તજી દીધો હતો, એ-. કલે તે આજીવિકાને માટે બીજાને ઘેર હલકું કામ કરતા અને “શ્રી
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy