________________
૧૬૬
યુગાદિદેશના. ગયે લાગે છે. પરંતુ મીઠી મીઠઃ બેલનારા બધા યુદ્ધમાં ખરેખર ભાગી જશે અને તે એકલે બાહુબલિના બાહુબળની વ્યથા સહન કરશે. અરે વિચારપૂર્વક સુબુદ્ધિ (સલાહ) આપનાર એની પાસે કઈ મૂષક પણ મંત્રી નથી? તેની પાસે તો ઘણુ બુદ્ધિશાળી પ્રધાને છે. ત્યારે આવું પિતાનેજ અહિતકારી કામ કરતાં તેમણે એને વાર્યો કેમ નહિ? અરે ! તેમણે જ આ કામમાં એને પ્રવર્તાવ્યો છે. કારણ કે જે થવાનું હોય છે તે અન્યથા થતું નથી. ત્યારે તે આ મૂઠે ખરેખર આજે સૂતો સિંહ જગાવ્યો છે અને પવનની સામે અર્ચિ સળગાવ્યો છે. બલિષ્ઠ બાહુબલિ સમગ્ર પૃથ્વી જીતવાને સમર્થ છતાં પિતાને ઠેકાણે તે સુખે બેસી રહ્યું હતું, છતાં તેને આવી રીતે તેણે પિતાને શત્રુ બનાવ્યો તે ઠીક કર્યું નથી. આવા પ્રકારની નગરવાસીઓની ઉક્તિ પ્રત્યુકિત સાંભળતા સાંભળતે તે દૂત તક્ષશિલામાંથી સત્વર બહાર નીકળી ગયે.
હવે માગે ચાલતાં તે દૂત આ પ્રમાણે વિચાર કરવા લાગે કે“અહો ! આપણા રાજાએ આ વિચાર વિનાનું કામ આરહ્યું છે! છ ખંડના રાજાઓથી સેવાતાં તેને શું ઓછું હતું કે, વાહનને માટે કેસરીસિંહની જેમ પોતાની સેવાને માટે આને બેલા! અરે પિતાને કશળ માનનારા અને કુલકમાગત એવા તે મંત્રીઓને પણ ધિકાર થાઓ; કે જેમણે પોતાના સ્વામીને અત્યારે આવા અત્યંત દુ:સાધ્ય કામમાં પ્રેર્યો. હવે આ કામ કરતાં અથવા મૂક્તાં બંને રીતે એને શુભકારી થવાનું નથી. કહેવત છે કે “સાપે છછુંદરી પકડી એટલે પછી તેને મૂકે તે આંધળો થાય અને ગળે તે મરી જાય. કહ્યું છે કે
"जइ गलइ गलइ उयरं, पच्चुगालिए गलंति नयगाई, हा विसमा कज्जगइ, अहिणा छच्छंदरी गहिया."
“જો ગળી જાય તે ઉદર ગળે અને બહાર કહાડે તો ને ગળી જાય (નષ્ટ થાય છે. અહા! સાપે છછુંદરી પડ્યાની જેમ કાર્ય