________________
૧૮૪
યુગાદિદેશના. કાર્યું અને પછી ભરત ભૂપતિ પાસે જતાં તેણે પણ તે ગર્વ સહિત કબૂલ રાખ્યું.
પછી બાહુબલિના વેત્રીએ (છડીદારે) હાથી પર બેસીને ઉચા બાહુ કરી સંગ્રામને માટે સજજ થયેલા પિતાના સુભટને આ પ્રમાણે કહીને યુદ્ધથી અટકાવ્યા:–“સંગ્રામનું કંપ્નયન (ચળ) જેના બાહુદંડમાં આવેલ છે એવા આપણું સ્વામીને દેવતાઓએ પ્રાર્થના કરી, તેથી તે ભરતરાજાની સાથે શરીર માત્રથી (શસ વિના) જ યુદ્ધ કરશે. તો હે સુભટે ! હવે યુદ્ધ સંબંધી શત્રુઓ ઉપરનો શ્રેષ છેડી અને ક્રૂર સંગ્રામકમથી નિવૃત્ત થાઓ. સ્વામીની રણકલતા પવે તમે ક્યારે પણ જોઈ નથી, માટે આજે વિસ્મયથી વિકસિત નયન (નેત્ર) રાખી તટસ્થ થઈને તે જુઓ. » આ પ્રમાણે સ્વામીની આજ્ઞાએ છડીદારથી અટકાવ પામેલા છતાં યુદ્ધમાં ઉત્કંઠિત મનવાળા તેઓ ખેદસહિત દયમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા:–“ચિરકાળથી રાહ જોતાં આ યુદ્ધને પવ દિવસ આજે આપણને પ્રાપ્ત થયે; પણ અહે! મુખમાંથી ગ્રાસની જેમ દવે એ પ્રસંગે વિખેરી નાંખે અથવા તો આખા ભારતવર્ષમાં ભરત સિવાય બીજો કેઈએ નથી કે જે પિતાના ભુજબળથી યુદ્ધ કરવા માટે આપણું સ્વામીને લાવે. માટે ખરેખર! આપણે આટલો બધો શસ્ત્રપરિશ્રમ વૃથાજ કર્યો અને સ્વામીને ગ્રાસ પણ ભાગીદારની માફક શેગટ ખાધો. કેમકે દૈવયેગે સ્વામીના બંધની સાથે આ રણસંગ્રામ પ્રાપ્ત થતાં પણ આજે શત્રુવિર્વસમાં આપણે તેમને ઉપયોગી થયા નહીં.”
એજ પ્રમાણે તે વખતે ભારતના વેત્રીએ પણ શત્રુના પરાજય માટે તૈયાર થયેલા પિતાના સુભટને તરતજ સંગ્રામમાંથી પાછા વાળ્યા. ચકીની આજ્ઞાથી પાછા ફરતા એવા તેઓ પગલે પગલે ભેગા થઈને આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા:–“ અરે! ક્યા વૈરીના