Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 191
________________ યુગાદિદેશના. ૧૮૫ વિચારથી અત્યારે સ્વામીએ બે બાહુમાત્રથી જ યુદ્ધ કરવાનું આ માની લીધું? કારણકે પીરસતાં હાથ ન બળી જાય તેટલા માટે જેમ કડછી રાખવામાં આવે છે, તેમ સંગ્રામમાં અંગરક્ષાને માટેજ રાજા સેવકેને સંગ્રહે છે. હવે જ્યારે સેવકે વિદ્યમાન છતાં પણ જે રાજા પાતે યુદ્ધ કરવાને તૈયાર થાય, તો અજા (બકરી) ના ગળાના સ્તન સદણ નિરૂપયોગી એવા સુભટો શા કામના? કદાચ સેવકે ભાગી જાય, વિનાશ પામે અથવા જીતાઈ જાય, તે પછી સ્વામીએ જાતે યુદ્ધ કરવું યોગ્ય છે; પણ તેમ ન હોય ત્યારે તો પોતે લડવું યોગ્ય નથી. વળી મહા પરાક્રમી એવા આપણું સ્વામીનું યુદ્ધ એક બાહુબલિને મૂકીને જે બીજા સાથે હાથ તે તેમના પરાજયની આશંકા જ ન રહે, કારણકે તે અદ્વિતીય વીરની આગળ ધાન્યના કીડા દશ એવા બીજા તે દૂર રહે, પરંતુ ઈંદ્ર પણ યુદ્ધમાં ઉભા રહેવા સમર્થ નથી. પરંતુ બલિષ્ઠ બાહુબળીની સાથે સ્વામીનું દ્વંદ્વયુદ્ધ આપણને પરિણામે સુંદર લાગતું નથી. આ પ્રમાણે પરાજયની શંકારૂપ શલ્યથી વ્યાકુલ મનવાળા એવા પોતાના સૈનિકોને અગિતચિહેથી જાણીને ભરતેશ કહેવા લાગ્યા:- અસાધારણ બળના સ્થાનરૂપ એવા તમારાથી હું પરવરેલો છું, જેથી કેઇ બલવાન રિપુ પણ સંગ્રામ કરવા મારી પાસે આવ્યો નથી, તેથી તમે ક્યારે પણ મારું બાહુબળ જોયું નથી, તેથી અહીં પરાજયની શંકા કરે છે. કારણકે પ્રીતિ અસ્થાને પણ ભયની શંકા કરે છે. માટે શત્રુઓથી સહન ન કરી શકાય એવું મારું બાહુબળ તમે એક વખત જુઓ, કે જેથી તમારા મનની એ શંકા તરતજ નષ્ટ (દૂર) થાય.” આ પ્રમાણે કરીને ચકીએ પિતાના માણસો પાસે એક મેટ ખાડો ખેદા, અને તેના કાંઠે સિંહાસન મૂકાવીને તેની ઉપર પોતે બેઠા. પછી અતિ નિબિડ (સજજડ) અને લાંબી એવી હજારે લેહની શૃંખલા અને પ્રતિશૃંખલાઓ ભરત મહારાજે પોતાના

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208