________________
યુગાદિદેશના
૧૫૧
पञ्चम उल्लास.
અનંત સિદ્ધિવાળા, સમાનદષ્ટિવાળા, સુવર્ણ સમાન વર્ણવાળા જેમને સર્વ દુસ્તમ અસ્ત થયેલ છે અને જે સર્વ પ્રકારના વિષાદથી રહિત છે એવા નવીન આદીશ (ત્રષભદેવપ્રભુ) તમને સપત્તિની પ્રાપ્તિ નિમિત્ત થાઓ.
હવે પિતાના ૯૮ બંધુઓ ભગવંત પાસે ગયા. એમ ચરપુરૂષના મુખથી જાણુને ખેદ પામી ભરતેશ્વર આ પ્રમાણે વિચાર કરવા લા:–“ઐશ્વર્યથી ઉન્મત્ત થયેલા ચિત્તવાળા એવા મેં સેવાને ઉદ્દેશીને સામાન્ય માણસની જેમ આ ભાઈઓને પણ બોલાવ્યા, તેથી ખરેખર! દુભાઈને તેજસ્વિપણાથી તે બધા મારું અનૈચિત્ય કહેવાને પિતાની પાસે ગયા. અહો ! દેવ અને અસુરોની સભામાં બેઠેલા તાત પણ તેમના મુખથી આ મારૂ અનૈચિત્ય સાંભળીને મનમાં જરા ખેદ પામશે અને મોટા ભાઇએ રાજ્યના લાભથી કનિgબંધુઓને તેમના રાજ્યની બહાર કહાડી મૂક્યા. એ રીતે પિતાછે અને દેવતાઓ પણ મનમાં સમજી લેશે. આયુધશાળામાં ચકના અપ્રવેશરૂપ હેતુથી મંત્રી સામે એ પ્રેરણા કરાયેલા મેં ખરેખર! તે ખોટું કર્યું. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
"बालभावाल्लधिष्ठाभेन चलन्त्यग्रजाज्ञया;
तथापि स शुभान्वेषी, परूषं तर्जयेन्न तान्." “નાના ભાઈએ બાલભાવથી કદાચ મોટાભાઇની આજ્ઞા પ્રમાણે ન ચાલે, તથાપિ શુભાન્વેષી એવા તેણે કઠોર રીતે તેમની તજના ન કરવી. )
૧ અજ્ઞાનાંધકાર.