________________
૧૮૮
યુગાદેિશના.
સદૃશ સિ’હુનાદ કર્યા. તે વખતે તે સિંહનાદથી વ્યાકુલ થયેલા ખળા રાશની દરકાર કર્યા વિના, મક્રમત્ત હાથીએ અકુશને ગણકાર્યા સિવાય અને ધાડાઓ ચાબુકના આઘાતને અનાદર કરીને આમ તેમ નાસવા લાગ્યા. ત્યારપછી મહામાહુ બાહુબલિએ પ્રતિધ્વનિથી આકાશ અને પૃથ્વીને ચાતરફ પૂરી દેતા એવા સિંહનાદ કર્યાં, તે નાદના પ્રતિઘાતથી વસુધા ચારે બાજી કપાયમાન થઈ, સમુદ્ર ક્ષેાભ પામ્યા, પતા ચલાયમાન થયા, અને દિગ્ગજો ત્રાસ પામ્યા. તે વખતે અત્યંત દુ:શ્રવ નાદ સાંભળીને આકાશમાં રહેલા દેવતાઓ પણ ક્ષણવાર કાંડે ( અકાળે ) બ્રહ્માંડ ફૂટી જવાની શંકાથી આકુલ વ્યાકુલ થઈ ગયા. એ રીતે પુન: પુન: સિંહનાદ કરતાં તે બંને વીરમાંથી ચટ્ઠીના નાદ અધમ પુરૂષની મૈત્રીની જેમ આસ્તે આસ્ત ક્ષીણ થતા ગયા અને અતિ બલિષ્ઠ એવા બાહુમિલના નાદ દિવસના પશ્ચાદ્ ભાગની માફક અનુક્રમે અધિક અધિક વધવા લાગ્યા. આ પ્રમાણે વાગ્યુદ્ધમાં ચઢી જીતાયા પછી માડુંયુદ્ધ કરવાની ઇચ્છાવાળા એવા તેમણે ગાપુર (નગરના મુખ્યદ્વાર ) ની અર્ગલાના જેવી પાતાની ભુજા પસારી. એટલે માહુમલિએ ચઢીની ભુજાને કમળનાળની માફક તરત નમાવી દીધી અને વજ્ર જેવી યાતાની ભુજા સારી. પાતાના તમામ બળથી તેને નમાવવાના ચક્રીએ પ્રયત્ન કર્યો, છતાં લાંબે વખતે પણ તેને તે સ્થાનથી જરા પણ ચલાવી શક્યા નહિ. બાહુયુદ્ધમાં પણ આ પ્રમાણે પરાજય પામવાથી ભરતચક્રીનું મુખ શ્યામ થઈ ગયું. એટલે તેજના ભડાર એવા માહુબલિ પુન: તેને કહેવા લાગ્યા:--“ હે ભરતેશ મધુ ! આ યુધ્ધમાં પણ પૂર્વવત્ કાતાલીય ન્યાયથીજ મારા જય થયો છે, એમ તમારે ન કહેવું હજી પણ તમારી ઇચ્છા હોય તે। આપણે સુષ્ટિયુધ્ધથી લડીએ. ” તે સાંભળીને સતુષ્ટ થયેલા ચક્રી મુષ્ટિયુધ્ધથી ચુધ્ધ કરવાને ઉઠ્યા. કારણકે જુગારની માફ્ક યુધ્ધમાં પણ પરાજય ( હાર ) સ્વાદિષ્ટ હોય છે. અર્થાત્ હાર્યા જુગારી બમણુ` રમે છે. તે