Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 206
________________ યુગાદિદેશના સેવામાં સદા હાજર છે, ચોસઠ હજાર ભોની ભૂમિરૂપ જેને રમણીય રમણઓ છે અને સવાલાખ જેને વરાગનાઓ છે, વીશ હજાર વજ અને રત્નાદિની જેને ખાણે છે અને શ્રેષ્ઠ રાજ્યથી જેમાં સમગ્ર પ્રજા આનંદિત છે એવા બત્રીશ હજાર જેને મહાદેશ છે, દ્રવ્યના સ્થાનરૂપ એવા (૩૬૦૦૦) જેને વેબાકળે છે અને (૭૨૦૦૦) મોટા શ્રેષ્ઠ શહેરો છે, વળી જેને (૪૮૦૦૦) પત્તન છે, (૧૬૦૦) ખેટ (ખેડા) છે, સમૃદ્ધિવાળ એવા (૨૪૦૦૦) જેને મટુંબ છે, (૨૪૦૦૦) કર્બટ છે, (૯૯૦૦૦) જેને દ્રાણમુખ છે અને (૧૪૦૦) સંબોધન છે. એ પ્રામાદિકનાં લક્ષણે આપ્રમાણે છેવાડથી વીંટાયેલું હોય તે ગામ કહેવાય છે. કિલે અને મેટા ચાર ગોપુર (દ્વાર) થી ભીતું હોય તે નગર કહેવાય છે, સમુદ્ર કીનારે હોય તે વેલાકુલ કહેવાય છે, નદી ને પર્વતના ઘેરાવાવાળું હેય તે ખેટ કહેવાય છે, ચારે બાજુ પર્વતથી પરિવૃત હોય તે કબી. કહેવાય છે, એક હજાર ગામેથી યુક્ત હોય તે મટુંબ કહેવાય છે, જ્યાં રનની ખાણ હેય તે પત્તન કહેવાય છે. સમુદ્રની વેલાથી ઘેરાયેલું હેય તે શું કહેવાય છે, અને પર્વતના શિખરપર વસેલું હોય તે સંબોધન કહેવાય છે. એ ઉપરાંત સેળ હજાર પ્લેચ્છ રાજાએ જેના સેવકે છે, ઇત્યાદિક ઉત્કૃષ્ટ ઐશ્વર્ય પૃથ્વી પર તેનું એટલું છે, બાકી તેની સામાન્ય સમૃદ્ધિ (ઐશ્વર્ય નું તો વર્ણનજ થઈ શકે તેમ નથી. હવે તે ચકવર્તી સ્નાન વિલેપન કરી, સર્વાગે વિભૂષિત થઈ, આરિલાભુવનમાં દરરોજ પોતાના શરીરની રોભા જતા હતા. એક દિવસે મુદ્વિકારહિત અને શેભા વિનાની એવી પિતાની એક આંગળી જેઈને કેતુથી અનુક્રમે શરીર પરના સવ આભરણે તેણે ઉતારી નાખ્યા. તે વખતે ફાગણ માસમાં જેમ સમગ્ર પાંદડાં ખરી પડ્યાં હોય એવા વૃક્ષની જેવા પિતાના શરીરને અત્યંત શોભા રહિત જોઈને ભરતેશ દદવમાં બહુ ખેદ પામ્યા. તેણે વિચાર્યું કે –

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208