________________
યુગાદિદશના.
૧૫૭ એક દિવસે રાજાએ, અમારી સાથે શે, શ્રેષ્ઠીઓ, નટલેકે અને ભાટલેકેથી સેવાતા અને રાજસભામાં બેઠેલા શ્રી ભરતેવરને નમસ્કાર કરીને સેનાપતિએ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામિન ! ચક હજી પણ આયુધશાળામાં પ્રવેશ કરતું નથી.” તે વખતે ભરત આ પ્રમાણે બોલ્યા “ભરતક્ષેત્રમાં મારી આજ્ઞા ન માનતા હોય એ હજી પણ કર્યો વિરોધી વીર (મોટે શત્રુ ) જીતવો બાકી રહી ગયો છે ?” તે સાંભળી વૃદ્ધ અમાત્ય બે –
હે દેવ! પ્રતાપમાં સૂર્ય સમાન એવા તમારે ભરતક્ષેત્રમાં મનુષ્ય કે દેવ કે પણ જીતવા લાયક જેવામાં આવતો નથી. છતાં દેવતાઓથી અધિતિ એવું ચક્ર આયુધશાળામાં પ્રવેશ કરતું નથી તો કંઇક વિચારવા જેવી બાબત છે. અથવા તો ઠીક અત્યારે સાંભર્યું. બલિષ્ટના બળને દબાવનાર અને મહુલીદેશના સ્વામી એવા તમારા નાનાભાઈ બળવાન બાહુબળિ હજી પણ તમારી આજ્ઞા માનતા નથી. એક બાજુ આપની સર્વ સેના હેય અને એક બાજુ એક બાહુબળિ હેય, તે પણ આખા તિશ્ચક સાથે સૂર્યની સમાનતા ન થાય, તેમ સમાનતા થઈ શકે એવું નથી.
પૃથ્વી પર આપ મહાબલવાન સ્વામી છે, અને સ્વર્ગમાં ઇંદ્ધિ સ્વામી છે; પરંતુ હે દેવ! અત્યારે તે તે તમો બને કરતાં મહાબાહુ (જબરજસ્ત) છે, “ખરેખર આ એક ન છતાતાં ભરતભૂમિમાં મેં શું જીત્યું ?” એમ માનીને આ ચક લજ્જિત થઇ આયુધ શાળામાં પેસતું નથી, એમ હું ધારું છું. સાઠ હજાર વર્ષ સુધી સંગ્રામ કરી સમગ્ર રાજાઓને સાધનારા (વશ કરનાર) એવા તમારી જે ના ભાઈ આવી રીતે અવહીલના કરે તો લેકમાં તમારી હાંસી થાય એ ઉઘાડી વાત છે.” કહ્યું છે કે –
" स्वेष्ववज्ञास्पदं तन्व-नाज्ञैश्वर्यं परेषु यत् नरोऽनास्तृतखबार्बो-लोचवद्धस्यते जनैः, "