________________
૧૯૨
યુગાદિદેશના.
==
થયા. પછી પુન: જયની આશા ધરાવતા ભરત મનમાં આનંદ પામ્યા. હવે ચક્ર જેણે હાથમાં લીધેલુ છે એવા તેને જોઇને બાહુબલિ વિચાર કરવા લાગ્યા! અહા ! ન્યાયયુધ્ધના માર્ગથી ભ્રષ્ટ થયેલા આ નૃપાધમને ધિક્કાર થા! કારણ કે સમાન યાન ( વાહન ) અને આયુધથી લડવુ એવા ક્ષત્રીના ન્યાય છે, અને અહીં તે। મારા હાથમાં હુછ દંડ છે છતાં એણે લડવાને માટે ચક્ર લીધુ‘ છે, ” આ પ્ર માણે ચિત્તમાં ચિતવતા એવા તેને ભરતરાજાએ કહ્યું: હે વત્સ ! હજી કાંઇ બગડવું નથી, માટે આવ, મારી સેવા સ્વીકાર. મને વૃથા ભ્રાતૃત્યા ન આપ. કારણ કે દાન્મત્ત શત્રુઓને ઉચ્છેદ્ન કરવાને માટે અમાઘ એવા આ ચક્રરત્નને પાછું વાળવાને કોઇ પણ સમય નથી. ” આ પ્રમાણેના વચના સાંભળીને કાંઇક અવજ્ઞાપૂર્વક બાહુબલિએ હસતાં હસતાં કહ્યું:— હૈ ભ્રાત ! આ લોખંડના કંટકાના અને શું ભય દેખાડે છે? કારણ કે આવી બીકથી ડરે તે બીજા માણસા, આ કાં કાઠનુ ફળ નથી કે જે વાયુથી તરત પડી જાય. આટલા વખત તમે પેાતાના બાહુન્નુ વિપુલ મળ તે જોયુ.... હું વીર્ ! હવે એકવાર આ ચક્રનુ બળ પણ જુઓ ! ” આ પ્રમાણે અનુજ મ ધુએ કહ્યું એટલે ભરત અત્યંત કોપાયમાન થયા અને પૂરતા ખળપૂર્વક પેાતાના મસ્તક પર ચક્ર ભમાવીને તરત જ બાહુબલિ ઉપર છેડ્યું. તે વખતે “પૂર્વના પરાજયની લુપતા હવે ધાઇ નાંખી. ” એ પ્રમાણે આનંદપૂર્વ કે ભરતનુ સૈન્ય ઉંચે જોઇ રહ્યું અને “ શકત્યાદિક અસ્ત્રાથી દૃનિવાર એવુ' આ ચક્ર શુ· સ્વામીના શરીરપર આવે છે? ” આ પ્રમાણે બાહુબલિનું' મળ ( લશ્કર ) વિષાદ પામતું જોઇ રહ્યું, તથા રાજ્યલુબ્ધ એવા ચક્રીએ આ અયુક્ત આચયું.” એ રીતે દેવતાઓ આકાશમાં હાહાકાર કરતા જોઇ રહ્યા. તે વખતે ચારે તરફ અગ્નિના તણખા ઉડાડતા અને પોતાની પાસે આવતા એવા ચક્રને જોઇને બાહુબલિ મનમાં વિચાર કરવા લાગ્યા કે“ શુ