________________
૧૭૪
યુગાદિદેશના. “અન્ય બ્રાણપુત્રાયા, રક્ષે વન ટુન
शिक्षणीया रहस्येव, द्वयानां लघुताऽन्यथा."
કદાચ ભાઈ કે પુત્રાદિકની કેઈ ઠેકાણે ભૂલ થતી હોય, તે ડાહ્યા માણસોએ તેમને એકાંતમાંજ શિખામણ (શિક્ષા) આપવી; નહિ તો બંનેની લઘુતા થાય છે. છખંડનું રાજ્ય જેણે પોતાને સ્વાધન કર્યું છે એવા આ રાજાને પોતાના અનુજ બંધુના રાજ્ય વિના શી ન્યૂનતા આવી ગઈ હતી ?“અહો! આટલા બધા ઐશ્વયવાળો છતાં હજી પણ એને કેટલે બધો લેભ છે? અથવા તે ખરેખર! મેટા પુરૂષોને પણ કષાયોને મારવા તે બહુ કઠણ છે.” રાજાના પ્રયાણ વખતે ગામે ગામ અને શહેરે શહેરે ભાગમાં સર્વત્ર માણસે પરસ્પર આ પ્રમાણે વાત કરતા હતા.
સૈન્યના ઘણા ભારથી શેષનાગની ગ્રીવાને નમાવતા અવિચ્છિજ વાઘના નિષથી વસુંધરાપર શેષાદ્વૈત (ઘેષમતા) કરતા,સૈન્યની બહુલતાથી સર્વ સીમાડામાં ઘાસ અને જળને દુલભ કરતા, પરંતુ શત્રુઓના મુખમાં અને તેમની સ્ત્રીઓની આંખમાં તે ઘાસ પાણીને સુલભ કરતા (અર્થાત શત્રુઓ મુખમાં તૃણ લઇને બેસતા અને તેમની સ્ત્રીઓ આંખમાં આંસુ લાવતી હતી), કલ્પાંતકાળના ક્ષભિત સમુદ્રની વેલની માફક પિતાની સેનાથી “તે રાજા તે તરત પરાજિત થયો એમ માનતા, કનિષ્ઠ બધુને મળવાને માટે જ જાણે ઉ. ત્કંઠિત થયા હોય અને અત્યંત હઠમાં આવ્યા હોય તેમ રસ્તે અનવચ્છિન્ન પ્રયાણ કરી વેગથી ચાલતા અને સર્વત્ર પોતાને જય થવાથી અહીં પણ પિતાને જયશીલ માનતા એવા તે નરેદ્ર બહલીદેશની સીમા પાસે આવી પહોંચ્યા.
બલિષ્ઠ એવા બાહુબલિ રાજાએ પણ વિજય પામવાની ઇચ્છાવાળા એ વડિલ બંધુ પિતાના સીમાડા નજીક આવી પહેલ