________________
૯૭
યુગાદિદેશના પૂર્વના દુક્કમથી પ્રેરાયેલ કેઈક ક્ષેતુકી વ્યંતર પુરૂષાકારે ગવાક્ષમાં મુખ નાખીને પ્રીતિપાત્ર સર્વાંગસુંદરી કેમ આજે અહીં નથી? આ પ્રમાણે સુસ્પષ્ટ અક્ષર બેલીને તત્કાળ અદશ્ય થઇ ગયે. સાગરદત્ત અસંભાવ્ય વૃત્તાંત જોઈને અતિશય ખેદ પામતે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે- સર્વાગ સુંદરીના રૂપમાં મુગ્ધ બને કે દેવ કે વિદ્યાધર નિશ્ચય એની સાથે ક્રીડા કરવાને માટે દરરોજ અહીં આવે છે. જે એમ ન હોય તે એ અહીં આવીને આ પ્રમાણે શામાટે પૂછે? માટે હું ધારું છું કે આ મૂળથીજ કુલટા અને કુલખ પણ છે. જે સ્ત્રીનું ચિત્ત અન્યત્ર આસક્ત થઈ ગયું હોય અને જે મર્યાદાને ઉલ્લંઘી ગઈ હોય તેવી સ્ત્રીને તેને પતિ સેંકડો ગુણથી પણ પ્રસન્ન કરી શક્તો નથી.” કહ્યું છે કે –
" अकाण्डकोपिनो भर्तु-रन्यासक्तेश्च योषितः; प्रसत्तिश्चेतसः कर्तु, शक्रेगापि न शक्यते."
વિના કારણે કે કરનાર પતિના અને અન્યમાં આસક્તા થયેલી સ્ત્રીના ચિત્તને પ્રસન્ન કરવાને ઇદ્ર પણ શકિતમાન થતું નથી.” તે હવે શીળથી વિનષ્ટ થયેલી આ પત્નીનું મુખ કેણ જુએ ? માટે આ પાપિણીને અત્યારે જ ત્યાગ કરીને હું ચાલ્યો જાઉં. ' આ પ્રમાણે વિચારી અત્યંત વિરકત થઈને સાગરદત્ત તે પતિવ્રતા પનીને ત્યાગ કરી ગવાક્ષ માગથી નીચે ઉતર એકદમ પિતાના નગર તરફ ચાલતો થયો. ઘરે આવીને સવાંગસુંદરીને બધો વૃત્તાંત શ્યામ મુખવડે એકાંતમાં તેણે પિતાના માબાપને કહે. તેમણે પણ નિષ્પ વચનામૃતથી તેને આ પ્રમાણે ધીરજ આપી:-- “હે પુત્ર! તે વ્યભિચારિણીને કલના કલંકમાટે અહીં ન લાવ્યું તેજ ઠીક કર્યું, પણ હવે “હું પત્ની વિના શું કરીશ” એમ મનમાં લેશ પણ વૃથા ખેદ કરીશ નહિ. કુલવતી અને રૂપ, સૈભાગ્ય વિગેરે ગુણની ભૂમિરૂપ બીજી કન્યા અમે તને તરતમાં પરણાવશું.”