________________
૧૬૮
યુગાદિદેશના ન ગણકારે, તેમ તેણે તે માન્યું નહિ. ગર્વથી જેના હાથને નિરંતર ખરજ આવે છે એવા પ્રબળ બાહુદંડવાળે તે પ્રતાપી તમારે નાને ભાઈ અહીં યુદ્ધ કરવાની ઈચ્છાથી આવે તેમ છે, બાકી તમારી સેવા કરવાની ઇચ્છાથી તે આવે તેમ નથી. વળી હે પ્રભે ! અતિ ભક્તિવાળા, તેજસ્વી અને મહા ઉત્સાહી એવા સામંત, રાજાઓ અને સુભટે તેના વિચારથી લેશ પણ ભિન્ન નથી. યુદ્ધમાં શ્રદ્ધાવાળા અને તેજથી જલંત થતા હોય એવા તેના કુમારે શત્રુઓની સાથે વૈર ઉભું કરીને પણ વિગ્રહ કરે તેવા છે. આજીવિકાના કારણથી આધીન વર્તતા એવા સામંત રાજાઓ અને સુભટે તે દૂર રહે, પરંતુ ખરેખર! તેની સઘળી પ્રજા પણ પિતાના પ્રાણ આપીને તેનું ઈષ્ટ કરવાને ચાહે છે. જેઓએ કદી દૃષ્ટિથી પણ તેને જોયેલ નથી એવા છતાં ગુણેથી તેને વશ વર્તતા એવા પર્વતવાસી ભિલ લેકે પણ તમારી સેનાને હણવાને ઈચછે છે. આ તમને ઇષ્ટ હોય કે કદી અનિષ્ટ હોય પણ હું તે સત્ય કહું છું. કારણ કે સેવકેએ સ્વામીને મિથ્યા વાક્ય થી ઠગ (છેતરે) ન જોઈએ. અનુજબંધુનું આવા પ્રકારનું વૃજાત જાણીને હવે તમને રૂચે તેમ (યચિત) કરે. કારણ કે સત્ય વાચાના બેલનારા દૂત હોય છે, પણ મંત્રી હતા નથી.”
દૂતના મુખથી પિતાના લઘુબંધુના આવાં અવજ્ઞાકારક વચને સાંભળીને પણ ખેદરહિત એ નરાધીશ તેને કહેવા લાગ્યો કે“જગતને જીતી શકે એવા અતુલ ક્ષાત્ર (ક્ષત્રિય સંબંધી) તેજવાળા એ નાના બંધુએ બીજા રાજાના શાસનને સહન ન કરવું, એ ખરેખર યુકતજ છે. કહ્યું છે કે – " आलानं शरभः श्रेष्ठः, सिंहोऽन्यश्चापदस्वनम् । जात्यवश्व कशाघातं, सहते यंन कर्हि चित्."
શ્રેષ્ટ એ અષ્ટાપદ આલાનર્થંભને, સિંહ અન્ય સ્થાપ૧ આઠ પગવાળું શ્વાપદ વિશેષ, હાથી કરતાં અત્યંત બળવાન,