________________
૧૮૦
યુગાદિદેશના. રવામાં કદિ પણ ચૂકતા નથી. હવે તેઓ બલવાન બાહુબલિને વિનયથી કહેવા લાગ્યા–“હે બાહુબલિ! મારા ભાઈની સાથે તમારે આ અનુચિત કલહ કે? કારણ કે કુશલ, કુલીન અને અતિ બલિષ્ટ એવા તમારું પણ આ પૂજ્યના સંબંધમાં વિનાચિત્યવાળું વર્તન દેખાવું જોઈએ. કહ્યું છે કે –
નમનિ પછિતા વક્ષા, નત્તિ નર, शुष्कं काष्ठं च मुखाश्च, भज्यन्ते न नमन्ति च." “કલિત વૃક્ષ અને કુશલ માણસે નમે છે, બાકી શુષ્ક કાષ્ટ અને ભૂખ માણસે ભાંગી જાય (પાયમાલ થાય) છતાં પણ નમતા. નથી. માટે તમે તરત આવીને નમવા યોગ્ય એવા એ ભરતને નમે. કારણ કે પૂજ્યના સત્કારની મર્યાદાનું ઉલ્લંઘન કરવું એ કદાપિ આગામી લાભદાયક થતું નથી. અદ્દભુત ઐશ્વર્ય પામ્યા છતાં કુલીન માણસો નમ્રજ રહે છે અને તેવા પ્રકારના વૈભવને અભાવ છતાં હક લકા માણસે કદાપિ નમ્ર રહેતા નથી. કહ્યું છે કે –
“દિતિયા, સશ ધr,
अवंशजः शरः स्तब्धो, लक्षस्यापि हि लिप्सया." “બંને કટિ (પક્ષ) ને લાભ છતાં સારા વશ (વાંસ) થી ઉત્પન્ન થયેલ ધનુષ્ય નત (નમ્ર) રહે છે અને અવંશજ (વાસથી ન બનેલું) શર (બાણ) લક્ષ (નિશાન) મેળવવાની ઈચ્છાથી સ્તબ્ધ (અડ) રહે છે. અર્થાત બે કટીવાળું ધનુષ્ય-પક્ષે બે ફેડ દ્રવ્યવાળા મનુષ્ય નામે છે. કારણ કે તે સુવંશથી સાગ વાંસથી (પક્ષે સાર કુળથી) ઉત્પન્ન થયેલ હોય છે અને લક્ષની ઈચ્છાવાળું બાણુપક્ષે લાખની ઈચ્છાવાળે મનુષ્ય સદ્ગશી નહેવાથી-વાંસથી ઉત્પન્ન થયેલ ન હોવાથી (પક્ષે સારા કુળમાં ઉત્પન્ન થયેલ ન હોવાથી) નમતું નથી.” હે રાજન ! જે એના અદ્ભુત ઐશ્વર્યાની તમે ઈચ્છા