________________
યુગાદેિશના.
૧૭૧
“બંનેના તુલ્ય અપરાધ છતાં રાહુ ચંદ્રમાને વાર‘વાર ગ્રહે છે અને સૂર્યને લાંબે વખતે ગ્રહે છે. એજ નરમાશનું સ્ફુટ (સાક્ષાત્ ) ફળ છે.” હે પ્રભો ! રાજાના મુગટના સ્પર્શ કરતા ચરણવાળા અને તીવ્ર તેજવાળા એવા તમારા એ બાહુબલિ મધુ, રાહુ જેમ સૂર્યના તેજના વિધાતક થાય છે તેમ તમારા તેજના નિશ્ચય વિધાત કરનાર છે. સવ' રાજાએ પુષ્પમાળાની માફક તમારી આજ્ઞા પાતાના મસ્તકે ધારણ કરે અને તે આજ્ઞાને માન્ય ન રાખે, તેથી એ તમારે અનુજ ખંધુ પણ ખરેખર શત્રુરૂપજ છે. પોતાની ભુજાના બળના દૂ (ગ)થી એ તમને તણખલા જેવા ગણે છે. માટે હું વિભા! જો ભારતવર્ષના સમ્રાટ્ ( ચક્રવર્તી) હા, તે આ દુરામા (દુષ્ટ) ને ઠેકાણે લાવા (તાએ કરો). હે સ્વામિન! સવ શત્રુઓને નિષદન (નાશ) કરનાર એવુ' આ ચક્ર પણ આયુધશાળામાં પ્રવેશ ન કરવાવડે મારા કહેલા ભાવનેજ દૃઢ કરે છે, હે ભરતેશ! હું જો કાંઇ અયુક્ત ખેલતા હાઉ”, તેા બુદ્ધિના નિધાન એવા આ અમાત્યા મને ખુશીથી ચુક્તિ પૂર્વક વારે (અટકાવે).”
સેનાનીનુ' આ પ્રમાણેનુ કથન સાંભળીને નીતિજ્ઞ એવા મુખ્ય પ્રધાન ઉડીને સ્વામીને કહેવા લાગ્યા કે હેઢવ! પરાક્રમી, અને સ્વામીભક્ત એવા આ સેનાપતિ ચુક્તજ કહે છે, હે સ્વામિન્! સ્નેહ વિનાના આ લઘુબંધુ ઉપર જે તમારા સ્નેહુ છે, તે વેશ્યાજન ઉપરના સ્નેહ જેવા છે. તેથી હું વિશે! ખરેખર તમે એક હાથથી તાલી પાડવા જેવું કરે છે. મુખે મિશ્ર અને મનમાં દુષ્ટ એવી વેશ્યાએ કરતાં પણ મુખમાં અને મનમાં તેમાં દુષ્ટ એવા આ તમારો કનિષ્ઠ ભાઈ તા તેનાથી પણ વધી જાય તેમ છે. વળી સ` રાજાઓને જીતનાર
૧ રાહુ સાથે ચંદ્ર ને સૂર્ય બંનેને સમાન વૈર છે એમ અન્ય શાસ્ત્રોમાં કથન છે. તેમાં સૂ પ્રતાપી હાવાથી તેનું ગ્રહણ ક્વચિત્ થાય છે અને ચંદ્ર નરમ હાવાથી તેનું ગ્રહણ વારવાર થાય છે, એ સાર છે.