SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના. માણસને કઇક શિખામણ આપીને રાખ્યા. દુષ્ટ પરિવ્રાજિકાએ પતાનો માણસ ત્યાં મોકલીને એકાંતે કઈ ઠેકાણે જમીનપર એક સુવ@દવી (સેનાની કડછી) નખાવી દીધી. તપાસ રાખનારા માણસોએ તે લઈને સરસ્વતીના હુકમથી તે પરિવ્રાજિકાના ઘરમાં એકતિ કઈ વૃક્ષના મૂળમાં દાટી દીધી. અનુક્રમે સ્વર્ણદેવને માટે પરિત્રાજિકાએ વિવાદક છતે પૂર્વની માફક તે બંને રાજસભામાં ગઈ. મેટા અધિકારીઓએ પ્રથમની જેમ વ્યવસ્થા કર્યો છતે પ્રથમ તેણીએ સરસ્વતીના ઉતારામાં તપાસ કરાવી. ત્યાં કાંઈ પણ પરિવાજિકાને દર્દી ન મળી, એટલે સરસ્વતી ખેદ પામેલી એવી તેણીને ઘેર ગઈ બધા લેકની સમક્ષ પ્રથમ આમતેમ તપાસ કરીને પછી તે જાણુતી ત્યાં ભૂમિમાંથી માણસે કહાડી બતાવી. તે વખતે ત્યાં બધાની સમક્ષ નીકળેલ દર્દી જોઈને તે પરિવ્રાજિકા શેકગ્રસ્ત મુખ કરીને મનમાં વિચાર કરવા લાગી:–“નાના પ્રકારના છળ-કપટથી જન્મથી માંડીને જે ધન મેં મેળવ્યું હતું, તે સર્વ ધન આજે દુર્દેવગે બધું એકીસાથે ચાલ્યું ગયું. કબુદ્ધિવાળી એવી મેં પૂર્વે જે શ્રેષ્ઠી પુત્રને દાસ બનાવ્યાં, તે પાપના ઉદયથી જ આજે મારૂં આ બધું ધન ગયું.” ત્યારપછી રાજા અને અમાત્યની અનુમતિથી તેણુનું મુક્તા, મણિ, સ્વર્ણ અને દ્વિપદાદિક સર્વ સરસ્વતીએ પિતાને કબજે કરી લીધું. દુષ્ટ આચરણવાળી એવી પરિવ્રાજિકાને પોતાના દાસ્યકર્મમાં રાખીને તેણુએ પુવેર દાસ કરેલા એવા સર્વ શ્રેષ્ઠીપુત્રોને મનોહર ખાનપાન અને વસ્ત્રાદિથી સંતોષીને કુશલ આશયવાળી તેણુએ તેમને પોતપોતાના નગરે જવાને માટે તેમની ઈચ્છા પ્રમાણે વિદાય કર્યા. પછી દેવદિત્તને કહ્યું કે –“હે મહાભાગ! તુ મારી દાસીને દાસ છે, માટે અત્યારે ઘરકામની વ્યવસ્થા કરવા તું અહીંજ રહે. હું જ્યારે મારે નગર જઈશ, ત્યારે તને તારા દેશમાં લઇ જઇશ.” એમ કહીને દેવદિનને પોતાની પાસે રાખ્યો. પોતાના દેશમાં ગમન કરવાની ઇચ્છાથી તે મનમાં કાંઈક ખુશી થયો અને તેણીના કહ્યા પ્ર ણિ, સ્વામી રાજા અને અમારા જ આજે આ
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy