________________
૧૮૯
યુગાદિદેશના વખતે રાજાના ઉચિતવાદી ભાટ (ચારણ) કૂર્મ, દિગજ, શેષનાગ અને વરાહાદિકને ઉચે સ્વરે આ પ્રમાણે કહેવા લાગ્યા: “વજ જેવા મજબૂત શરીરવાળા બાહુબલિની સાથે જ જેવા મજબૂત શરીરવાળા ચક્રવર્તી મલયુધથી લડવાના છે, તેમના પ્રહારથી વારેવાર આઘાત પામતી આ વસુંધર સંધિભંગ પામીને પાતાલમાં પસી ન જાય, માટે તમે સર્વે એકઠા થઇને તમામ બળથી એ વિશાલ વસુધાને સાવધાનતાપૂર્વક ધરી રાખજે.” પછી મહા બલિષ્ઠ એવા તે બને મલ્લયુદધથી લેડતા કાંસાના તાલ (ઝાંઝ) ની માફક ક્ષણે ક્ષણે સંયુક્ત થઈને પાછા વિયુક્ત (છુટા) થવા લાગ્યા. પક્ષીની જેમ તેઓ ક્ષણવારમાં આકાશમાં ઉછળતા અને ક્ષણવારમાં પાછા નીચે પડતા. એવી રીતે પરસ્પરની મુષ્ટિ ચુકાવવા માટે તેઓએ ઘણા વખત સુધી કીડા કરી. પછી બાહુબલિએ પોતાના બંને હાથવતી ભરતને ઉંચકીને યંત્રથી જેમ પત્થરને ગોળ દૂર ઉછાળે તેમ આકાશમાં બહુ ઉચે ઉછાળી દીધા. અનુજ બંધુથી આકાશમાં ઉછળેલા એવા તે જાણે સ્વર્ગને જીતવાને જતા હોય તેમ ધનુષ્યથી છુટા પડેલા બાણની જેમ ક્ષણવારમાં અદૃશ્ય થઈ ગયા. તે વખતે “અહા! ખરેખર! આજે આ નરરતન ચક્રવર્તી મરણ પામ્યા.' એમ બંને સિન્યમાં હાહાકાર થઈ રહ્યા. તે વખતે બાહુબલિ ખેદપૂર્વક આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા:–“ આ માર અવિચારિત કાર્યને ધિક્કાર છે! અને આ પરૂષ (બી-પુરૂષાથ) ને પણ ધિકાર છે! ક્ષત્રિયોથી વખાણવા લાયક એવી આ પરતેજની અસહિષ્ણુતાને પણ ધિક્કાર છે કે જેથી ભાઈના મૃત્યુ પતને આ મારે વિગ્રહાંત થયો. અથવા તો હમણું એવો અનુતાપ કરવાથી શું ? હમણાં તો આકાશથી પડીને એ ખંડ: (ભગ્ન) ન થાય તેટલામાં એને અધરજ ઝીલી લઉ. » આ પ્રમાણે વિચારીને તેણે આકાશમાં સ્થિર દૃષ્ટિ રાખી, એટલે ઘણીવાર પછી પડતા એવા તેને જોઈને અધરથી ઝીલી લઇ આસ્તેથી નીચે મુક્યા. વૈર છતાં પણ ભાઈપરના આવા સ્નેહથી