________________
૧૩૮
યુગાદિદેશના. આ પ્રમાણે સાંભળીને તે ગુટી ચડાવીને બેલી કે-“હે દુમતિ ! જેને પહેલાં તે કહેવરાવ્યું છે, તે તારી માને ઘેર જાય ત્યાં જઈને ભાજન કર.” આ સમાચાર જો કે સુંદરીને પિતે કહેવરાવ્યા હતા, છતાં તે બેટી રીતે પતિ ઉપર કુપિત થઈ. અહે! સ્ત્રીઓ પતિને વશ કરીને પોતાને દોષ તેની ઉપરે ચડાવે છે. એ રીતે તે જ્યારે કપાયમાન થઈ, ત્યારે બિલાડી આગળ ઉદરની જેમ તે પિતાનું શરીર સ કેચીને ભય અને કંપસહિત બેસી રહે. એટલામાં “હે તાત! ભેજન કરવા ચાલે. આ પ્રમાણે સુંદરીના પુત્રે આવીને આદર સહિત બોલાવ્યા. છતાં પણ તે મૂઢ ક્ષણવાર તો મુંગાની માફક બેસીજ રહ્યો. એટલે કરગી આવેશથી બેલી:- અરે આ શું પાખંડ માંડયું છે? પ્રિયાને ઘેર જઇને ભેજન કર. આથી તે બીતાં બીતા સુંદરાને ઘેર ગયે. તેના આવતાજ તેણીએ બેસવાને માટે તરત સારું આસન આપ્યું અને ભેજનને માટે તેની આગળ સુવર્ણને થાળ મૂકે. પછી સુસ્વાદિષ્ટ નાના પ્રકારની ભેજ્ય વસ્તુઓ તેને પીરસી, છતાં પણ રાગધ હેવાથી શૂન્ય મનવાળાની જેમ તેણે કંઇ ખાધું નહિ અને કામદેવની આજ્ઞાને આરાધક થઈ આ પ્રમાણે ચિત્તમાં ચિંતવવા લાગે:-“આ મારી પ્રાણપ્રિયા કુરંગી અત્યારે કેમ (મારી ઉપર) કે પાયમાન થઈ છે? જ્યાસુધી કુરંગી સ્નેહ નજરથી મને ન જુએ, ત્યાં સુધી સ્થળ પર જળચરની જેમ મને કયાં પણ રતિ પ્રીતિ) થવાની નથી. અસરને જીતે એવા સૌભાગ્યવાળી, સર્વત્ર ઔચિત્ય સાચવનારી અને વિનીત એવી તે જીવિતેશ્વરીને હું શી રીતે મનાવીશ? આ પ્રમાણે વિચાર કરતો તે બેકડાની જેમ માથું ઉચે કરીને રહ્યો, એટલે સુંદરીએ તેને કહ્યું કે “હે સ્વામિન! કેમ જમતા નથી? તે કહેવા લાગ્યો કે-“અરે! શું જમું? જમવાને ઉચિત કંઈ પણ નથી. માટે મારી કુરંગીને જોરથી કઈક ખાવાનું લઈ આવ. આ પ્રમાણેનું ભત્તરનું વચન સાંભળી સરલ એશયવાળી સુંદરી તરતજ કુરંગીને ઘેર જઈને તેને કહેવા લાગી:-“હે