Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 201
________________ યુગાદિદેશના. પ્રકારના આહારનો ત્યાગ કરીને અહીંજ સ્થિત રહ્યું. આ પ્રમાણે નિશ્ચય કરીને મનમાં જરા અભિમાન લાવી બાહુબલિમુનિ કયેત્સર્ગ કરી ત્યાંજ પવતની જેમ નિશ્ચલ થઈને રહ્યા , હવે દેવતાઓએ જેમને યતિવેશ આપેલ છે એવા મત્સર રહિત અને આત્માગમમાં રમણ કરનાર એવા તેમને જોઈને ભરતેશ લજા પામી આ પ્રમાણે વિચારવા લાગ્યા–“અહે! સમગ્ર યુદ્ધમાં પિતાના ભુજબળથી મને પરાજિત કરીને પોતાને સ્વાધીન થઈ શકે એવા મહા રાજ્યને આ પ્રમાણે લીલા માત્રથી એમણે ત્યાગ કરી દીધો. અને હું તે યુદ્ધમાં બહુવાર એમનાથી પરાભવ પામ્યા છતાં અખંડ પૃથ્વીના રાજ્યની કદાશા (ખરબ આશા) ને હજુ પણ તજતો નથી. તો એક જગદીશ્વરના પુત્રો છતાં કમ વૈચિત્ર્યથી અમો બંનેમાં કેટલું અંતર પડયું, તે તે જુઓ!” આ પ્રમાણે મનમાં વિચાર કર્યા પછી સર્વ સામંત અને સચિથી પરવલે લારતેશ્વર તે લધુ બંધુના ચરણમાં પડીને આખમાં આંસુ લાવી આ પ્રમાણે કહેવા લાગ્ય:–“હે ક્ષમાધન ! અતિ લોભથી પરાભવ પામેલ અને દુરાત્મા એવા મેં અત્યારે જે કાંઈ આપને અપરાધ કર્યો છે તે ક્ષમા કર. હે બંધુ! પ સર્વે બંધુઓના વિયોગથી વ્યથિત થએલા એવા મને તમારે વિયાગ ક્ષત પર ક્ષારક્ષેપ જે દુ:સહ થઈ પડશે. માટે હે બધુ! બાંધના વિયેગાગ્નિથી તમે થયેલા એવા મને સ્નેહ સહિત આલિંગન અને આલાપરૂપ જળથી સિંચીને શીખ શીતલ કરો. વળી હે મહાવીર!તમેજ એક જેમનું જીવિત છો એવા આ પત્ની, પુત્રો અને સેવકેને એકવાર સ્નેહભરી દૃષ્ટિથી જુએ » ઈત્યાદિક નોક્તિથી ચકીએ બહુવાર કહ્યા છતાં પણ શત્રુ કે મિત્ર, સુવર્ણ કે લેણ અને રસી કે તેણમાં જેમની સમાન દષ્ટિ છે એવા અને વાસને ચંદનમાં તુલ્ય હદયવાળા, શુભ ધ્યાનમાં આરૂઢ (નિમગ્ન) અને નાસિકાના અગ્ર ભાગ પર જેમણે પિતાની દૃષ્ટિ સ્થાપી છે એવા તે બાહુબલિ મુનિએ તેમની સન્મુખ પણ જોયું નહીં. પછી સમસ્ત

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208