________________
યુગાદેિશના. હોય એ લેભ તે પાણીને જરૂર દુખસાગરમાં નાખે છે. બીજા ભરતક્ષેત્રના ઐશ્વર્યના લેભથી સુસૂમ ચક્રવર્તી લવણ સમુદ્ર તરતાં સામ્રાજ્ય અને જીવિતથી ભ્રષ્ટ થયો અર્થાત મરણ પામ્યા.
આ પ્રમાણે એક એક કષાયનું સેવન કરતાં પણ પ્રાણુઓ જ્યારે મહાઅનર્થને પામે છે, તે તે ચારે સાથે સેવવામાં આવે તો તે પછી શી દશા થાય! આ ચારે કષાયોનો ત્યાગ કરનાર મનુષ્ય ખ. રેખર સર્વ મનુષ્યમાં માનપાત્ર થાય છે એટલું જ નહિ પણ તે દેવતાઓના પણ દૈવતરૂપ (ઇંદ્રરૂપ) થાય છે.”
ભગવાનના મુખથી આ પ્રમાણે કષાયેનું વર્ણન સાંભળી કુણાલ નામના પુત્રે પ્રભુને પ્રશ્ન કર્યો -
“હે તાત! અમારા અંત:કરણ એ ચારે કષાયથી કલુષિત છે, તે હે ભગવન! અને ધર્મની પ્રાપ્તિ શી રીતે થશે? “અએને ભરત સેવકની માફક શામાટે આદેશ (આજ્ઞા) કરે છે?’ એવા હેતુથી કપાકુલ થયેલા અમે બહુ ખેદની વાત છે કે તે મોટા ભાઇને મારવાને ઇચ્છીએ છીએ. એશ્વર્યા અને બાહુના અતુલ બળના અભિમાનથી અમે મદમસ્ત થયેલા છીએ, તેથી હે નાથ ! અમારી ગ્રીવા મોટા ભાઇને પણ નમન કરવાને ઈચ્છતી નથી. છ ખંડ પૃ. થ્વીને વિજય કરવાથી ઉન્મત્ત થયેલા એવા ભરતને માયાની રચનાથી અમે જીતવાને ઇચ્છીએ છીએ અને નિરંતર વિવિધ ક્ષટની રચનાને વિચાર પણ કરીએ છીએ. હે તાત ! તીવ્ર લોભના ઉદયથી છ ખંડ વસુધાના સ્વામી એવા મોટા ભાઈનો પણ સરવર વિજય કરી, તેમની લક્ષ્મીને સ્વાધીન કરવાની અમે ઉમેદ ધરાવીએ છીએ. હે તાત! આ ચારે ઉગ્ર કષાયોથી અમાણે અંત:કરણે કલુષિત થચેલાં છે, તે હે પ્રભે! અમારું શું થશે? અહા! અમારી શી ગતિ થશે ?
પિતાના પુત્રનાં મુમુક્ષિતભાવથી ભરેલા આ પ્રમાણેનાં ગગદિત વચન સાંભળી ભગવાન ફરી પણ આ પ્રમાણે ધર્મોપદેશ દેવા લાગ્યા: