________________
૧૧૮
યુગાદિદેશના.
છે તે બધી વાત ઠીક પણ પિતાનું પરિણામે હિત તું જોઈ શક્ત નથી, તે સારું ન કહેવાય. પરની આપત્તિમાં (થી) સંતેષ પામનાર કુષ્ટિ દુર્જને અનેક હોય છે. બીજાઓ પર સદસદુદોષને આપ કરે, એજ તેમની એક પ્રકારની કીડા હોય છે. કદાચ તું અહીં આવે છે તે વાત દુર્જનના મુખથી રાજાના જાણવામાં આવે તે એ કેંધોધ થઈ તને દારૂ વિડંબના પમાડે. માટે હે સુંદર ! આ કાર્ય ભવિષ્યમાં તેને લાભદાયક નહિ થાય. દરેક બિલમાં હાથ નાખે તેને કુશળ ક્યાંથી હોય?” આ સાંભળી સુંદર કહેવા લાગ્ય“હે સુભ્ર ! રાજા તો મને મારશે કે નહિ મારે પણ તારે વિયેગ થતાં આ મારા પ્રાણ તે અત્યારેજ ચાલ્યા જાય તેમ છે. માટે હે કોત! તું ખેદ ન પામ. જે થવાનું હશે તે થશે, પણ આપણે સાગ યાવાજીવ નિશ્ચળ રહો.”
આવા પ્રકારની સુંદર અને સુંદરીની ઉકિત પ્રયુક્તિને વિ. સ્તાર બધો ભીંતને આંતરે રહીને રાજાએ પોતે જ સાંભળી લીધે. પછી મનમાં અતિશય કેધ લાવીને રાજા આ પ્રમાણે વિચામ્યા લાગે કે “અહ! ગહન સ્ત્રીચરિત્રને ચતુર પુરૂષે પણ જાણી શકતા નથી. કહ્યું છે કે –
" प्राप्तुं पारमपारस्य, पारावारस्य पार्यते; શ્રીનાં પ્રકૃતિવાળાં, સુચરિત્ર નો પુનઃ”
અપાર સમુદ્રને પાર પામી શકાય છે, પણ સ્વભાવથી જ વક એવી સ્ત્રીઓના ચરિત્રને પાર પામી શકાતો નથી. ” કુલીન અને શીલવતી અન્ય રાણુઓની અવગણના કરીને જેને મેં પટરણી બનાવી, અહા ! તેનું આવું ચરિત્ર? પરંતુ એના પર આસક્ત થઈને જે પુરૂષ અહીં સખીના મિષથી હમેશા આવે છે, તેજ પુરૂષને પ્રથમ તો સભામાં પ્રગટ કરીને શિક્ષા કરવી. આ પ્રમાણે વિચારીને ક્રોધથી હદયમાં બળતાં છતાં બહારથી આકાર ગોપવીને રાજા