________________
૧૫૦
યુગાદિદેશના પણ નિજ થાય. પછી પ્રવધમાન છે શુદ્ધ ભાવ જેમને એવા તે સ્વામિપુત્રે હાથ જોડી ભગવંતને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે “હે નાથ! આ સંસારમાં જન્મ, જરા, મરણ અને રેગથી પ્રાણી ત્યાં સુધી જ પીડાય છે, કે જ્યાં સુધી તમારી વાણીરૂપ શુદ્ધ રસાયનનું તે સેવન કરતો નથી. હે તાત! ચાર ગતિના દુ:ખરૂપ આતપ આત્માને ત્યાં સુધી જ તપાવી શકે છે કે, જ્યાં સુધી તમારા ચરણરૂપ વૃક્ષની શીતલ છાયાને તે મેળવતો નથી. હે ભગવન! જ્યાં સુધી ભવ્ય છ જંગમ કલ્પવૃક્ષ એવા તમને પામતા નથી, ત્યાંસુધી તેઓ દુઃસ્થિત થઈને સંસારમાં પરિભ્રમણ કરે છે. હે સ્વામિન! તમે તારવાવાળા છતાં જે ભવ્ય જીવ સંસારસમુદ્ર તરી શકતા નથી, તેમાં મહામેહનું પ્રબળ માહાયજ કારણભૂત છે. ભરતક્ષેત્રનું અખિલ ઐશ્વર્ય ભલે ભરતેશ્વર ભેગવે, અમે તે હવે આત્મહિત કરનારી એવી દિક્ષાનેજ અંગીકાર કરશું.” આ પ્રમાણે વિષયથી ઉગ પામી અત્યંત વૈરાગ્યયુક્ત થઈ, તૃણની માફકરાજ્યને ત્યાગ કરીને તરત જ તેમણે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી અને ગ્રત લીધા પછી થડા વખતમાંજ ક્ષપકશ્રેણિપર આરૂઢ થઇને ઘાતિકર્મના ક્ષયથી તે સ સર્વજ્ઞ થયા (કેવલજ્ઞાન પામ્યા છે. ॥ इति श्री तपागच्छाधिराजश्रीसोमसुन्दरमूरिपट्टप्रभाकरगच्छनायकश्रीमुनिसुन्दरमरिविनेयवाचनाचार्यसोममण्डनगणिकृतायां श्रीयुगादिजिन
देशनायां चतुर्थ उल्लासः ॥