________________
યુગાદિદેશના.
૧૬૭ ની ગતિ વિષમ (વિકટ) થઈ છે. વળી એણે જઈને બને ભાઈએમાં પરસ્પર વિરોધ કરાવ્યું ” આવા પ્રકારને મારે પણ અવર્ણવાદ બેલાશે. માટે ગુણને દૂષણલગાડનાર એવા આ દૂતપણાને ધિક્કા૨ થાઓ.” આવા અનેક સંકલ્પ વિકલ્પથી વ્યાકુળ મનવાળે તે અનુક્રમે અયોધ્યામાં આવીને શ્યામ મુખવડે તે પિતાના સ્વામીને ન. “બાહુબલિ પાસેથી આ અપમાન પામીને આવ્યું લાગે છે? એમ તેનું મુખ જેવાથી સમજી ગયા છતાં મનમાં ક્ષોભ પામ્યા વિના ભરતેશે તેને પૂછ્યું કે “હે ભદ્ર! શાખા અને પ્રશાખાથી વટવૃક્ષની માફક વિસ્તાર પામેલે બલિષ્ઠ બાહુબલિ કુશળ છે ? તે તું કહે, કે જેથી મને હર્ષ થાય.”
આ પ્રમાણે આદસહિત પિતાના સ્વામીથી પૂછાયેલ તે સુવેગ મનમાં જરા સંતોષ પામીને વિનયથી મતક નમાવી કહેવા લાગ્યો કે ખરેખર ચક્રવર્તીના ચક્રને અને ઈદ્રના વજને પણ સેકેલા પાપડની જેમ એક મુઠીમાત્રથી ચૂર્ણ કરી નાખે એવા એ બાહુબલિ છે. પ્રસંગોપાત્ત તમારા સેનાપતિ અને સૈન્યાદિકનું મેં વર્ણન કર્યું, એટલે “એ શું માત્ર !” એમ કહીને દુધથી જેમ નાક મરડે તેમ તે પોતાની ગ્રીવા મરડવા લાગ્યા. પુત્ર, પત્ર અને પ્રપાત્ર વિગેરે કરડે જ્યાં અત્યંત બાહુબળવાળા છે, વળી ખરેખર! પડતા (તૂટી પડતા) આકાશને પણ અટકાવવાને થોભી રાખવાને સમર્થ એવા તેના કુમારે છે. તે વિધિવીર તમારા નાના ભાઇનું અમંગલ (ખરાબ) કરવામાં દેવને દેવ(%) પણ અસમર્થ છે, એમ હું માનું છું.” આ પ્રમાણે તેની કુશળતાને અંગે ચકાએ કરેલા પ્રશ્નને ઉત્તર આપીને પછી બાહુબલિના તે તે પ્રકારના ઉચા નીચા વચનનો વિસ્તાર સ્વામીની પાસે સમ્યગ રીતે તેણે નિવેદન કર્યો. પ્રાંતે આ પ્રમાણે તેનું તને તે કહેવા લાગ્યો કે “ આપની સેવાને માટે કેમળ અને કર્કશ વાકયોથી તેને મેં બહુ કહ્યું; છતાં ગંભીરવેદી હાથી જેમ અંકશને