Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 188
________________ ૧૮૨ યુગાદિદેશના. તરતના ખીલેલા કુસુમને માણસ મસ્તાર ધારણ કરે છે. પિતાએ આપેલ નાના ભાઈઓનાં રાજ્યને છીનવી લેતાં એણે પોતાના ગુણે તે પ્રથમથી જ પ્રગટ કરી દીધા છે. અમર્યાદ (મર્યાદ રહિત), લુબ્ધ, દાક્ષિણ્યરહિત અને મદન્મત્ત એવા એને ક્યા ગુણને અનુસરીને હું નમું હે મધ્યસ્થ દે! તે તમે જ કહે. ચતુર પુરૂષ માહુસેની નમ્રતાને ગુણ તરીકે વખાણે છે, પણ ગુણના અભાવમાં તે પણ દોષસૂચક થાય છે, કહ્યું છે કે-- .. " अर्जयत्यद्भुतां लक्ष्मी, गुणं प्रति नमद्धनुः; विना गुणं नमत्काष्ठं, वक्रं त्वपयशः पुनः" ગુણ પ્રતિ નમતું ધનુષ્ય અદ્દભુત લક્ષ્મીને ઉપાર્જન કરે છે, પણુ ગુણ વિના નમતું કાષ્ઠ વક અને અનાદરણેય (અપ્રિય) થાય છે. અર્થાત પણછ સાથે નમતું ધનુષ્ય લક્ષ્યવેધ કરે છે, પણ સામાન્ય કાષ્ઠ વાંકું વળેલ હોય તો તે ઉલટું વક કહેવાય છે. એણે ઉપાર્જન કરેલ એથે મારે ભેગવવું એ સિંહને બીજાએ મારીને આપેલ માંસની જેવું છે, તેથી તે મને લેશ પણ સંતોષને માટે નથી. કારણ કે ભારતવર્ષના છ ખંડનું સર્વ ઐશ્વર્યા સ્વાધીન કરતાં અને એને સત્વર નિગ્રહ કરતાં મને એક ઘટિકા (ઘડી) માત્રજ લાગે તેમ છે, પરંતુ સ્વરાજ્ય અને સ્વદારાથી સંતુષ્ટ એવા મારૂં મનપસ્ત્રી અને પરલક્ષ્મીને તૃણતુલ્ય માને છે. પાપનું આગામિ દુસ્સહ ફળ હૃદયમાં જાણનાર એક રાજ્યમાત્રને માટે બીજાપર નિ:શંકપણે કેણ દેહ કરે ? નાના ભાઈઓપને જેને પ્રેમ જોવામાં આવ્યું છે એવો એ સંવિભાગ કરવાને(વહેચી આપવાને) ઇચ્છતેજ નથી; પણ નિરતારવાને ખોટો ડોળ બતાવનાર મારું રાજ્ય લેવાને માટે જ અહીં આવ્યું છે. અતિ ખેંચતાં તરત તૂટી જાય, અતિ ભરતાં તરત કુટી જાય અને અતિ વલોવતાં વિષતુલ્ય થાય–આટલું પણ શું એ જાણતા નથી ?

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208