Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 193
________________ યુગાદેિશના. ૧૮૭ દીવા) કરી શ્રદ્ધાપૂર્વક સ્વામીની આ પ્રમાણે યથાર્થ ગુણસ્તુતિ કરવા લાગ્યા. ધમ ક સંબધી માના બતાવનારા, આઠ કમ થી વિમુક્ત અને મુક્તિવધુના કાંત એવા હે પ્રથમ તીર્થંશ ! તમે જયવંતા વર્તા. કેવલજ્ઞાન વડે સૂર્ય સમાન અને સ`સાર સાગરમાં ડુબતા પ્રાણીઓને તારનાર એવા હે ત્રિભુવનાધીશ ! તમે જયથતા વર્તા, તાપમાંથી નીકળેલા સુવર્ણના જેવી કાંતિવાળા હે ત્રૈલાયલેાચન ! તમે જય પામે, રાજા અને દેવેદ્રોથી સેવિત એવા હૈ વૃષભધ્વજ ! તમે વિજય પામે. ” આ પ્રમાણે સ્તવી નમસ્કાર કરી મહા ઉત્સાહી અને મહા બલિષ્ઠ એવા તે મને સર્વાંગે સજ્જ થઇ રણભૂમિમાં આવ્યા. . પ્રથમ દૃષ્ટિયુદ્ધમાં નિનિમેષ અને અરૂણ ( રક્ત ) એવાં નેત્ર જેમણે એકબીજાની સામે સ્થાપન કરેલા છે એવા તે મને પ્રતિજ્ઞાપૂર્વક દૃષ્ટિયુદ્ધ કરતા સતા ઘણા વખત સુધી સ્થિત રહ્યા. તે વખતે આકાશમાં રહેલા દેવતાએ, પછવાડે રહેલા દેવતાઓએ અને પછવાડે રહેલા સૈનિકોએ જેમણે અન્ય સર્વ વ્યાપારના ત્યાગ કર્યા હાય એવા યાગીઓની જેવા તેમને આશ્ચય સાથે જોયા. પછી પાણીને ઝરતા. એવા ચક્રીનાં અને નેત્રા જાણે માહુબલિના નેત્રનુ‘ તીવ્ર તેજ સહન કરવાને અસમર્થ હોય તેમ મીચાઈ ગયા. તે વખતે બાહુબલિ જીત્યા એ પ્રમાણે ચક્રવર્તીની ક્રીત્તિના પ્રવાસના પહ ( પાહુ ) રૂપ દેવકૃત ધ્વની આકાશમાં થયે, બાહુબલિના લશ્કરમાં માટે હર્ષ કોલાહલ થઇ પડયા અને ચક્રવત્તીનુ’ મુખ તથા સૈન્ય વિ ષાઢથી નિસ્તેજ થઇ ગયું. તે વખતે ભરતભૂતિને લજ્જાથી વિલક્ષ મુખવાળા જોઇને મનમાં અભિમાન લાવી બાહુબલિએ આ પ્રમાણે કહ્યું:—“ આ ધૂણાક્ષર ન્યાયથી થયેલા જય તે જય ન કહેવાય, માટે , મહાભુજ ! । અને વાગ્યુદ્ધથી યુદ્ધ કરો. ” પછી ચક્રીએ મનમાં જરા સતાષ પામીને કલ્પાંત ફાળના મેઘની ગર્જનાના ધ્વનિ

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208