________________
યુગાદિદેશના. ભરતેશ્વરની પાસે આવે છે. મનુષ્ય અને દેવે તે દૂર રહે પણ પિતાનું અધ આસન આપવાથી સધર્મેદ્ર પણ પ્રમોદથી તેનું બહુમાન કરે છે. ગર્વથી તેની અવજ્ઞા કરનાર સૈન્યસહિત રણસં. ગ્રામમાં તેના સૈન્યરૂપ સમુદ્રની ભરતી આવતાં સાથવાના ચૂર્ણની મુઠીની જેમ ઉડી જાય છે. આખી પૃથ્વીને લાવયમાન કરતા એવા જેના હાથીઓ, અવ, રથે અને સુભટે સમુદ્રના કલોલની માફક કેનાથી અટકાવી શકાય તેમ છે? એકદમ આવતી સંખ્યાબંધ શત્રસેનાને અટકાવવવાને તેને એક સુષેણ સેનાપતિ પણ સમર્થ છે. જેણે લીલામાત્રમાં સર્વ શત્રુઓને પરાજિત કર્યા છે એવું જેણે મૂકેલું ચકાયુધ કાળચક્રની માફક આવતું કેનાથી રોકી શકાય તેમ છે? વાંછિત સર્વ વસ્તુઓના ઢગલારૂપ અને ભાગ્યથી આકર્ષાયેલ એવા નવે નિધાન સદાકાળ તેમના પગની નીચે સંચરે છે. તેથી હે રાજન! કણ કટક છતાં પણ પરિણામે હિતકારી એવું મારું કહ્યું જે તમે માનતા હે, તે એકાગ્રભાવથી ત્યાં આવીને તે સામ્રાટ ની સેવા કરો. તમે મારે સ્વામીના લઘુ બંધુ છો માટે સ્નેહથી આ પ્રમાણે કહેવું પડે છે. હવે તમને ભાસે (ઉચિત લાગે) તેમ કરે. કારણ કે બુદ્ધિ કર્માનુસારિણી છે.”
આ પ્રમાણેનાં સુવેગતનાં કેમળ અને કર્કશ વચને સાંભળીને. ઋષભસ્વામીના પુત્ર બાહુબલિ રાજા આ પ્રમાણે કહેવા લાગ્યા કે
હે સુવેગ. સર્વાગ સંપૂર્ણ છતાં બહુ દૂર રહેનાર પિતાના સંબંધીના કુશળ સમાચાર તેમની પાસેથી આવેલ માણસને પૂછવા એ દૂષણરૂપ નથી. બીજું લેભાર્ત ચિત્તવાળા એ ભરતને નાના ભાઈઓ પ્રતિને સ્નેહ તો તેમના રાજ્ય ગ્રહણ કરવાવડેજ જણાઈ આવ્યું છે, તો આ તારાં મૃષાવચથી શું વિશેષ છે? અન્ય અન્ય રાજ્ય ગ્રહણ કરવામાં વ્યગ્ર હોવાથી તે મોટાભાઈએ આટલે