________________
યુગાદેિશના.
૮ હે વત્સા ! આ ચારે કાયા મહા કડવાં ફળને આપનારાં છે, માટે પાતાના આત્માનું હિત ચાહનારા પુરૂષાએ તેના ત્યાગ કરવા જોઇએ, હે પુત્રા ! આ વિષયપર સસારથી વૈરાગ્ય થવાના કારણભૂત સાય કુદ્ધ ખનું દૃષ્ટાંત હું કહું છું તે સાવધાન થઇને સાંભળેા:
જબુદ્વીપના ભરતક્ષેત્રમાં પેાતાની અપરિમિત સમૃદ્ધિથી અમ રાવતીની સાથે સરસાઇ કરનાર વિજયવન નામનું નગર હતું. ત્યાં સારી ગાભાવાળા, સારા ગુણાનું ભાજન અને લક્ષ્મીના - શ્રયરૂપ રૂદેવ નામના શેઠ રહેતા હતા. જેમ નિભ ત્રણ ઢાષને હરવાવાળા છે, છતાં પાતાની કડવાશના રાષથી તે દૂષિત છે, તેમ તે ગુણવાન હેાવા છતાં રોષ-ક્રોધના દોષથી દુષિત થયેલા હતા. પતિ પર પ્રેમ રાખનારી અને ગુણવતી છતાં રોષના દાષથી અગ્નિની શિખા જેવી અગ્નિશિખા નામની રૂપવતી તેને સ્ત્રી હતી. પ્રસ ́ગ કે અપ્રસ`ગ છતાં કાપને પ્રગટ કરી તે બંને પતી સ્નેહાલાપ કે હાસ્યાદિ પણ પરસ્પર કદી કરતા ન હતા. પેાતાના ત્રણ પુત્રોને યાવન પ્રાપ્ત થતાં તેણે શિલા, નિકૃતિ અને સંચયા નામની ત્રણ :વણિક પુત્રી. આ પરણાવી હતી. પ્રખલ ઉદયવાળા ક્રોધાદિ ચાર કષાય પણ જાણે વિભકત થઇને રહ્યા હાય, તેમ ચાર "પતીના અંતઃકરણમાં પ્રત્યેકે સ્થાન લઇ લીધું હતું:
દ્વેદેવ અને અગ્નિશિખા ક્રોધથી પાતાનુ મુખ વાંકું કરી પુત્રાદ્ધિને વિષે પણ કદી શીતલતા પામ્યા નહાતા. પોતાની ભાર્યા સહિત ડુંગર પણ જાણે નરમાશને ત્યજી દીધી હેાય અર્થાત્ જાણે કઠિનતાને ધારણ કરી હેાય તેમ માનનીય પુરૂષાને પણ અહંકારના રાષથી કદી નમતા નહિ. કુંડંગ અને નિકૃતિ પણ માયાથી પાતાના સબધીઓને ઠગવાની બુદ્ધિવાળા કયાંય પણ વિશ્વાસપાત્ર થયા નહાતા. સમુદ્રની માફક દુ:ખે પૂરવા લાયક સ ́ચયાયુક્ત સાગર પણ સમગ્ર જગતનું ધન લાભથી પેાતાને સ્વાધીન કરવાને ઇચ્છતા હતા. એ પ્રમાણે તીવ્ર કષાયાના ઉદ્દયથી, જેમ ભયકર વ્યાધિઓથી શરીર વિડંબનાં પામ તેમ તે કુટુમ વિના પામવા લાગ્યું.