________________
श्री सोममण्डनगणि विरचित.
युगादिदेशना.
(ભાષાંતર)
પ્રથાણસ.
. ત્રિીજા આરાને અંતે યુગલીયાઓની ધાર્મિક અને વ્યાવહારિક મર્યાદાને વ્યવસ્થિત કરનાર શ્રીમાન આદિનાથ પ્રભુ, ભાવિક ભવ્યજનને કલ્યાણ આપો,
હું -પરના પુન્ય-ધર્મ સંચય માટે અને પાપોને પ્રલય કરવા માટે જે દેશનાથી પોતાના પુત્રને પ્રતિબેધ્યા હતા તે શી રૂષભદેવ સ્વામીની ધર્મદેશના કંઈક કહું છું કે, જેના શ્રવણ માત્રથી પ્રા. શુઓનાં કડા જન્મામાં કરેલાં પાપ નાશ પામે છે.
ભગવાનના ગુણેથી સુશોભિત અને મારી કલપના–કળાથી ઉત્પન્ન થયેલ આ આનંદદાયક સરસ્વતી-વાણું ભવ્ય જીવોને સવનીય છે.