Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 187
________________ ૧૮૧ યુગાદિદેશના. કરતા હેતે લીલામાત્રથી જીતેલા અતુલ ઐશ્વર્યવાળે એ ભરતેશ તે પણ તમને આપવા સમર્થ છે (તૈયાર છે). પોતાના ભુજબળથી મેળવેલ આટલું ઐશ્વર્ય તે સ્વજનવત્સળ ભરત પોતાના ભાઈઓને તેને સંવિભાગ આપીને (હેંચી દઈનેજ) ભોગવવા ઈચ્છે છે. માટે હે સામ્ય! દ્રવ્ય અને ભાવથી સ્તબ્ધતા (ગવ) ને ત્યાગ કરી ઘરે આવેલા અને સેવકને સુરતરૂ સમાન એવા પિતાના મેટા બંધુની સેવા કરે (તેને સત્કાર કરે.) કે જેથી તમારા સગામથી થતે આ લેક અને પરલોકમાં અહિતકારી કરોડો માણસ, હાથીઓ અને અને સંહાર અટકે.” આ પ્રમાણે દેવતાઓની હિતશિક્ષા સમ્ય રીતે સાંભળીને વીરાધિવીર એ બહલીપતિ (બાહુબલિ) ગંભીરતા પૂર્વક આ પ્રમાણે છે:–“હે દેવો! અધિક અધિક રાજયલક્ષ્મીમાં લુખ્ય એવો તે અનેક રાજાઓથી પરવારીને સુખે બેઠેલા એવા મારી સામે જ્યારે યુદ્ધ કરવાને માટે અહીં આવ્યું, ત્યારે એવા મેટા ભાઇની સાથે પણ યુદ્ધ કરતાં મારે શો દોષ છે? તેને તમે પોતે જ વિચાર કરે. વળી એ વિજયશીલ રહેવાથી સર્વત્ર પિતાને તે (વિજયી) માને છે. કારણ કે ભાદરવા મહિનામાં જેની આંખે ગઈ હોય તે સમગ્ર વસુધાને લીલી અને આજ માને છે. લીલામાત્રથી વૃક્ષોને ઉખેડી નાખનાર હાથી જેમ પર્વતને ભેદવા જાય, તેવાજ અભિમાનથી એ મને પણ જીતવા માટે આવ્યો છે, પરંતુ સંગ્રામમાં લીલામાત્રથી તેને પરાજય કરીને સુવૈદ્યની જેમ અહંકારથી એને થયેલ એ જવર અને અપસ્મારને હું ભાંગી નાખીશ (દૂર કરીશ). મનેહર એવા ગુણેથીજ ગૈારવ (મેટાઈ) પ્રાપ્ત થાય છે, પણ અવસ્થાને તેની સાથે સંબંધ નથી. કારણ કે સવથી પણ પવત વાવૃદ્ધ હેય છે, છતાં તે કાંઇ ગેરવ્ય (બહુમાન કરવા લાયક) નથી. શરીર પર ઘણા વખતથી લાગેલ દુધી મેલને ત્યાગ કરવામાં આવે છે અને

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208