________________
૧૪૯
યુગાદિદેશના. વાળા એવા અજ્ઞ પ્રાણીઓ ગજની જેમ (સંસારના બંધનમાં બંધાઈ જાય છે. ઇત્યાદિ અઠ્ઠાણું કાવડે અઠ્ઠાણુ પુત્રને પ્રતિબોધ આપીને પ્રભુએ તેમને વૈરાગ્યવાસિત કર્યા પછી ભગવંતની વાણીને વિચાર કરતાં તે બધા જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. તેથી જાણે ગઈ કાલેજ ભેગવેલ હેય, તેમ પૂવે ભેગવેલા દેવતાઓના સુખનું તેમને સ્મરણ થયું. એટલે તેઓ ચિંતવવા લાગ્યા કે –“સર્વાર્થસિદ્ધ કવિમાનમાં જે અતુલ સુખસંપત્તિ છે, તે એકાંત અને અત્યંત એવા મેક્ષસુખની વાનકી જેવી છે તે કયાં, અને નવ પ્રવાહ (દ્વાર)થી વહેતી દુર્ગધથી બિભત્સ શરીરવાળા એવા મનુષ્યોને આ તુચ્છતર (અત્યતે તુચ્છ) એ સુખાભાસ કયાં! ” આ પ્રમાણે જ્ઞાન થવાથી પૂર્વે ઘણા કાળ સુધી અનુત્તર વિમાનનું સુખ ભગવેલું હોવાથી આ ભાવના તુચ્છ વિષયમાં તેમનું મન લેશ પણ રજા ન રહ્યું. કહ્યું
"अविदितपरमानन्दो, विषयसुखं मन्यते हि रमणीयम् ; तस्यैव तैलमिष्टं, येन न दृष्टं घृतं क्वापि."
પરમાનંદની જેમને ખબર નથી, તેજ પ્રાણી વિષયસુખને રમણીય માને છે. જેણે ઘી (વ્રત) કયાં પણ જોયું કે અનુભવ્યું નથી, તેનેજ તેલ પ્રિય લાગે છે. તેઓ સ્વર્ગમાં અહમિંઢપણે નિત્ય સુખ ભોગવતા લાંબે વખત રહેલા હતા તેથી તેમના હૃદયમાં ભારતની આજ્ઞાને આધીન એવું રાજ્યસુખ કિચિત પણ રૂક્યું નહિ
"क्रीडिता ये चिरं हंसा, निर्मलाम्भसि मानसे; तेषां रूचिर्न सेवाल-जटिले खातिकाम्भसि." .
જે હસેએ નિર્મળ જળવાળા માનસરોવરમાં લાંબે વખત કીડા કરી છે, તેમને સેવાલથી વ્યાસ એવા ખાઈના પાણીમાં કદી